અંગત ડાયરી - જિંદગી જિંદગી Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - જિંદગી જિંદગી

અંગત ડાયરી
============
શીર્ષક : જિંદગી જિંદગી
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૫, જુલાઈ ૨૦૨૦, રવિવાર

વ્હોટ ઇસ લાઈફ? ખરેખર જિંદગી શું છે?
કોઈ કહે છે કે જિંદગી ચાર દિવસની ચાંદની છે, તો કોઈ કહે છે કે લાઈફ ઈઝ અ ગેમ, કોઈ કહે છે કે જિંદગી એક જુઆ એટલે કે જુગાર છે તો કોઈ કહે છે કે જિંદગી એક સુહાના સફર હૈ. ખરેખર જિંદગી છે શું? માના ઉદરમાં જીવાત્મા પહેલો શ્વાસ લે ત્યારથી શરૂ કરી આખરી સમયે જીવાત્મા અંતિમ શ્વાસ મૂકે ત્યાં સુધી એની સાથે જે કંઈ પણ થાય એનું નામ જિંદગી.

શું શું થાય જીવાત્મા સાથે?
માનવ સમાજે બનાવેલી વ્યવસ્થા મુજબ તો જીવાત્માને શરૂઆતમાં ખૂબ વહાલ કરવામાં આવે, ધીરે ધીરે એને તૈયાર કરવામાં આવે, હસાવવામાં આવે, રડાવવામાં આવે, મનાવવામાં આવે એમ કરતા કરતા એને ઉછેરવામાં આવે. બાળપણ વીતે એટલે યુવાનીના રોમાંચ અને રોમાંસની વ્યવસ્થા માનવ સમુદાયે કરેલી છે. આઈ લવ યુ થી શરુ કરી આઈ હેટ યુ, પૈસા કમાવાથી શરૂ કરી સમાજ કો બદલ ડાલો કરતા કરતા ધીરે ધીરે એ જીવનસાથી અને બાળકોમાં ઠરી ઠામ થઈ જાય. અને બુઢાપામાં ઘરના ચોકીદારની જેમ ખાટલામાં પડ્યા પડ્યા રામનામ જપવાની કોશીષ કરે, ખીચડી કઢી ખાય, દવાની ગોળીઓ ગળે અને મૃત્યુની પ્રતીક્ષા કરે. બસ માનવ સમાજે અત્યારે તો જીવાત્મા માટે આવા આવા અનુભવોની વ્યવસ્થા કરી રાખી છે. પણ શું ખરેખર આ જ છે જિંદગી? કે કૈંક ચૂકાઈ રહ્યું છે, ભુલાઈ રહ્યું છે?

માનવ જન્મની કીંમતે આપણે શું માણી રહ્યા છીએ? કહે છે કે છેક ચોર્યાસી લાખ યોનિ પસાર કરીએ ત્યારે માનવ દેહ મળે છે. ચકલા-ચકલી, કીડી, મકોડા, ભેંસ, ભૂંડ જેવા અનેક રોલ આપણે સારી રીતે ભજવીએ ત્યારે છેક માનવનો રોલ મળ્યો છે. શું લાગે છે ખાઈ પીને મજા કરવા જ આવ્યા છીએ? કુછ તો ગરબડ હૈ.

કોઈ કહે છે કે મૌજમાં રહેવું તો કોઈ કહે છે કે તારે રે'વું ભાડાના મકાનમાં, કોઈ સમજાવે છે કે યહાં કલ ક્યા હો કિસને જાના તો કોઈ કહે છે કે જિંદગી તો બેવફા હૈ એક દિન ઠુકરાયેગી, મૌત મહેબૂબા હૈ અપને સાથ લે કર જાયેગી. તો શું જિંદગી બેવફા છે? જિંદગી એક અંધારી રાત છે? જિંદગી એક દુ:સ્વપ્ન છે? ખરેખર જિંદગી છે શું?

ગરીબની ઝુપડીમાં જીવાત્માને થતા અનુભવો બહુ કપરા હોય છે તો અમીરોની હવેલીઓમાં જન્મતા જીવાત્માને થતાં અનુભવો જુદાં હોય છે. એક રાસ્તા હૈ જિંદગી માનીએ તો જેની નવી સવી સગાઈ કે લગ્ન થયા હોય એના માટે જિંદગી એક સુંદર મજાનો ઢાળ વાળો રસ્તો હોય છે અને જેને ગંભીર બીમારી લાગુ પડી હોય તેને માટે કપરા ચઢાણ વાળો અને ઉબડખાબડ રસ્તો.

જિંદગીનો આખો ડ્રામા જ વિચિત્ર છે. ક્યારે કયો ડાયલોગ આવે અને ક્યારે કયો સીન એ કશું નક્કી જ નહીં. ક્યારે પરદો ઉઠે અને ક્યારે પડી જાય એ પણ નક્કી નહીં. રાત્રે એમ કહેવામાં આવે કે સવારે તમને રાજતિલક કરવાનું છે અને સવારે ઉઠો તો વનમાં મોકલી દેવામાં આવે. સગાઓ ક્યારે દુશ્મનના રોલમાં અને દુશ્મનો ક્યારે મિત્રના રોલમાં આવી જાય એ પણ નક્કી નહીં.

કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જેવો અર્જુન પણ આ સીન વખતે કેવો ઢીલો પડી ગયો હતો? સિલેબસ બહારનો અને અઘરો પ્રશ્ન જોઈ પેપર આપવા બેઠેલો વિદ્યાર્થી જેમ શિક્ષકને આંગળી ઉંચી કરી પ્રશ્ન કરે એમ જ અર્જુને કૃષ્ણસરને આંગળી ઉંચી કરી કહ્યું: મારે પરીક્ષા નથી આપવી. આજકાલના શિક્ષક તો કદાચ પ્રશ્ન બદલી પણ નાખે, અરે જરૂર પડે તો સિલેબસ પણ બદલી નાંખવામાં આવે પણ એ સમયે કૃષ્ણ જેવા કૃષ્ણે, ખુદ સર્જનહારે અર્જુનને કહ્યું : યુદ્ધ તો કરવું જ પડશે. પેપર કે પ્રશ્ન નહિ બદલવામાં આવે, તારે તારી અંદરના વિચારો બદલવા પડશે.

આપણને પણ આપણા પ્રશ્નો સિલેબસ બહારના અને અઘરા લાગે છે. આપણને પર અર્જુનની જેમ પરીક્ષા છોડી ભાગી જવાનું મન થાય છે. મતલબ કે આપણી અને અર્જુનની જિંદગીમાં આવેલો આ વળાંક એક સરખો છે. બંનેને થયેલા રોગના લક્ષણો એકસરખા છે. એનો અર્થ એ થયો કે અર્જુનને જે દવા લાગુ પડી એજ દવા આપણને પણ લાગુ પડી શકે. અર્જુનને કઈ દવા આપવામાં આવી? સાવ ઢીલો ઢફ થઇ ગયેલો અર્જુનનો જીવાત્મા શ્રીમદ્ ભગવદ્ ગીતાના શબ્દે શબ્દે તૈયાર થવા લાગ્યો અને છેલ્લે જિંદગીનો જંગ એ જીતી ગયો.

ટૂંકમાં કહેવું હોય તો કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસીકા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસ્તે હો તેરે દિલ મેં પ્યાર... જીના ઇસીકા નામ હૈ....

હેપી ગુરુ પૂર્ણિમા
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)