હું તારી યાદમાં 2 - (ભાગ - ૧૨) Anand Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

હું તારી યાદમાં 2 - (ભાગ - ૧૨)

મે મોબાઈલ હાથમાં લીધો અને એની ડિસ્પ્લે પરનું નામ વાંચ્યું. શિખાનો કોલ હતો. મે વિચાર્યુકે આટલી સવારમાં શિખાનો કોલ કેમ આવ્યો હશે. મેં અડધી ઊંઘમાં કોલ રિસીવ કર્યો.
હું :- ગુડમોર્નિંગ શિખા. બોલ અત્યારમાં કોલ કર્યો તે ?
શિખા :- ગુડમોર્નિંગ અને સોરી તમને અત્યારે ડિસ્ટર્બ કરવા માટે.
હું :- અરે વાંધો નહિ બોલ શુ કામ હતું ?
શિખા :- મારા લેપ્ટોપનું ચાર્જર બગડી ગયું છે અને આજે રવિવાર છે તો કોઈ શોપ પણ ખુલી નહીં હોય. તમારો ફ્રેન્ડ છે ને જેને ઇલેક્ટ્રોનિક્સની શોપ છે. તમે એને કહીને મને આજના દિવસમાં ચાર્જર મગાવી આપશો ? મારે અરજન્ટ કામ છે લેપટોપમાં અને બેટરી લો છે.
હું :- સારું ચાલ વાંધો નહિ, હું એને વાત કરું છું. બપોર સુધીતો રાહ જોઈ શકીશને તું ?
શિખા :- હા, પણ બને તેટલું વહેલું કરજો પ્લીઝ. અને મને કોલ કરજો એ કહેશે ત્યારે હું તેમની શોપ પર જઈને લઈ આવીશ.
હું :- સારું ચાલ હું એને પૂછીને તને કોલ કરું.
મેં શિખાનો કોલ કટ કરીને તરતજ નિખિલને કોલ કર્યો.
હું :- હેલો નિખિલ, ક્યાં છે તું ?
નિખિલ :- અરે એક કામ હતું એટલે થોડીવાર માટે મારી શોપ પર આવ્યો હતો.
હું :- સરસ, મારે એક હેલ્પ જોઈતી હતી તારી.
નિખિલ :- હા, બોલ શુ હેલ્પ જોઈએ છે તારે ?
હું :- તારી પાસે લેપટોપ ચાર્જર અવેઇલેબલ છે અત્યારે ?
નિખિલ :- હા, છે તારે જોઈએ છે ?
હું :- મારી, કલીગને જોઈએ છે તું થોડીવાર માટે શોપ પર રહીશ ? તો હું એને ઇન્ફોર્મ કરી દઉં એને અરજન્ટ જરૂર છે તો એ આવીને લઈ જશે અત્યારે.
નિખિલ :- હા, વાંધો નહિ તું એમને કહી દે. હું શોપ પર વેઇટ કરું છું.
મેં તરત નિખિલનો કોલ કટ કરીને શિખાને કોલ કર્યો અને એને શોપ પર જઈને ચાર્જર લેવા આવવા માટે કહ્યું. શિખાએ ઓલરેડી શોપ જોયેલી હતી એટલે મારે એને એડ્રેસ આપવાની જરૂર નહોતી. શિખાનો પ્રોબ્લેમ સોલ્વ કરીને હું ફરીવાર માટે સુઈ ગયો. હજી લગભગ ૧૫-૨૦ મિનિટ થઈ હશે અને ફરીવાર મારા મોબાઇલની રિંગ વાગી. ફરીવાર મારી ઊંઘ બગડી. હવે વિચાર આવ્યોકે આ વખતે કોણ હશે મારી ઊંઘ બગાડવા વાળું અને મેં મોબાઈલ હાથમાં લીધો અને ડિસ્પ્લે પર નજર નાખી. હું નામ જોઈને ચોકી ગયો. કારણકે આ કોલ બીજા કોઈનો નહિ પણ વંશિકાનો હતો. મેં તરત કોલ રિસીવ કર્યો અને સામેના છેડેથી સ્વીટ વોઇસ સંભળાયો.
વંશિકા :- ગુડમોર્નિંગ રુદ્ર.
હું :- ગુડમોર્નિંગ કેમ છે ?
વંશિકા :- મજામાં અને તમે ?
હું :- હું પણ મજામાં છું.
