રાધા ઘેલો કાન - 16 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 16

રાધા ઘેલો કાન : 16

ગયા ભાગમાં જોયું કે રાધિકા કિશન વિશે બધું જાણીને એના વિશે વિચાર્યા જ કરતી હોય છે અને ત્યારબાદ તે એને જોવા માટે અંકલનાં ઘરે જાય છે પરંતુ ત્યાં કિશન મળતો નથી અને તે વધારે જ દુઃખી થઈ જાય છે.. અને એકબાજુ અંજલી કિશન વિશે બધું જાણવા માટે નિખિલને કોલ કરે છે અને કિશન અને રાધિકાની વાત નિખિલ અંજલી ને જણાવે છે.. ત્યારબાદ અંજલી પણ દુઃખી થઈ જાય છે હવે આગળ..

"ગુસ્સાથી દૂર થયેલા મળી જાય પણ પ્રેમથી દૂર થયેલા કયારેય મળતા નથી" !!
આ વાતને હવે કિશન સાચી સાબિત કરશે કે જૂઠી ખબર નઈ..

કિશન ઘરે આવે છે..
ઘરે જોવે છે તો એના પપ્પા દર વખતની જેમ અને આ બધા પ્રોબ્લેમસનાં કારણે હમણાંથી હમેશા તેને વઢતા જ રહે છે..
તે આ બધા માનસિક તણાવનાં કારણે જ અહીંયા આવાનું પસંદ કરતો નથી..
કિશન ઘરમાં બેઠો છે
અને એના પપ્પા ઘરમાં આવતાની સાથે જ બોલવાનું ચાલુ કરી દે છે..
કેમ? કાકાનાં ઘરે આટલા બધા દીવસ રોકાઈ ગયો?
આગળ કોલેજ કરવાની છે કે નઈ?? કિશનનાં પપ્પા ઘરના પગથિયાં ચડતા ચડતા અને ચીડાયને કિશનને પૂછે છે..

અરે પણ તમે કોલ કર્યો હોત તો હું આવી જાતને પપ્પા..
હું બોલાવું પછી જ આવાનું?
પોતાને થોડું દિમાગ ના ચાલે?
બીજી વાતોમાં તો બવ પારંગત છે ને..!
તો ઘરનાં કામોમાં નથી દોડતું દિમાગ?
અરે પપ્પા.. જો તમારે આવે બધું જ બોલવું હોય તો.. !
શું તો..?
એક તો કોલેજ પુરી નથી થઈ તારી..
અને ઉપરથી તારા કારણે અમારે પોલીસ સ્ટેશનમાં પણ જવાનું??
અને પછી તારી ચરબી પણ??
કિશનનાં પપ્પા ઘરની બધું વસ્તુઓને જે તે જગ્યાએ ગોઠવતા-ગોઠવતા બોલે છે..
અરે પણ પપ્પા કોલેજ તો હવે પરીક્ષા આવશે એટલે પુરી થઈ જશે અને પછી મારે આગળ પણ કોલેજ કરવાની જ છે..
પેલા આ કોલેજ તો પતાવો પછી આગળ ની વાત કરજો..
અને હવે નોકરી શોધી નાખો..
આમ ફર ફર જ નથી કરવાનું આપડે..
હવ, તમને તો હું એમ પણ નડું જ છું ને? કિશન જાણે કઁટાળી ગયો હોય તેમ જવાબ આપે છે..
હું કઈ પણ કરું તમને ક્યાં કઈ ગમે છે??
પણ હવે મેં મેહનત ચાલુ કરી છે..
હું કોલેજ પણ પુરી કરીશ અને નોકરી પણ મેળવીશ..
આમનેઆમ કરશો તો તો ખબર નઈ કોણ આપશે તમને નોકરી?
મળી જશે એતો.. મમ્મીએ વચ્ચે ટાપસી પૂરતા બોલી..
જોવો જોયું..!
તમને તો મારાં પર બિલકુલ વિશ્વાસ જ નથી..
મમ્મી હું આવું બજાર બાજુ જઈને.. આટલુ બોલીને કિશન ઘરની બાર નીકળે છે..

