પ્રતિશોધ - ૬ Kaamini દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ - ૬

ભાગ ૬

-“આઈ લવ યુ ટૂ મોન્ટી..પણ આ બધું... મોન્ટી એ વચ્ચે થી જ તેની વાત કાપતા કહ્યું : “તું મારી સાથે છું ને રૂપ? મને છોડીને ના જતી પ્લીઝ..મારા પર ભરોસો રાખજે રૂપ..”
ગાડી માં હેન્ડ ગિયર પર રાખેલા મોન્ટીના હાથને પોતાના હાથ માં લઈને ચુમીને હકાર માં પોતાનું માથું હલાવીને રૂપે જવાબ આપ્યો. બંને જણા ફેક્ટરી પહોંચી ગયા હતા. પોત પોતાના કામ માં બન્ને એ મન લગાવવાનો ખુબ પ્રયત્નો કર્યા..પણ બન્ને જણા ના મન બેચેન હતા...
હવે જોઈએ આગળનો ભાગ......
મોન્ટી ફેક્ટરીમાં ફિલ્ડ વિઝીટ કરી રહ્યો હતો અને રૂપાલી તેમના કેબીનમાં ડિરેક્ટર ની ચેર પર બેસીને કાગળો તપાસીને હિસાબ મેળવવામાં વ્યસ્ત હતી. એ.સી. ની કાંચની એ કેબિનમાં ટેબલ પર ચારે કોર કાગળોનો ઢગલો... કેબીનમાં તેની ચેરની પાછળ લટકાવેલી, કેન્વાસ પર કંડારેલી હેન્ડમેડ પેઇન્ટિંગ... અચાનક જ દીવાર પર થી લસરી પડી ને ધડાકાભેર જમીન પર પછડાઈ. રૂપાલી ચમકીને ખુરશીમાંથી ઉભી થઈને આઘી થઇ ગઈ..અને પછી તેણે ફરીને જોયું તો તેની ચેર પાછળ નીચે તે પેઇન્ટિંગ ઉંધી પડી હતી..તેનો કાંચ તુટીને બધે વિખરાઈ ગયો હતો. ક્ષણભર માટે તો બીકના માર્યે તેના શ્વાસ જ અધ્ધર થઇ ગયા હતા...પછી તે તેની નજીક જઈને પેઇન્ટિંગ ને હાથમાં ઉઠાવી...અને તેને જોવા લાગી... જેમાં ૪ આદિવાસી સ્ત્રીઓ દોરેલી હતી... અને અચાનક જ....એમાં તેને એજ સ્ત્રી દેખાઈ...અટ્ટ હાસ્ય કરતો એનો ચહેરો જોઈને રૂપાલી બેભાન થઇ ગઈ. બીજી બાજુ મોન્ટી ફેક્ટરીમાં રાઉન્ડ પૂરો કરીને કેબિનમાં પ્રવેશતા જ તેણે જોયું કે રૂપાલી જમીન પર ફસડાયેલી પડેલી છે, તે દોડીને તેનું માથું પોતાના ખોળામાં રાખતા તેને ભાનમાં લાવવા તેના ગાલ થબથબાવા લાગ્યો.
-" રૂપ...રૂપ...શું થયું...??રૂપ આંખો ખોલ...શું થયું...રૂપ...?!?”
આસપાસ પડેલાં કાંચના ટુકડાઓથી સાવધાનીપૂર્વક તે રૂપને ઊંચકીને કેબીનમાં સામા છેડે પડેલા એક મીની સોફા પર રૂપને સુવડાવે છે અને પોતાના સ્ટાફના માણસોને જોર થી બૂમ પાડીને બોલાવે છે ને ડોક્ટરને ફોન કરવાનું સુચવીને તે તેનો માથું પોતાના ખોળા માં રાખીને ત્યાંજ સોફા પર બેસી જઈને રૂપ ના માથા ને પોતાના ખોળામાં લઈને તેને વહાલ કરતાં કરતાં રડી પડે છે.
******

