જાસૂસ Thakkar Princi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાસૂસ

હેલ્લો.. હું તમને ક્યારની ફોન લગાડું છું ઉપાડતા કેમ નથી.. મને તમારું ટેન્શન થાય છે તમે ક્યાં છો..

અરે પ્રિયા બસ કર હું કામ માં છું... આખો દિવસ ફોન ના કરતી...

હેલ્લો..રાકેશ. રાકેશ આટલો અવાજ ક્યાં થી આવે છે.. તમે તો કામ માટે મુંબઈ ગયા હતા અને મંદિર નો અવાજ આવે છે..

ઓય... મારી જાસૂસી બંધ કરી દે...તને શું લાગે છે મુંબઈ મા મંદિર નથી હોતા.. મંદિર તારા ઘરે જ હોય.. ચાલ ફોન મુક...સવાર સવાર માં દિવસ બગડવા આવી જાય છે..પનોતી...

( ફોન કટ કરે છે)

હેલ્લો..હેલ્લો..
( પ્રિયા રડવા લાગે છે...)

રાકેશ હંમેશા મારા થી ખબર વર્તન કરે છે.. હે અંબે માં શું હું સાચે પનોતી છું..

ના..દીદી..પનોતી તો સાલો રાકેશ છે.. એક રૂપિયો કમવવાની તાકાત નથી તું હંમેશા પૈસા આપે છે એને તો પણ તને હેરાન કરે..

બસ..કર..ટીના તારા જીજાજી છે .. માન આપ એમને..

એ માન ને લાયક છે ...દીદી તું છોડી કેમ નથી દેતી એને...

ટીના ..( એક લાફો મારી દે છે)..તારું કામ કર..
સમજી .. તારે મને શીખવાડવાની જરૂર નથી.. મને ના બોલાવ..

દીદી ભલે લો બીજી મારી લો..પણ સત્ય નાઈ બદલાય એને તારા કોઈ રસ નથી તમારી મિલકત માટે
તને ફસાવી... તમે કેમ આનું ટેન્શન લો છો... પૈસા પતશે એટલે આવી જશે પાછો..

ટીના મને કંઇક ગરબડ લાગે છે... મે રાકેશ ને ફોન કર્યો ત્યારે આજુ બાજુ માં ઘણા લોકો નો અવાજ આવતો હતો...

અરે દીદી મુંબઈ નાં ગયા છે તો અવાજ આવવાનો ને જ...ત્યાં ભીડભાડ વાળું શહેર છે ..

ના... જય અંબે.. જય અંબે નો અવાજ આવતો હતો.. અને ભજન..નો પણ આવાજ આવતો હતો એ પણ ગુજરાતી લોકો નો અવાજ..

અરે દીદી ત્યાં પણ મંદિર હોય ને ગુજરાતી લોકો નું.. બઉ ચિંતા ના કર... રૂક હું કડક ચા બનાવી ને લાવું... ઓકે....

ટીના મને માફ કરજે મે તને લાફો માર્યો..

અરે.. દીદી.. તમે મારા મા સમાન છો... મમ્મી અને પપ્પા બંને નાનપણ મા જ આપણને મૂકી ને જાતાં રહ્યા પછી તેજ તો મારી પરવરિશ કરી.... ખુદ ભૂખી રઈ મને જમાડી... પોતાનું ભણવાનું... ખુદ ના સપના મૂકી મારા સપના પુરા કર્યા....

અરે બસ બસ..મેડમ ભૂખ લાગી છે ચા તો બનાવ...

હા.. દિદુ...

મને હજુ કંઇક ગરબડ લાગે છે... રાકેશ કંઇક તો છુપાવે જ છે.... પણ શું...શું છુપાવે છે... કઈ રીતે ખબર પડશે..... હે અંબે માં મારા રાકેશ ની રક્ષા કરજો.....( મન મોર વિચારે છે)

દીદી...દીદી... આ લો ચા..

( બને ચા પીવે છે )

હા..દીદી હું કોલેજ જાઉં છું આવતા મોડું થશે... તને જમી લેજો.

સાચવીને જજે..

અંદર આવી.. સોફા પર બેસે છે અને પોતાની ડાયરી ખોલે છે.. પેલા જ પાને રાકેશ નું નામ હોય છે...એ ફરી ડાયરી લખે છે..
પ્રિય ડાયરી..
આજે રાકેશ મારા થી દુર છે તો એની બહુ યાદ આવે છે...મારી અને રાકેશ ની પહેલી મુલકાત મારી ઓફિસ માં થઇ હતી એને હું ત્યારે જ ગમી ગઈ હતી અને મને લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો....મને પ્રેમ આપનાર કોઈ નતું એટલે મેં હા પાડી.. પણ.. રાકેશ લગ્ન પછી બદલાઈ ગયો... એને જોબ પણ છોડી દીથી મારી કમાણી ખાય અને એમને હેરાન કરે... એને અચાનક મને કહ્યું કે મારે ધંધા
માટે મુંબઈ જવું છે...આ વખતે હું પાકું મહેનત કરીશ ..પછી તને પણ લઈ જઈશ... મારી પાસે થી ૧૫૦૦૦૦૦ રૂપીયા પણ લઈ ગયો.. પણ હવે મને કઈક ગરબડ લાગે છે... પણ શું એ ખબર નઈ પડતી હું ખબર પાડી ને રઈશ..

( એ રાકેશ ના રૂમ માં જાય છે..એ રૂમ જ્યાં એ લોક રાખતો કોઈને ના જવા દેતો... લોક તોડી એ અંદર જાય છે ...રૂમ માં ગોતે છે બધું રૂમ માંથી એક બળેલો નકશો અને બંદૂક મળે છે)

હે..ભગવાન આશું છે... નકશો સેનો... અને બંદૂક ... નક્કી રાકેશ કઈક ખોટું કામ કરવા જઈ રહ્યો છે મારે એને રોકવો પડશે..... એક મિનિટ આ ભાદરવો મહિનો છે અને મે રાકેશ ને ફોન કર્યો તો માતાજી ની જય બોલતી હતી અને કાલે ભાદરવા સુદ પૂનમ છે...મતલબ કે એ કાંતો અંબાજી હશે નહિતર રસ્તા માં ...જ્યાં લોકો બધા ચાલતા અંબાજી જતા હશે.... પણ રાકેશ ત્યાં શું કરે છે...કેમ ગયો ત્યાં..અને હાલ હું એને કંઈ રીતે ગોતું...અંબાજી માં તો હજારો લોકો હશે... હે ભગવાન... શું કરું...

( થોડી વાર એ રૂમ માં ફરતાં ફરતાં વિચારે છે...)

હા... આઈડિયા...હું એનો ફોન ટ્રેક કરીશ...તો લોકેશન મળી જશે....પણ એના માટે મારે રાકેશ થી ફોન પર થોડી વાર વાત કરવી પડશે...હા..હું હાલ જ ફોન કરું અને ગમે તેમ કરી થોડી વાર વાત કરું છું...

હેલ્લો રાકેશ ..

બોલ...કેમ ફોન કર્યો. ..હું કામ માં છું... ખબર નથી પડતી..

મને મુંબઈ ના ફોટા તો મુક ...

અરે હા..મૂકું પછી... બાય..

(એ રાકેશ થી ૫ મિનિટ વાત કરે છે અને એનો ફોન ટ્રેક કરે છે...લોકેશન અંબાજી નું મળે છે...)

મારે ટીના ને લઈને હાલ જ અંબાજી જવું પડશે...( એ રાકેશ નું લોકેશન ચાલુ રાખી ટીના ને ફોન કરે છે)

હેલ્લો ટીના...તું કોલેજ નું જલ્દી બહાર આવ..આપડે અંબાજી જવનું છે...કઈ સવાલ ના પૂછતી હું રસ્તા માં બધું સમજવું છું

( ટીના ને લઈને અંબાજી જવા નીકળે છે)

શું..થયું દીદી..
( એ બધી વાત કરે છે)

ઓહ..નો..દીદી...જલ્દી જવું પડશે આપડે..

( ફટાફટ અંબાજી પહોંચે છે અને રાકેશ ના સરનામે પહોંચે છે અને રાકેશ ને જોઈને બૂમ પાડે છે)

રાકેશ....રાકેશ...

પ્રિયા... ટીના... તમે લોકો... અહીં કઈ રીતે ...કેમ આવ્યા..

તને રંગે હાથ પકડવા... રાકેશ તું તો મુંબઈ ગયો હતો અહીં કેમ ...

દેખ..પ્રિયા... મારી મરજી મને ના શીખવાડ...

રાકેશ...મને બધી ખબર પડી ગઈ છે...તું અહીં કેમ આવ્યો છે...

શું ખબર પડી???

એજ કે તું અહી બોમ બ્લાસ્ટ કરવા આવ્યો છે...

તને કોને કીધું...તને કઈ રીતે ખબર પડી..દેખ ... મારા કામ માં વચ્ચે આવી જાન થી મારી નાખીશ...

જીજુ....મારી દીદી ને હાથ લગાડ્યો તો હાથ કાપી દઈશ.. અમે પોલીસ પણ બોલાવી દીથી છે... અત્યાર સુધીમા તો બોમ્બ ગોતી પણ દીધા હશે.... અમને અંબાજી નું લોકેશન મળી ગયું હતું પણ તમારો પ્લાન નતી ખબર દીદી એ અંબાજી ની બધી હોટલ માં તમારી તપાસ કરી..તો એક હોટલ માંથી તમારી પેન મળી...અમે એ હોટલ ની તપાસ કરી પણ તમે રૂમ તો ખાલી કરી દિધો હતો પણ તમારા રૂમ માંથી થોડાક વાયર મળ્યા...

અને હું તો જાસૂસ છું જ કેમ ભૂલી ગયો તી રાકેશ... મને વાયર જોઈને ખબર પડી ગઈ આ વાયર બોમ્બ ના છે.. નક્કી તું બ્લાસ્ટ કરવાનો હશે... અને અમે ગુફિયા એજન્ટ અને પોલીસ ની મદદ ની બોમ્બ ગોતી દીધા... અને માં અંબા ના સાથ ની અમે અહીંના ભક્તો ને બચાવી દીધા...પણ કેમ કર્યું આવું તે??? તારા બોમ્બ થી હજારો નિર્દોષ લોકો ના ઘર ઉજળી જાત...તે કેમ આવું કર્યું...

પૈસા માટે..... મે તારા પાસે ના ૧૫૦૦૦૦૦ ની બોમ્બ માટે ની વસ્તુ લાવી અને હું અબજો રૂપિયા કમાત... પણ તે મારો બધો પ્લાન બગડ્યો...હું બરબાદ થઈ ગયો..... હવે હું તને નઈ છોડૂ...

મિસ્ટર રાકેશ...અમે તમને ચારો તરફ થી ઘેરી લીધા છે.. કોઈ હોશિયારી કરી તો અમે ગોળી ચલાવશો...

મને કઈ ફર્ક નથી પડતો...પ્રિયા( ગોળી ચલાવે છે...એ ગોળી પ્રિયા ને વાગે છે અને પોલીસ પણ ગોળી મારે છે રાકેશ છે)

દીદી.... દીદી...તમને કઈ નઈ થાય ...

ટીના....હું જાઉં છું તું મને વચન આપ... તું દેશ નું નામ રોશન થાય એવું કરીશ...

હા... દીદી...દીદી...દીદી..... જાગો.. દીદી...મને આમ એકલા મૂકી ના જાઓ...દીદી