દેખ્યુંને? રખડવાનું ચાલુ હવે..
આમને આમ ફર્યા કરો એટલે મળી ગઈ નોકરી..
લાવ ચલ મને જમવાનુ આપ.. કિશનનાં પપ્પા હાથ લૂછતાં લૂછતાં કિશનની મમ્મીને કહે છે..
અરે પણ હજી આજે તો આવ્યો છે અને આજથી જ તમે એને બોલવાનું ચાલુ કરી દીધું..
એક તો એને કોલેજનું ટેન્સન હોય અને ઉપરથી તમે પણ બોલ્યા કરો.. એના પર શુ વીતે એ તો વિચારો.. કિશનનાં મમ્મી ચિંતાતુર સ્વભાવે પરંતુ પુત્રનો પક્ષ લઈને દલીલ કરે છે..
પણ તુ જ જોને દેખાય છે એના ચેહરા પર જરા પણ ચિંતા એના ભવિષ્યની..?
આમનેઆમ કરશે..
ને આમનેઆમ રહેશે
તો શુ કરશે એના જીવનમાં !!?

કિશનનાં ઘરમાં કિશનનાં કારણે આવા નાના નાના ઝગડા રોજ ચાલતા જ હોય છે કારણ કે નિકિતાનાં કારણે કિશન એના જ ઘરમાં ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો અને
એને શુ ગમે છે..
શુ કરવું છે..?
એ બધું એ ભૂલીને બસ નિકિતાને જ ચાહતો હતો પરંતુ કિશનનાં આટલા પ્રેમ પછી પણ નિકિતાએ કિશનને હમેશા દુઃખ જ આપ્યું હતું અને માટે જ કિશન આ વખતે નિકિતાને માફ કરવા માંગતો નથી..
એ નિકિતાની લાઈફમાંથી બહાર નીકળી જવા માંગે છે અને એની દુનિયામાં બવ ખુશ રહીને જીવવા માંગે છે..
નથી ગમતું એને હવે આ સંબંધમાં..
આ સંબંધમાં વાતો તો છે પણ પ્રેમ નથી..
ચાહત તો છે પણ ચાહનાર કોઇ નથી..
સ્પર્શ શરીરનો જરૂર છે પણ દિલસ્પર્શમાં ક્યાંક દિલનું રુદન અવશ્ય છે..
અને આવા સંબંધમાં બન્ને શ્વાસ તો લે છે પણ ક્યાંકને ક્યાંક ઘુટન પણ થાય છે..
અને એટલે જ આવા સંબંધને હવે કિશન આગળ લઇ જવા માંગતો નથી..

કારણ કે આ સંબંધમાં વિશ્વાસ દર વખતે તૂટે છે પણ પ્રેમ કયારેય જોડાતો નથી..
નિકિતા કિશન માટે બધું જ છે..
પણ એક બેવફા કિશન માટે કઈ જ નથી..
આટલા બધા કારણો નિકિતાને છોડવાનાં હોવા છતાં કિશન હજી નિકિતાને મળવા જવું કે કેમ તે વિચારમાં જ છે..!

કારણ કે નિકિતાએ કોલમાં માત્ર એના શબ્દોથી નહીં પણ આંસનાં રુદનથી એને બોલાવ્યો હતો અને એ પણ છેલ્લીવાર..

અને તે જ કારણથી કિશન વિચારમાં છે કે નિકિતાને મળવા જવુ તો તે શુ કહેશે ?
શેની વાત કરશે?
શેના માટે મને બોલાવતી હશે?
ગઈ વખતે એની એટલી ભૂલો હોવા છતાં પણ મેં એને માફ કરી હતી.. !
શુ એ દર વખતની જેમ આ વખતે પણ નવા નવા વાયદા કરીને આ ના જોડાતા સંબંધને આગળ જોડી રાખવાનું કહેશે?
ગમે તે થાય પણ હવે આ સંબંધમાં કઈ જ રહ્યું નથી.. આટલુ વિચારીને તે નિકિતાને મળવા જવાનું નકારી દે છે..

અરે કિશન કયારેય આવ્યો તુ? કિશનનો મિત્ર મનીષ કિશનનાં ખભા પર હાથ મુકતા બોલે છે..
અરે સવારે જ..
મનીષ : હમમમ.. હજી ત્યાં જ ખોવાયો છે એમને?
કિશન : અરે હા યાર.. શુ કરું એમ વિચારું છું..
મનીષ : શુ કરવાનું હોય યાર..
દર વખતે તુ આટલો confuse થાય..
તને ખબર છે કે નિકિતા એ પેહલા પણ તારી સાથે આવું કર્યું છે એ બરાબર છે કે કદાચ પેહલા એની ભૂલ હશે પણ આ વખતે તો તને બધું ખબર જ છે ને કે શુ સાચું છે ને શુ ખોટું?
પેહલા પેલા નિખિલ સાથે પણ આપણે એને જોયી હતી..અને હવે ફરીથી એના આજ ડખા?..
હું તો તારા સારા માટે કહું છું હવે આ રિલેશનમાં કઈ જ નથી.. છોડી દે એને..

કિશન : હા યાર... એ બધું હું જાણું જ છું પણ એ હજી છેલ્લી વખત મળવા બોલાવે છે શુ ખબર બીજું કંઈક પણ કામ હોય.. કઈ કેહવા માંગતી હોય..

મનીષ : અરે કઈ ના હોય..
બસ એજ હશે રડવાનું અને માફી માંગવાનું..
બીજું શુ હોય અને તુ દર વખત ની જેમ આ વખતે પણ એની આગળ પીગળી જઈશ..
પછી ફરીથી એ એ જ ભૂલ કરશે..
કિશન : પણ એ એવુ કહે છે કે એ જેની સાથે વાત કરે છે એ માત્ર મિત્ર છે..
બીજું કઈ નથી..
અને મેં તો પેલી નિખિલ વાળી પ્રોબ્લેમ થઈ પછીથી વાત કરવાનું ઓછું જ કરી દીધું હતું..
પણ મને નહોતી ખબર કે નિકિતા ફરીથી એજ ભૂલ કરશે..
મનીષ : હા કદાચ એવુ પણ બને નિખિલ વાળી પ્રોબ્લેમનાં કારણે તને એના પર શંકા જ થતી હોય અને આ વખતે કદાચ એની ભૂલ નાં હોય તે છતાં પણ એની ભૂલ જ દેખાતી હોય..
કિશન : શુ ખબર યાર..
ના પણ મને એક વ્યક્તિ પાસેથી એક ફોટો પણ મળ્યો છે જેમાં નિકિતા સાથે કોઇ બેઠેલુ હોય એવો.. !
મનીષ : હવે જે હોય એ પણ તુ મારો મિત્ર છે એટલે તને કહું છું..
જે પણ નિર્ણય લે એ વિચારીને લે જે..
"કારણ કે સંબંધ બનતા વર્ષો લાગી જાય છે.. પણ તૂટતાં બે ક્ષણ પણ લાગતી નથી.."
અને સંબંધ જોડવા માટે ઓછા અને તોડવા વાળા વધારે હોય છે.. એટલે જે પણ નિર્ણય લે વિચારીને લેજે..
કિશન : અરે પણ છેવટે એ છે તો ચીટર જ ને..
એને પેહલા નિખિલ વખતે ભૂલ કરી હતી એ વખતે જ છોડી દેવાની હતી..
પણ એતો માત્ર મિત્ર છે એવુ કીધું હતું.. માટે મેં બધું ભૂલી જઈને સંબંધ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો..
હવે આ વખતે ગમે તે હોય પણ હું મારી જગ્યાએ સ્પષ્ટ છું કે આવે સંબંધને પૂર્ણવિરામ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.. એ એના રસ્તે.. હું મારાં રસ્તે..

નિકિતાને મળું કે નાં મળું?
એ સાચી છે કે ખોટી?
આટલા બધા પ્રશ્નો સાથે જીવતો કિશન પણ એક કોયડો બની ગયો છે..
અને હા તમે પણ એજ વિચારતા હશો કે ખરેખર નિકિતા સાચી છે કે કિશનને એના વિશે ગલતફેમી છે?.
હવે સાચું શુ છે..
એતો મારી સાથે જેમ ચાલતા જશો એમ ખબર પડતી જશે..
માટે જોડાયેલા રહો.. વાંચતા રહો..

જય દ્વારકાધીશ 😊