વાયરસ 2020. - 6 Ashok Upadhyay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

શ્રેણી
શેયર કરો

વાયરસ 2020. - 6

વાયરસ – ૬
જતા જતા સર અટક્યા અને એમને પાછળ ફરીને જોયું.મને થયું કે કદાચ કોઈ કામ યાદ આવી ગયું હશે..વૈજ્ઞાનિકનાં મનમાં અનેક વિચારો એક સાથે ચાલતા હોય..અત્યારે એ શું વિચારતા હોય એ કળી શકવું અઘરું હતું..હું એમને જોતો ઉભો હતો..ધીમે પગલે ડોક્ટર થાપર મારી પાસે આવ્યા અને સ્માઈલ કરતા બોલ્યા..
સરિતાને મળવા જવાનું છે..?
મારા મનની વાત એમણે સાંભળી લીધી હોય એમ એકદમ સહજ ભાવે બોલ્યા..અને મારા મોઢેથી કઈ બોલાયું નહિ પણ એ સમજી ગયા..
ઓકે..સરિતા સાથે ડિનર નો પ્રોગ્રામ હશે કેમ..?
સર તમને કેમ ખબર..?
ત્રિવેદી સર છું તારો.કોઈ સારી હોટેલ માં લઇ જજે..
નાં એના ઘરે જ..પ્રોગ્રામ ગોઠવ્યો છે.
સરિતાના મમ્મી પપ્પા ને કહી જલ્દી જલ્દી લગ્ન નો પ્રોગ્રામ પણ ગોઠવી જ નાખો.
કહેતા હસતા હસતા ડોક્ટર થાપર નીકળી ગયા..એમની વાતમાં આજે કોઈ અનેરો જ આનંદ હતો..અને જતા જતા મારા ચહેરા પર પણ સ્માઈલ મુકતા ગયા..એમનો સહજ હસમુખો સ્વભાવ દરેક ને યાદ રહી જાય એવો હતો..
કોરોના નાં લીધે રસ્તાઓ પર પોલીસ હતી..લોખંડવાલા સર્કલ પાસેથી લ્કોકીલાબેન હોસ્પિટલ તરફ લેફ્ટ લેતા જ પોલીસે ગાડી ઉભી રખાવી..
પતા હૈ નાં લોક ડાઉન હૈ..
હા સર..આય એમ ડોક્ટર..કહેતા મેં મારું કાર્ડ દેખાડ્યું..
ઓહ.ઓકે ઓકે..કુઠે કોકિલાબેન મધે ચાલલે કાય..??
આય એમ સાયન્ટીસ્ટ..
ઓહ..ગુડ..એ કોરોના કા ઈલાજ કબતક મિલેગા..?
જલ્દી મિલેગા..કહેતા એમના ઇશારે મેં ગાડી સ્ટાર્ટ કરી અને આગળ વર્સોવા તરફ વધ્યો.
અંધેરી વર્સોવા ખાતે સી.વ્યુ.બિલ્ડીંગ નાં કમ્પાઉન્ડમાં આમ તો કોઈને એન્ટ્રી નહોતી પણ એક તો ડોક્ટર ની ગાડી અને વોચમેન મને ઓળખે..ગાડી પાર્ક કરી વોચમેન પાસે આવ્યો ત્યાં એણે મને સેનેટાઈઝર આપ્યું..હાથ સાફ કરી..વોચમેને ઇન્ટરકોમ પર ૧૨૦૪ નંબર દબાવી કહ્યું..
ડોક્ટર સાબ આયે હૈ..જી , ઓકે
તરત ફોન મૂકી એણે કહ્યું..ડ્યુટી હૈ સર કરના પડતા હૈ..જાઈએ.
હું લીફ્ટમાં એન્ટર થયો બાર નંબર પર પુશ કર્યું , અરીસામાં પોતાને જોઈ વાળ સરખા કર્યા.લીફ્ટ નાં કેમેરા ઉપર ધ્યાન ગયું.અને આખરે પહોચ્યો..બારમે માળે , ફ્લેટ નંબર ૧૨૦૪ ની ડોરબેલ મારી ત્યાં દરવાજો ખુલ્યો..અને સામે સરિતા હતી..મારા આવવાનાં આનંદમાં એણે સેન્ડલનું રૂમ ફ્રેશનર છાટ્યું હતું.અને સુમધુર સંગીત ધીમા અવાજે વાગી રહ્યું હતું.કંપનીએ આપેલા આલીશાન ફ્લેટનાં મોટા ડ્રોઈંગરૂમ ની બાલ્કની પાસે જ ડિનર ની તૈયારી લગભગ થઇ ચુકી હતી..
હમણાં જ બધું ગોઠવ્યું..કેવું છે..? સરિતા બોલી..
સરસ..તારી સજાવટ હંમેશા કઈક અલગ હોય છે..
મીણબત્તી પ્રગટાવતા સરિતા બોલી..અને મારી પસંદ પણ અલગ છે..
મારી નજીક આવી..મારી આંખોમાં જોયું અને હળવેકથી મારો હાથ પકડ્યો અને બોલી “ એડીના ” લાઈટ્સ ઓફ પ્લીઝ..અને આખા ઘરની લાઈટ્સ બંધ થઇ ગઈ..બારમે માળે બાલ્કની માં મીણબત્તીના આછા પ્રકાશમાં..અમે બંને એકબીજાની સામે ઉભા હતા અને સામે મુંબઈ નો અફાટ અરબી સમુદ્ર..દુર દુર સમુદ્રમાં ક્ષિતિજ પર જહાજ ઉભા હતા..જેની ઝીણી લાઈટો ખુબ જ સુંદર લાગતી હતી..અચાનક સરિતા મને ભેટી પડી..હું પણ એની આ હરકત ની જ રાહ જોઈ રહ્યો હતો..લગભગ પાંચેક મિનીટ અમે બંને એક બીજાની બાંહોમાં હતા..બે પળ પછી એણે મારી સામે જોયું મને ખબર હતી કે એની ઈચ્છા શું છે..અને એ પણ નજીક આવતી ગઈ..બંને નાં શ્વાસ ની ગરમી એકબીજા મહેસુસ કરી શકતા હતા..સરિતા નાં ગુલાબી હોઠ મારી એકદમ નજીક હતા..અને મારી નજર એના હોઠ પર જ હતી..એની નજર મારા હોઠ પર..અચાનક એણે જ મારા હોઠ પર તસતસતું ચુંબન લઇ લીધું..એકબીજાને આગોશમાં લઇ પ્રેમ અને વ્હાલની વહેચણી કરી..રીલેક્સ થઇ.અમે બંને સ્વસ્થ થયા.
પપ્પા ને વાત કરી.??
હમણાં થોડીવાર પહેલા જ ફોન હતો..મેં કહ્યું એમને કે તું આવવાનો છે જમવા.
શું બોલ્યા..??
લગ્ન ની તારીખ જલ્દી નીકળશે.
સરિતાને ખુરશી પર બેસાડી હું પણ એની સામે ગોઠવાયો..અને એણે પીરસવાનું શરુ કર્યું..
વા..વ દાલ મખની..
તારી ફેવરીટ..તડકા વાળી..અને જીરા રાઈસ.બુંદી નું રાયતું પણ છે.
મેં ઘી થી લથબથતા પરોઠાને હાથ લગાડ્યો ત્યાં સરિતાએ મારા હાથ પર માર્યું..
હું આપું છું ને.
બહુ ભૂખ લાગી છે યાર.
જમવાની જ ને.કહેતા એ પનીર કોફતા આપતા અટકી..મને જોઈ આંખ મારી અને અમે બંને હસી પડ્યા.
એ ટીવી ચાલુ કર ને.
એડીના ટીવી ઓન પ્લીઝ..
અને ટીવી ચાલુ થયું..રીમોટ મારી પાસેના રાઈટીંગ ટેબલ પર જ પડ્યું હતું..જેના ઉપર મારી નજર હતી જ..મેં ચેનલ બદલવાનું શરુ કર્યું..ટીવી ચાલુ કરું ત્યારે હું સૌ પ્રથમ ન્યુઝ જોઉં. મારી નજર સામે ઝી ન્યુઝ પર બ્રેકીંગ ન્યુઝ ચાલતા હતા..
કોરોના કો મારને વાલા વેક્સીન ભારત ને ખોજ લીયા..સાલો સે જીસ વેક્સીન પર કામ ચલ રહા થા વહી વેક્સીન બના કોરોના કા કાલ..ડોક્ટર થાપર ઔર ડોક્ટર ઝુનૈદ કી સાલો કી મહેનત કા નતીજા.આજ સારે ભારત કો ઇન દોનો વૈજ્ઞાનિક પર ગર્વ હૈ..
ક્રમશઃ