વંશિકા :- સોરી, ગઈ કાલે મેં મેસેજ નહોતો કર્યો. હું થોડી કામમાં હતી એટલે.
હું :- અરે વાંધો નહિ, એમા શુ થઈ ગયું..
વંશિકા :- હા, એક્ચ્યુઅલી બધા લોકો ગઈ કાલે બપોરેજ ગયા. સાંજ પછી હું થોડી વ્યસ્ત હતી કારણકે થોડું અરજન્ટ કામ હતું લેપટોપમાં તો એ પૂરું કરવાનું હતું એટલે થયું એ પતાવી દવ એટલે રવિવારના દિવસે આરામ મળી રહે.
હું :- સરસ, મારે પણ કંઈક એવું જ હતું. એટલે મારુ પણ કામ પૂરું થઈ ગયું બધું.
વંશિકા :- ખૂબ સારું, તમે તો હજી સુતાજ હશો ને ? મેં ડિસ્ટર્બતો નહિ કર્યા ને ?
હું :- અરે ના, જાગુ છું. એક કામથી કોલ આવ્યો હતો શિખાનો એટલે 10 વાગ્યે જાગી ગયો હતો.
વંશિકા :- સરસ, તો ફ્રેશ થઈ જાવ પછી.
હું :- હા, બસ હમણાં થોડીવારમાં વાત.
વંશિકા :- ઓકે,અને આજે સાંજે ફ્રી છો ?
હું :- હા, કેમ ?
વંશિકા :- એક્ચ્યુઅલી, હું ત્યાં આલ્ફાવન મોલમાં આવવાની છું. મારે કાંઈક શોપિંગ કરવાની હતી એટલે તો જો તમે ફ્રી હોવતો તમે પણ ત્યાં આવો આપણે મળીયે.
હું :- હા, નો પ્રોબ્લેમ. કેટલા વાગ્યે મળવું છે સાંજે ?
વંશિકા :- હું લગભગ ૫ વાગ્યે ત્યાં આવી જઈશ પણ નીકળવાની ૧ કલાક પહેલાં હું તમને મેસેજ કે કોલ કરી દઈશ.
હું :- ઓકે, વાંધો નહિ.
વંશિકા :- હમ્મ, ચાલો હવે ફ્રેશ થઈ જાવ. હું પણ જાવ છુ ઘરનું કામ પતાવી દઉં ત્યાં સુધી.
હું :- ઓકે, ચાલ બાય.
વંશિકા :- ગુડ બાય.
હું બેડ પરથી ઉભો થાવ છું અને બ્રશ કરવા માટે જાઉં છું. સવારનો મૂડ એકદમ ફ્રેશ થઈ ગયો હતો. મને થયું હતું કે ખાલી વંશિકા જોડે વાતજ થશે પણ એનો અચાનક આવેલો કોલ અને મળવાના પ્લાનના કારણે મારી મૂડ હેપ્પી કરી નાખ્યો હતો. બ્રશ કરીને હું પાછો રૂમમાં આવ્યો અને જોયું પેલા બંને હજી સુતા હતા. મેં મારો મોબાઈલ હાથમાં લીધો અને જોયુંતો ૧૦:૪૫ થઈ હતી. હજી સુધી ના તો બ્રેકફાસ્ટ થયો હતો કે ના તો ચા પણ મળી હતી. રવિવારના દિવસે અમારું આવું જ રહેતું હતુ. કોઈજ કામનું નક્કી નહોતું. ઘર કામ કરવાનું આવતું નહોતું એટલે ટેંશન નહોતું રહેતું અને જમવાનું પણ પાર્સલ આવી જતું એટલે અમારી પાસે રવિવારનો સમય ફ્રી રહેતો હતો. અમુક સમયે રવિવારના દિવસે અમે લોકો પોતાનો સમય અનાથ આશ્રમમાં વધુ આપતા હતા કારણકે ત્યાંના લોકો સાથે અમારો ખાસ સંબંધ રહ્યો છે. એ નાના છોકરાઓને જ્યારે અમે જોતા હતા ત્યારે અમને એમની જગ્યાએ પોતાને ફિલ કરતા હતા. એ લોકો સાથે અમારી અલગજ પ્રકારની લાગણીઓ બંધાઈ ચુકી હતી. જેટલાજ ખુશ તે લોકો અમને જોઈને થતા હતા એટલાજ ખુશ અમે લોકો તેમને જોઈને થતા હતા. હું ફ્રેશ થવાનું વિચારતો હતો એટલામાં મારા ફોનની રિંગ વાગી અને આ વખતે શિખાનો કોલ હતો. મેં ફોન રિસીવ કર્યો અને શિખાએ ન્યુઝ આપ્યા કે તેને ચાર્જર મળી ગયું છે. તે મારા ફ્રેન્ડની શોપ પર જઈને લઈ આવી અને મને થેન્ક યુ કહ્યું. અમે અમારી વાત અહીંયા ટૂંકાવી અને હું ફ્રેશ થવા માટે ગયો. હું ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યાં સુધીમાં પેલા બંને જાગી ચુક્યા હતા. મને જોઈને અવિએ પૂછ્યું.
