Pyar ke rang books and stories free download online pdf in Gujarati

પ્યાર કે રંગ

પ્રમોદ.. તું હજુ તૈયાર નથી થયો... ખબર છે ને આજે ફેરવેલ પાર્ટી છે... આપડી કોલેજ લાઈફ નો છેલ્લો દિવસ...

પ્રમોદ... તને કહું છું ... કંઇક તો બોલ.. કેમ આમ ઉદાસ છે ?..

શેખર.. તું જઈ આવ..મને .. મને માથું દુખે છે હું નઈ આવું..

માથું દુખે છે કે...મુસ્કાન ની યાદ આવે છે.... આજે છેલ્લી વાર મલી લે એને..

શું છે તારે... નથી આવવુ મારે... તારે જવું હોય તો જા... નહિતર કઈ નઈ.. મારું મગજ ના ખા..જા અહી થી..આ શું મુસ્કાન.. મુસ્કાન... મને કઈ નથી પડી એની...નફરત કરું છું એને..

ઓય... ..કોની આગળ જૂઠ બોલે... તું... ખબર છે ને તારો જીગર જાન ફ્રેડ છું... હું તારો અને મુસ્કાન નો સ્કૂલ નો મિત્ર છું.. મારા અને ખુદ થી ક્યાં સુધી જૂઠ બોલીશ...તું હજુ એને યાદ કરે છે.. અને એને તું આજે છેલ્લી વાર. મળી નઈ શકે.. એને તું દૂર જતા નઈ જોઈ શકે.. એટલે નથી આવતો... ખબર છે.. પણ યાદ રાખજે..એ આજે જશે પછી કદી નઈ આવે પાછી... છેલ્લી વાર મલી લે... પછી પસ્તાઈશ..હું જાઉં છું ....ટેક કેર..

(પ્રમોદ એના જૂના દિવસો ને યાદ કરે છે..)

યાર... પ્રમોદ.. તને ખબર પડે છે આટલું લેટ.. આટલું લેટ કોઈ આવતું હશે ...હું ક્યારની તારી રાહ જોતી હતી.. પણ નઈ મહાશય ને તો પોતાની ઊંઘ નું જ પડી છે... મારી તો કોઈ કદર જ નઈ કરતું... ઘરે માં પણ મમ્મી મને બોલ બોલ કરે છે.. ભાઈ પણ જગાડો કરે છે આખો દિવસ..એક તું છે જેની સાથે વાત કરી શકું.. પણ નઈ.. તને શું ફર્ક પડે મારા થી..

અરે..અરે .. બસ કર મારી કોયલ કેટલું બોલીશ.. અને મારી જાનું.. તારો આ મીઠો અવાજ મને બહુજ ગમે છે... આજે તો કયામત લાગી રહી છે તું કયામત.. ચાંદ પણ સરમાઈ જાય એટલી સરસ લાગે છે.. અને તારા આ વાળ..

બસ.. હા.. ચણા ના જાડ ઉપર ના ચડાવ કેમ મોડું થયું..

અરે મુસ્કાન હું ઘરે થી નીકળ્યો તો રસ્તા માં મારું એક્ટિવા સ્લીપ ખાઈ ગયું.. અને..

શું..તારે પેલા બોલાય ને... યાર તને વાગ્યું..?? દુખે છે???.. તારું ધ્યાન ક્યાં હતું...તું ખુદ નું ધ્યાન રાખ..

અરે આજે તું મારી સાથે કૉલેજ ના આવી... રોજ આપડે સાથે જ મારા એક્ટિવા માં કૉલેજ આવો છો..આજે તું સાથે નતી ને એટલે આવું થયું.. હવે તો તું સાથે જ હોઈશ ને..તો કંઈ નઈ થાય મને..

પ્રમોદ.. હું હંમેશા તારી સાથે નઈ હોઉં... મારા વગર જીવતા શીખ..

કેમ તું મને છોડી ને ક્યાં જવાની છે.. બોલ..તું જ્યાં પણ જઈશ હું સાથે આવવાનો ... મને તારા વગર ના ફાવે.... ૧લા ધોરણ થી તું સાથે છે... તારા વગર હું મરી જઈશ યાર..

પ્રમોદ..કેમ આવું બોલે છે.... જા...હું તારા થી વાત નઈ કરું હવે...

અરે.. મારી કોયલ.... રડે છે કેમ..હું હાલ જીવું છું...તું સાથે છે ત્યાં સુધી મને કશું નઈ થાય.. ચાલ આજે ક્લાસ ના નથી જવું... આપડે ચા પીવા જઈએ..

કઈ ખુશી મા.. મારે નથ આવવુ ..

પ્લીઝ..પ્લીઝ...પ્લીઝ...પ્લીઝ.... આજે પાર્ટી હું આપીશ..અરે માની જા.. આજે નઈ પૂરો મહિનો હું જ આપીશ પૈસા.. ચા ..ના.. પ્રોમિસ..

અરે વાહ.. લવ યૂ મારા કાગડા.. ચાલ એમ પણ આજે હું ક્લાસ માં નતી જવાની..

સાંલી...હરામી...

અરે હા.. પ્રમોદ...તે કાલે કીધું હતું કે તારે કઈ કહેવું છે.... બોલ..

હા .. પેલા ઓડર તો આપ...ચા..કે ફાલુદા..

ચા..અને સેન્ડવિચ.. હવે બોલ ને યાર..

હા....હું.. એમ કહેતો હતો કે...હું...તું.. એટલે હું... ના તું..હું..

આ શું હું..તું..તું...રમે છે..બોલ ને...તું ટેન્શન માં લાગે છે...તને મારા સમ છે..બોલ..

તું મને ગમે છે...I love you..

પ્રમોદ..આટલું બોલતા કેમ ગભરાય છે... ચોમુ.. તું મારો બેસ્ટ ફ્રેડ છે..I Love you too..

હું તને મારી લાઈફ પાર્ટનર બનવા માંગુ છું..

બસ કર બહુ મજાક થઈ ગઈ...જો ચા ઠંડી થાય છે.. તને ખબર છે ને મને ગરમ ગરમ ચા જ ભાવે છે..ચા વગર મારો દિવસ નથી ઊગ્તો..યાર..

અને મારો દિવસ..મારો દિવસ તારા વગર...
હું તારો લાઈફ પાર્ટનર બનવા માંગુ છું...
તને મારી બનવા માંગુ છું...
તારી સાથે જીવવા માંગુ છું...
મારા છેલ્લા શ્વાસ સુધી તારી સાથે રહેવા માંગુ છું....
હું તને અનહદ ચાહુ છું.... I love ...

બસ..... શું બોલે છે..તું..તારું ચસકી ગયું છે...તું પાગલ છે...તું મારો ફ્રેડ છે... તમારા લોકો થી થોડું વધારે શું બોલી લીધું... તમે તો માથે ચડી ગયા...મને થયું તું બીજા જીવો નઈ હોય.. મારી ફ્રેડશિપ ની કદર કરીશ...એનો ગલત ફાયદો નઈ ઉઠાવે.. અને..

શું... તું શું બોલે છે..મે ક્યારે તારો ફાયદો ઉઠાવ્યો.. તને પ્રેમ કરું છું એમાં ખોટું શું કર્યું.. બોલ શું કમી છે મારા મા...તને હું ખુશ રાખીશ..

ઓકાત.. ઓકાત જોઈ છે તારી (જોર જોર થી હસતા) ઈડિયટ તું શું ખુશ રાખવાનો મને .. ઓકાત જોઈ છે... મારી સાથે બેસવાની પણ ઓકાત નથી તારી... મે થોડી ફ્રેનડશીપ શું રાખી ખુદ ને મહારાજા સમજવા લાગ્યો... વાહ..... છેલ્લી વાર કહું છું.. હવે ક્યારે મારી સામે ના આવતો... તારી સકલ પણ ના બતાવતો...I hate you..

(પ્રમોદ ને ધક્કો મારી નીકળી જાય છે અને એક્ટિવા ચાલુ કરી ફોન કરે છે)

પ્રમોદ આ બધું યાદ કરતો હોય છે...ત્યાં અચાનક દરવાજો ખખડયો..

જાનકી...તું..કેમ આવી છે..... મારી ઓકાત નથી તો કેમ આવી..

પ્રમોદ...મારી એક વાર વાત સાંભળ.. પ્લીઝ..

હા... અંદર આવ.. બેસ હું પાણી લઈને આવું છું..

મારે પાણી નથી પીવું... તને ખબર છે.. તારું અપમાન કર્યા બાદ.. મસ્કું નો ફોન મને આવ્યો.

(જાનકી યાદ કરે છે)

હેલ્લો... જાનકી.. તું ફ્રી છે..મારે મળવું છે તને...તું રિવર ફ્રન્ટ આવ... બાય..

હાય.. મુસ્કાન...શું થયું...કેમ આમ અચાનક મળવા બોલવી... બધું બરાબર...

ના... કઈ બરાબર નથી..

એ... એ.. મુસ્કુ..તું કેમ રડે છે.... બોલ શું થયું.. બોલ..

પ્રમોદ.. પ્રમોદ..એ ..પ્રમોદ..

શું..આગળ તો બોલ.. યાર...

પ્રમોદ..એ મને પ્રપોઝ કર્યું.. યાર તને ખબર છે ને મને હાર્ટ ની પ્રોબ્લેમ છે...હું ઘણું નહિ જીવી શકું.. આજે મે એને બહુ દુઃખ પહોંચાડ્યું..પણ...પણ.. જો હું એને આજે દુઃખ નહિ પહોંચાડું..તો મારી પ્રોબ્લેમ ના લીધે એને વધારે દુઃખ થશે...

પણ મુસ્કું... તે એનું અપમાન કર્યું ... એ નફરત કરશે તને....તું કઈ રીતે જીવીશ એના વગર..

જીવી લઈશ... પણ હું એને વધારે દુઃખી નઈ કરું.. હું એને બહુ પ્રેમ કરું છું.. એના સિવાય..

એક મિનિટ મસ્કુ..તને આ હાથે શું થયું... આટલું બધું લોહી..તું હાથ ના છુપાવ...મને દેખાડ.. બતાવ... તને તારા પ્રમોદ ની કસમ છે...બોલ શું થયું...

મે આ હાથે પ્રમોદ ને ધક્કો માર્યો એટલે એ હાથ ને સજા આપી...મે ..

મુસ્કાન...તું પાગલ છે... લાવ પાટો બાંધી આપુ..
( જાનકી એના હાથે પાટો બાંધે છે)

જાનકી ... મે એક ફેંસલો લીધો છે...હું શહેર છોડી દઈશ... એક વીક પછી ફેરવેલ છે... એ દિવસે હું શહેર છોડી દઈશ..પણ પ્રોમિસ કર..હું ક્યાં જાઉં છું તું કોઈ ને નઈ કે...

સારું.. નઈ કહું...પણ તારી ફાઈનલ એક્ઝામ..??

એ હું ત્યાં આપી દઈશ...

પણ.. યાર..

તને મારી કસમ છે.. જાનકી.. તું કઈ ના બોલતી..

( આવું સાંભળતા પ્રમોદ ચોંકી જાય છે.

શું... મુસ્કાન...ને પ્રોબ્લેમ છે...એ આજે જવાની છે...મારે ગમે તેમ કરી એને રોકવી પડશે..

ચાલ જાનું..ફટાફટ..

( એ લોકો મુસ્કાન માં રૂમ પર પહોંચે છે.. મુસ્કાન રડતી હોય છે..

મુસ્કાન.. પ્રમોદ બોલ્યો

તું..તું અહી કેમ આવ્યો... કીધું ને I hate you

બસ કર.. મને જાનું એ બધું કંઈ દીધું..

શું... જાનકી...તે.. કીધું... મે કેટલો વિશ્વાસ કર્યો તારા ઉપર..અને તે..મારો વિશ્વાસ તોડતો..

મુસ્કાન... તુ તારા ભવિષ્યના ડર થી... આજ ને કેમ બરબાદ કરે...જેટલું જીવાય પ્રમોદ..સાથે જીવી લે.. અને હાલ બધા રોગ ની દવા છે...હું ડોક્ટર ને મળવા ગઈ હતી... તારું ઓપરેશન થઇ શકે છે.. તું જીવી શકીશ... તારી બીમારી નો ઈલાજ છે..

શું.. જાનકી..સાચું.. પ્રમોદ અને મુસ્કાન સાથે બોલ્યા..

હા .. તમે કેમ ભૂલી ગયા હું પણ ડોક્ટર જ છું..

જાનું.. તું સાચે મારી બેસ્ટ ફ્રેડ છે..હું તારા માટે શું કરું ખબર નથી પડતી..

(જાનકી એક રીંગ આપે છે

લે મુસકુ..આ રીંગ.. પ્રમોદ થી પ્રમોદ ને પ્રપોઝ કર..

પ્રમોદ..will you marry me?

મુસ્કાન.... I love you so much..love you..
એના હાથ ઉપર અને કપાળે કિસ કરે છે..

બસ કરો.. મને શરમ આવે છે.. જાનકી બોલી

જાનકી...જાનકી... love you... love you... love you... you... love you.. Love you..

બન્ને જાનકી ને જોર થી બાથ ભરે છે.. અને ત્રણે ની આંખો..ભીની થઇ જાય છે.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED