જીવન ના વાટાઘાટો Thakkar Princi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

જીવન ના વાટાઘાટો

શિયાળા ની કાતિલ ઠંડી હતી..પવન સૂસવાટા મારી રહ્યો હતો...વાતાવરણ એક દમ શાંત હતું પરંતુ aaje અમી ને ઊંઘ નતી આવતી તે અડધી રાતે ૩ વાગે તે બારી પાસે ઊભી ઊભી કંઇક વિચારી હતી..અમી ના લગ્ન ૨ વર્ષ પહેલા સંકેત સાથે થયા હતા સંકેત એક અમીર પરિવાર નો દીકરો હતો અમીર અને ખાનદાની પરિવાર જોઈ ને અમી ની સગાઈ ત્યાં નક્કી કરી.અમી ને ભણવું હતું આગળ અને સારી નોકરી લઈ એના પરિવાર માટે કઈક કરવું હતું..અમી ને સંકેત પણ ઓછો પસંદ હતો પરંતુ એ એના પરિવાર સામે કઈ ના બોલી શકી.એના થોડા જ સફ્રેન્ડ થોડો ટાઈમ તો સંકેત એ અમી નું ધ્યાન રાખયું પણ લગ્ન થયા ના થોડાજ સમય મા સંકેત નું અસલ રૂપ સામે આવ્યું
રાત રાત ભર દારૂ પીતો પાર્ટી કરતો.... એણે દારૂ, જુગાર અને છોકરી ની લત મા બધા પૈસા ઉડાવી દિધા. અમી રોજ કહેતી નોકરી કરવા માટે પણ સંકેત ના માનતો અને ઉપર થી અમી ને કાળમુખી કહીને બહુ મારતો.... હવે તો દિવશે ને દિવસે એ કંગાળ થતો ગયો દેવાદાર ઘરે આવી અમી સાથે બતમિઝી કરતા... અમી ને ડરાવતા ધમકાવતા .... હવે અમી કંટાળી ગઈ હતી... અે સંકેત થી વાત કરતા બહુ ડરતી
એને એક દિવસ બજાર માં એની બેસ્ટ ફ્રેડ સરલા અને રાકેશ મળે છે.. સરલા રાકેશ અને અમી કોલેજ માં સાથે હતા... એક જ બેચ પર બેસતા...૩ એ બેસ્ટ ફ્રેડ હતા...અમી ભણવામાં બહુ હોશિયાર હતી... અને કૉલેજ ની બ્યુટી ક્વીન હતી...બહુ જ નટખટ પણ હતી....સરલા બજાર માં અમી ને જોઇને દોડી ની અમી ને બાથ ભરે છે અને બને ફ્રેડ બહુ રડે છે ખુશી નાં આંશુ થી એ રાકેશ ને પણ જોઇને વાત કરે છે.રાકેશ કહે છે અરે અમી તું અહી અને આ હાલત માં તારા તો લગન થઇ ગયા છે....આ એજ બ્યુટી ક્વીન... અમી છે ...એ જ નટખટ અમી છે.... તારી આંખો માં આટલી ઉદાસી સાની???? તું ઓળખાતી નથી.. તું બ્યુટી ક્વીન હતી અને તારા મોં પર આટલું દુઃખ સાનું....૩ એ જણ સામે ના રેસ્ટોરન્ટ માં જાયછે અને અમી રડવા લાગી અને બધી વાત કરી...આ બધું સાંભળી સરલા અને રાકેશ પણ રડવા લાગ્યા..... રાકેશે અમી ને કહ્યું તું સંકેત ને સમજાવ અને છેલ્લો ચાન્સ આપ... જો એ સુધારી જાય તો તું મારી ઓફિસ પર આવી જા મને તારા જેવી હોશિયાર છોકરી ની જરૂર છે.સરલા કહે છે અમી જીવન એક વાર મળે છે જીવી લે.... તારું જીવન બારબાદ ના કર.પછી ત્રણે જુદા પડે છે.... અમી ને સરલા કહે છે એમ અમી અમે તારી સાથે છીએ તું ટેન્શન ના લે... અમી ઘરે આવે છે ઘણું વિચારે છે પછી એણે નિર્ણય કરી લીધો હતો કે આજે સંકેત સાથે વાત કરશે પછી સૂઈ જાય છે...સવારે સંકેત જાગે છે અને બૂમ પાડે છે..અમી ...અમી ક્યાં મારી ગઈ તું.. મને ચા આપ...જલ્દી ...નહિતર તારા હાથ કાપી દઈશ.અમી ચા લઈને આવે છે અને કહે છે ...સંકેત મારે એક વાત પૂછવી હતી.. સંકેત: મારી પાસે સમય નથી તારી સાથે વાત કરવાનો ...અમી :પણ હું તમારી પત્ની છું ...
સંકેત: પત્ની ...(જોર થી હસે છે ) તારી ઓકાત કેમ ભૂલી જાય છે..તું ભિખારણ છે... ગંદી નાળી માંથી મે અહી મહેલ મા આવી .... આભાર માન...
અમી : તો તમે મારી સાથે કેમ લગન કર્યાં હું તમને પસંદ જ ન હતી તો..
સંકેત : ઉપકાર માન... કે તારા જેવી ગામડાં ની ગવાર સાથે લગન કર્યાં...બાકી મારી આગળ છોકરીઓ ની લાઈનો લાગે છે..
અમી : તો તમારી અે છોકરી સાથે જ લગ્ન કરવા હતા ને .. અને મને ગવાર કહો છો તો એ કેમ ભૂલી ગયા કે અમદાવાદ ની કૉલેજ ની ટોપર સ્ટુડન્ટ હું હતી...
સંકેત: મારી સામું બોલે છે...(અમી ને મારવા લાગે છે)
ચૂપ જ રેજે મારી સામું ના બોલતી...અે જતો રહે છે...
બીજા દિવસે ઘરે આવે છે તો અમી દેખાતી નથી અે બૂમો પાડે છે આખા ઘર માં અમી ને ગોતે છે પણ એ મળતી નથી એનો એક પત્ર મળે છે....
". સંકેત...
મને ભણવાનો બહુ શોખ હતો હું હંમેશા ક્લાસ માં ટોપ કરતી પણ મારે મારા પરિવાર માટે મારા માટે નોકરી કરવી હતી પણ તમારી સાથે લગ્ન થયા મારું અે સપનું ચૂર ચૂર થઈ ગયું ... પછી મને થયું હું મારો એક સરસ પરિવાર બનાવીશ તારી સાથે જિંદગી ને જીવીશ..મારા પરિવાર માટે કઈક કરીશ પણ અે સપનું પણ ચૂર ચૂર થઈ ગયું... તારા રોજ રોજ ના અત્યાચાર થી કંટાળી ગઈ હતી પણ હવે બસ હું જીવન ના વાટાઘાટો નો અંત લાવવા માંગુ છુ.....હું જીવવા માંગુ છુ... જીવન માં કઈંક કરવા માંગુ છુ... તારી સાથે રહી ને તારા અત્યાચાર સહન નહિ થાય એટલે હું આજ થી તને આ સબંધ માંથી મુક્ત કરું છુ...અને હું પણ મુક્ત થાઉં છું...આ રહ્યા ડીવોસ પેપર મે સહી કરી દીધી છે તું પણ કરી દેજે ...હું ક્યાં છું એ મારી શોધ કારવાની કોશિસ પણ ના કરજે...આ રહ્યુ તારું મંગળસૂત્ર... હવે હું આ સબંધ માંથી મુક્ત થઈ છું....
. લિ
અમી
સંકેત ગુસ્સા માં આવી રિવોલ્વર બહાર કાઢીને સામે રહેલા અમી ના ફોટો ને ગોળી મારે છે એને કોઈ ભાન ન હતું. અે દારૂના નશા માં હતો..
એટલે નિશાન ચૂકી જતા અે ગોળી સામે ના ટેબલ થી અથડાઈ સંકેત ના છાતી માં વાગે છે અને એ ચીસો પાડવા લાગે છે પણ એની ચિશો સંભાળવા અમી ન હતી... અને એ મૃત્યુ પામે છે...