અવી :- શુ વાત છે, ફ્રેશ થઈને રેડી થઈ ગયો.
હું :- હા, વહેલા આંખ ખુલી ગઈ હતી. શિખાનો કોલ આવ્યો હતો કામ માટે તો એના લીધે.
અવી :- સારું,શુ પ્લાન છે આજનો ?
હું :- સાંજે ૫ વાગ્યે આલ્ફા વન મોલ.
વિકી :- ત્યાં નથી જવું. કેટલી વાર જોઈ આવ્યા છીએ. ક્યાંક બહારનું ગોઠવો બીજી કોઈ જગ્યા એ.
અવી :- હા ભાઈ, વિકિની વાત સાચી છે. બીજે ક્યાંક જઈએ.
હું :- તમને કોને કીધુકે તમારે આવવાનું છે ?
વિકી :- એટલે તું એકલો એકલો ત્યાં જઈને શુ કરીશ ?
હું :- પહેલા મારી વાતતો સાંભળો પુરી. આ તમારો નહિ મારો એકલાનો પ્લાન છે. સાંજે હું અને વંશિકા મળવાના છીએ.
અવી :- તો પેલા બોલને ટોપા, ચાલુ ટ્રેનમાં ક્યાં ચડાવે છે અમને.
વિકી :- તું જઈશ તો અમે લોકો અહીંયા શુ કરીશું. ચાલ અમે પણ આવીશુ.
હું :- રિસ્ક લેવું જ નથી ને આપણે ખોટું. ફોટો તો જોયેલો છે તમે લોકોએ.
અવી :- અરે એ તો મજાક કરે છે. તું જા અને એન્જોય કર. હા અમે પણ મળીશું પણ જ્યારે તું એને પ્રોપોસ કરીશ પછી.
હું :- હા, ત્યારે સ્યોર મલાવીશ. હવે તમે બંને પણ રેડી થઈ જાઓ પછી આપણે લોકો જઈએ.
વિકી :- ક્યાં જવું છે ?
હું :- ૩-૪ દિવસ શહેરની બહાર ગયા તો પોતાનું કર્તવ્ય ભૂલી ગયા કે શું ?
વિકી :- અચ્છા, એમ બોલને કે અનાથ આશ્રમમાં જવાનું છે.
હું :- હા.
એ બંને પણ ફ્રેશ થઈ ગયા ત્યાં સુધીમાં ૧૨ વાગી ચુક્યા હતા અને અમારું જમવાનુ પણ પાર્સલ થઈને આવી ચૂક્યું હતું. અમે લોકો જમીને ત્રણેય જણા ૨ બાઈક પર ભીમજીપૂરા જવા માટે નીકળી પડ્યા. જ્યાં અનાથ આશ્રમ હતું. અવારનવાર જવાના કારણે ૨થી3 અનાથ આશ્રમ હતા જ્યાં અમને ઓળખતા હતા અને અમે ત્યાં રેગ્યુલર જતા હતા. લગભગ ૧૫-૨૦ મિનિટ જેવા સમયમાં અમે લોકો ભીમજીપૂરા પહોંચી ગયા. ત્યાં માટેના જરૂરી સમાન જેવો કે નાસ્તો, પેકેટ્સ વગેરે અમે રસ્તામાંથીજ લઇ લીધા હતા. ત્યાં પહોંચીને અમે લોકો સીધા નાના છોકરાઓ પાસે ગયા અને તેઓ અમને ઘણા દિવસો પછી જોઈને રાજી થઈ ગયા અને ભેટી પડ્યા. અમે લોકો એમની સાથે મસ્તીમાં વ્યસ્ત હતા એટલીવારમાં મારા મોબાઈલમાં કોલ આવ્યો. મને ખબર હતી કે કોનો કોલ હશે. મે પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને મારા અનુમાન પ્રમાણે વંશિકાનો કોલ હતો. એને મને જણાવ્યું કે મેં કહ્યા પ્રમાણે સાંજે ૫ વાગ્યે હું ત્યાં પહોંચી જઈશ એટલે ત્યાં આવીને કોલ કરું ત્યારે તમે પણ આવી જજો. એટલું કહીને એને મને બાય કહી દીધું એટલે હું પણ સમજી ગયો કે એ ઘરમાં હશે એટલે વધારે વાત નહિ થઈ શકે હોય જેના કારણે એને વાત ટૂંકાવી દીધી હતી. આ છોકરાઓ સાથે અમારો સમય ક્યાં જતો રહેતો એની અમને ખબરજ નહોતી રહેતી. (આપણી પાસે ઘણું બધું છે પણ એ છોકરાઓ પાસે કંઈજ નથી. એમને જે પણ ખુશીઓ મળે છે એ ફક્ત આપણા કારણેજ મળે છે. આપણે જ્યારે એમની સાથે સમય વિતાવીએ છીએ ત્યારે એ લોકોના ફેસ પર અલગજ સ્માઈલ હોય છે જે દર્શાવે છે કે એકલવાયા જીવનમાં કોઈનો સાથ કેટલો જરૂરી હોય છે અને આપણો એ સાથ થોડા સમય માટે એ ખામી પુરી કરે છે. એ લોકોને ફક્ત પૈસાની નહિ પણ આપણા પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. માતા-પિતાનો પ્રેમ શુ હોય છે એ વાત એમના કરતા વધુ સ્પષ્ટ કોઈ નથી સમજી શકતું. ક્યારેક સમય મળે તો અચૂક અનાથ આશ્રમની મુલાકાત લેવી.) રમત-રમતમાં અમારો સમય ક્યારે પસાર થઈ ગયો એની ખબરજ ના પડી. ૪:૩૦ વાગતા ફરીવાર વંશિકાનો કોલ આવ્યો કે હું નીકળી છું ઘરેથી અને થોડીવારમાં પહોંચું છું. મે અવી-વિકીને જણાવ્યુંકે મારે પણ હવે નીકળવાનું છે વંશિકાનો કોલ આવ્યો છે જો તમારે અહીંયા રોકાવું હોયતો રહી શકો છો. એ બંને પણ મારી સાથે ઘરે આવવા માટે તૈયાર થયા. અમે ત્રણેય જણા ઘર તરફ જવા માટે નીકળી પડ્યા કારણકે આલ્ફાવન અમારા ઘર તરફજ આવતો હતો. ત્યાં પહોંચીને અવી-વિકી એક બાઈક લઈને ઘર તરફ ગયા અને હું બીજું બાઈક લઈને આલ્ફાવન તરફ પહોંચ્યો. ત્યાં જઈને હું બાઈક પાર્ક કરતો હતો એટલામાં વંશિકાનો કોલ આવ્યો.
વંશિકા :- હેલો, હું આવી ગઈ છું. તમે ક્યાં છો ?
હું :- હું.પણ પહોંચી ગયો છું. પાર્કિંગમા છું.
વંશિકા :- સારું, ૧ નંબરના ગેટ પાસે આવો હું ત્યાં તમારો વેઇટ કરું છું.
હું :- ઓકે, થોડીવારમાં પહોંચું.
હું મારું બાઈક પાર્ક કરીને ત્યાંથી નીકળ્યો અને વંશિકાના કહ્યા પ્રમાણે એક નંબરના ગેટ પાસે જવા લાગ્યો. હું ત્યાં પહોંચ્યો અને આજુબાજુ જોયું પણ વંશિકા દેખાઈ નહિ. મેં તેને કોલ કર્યો અને ફોનની રિંગ વાગી પણ તેને મારો કોલ કટ કરી નાખ્યો. એટલામાં મારા પાછળથી કોઈએ મારા ખભા પર હાથ મુક્યો અને હું પાછળ તરફ ફર્યો. મેં જોયું એ હાથ વંશિકાનોજ હતો. મેં એના તરફ જોયું અને મારી નજર ત્યાંજ અટકી ગઈ.