નવો નવો ડિરેક્ટર બનેલો મોન્ટી પોતાની નવી નકોર કેબીનમા કામ કરી રહ્યો હતો. કેબીનના દરવાજાનાં હળવા હાથે અડધું ખોલીને એક મીઠો અવાજ તેને સંભળાયો. તેણે તે દિશા તરફ નઝર કરી અને જોયું તો એક સુંદર છોકરી પૂછી રહી હતી,

-"મેં આઈ કમ ઈન સર?”
-" યસ...પ્લીઝ”
હેલો સર, આઈ એમ રૂપાલી ગુપ્તા, મિસ્ટર ડિસુઝા એપોઇન્ટેડ મી ટુ હેલ્પ યુ. આઈ એમ યોર ન્યુ સેક્રેટરી.( મારું નામ રૂપાલી ગુપ્તા છે, મિસ્ટર ડિસુઝા એ મને તમારી નવી સેક્રેટરી તરીકે અપોઈંટ કરી છે.)
એટલામાં જ કેબિનમાં મિસ્ટર ડિસુઝા પણ આવ્યા અને મોન્ટી ને રૂપાલી નો ઈન્ટ્રો આપતા બોલ્યા : માય ડીઅર ચાઈલ્ડ, શી વિલ હેન્ડલ ઓલ ધોઝ પપેરવર્ક એન્ડ હેલ્પ યુ ટૂ ડુ અધરવર્ક્સ ટૂ, સો યુ કેન સ્પેન્ડ મોર ટાઈમ વિથ યોર વાઈફ એન્ડ માય ડોલ જુલી. ધેટ્સ વાય આઇ હેવ એપોઇન્ટેડ હર. (હા..મિસ્ટર ડિસુઝા જુલી ના પિતા અને અને આ ફેક્ટરીના માલિક,તેઓ બોલ્યા: દીકરા,આ તમને બધા પપેરવર્ક માં અને બીજા અન્ય કામોમાં પણ મદદ કરશે. તમે મારી દીકરી અને તમારી પત્ની જુલી જોડે વધુ સમય પસાર કરી શકો એટલે જ મેં આને અપોઈંટ કરી છે.)
રૂપાલી અને મોન્ટી બન્ને સવારથી લઈને સાંજ સુધી જોડે ને જોડે કામ કરતા, બધા ક્લાયન્ટ સાથે ડીલ કરતા. બપોરનું લન્ચ અને સાંજ નુ ડિનર ક્યારે સાથે કરતા થઇ ગયા,એની જાણ બન્નેમાંથી એકને પણ નહતી. એક દિવસ વિદેશી ક્લાઈન્ટ સાથે મિટિંગ હોવાથી બન્ને ઓફિસે વેહલા આવ્યા હતા, કચરાંપોતાં કરવા વાળા બેન સિવાય બીજું કોઈ ઓફિસમાં નહતું. મોન્ટી અંદર જ હતો. એ બેન મોન્ટીની કેબીનમાં પોતું કરીને બહાર નીકળી ગયા અને રૂપાલી અંદર આવી ત્યારે તે ભીના ફર્શ પર લપસી...અને ક્રિકેટમાં જેમ ફિલ્ડર કૂદીને બોલને પકડે તેમ મોન્ટીએ તરત જ રૂપાલીને પકડી લીધી... તે મોન્ટીની બાહો માં હતી...બંનેની આંખો એકબીજાની આંખોમાં પરોવાયેલી, બન્ને એકબીજાના દિલના વધતા જતા ધબકારાઓ સાંભળી અને મહેસૂસ કરી શકતા હતા. આટલી નજીકથી તેણે રૂપાલી ના મુલાયમ ગાલ અને ગુલાબી હોંઠોને પહેલી વાર જોયા. એની નમણી કાયા પર.. કમર પર મોન્ટીના હાથ જાણે જામી જ ગયા. એકદમ ફિલ્મી સીનની જેમ મોન્ટી એ તેને જમીન પર પડતા તો બચાવી લીધી પણ એ પોતે તેના પ્રેમમાં પડી ગયો.

(ક્રમશ:)