pratishodh. - 5 books and stories free download online pdf in Gujarati

પ્રતિશોધ - ૫

જુલી તે બોક્સ ખોલતા જ ખુશીથી પાગલ થઈ ઉઠી.
-“ઓહ માય ગોડ..!! બહુ જ બ્યુટીફૂલ છે. થેન્ક યુ મોન્ટી થૅન્ક યુ. આઈ લવ યુ.”
ગોલ્ડન કલરના એ સેન્ડલ..મોન્ટી એ પોતાના હાથે જુલીના પગમાં પેહરાવ્યા.
(બંને જણા એકમેકના પ્રેમભર્યા સાનિધ્યમાં ખોવાઈ ગયા.)
******
મેડમ...મેડમ...જમી લો...સાહેબ તો મોડે થી આવશે..આપ ક્યાં સુધી પોતાને આવીજ રીતે તકલીફ આપશો..??
(ભૂતકાળ ની ક્ષણોને યાદ કરતી જુલી રાવસિંહનો અવાજ સાંભળી વર્તમાનમાં પાછી ફરી.)
-“નહિ રાવસિંહ,મારે નથી જમવું. થોડોક બરફ લાવી આપ બસ !”
(દારૂનો એક ઘૂંટડો ભરતા જુલી તેને હુકમ કર્યો.રાવસિંહ બરફ આપી ગયો.)
દારૂના નશામાં ચૂર જુલી ધ્રુજતા હાથે વ્હીલચેરના પૈડાં ફેરવી ડ્રોઈંગરૂમમાં મુકેલ પિયાનો તરફ વળી.. પિયાનો વગાડતા વગાડતા જોર જોર થી રડીને રાડ પાડી મૂકી..
-“વાહ ભગવાન વાહ ! તે મને સેન્ડલ આપ્યા તો પગ જ છીનવી લીધા? કેમ કર્યું તે આવું? મોન્ટી મને પહેલા કેટલો પ્રેમ કરતો હતો અને આજે....હું એના માટે એક અપંગ વ્યક્તિ છું. બોજ છું એના માટે..!?"
મોન્ટી જયારે ઓફિસે થી પાછો આવે છે ત્યારે જુલી પિયાનો પર જ માથું ઢાળી ને દારૂ પીધેલી હાલત માં પડી હોય છે...મોન્ટી તેને જોઈને ઇગ્નોર કરીને પોતાના રૂમ માં જવા માટે સીડી ચડી રહ્યો હોય છે...રાવસિંહ સાહેબ ને જમવાનું પૂછે છે ત્યારે જુલી ના કાને આ શબ્દો અથડાય છે ને તેને ખબર પડે છે કે મોન્ટી આવી ગયો છે.
-" મોન્ટી આ મારો બંગલૉ છે. મારું બિઝનેસ છે.
હું ચાલી ફરી નથી શકતી એટલે તને બોજો લાગે છે ને મારો? મને મારું બધું પાછું આપી દે ને નીકળી જા અહી થી..! તું અને તારો પ્રેમ બન્ને જુઠાણું હતું.”
-“તારો બંગલૉ? તારો બિઝનેસ? તારા બાપે એ બિઝનેસ 'મને' આપ્યો હતો. મેં ખૂન પસીનો એક કરીને આજે આ ફેક્ટરીને - બિઝનેસને આગળ વધાવ્યો છે. તારું કઈ જ નથી આમા. ને તારા જેવી સ્ત્રીને પ્રેમ કરવો મારી સૌથી મોટી ભૂલ હતી. જે પ્રેમના બદલામાં આજદિન સુધી મને ફક્ત ને ફક્ત નફરત જ આપી રહી છે.”
(આટલું બોલતાં જ મોન્ટી પોતાના રૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે, દારુ નો ગ્લાસ છુટ્ટો ફેંકીને જુલી ચીસ પાડી ઊઠે છે..)
-“મોન્ટી...આઈ નીડ યું..ઇ નીડ યોર લવ... મોન્ટી.. મોન્ટી...મોન્ટી..”
******
-“મોન્ટી.. મોન્ટી...મોન્ટી..... ક્યાં ખોવાઈ ગયો?? શું ટેન્શન છે? ઇન્સ્પેક્ટર કુમાર ગયો..ચાલ નાસ્તો કરીએ અને ફેક્ટરી પર જાઈએ.મોડું થાય છે."
રૂપાલી એ તેને અતીતમાંથી બહાર બોલાવ્યો..બંને જણા નાસ્તો પતાવી ને ગાડીમાં કામે જવા નીકળ્યા. સુનમુન ખૉવાયેલ મોન્ટીને જોઈને રૂપાલી એ પૂછ્યું: "શું થયું છે તને મોન્ટુ..?? ક્યાં ખોવાયેલો રહે છે? આ ઇન્સ્પેક્ટર ૨ દિવસ થી તારી ઈંકવાયરી કેમ કરી રહ્યા છે? તું શું છુપાવે છે મારા થી? જુલી ભાગી ગઇ..તે મને આવું કેમ કીધું? ઇન્સ્પેક્ટર ને તે કીધું એ એના ભાઈ સાથે ગઈ..અને મને તે કીધું’તું કે એ તને છોડીને ક્યાંક એકલી જ ભાગી ગઈ!?"
-“રૂપ ડાર્લિંગ એ સાચે જ મને છોડીને ક્યાંક જતી રહી છે. મને ખરેખર કશું ખબર નથી. ડાર્લિંગ પ્લીઝ ટ્રસ્ટ મી. આઈ લવ યુ".
-“આઈ લવ યુ ટૂ મોન્ટી..પણ આ બધું... મોન્ટી એ વચ્ચે થી જ તેની વાત કાપતા કહ્યું : “તું મારી સાથે છું ને રૂપ? મને છોડીને ના જતી પ્લીઝ..મારા પર ભરોસો રાખજે રૂપ..”
ગાડી માં હેન્ડ ગિયર પર રાખેલા મોન્ટીના હાથને પોતાના હાથ માં લઈને ચુમીને હકાર માં પોતાનું માથું હલાવીને રૂપે જવાબ આપ્યો. બંને જણા ફેક્ટરી પહોંચી ગયા હતા. પોત પોતાના કામ માં બન્ને એ મન લગાવવાનો ખુબ પ્રયત્નો કર્યા..પણ બન્ને જણા ના મન બેચેન હતા.


(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED