pratishodh - 2 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - 2

ઓકે.. ઓકે.. હું તારી વાત માનું છું બસ...!! તેણે રૂપાલી ને પલંગ પર પોતાનું આલિંગન આપીને સુવાડી ને પોતે ત્યાં જ વિચારોમાં ઘૂમરાયા કર્યો. પોતાના પતિ ની છાતી પર માથું મૂકીને રૂપાલી સૂઈ ગઈ. મોન્ટી જાગી રહ્યો હતો તેને પોતાના રૂમની બાલ્કનીમાં આવેલ હિચકાનો અવાજ સંભળાયો અને કોઈ તેને પોકારી રહ્યું હોય તેવું લાગ્યું.
મો...ન્ટી......મો...ન્ટી......
રૂપાલીનું માથું પોતાના પરથી હળવેથી તકિયા પર સરખાવીને મોન્ટી બાલ્કની તરફ વધ્યો. હીંચકા પાસે જઈને જોયું તો હીંચકા પર કોઈ જ ન હતું પણ સ્વિંગ કરી રહ્યું હતું. મોન્ટી ત્યાં જ ઊભો રહીને હીંચકા ને જોઈ રહ્યો અને વિચારોમાં ગુમ થવા લાગ્યો.
******
જુલી... જુલી.... શું છે તને..?? કેમ મને ડિસ્ટર્બ કરે છે?? પોતાના રૂમની બહાર ઊભેલા મોન્ટી એ નીચે આવેલ ડ્રોઇંગરૂમમાં પિયાનો વગાડતી જુલીને ટોકી. જુલીએ પિયાનો પરથી આંગળી સરકાવીને પોતે બેસેલ વ્હીલચેરના પૈડા પર ફેરવી વ્હીલચેરને પિયાનો પાસેથી ખસેડતી આગળ વધી ઉપર મોન્ટી તરફ જોતા બોલી..
“હા... હવે હું તને ડીસ્ટર્બ કરું છું એમ? તો જતો રહે ને અહીંથી... શા માટે પડ્યો છે મારા ઘરમાં?? નીકળી જા અહીંથી...”
હું શા માટે જતો રહું..?? આ મારું પણ ઘર છે.. સમજી...!! રોજ રોજ દારૂ પીને પિયાનો વગાડીને મારું મૂડ અને મગજ બંને બગાડે છે. એના કરતાં તો તું એ એક્સિડન્ટમાં મરી ગઈ હોત તો સારું થાત..!!
ઓહ... હવે મને ખબર પડી એક્સિડન્ટમાં મેં મારા પગ ખોઈ કાઢ્યા એટલે તું મને નફરત નથી કરતો પણ તેં તો મારી સાથે લગ્ન જ એટલા માટે કર્યા હતા કે તું મારા પપ્પાનું બિઝનેસ આ બંગલો બધુ પચાવી શકે અને આજે જ્યારે મને તારી સૌથી વધારે જરૂર છે ત્યારે તું મને એકલી મૂકીને જતો રહે છે કેમ?
આંખોમાં આંસુ ને અવાજમાં વેદના સાથે જુલીએ કહ્યું : “મને ફક્ત તારા પ્રેમની જરૂર છે મોન્ટી તું કેમ બદલાઈ ગયો છે?? એક્સિડન્ટમાં મારા પગ જતા રહ્યા એમાં મારી ભૂલ શું હતી?”
તારી જ ભૂલ હતી સમજી...!! તારી જ ભૂલ “હું” ભોગવી રહ્યો છું. મારી જિંદગીને નર્ક બનાવી દીધી છે તે.. મારો પીછો છોડ હવે...!
બેડરૂમમાં જઈને મોન્ટી એ જોરથી દરવાજો પછાડીને બંધ કર્યો.
નીચે વ્હીલચેર પર બેસેલ જુલીએ ઘાંટો પાડી ને કહ્યું કે “હું તારો પીછો નહીં છોડુ મોન્ટી... તારો પીછો નહીં છોડુ...”
******
હીંચકા પાસે ઉભેલ મોન્ટી અચાનક વિચારોના વમળમાંથી બહાર આવ્યો. ખિસ્સામાં પડેલી સિગરેટ કાઢીને ફૂંકવા લાગ્યો. પાછળ સુતેલી રૂપાલી પાસે જઈને બેસી ગયો. સવારે રૂપાલીની આંખ ઊઘડી ત્યારે મોન્ટી પલંગ પર ટેકો આપીને બેઠા બેઠા સુઈ રહ્યો હતો. તેણે તેને ઉઠાવ્યો. બંને જણા ફ્રેશ થઈને તૈયાર થઈને નીચે ગયા. રાવસિંહે સવારનો ચા-નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો. મોન્ટી અને રૂપાલી ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેઠા અને ત્યાં જ લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી રાવસિંહે ટી ટ્રે ટેબલ પર મૂકીને ફોન ઉપાડ્યો.
સાહેબ તમારો ફોન છે આટલું કહીને રાવ સિંહ નાસ્તો લેવા માટે કિચન તરફ વળી ગયો.
ટેબલ પર મુકેલી ટી ટ્રેમાંથી ચાના કપ ઉઠાવી રૂપાલી ચા પીરસવા જઇ રહી હતી. ટી પોટ કવરથી ઢંકાયેલું હતું. ચા બનાવવા માટે તેણે જેવું કવરને ખસેડ્યો ત્યાં જ તેને ટી કેટલ (કીટલી) ની જગ્યાએ એક સ્ત્રી નું માથું દેખાયું તે જોતાં જ તેણે ચીસાચીસ કરી મૂકીને ખુરશી પરથી ઊભી થઈને દુર ભાગી. મોન્ટી રાવસિંહ અને બાકી બીજા નોકરો પણ તરત ત્યાં દોડી આવ્યા. “મો..ન્ટી.. મો..ન્ટી.. ત્યાં.. એ.. ટી ટ્રેમાં.. ટી ટ્રેમાં.. કોઈ સ્ત્રીનું માથું અને અને એની આંખો ખુલ્લી અને સફેદ અને અને મારી સામે જોર જોરથી હસી રહી હતી. મોન્ટી આ બધું શું થઇ રહ્યું છે?? મને બીક લાગી રહી છે.”

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED