vankahyo prem books and stories free download online pdf in Gujarati

વણકહ્યો પ્રેમ

મિતાલી... મિતાલી જાગ... ... પ્લીઝ મિતું આંખો ખોલ... મીતું તને મારા સમ છે... .. પ્લીઝ મિતુ.... જે પણ કાંઈ થયું આમાં તારો કોઈ વાંક નતો .....માં..તમે મિતું ને કહો ને આંખો ખોલે..
મીંતું..તું આંખો નઈ ખોલે તો.. તો...હું ક્યારે તારા થી વાત નઈ કરું....માં..માં..મિતું ને..

ના..માં.. મારી મિતાલી મને આમ છોડી ને ના જઈ શકે.. મિતાલી એ તો જન્નમો જન્મ સાથે રહેવા નું વચન આપ્યુ હતું..મને....માં..કાલે મારું બાળક.. અને આજે મિતાલી.. બને મને છોડી ને જતાં રહ્યા..

અશ્વિન નીચે બગીચા મા જતો રહે છે અને મિતાલી ને યાદ કરે છે..

અશુ...અશુ...અશુ...અશુ...અશુ..

અરે ..મિતાલી કેમ આજે આટલી ખુશ છે..તે મને ઓફિસ થી પણ વહેલા બોલાવી દીધો..

અશ્વિન આજે સવારે મને ઉલ્ટી થતી હતી અને ચક્કર આવતા હતા તો હું અને શેફાલી હોસ્પિટલ ગયા હતા..

શું...તને ચક્કર આવતા હતા...તે મને કહ્યું કેમ નઈ... યાર...તારી તબિયત કેવી છે હવે...તું આરમ કર... પ્લીઝ..

જો બેબી.. તારા પાપા...હજુ બુધ્ધુ છે.. પણ મારું ધ્યાન બહુ રાખે છે હા : પેટ ઉપર હાથ રાખી બોલી

શું.. બોલે છે તું..પાપા.. બેબી...... મતલબ કે..તું..

હા..હું પ્રેગનેટ છું..

મિતાલી. ... મિતાલી... મિતાલી... thank you.. thank you.. thank you...thank you.. thank you.. thank you...thank you.. thank you.. thank you...thank you.. thank you.. thank you....thank you.. thank you.. thank you..
(મિતાલી ને તેડી ને ગોળ ગોળ ફેરવી..)

અરે પેલા મને નીચે તો ઉતાર મને ચક્કર આવી જશે..

( એને નીચે ઉતારી પલંગ ઉપર બેસાડે છે અને એના ખોળા માં માથું રાખી સુવે છે)

અશ્વિન તું આમ જ મને ક્યાં સુધી પ્રેમ કરીશ..

જ્યાં સુધી આ સૂરજ ઊગે છે... આ ધરતી છે... ત્યાં સુધી મારું હ્ર્દય ધબકે છે...ત્યાં સુધી માત્ર તારા માટે જ...જે દિવસે તને પ્રેમ કરવાનું છોડી દઈશ ત્યારે આ ધડકન મને છોડી દેશે...

તારા આવ્યા પછી નથી લાગતું હું અનાથ છું... અશ્વિન... યાદ છે આપડે કોલેજ માં પહેલી વાર મળ્યા હતા..

હા..એ દિવસ કઈ રીતે ભિલું... હું તારી સાથે અથડાયો હતો..અને તું કેટલા ગુસ્સા માં મને બોલી હતી...એજ દિવસે તું..મને ગમવા લાગી હતી..
અને પછી શ્રેયા ની કોઈએ છેડતી કરી હતી અને કોઈએ એનો સાથ ના આપ્યો.. ખાલી તેજ આપ્યો કેમ કે બધા એ લોકો થી ડરતા હતા..તે હિંમત કરી એ જોઈ હું તારા પ્રેમ માં પડી ગયો..

હા.. તું મળ્યો એ પહેલા હું એકલી એકલી ફરતી.. દુઃખી થઈને.. તું આવ્યો મારી જિંદગી માં એ દિવસે હું કેટલી ખુશ થઈ.... પહેલી વાર કોઈ પ્રેમ કરનાર મળ્યું...જો તું મારી જિંદગી માં ના આવ્યો હોત તો મારું શું થાત..

મિતાલી ... આપડે આમજ જીવનભર સાથે રહીશું..

અશ્વિન મમ્મી ને પણ મે ફોન કર્યો હતો..

અરે તારે ફોન કરવાની શું જરૂર..હું કરત ને..

અશ્વિન યાદ છે...મને અનાથ ને દીકરી ની જેમ સાચવી હતી તારા મમ્મી એ પણ હું આટલા વર્ષ થી એમને દાદી બનવાની ખુશી ના આપી શકી એટલે થોડા ગુસ્સે હતા... પણ હું માં બનાવની છું સાંભળતા જ ખુશ થઈ ગયા... કાલે અહી આવે છે એ...તું પ્લીઝ એમના ઉપર નારાજ ના રહેતો...

હા... તું જેમ કહે એમ.. બસ.. હાલ સુઈ જા...
( બીજા દિવસે અશ્વિન ઓફિસ માથું મિતાલી ને ફોન કરે છે પણ એ ફોન નથી ઉપડતી...થોડી વાર પછી સામે થી ફોન આવે છે)

હેલ્લો..હેલ્લો મિતાલી..હું ક્યારનો તને ફોન કરું છું... કેમ ફોન નતી ઉપડતી...મને કેટલું ટેન્શન થાય છે યાર..
તમે મિતાલી ના પતિ બોલો છો: સામે ના છેડા થી આવાજ આવ્યો..

હા..તમે કોણ.. મિતાલી નો ફોન તમારા પાસે ક્યાંથી.. મિતાલી ઠીક તો છેને...

હેલ્લો ભાઈ..ભાઈ..ભાભી..
શેફાલી શું થયું કેમ રડે છે...બોલ..

મિતાલી નો એક્સીડન્ટ થયો છે..તમે સિટી હોસ્પિટલ આવો..

( થોડી વારમાં એ હોસ્પિટલ પહોંચે છે)

શેફાલી...આ બધું કંઈ રીતે થયું... મિતાલી કેમ છે..

ભાઈ..મમ્મી આવવા ની હતી તો મિતાલી મમ્મી માટે શોપીંગ કરવા ગઈ...મે ઘણી ના પાડી પણ એ ના માની તો હું પણ સાથે ગઈ.. રસ્તા માં એક કાર ની ટકકર લાગી...કોઈને કશું થયું નઈ પણ પડી જવા થી એમના પેટ ના ભાગ ના થોડી ઈજા થઈ..તો એ બાળક... મારું બાળક.. કરી રડવા લાગ્યા અને બેશોષ થઈ ગયા હજુ હોશ માં નઈ આવ્યા..

( એ બધું યાદ કરતો હોય છે એના ફોન ની રીંગ વાગી.. એ વર્તમાન માં પાછો આવ્યો )

હેલ્લો..બોલ શેફાલી..

ભાઈ... મિતાલી ને હોશ આવી ગયા છે પણ એ બાળક નું પૂછે છે અને બહુ રડે છે તમે જલ્દી આવો..

હા...( ફટાફટ ઉપર જાય છે ત્યાં મિતાલી રડતી હોય છે..એ અશ્વિન ને જોઈને દોડી જે બાથ ભરી રડવા લાગી)

અશ્વિન મને માફ કરો..હું તમારા બાળક ને દુનિયા માં ના લાવી શકી..મને માફ કરો... શેફાલી... મમ્મી.
..મને માફ કરો.....હું...કેમ બચી ગઈ.. આના કરતાં હું મરી ગઈ હોત તો પણ સારું હતું..

મિતાલી..... યાદ છે મે તને કીધું હતું તને કઈ થયું તો હું મરી જઈશ...બાળક નું દુઃખ છે બધાને પણ ખુશી છે... તું બચી ગઈ...મારા માટે વધુ મહત્વ ની તું છે..

અશ્વિન તું હજુ મને પ્રેમ કરે છે?

હા હું તને પ્રેમ કરું છું કેમ કે
મારા માટે તારું નામ બદલ્યું....
મારા નામ નું સિંદૂર તારા કપાળ એ લગાવ્યું....

હા હું તને પ્રેમ કરું છું..કેમ કે
તે મારો હાથ પકડ્યો હજારો લોકો ની સામે...
તું મારા માટે લડી બધા ની સામે....

હા હું તને પ્રેમ કરું છું..કેમ કે
હું જેવો છું એવો મને સ્વીકાર કર્યો...
મને તે ખુદ કરતા પણ વધુ પ્રેમ કર્યો...

હા તને પ્રેમ કરું છું કેમ કે
મારી હર પરિસ્થિતિ નો તે સ્વીકાર કર્યો...
હું પડી ગયો તો હિંમત આપી ઊભો કર્યો...

હા હું તને પ્રેમ કરું છું..કેમ કે
ક્યારેક સારથી બની મને સાથ આપ્યો...
ક્યારેક મિત્ર બની મને સાથ આપ્યો .....

માં..બેટા...મને પણ માફ કર મે તને પહેલા વાંઝણી કીધું હતું... અમારા બધા માટે તું જ મહત્વ ની છે.. બાળક નહિ... હજુ આખી જીંદગી પડી છે બાળક છે...

માં..( માં ને બાથ ભરી બહુ રડે છે)
ચાલ મિતાલી ઘરે...ઘરે આવું છે કે..અહી જ વાતો કરવી છે..

અશ્વિન...( તે હસવા લાગે છે)
મિતાલી i love you

I love you too..


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED