મહેદી એ જીવન તાર્યુ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેદી એ જીવન તાર્યુ

*મહેંદી એ જીવન તાર્યુ* વાર્તા...
૧૪-૩-૨૦૨૦

આવડે જિંદગી જીવતાં તો આ દુનિયામાં કોઈ દુઃખ નથી... ના આવડે સુખ માણતાં અને ખુશ રહેતા તો આપણી માનસિકતા નો દોષ છે...
કોઈ કોઈ ને સુખી નથી કરતું કે કોઈ કોઈ ને દુઃખી નથી કરતું... તમારું કર્મ જ તમને ફળ આપે છે...
આજથી પચીસ વર્ષ પહેલાં ની વાત છે...
મણિનગર ની સરિતા સોસાયટીમાં રહેતા એક પરિવારની...
અશોક ભાઈ અને રંજનબેન પતી પત્ની હતાં લગ્નને પાંચ વર્ષ થયા કોઈ સંતાન ના થતાં આજુબાજુના અને સમાજના વાંઝણી કહીને બોલાવતા...
રંજન અને અશોકભાઈ એ મોટા ડોક્ટરને બતાવ્યું રીપોર્ટ કરાવ્યા....
રંજનબેન ને મા બની શકે એમ નથી એવું ડોક્ટરોનું કહેવું હતું...
એટલે ઘરે આવીને પતી પત્ની બન્ને ખુબ રડ્યા...
રંજનબેન આખી રાત ઉંઘ્યા જ નહીં અને એક નિર્ણય પર આવ્યાં એમણે સવારે જ અશોકભાઈ ને કહ્યું કે હું મા બની શકું એમ નથી પણ આપ તો પિતા બની શકો એમ છો ને તો આપ બીજા લગ્ન કરી લો હું અહીં ઘરમાં જ રહીશ અને બાળકો ને મોટા કરીશ..
અશોકભાઈ એ ઘણી ના કહી પણ સાસુમા ની કચકચ અને લોકો નાં મેણાં થી રંજનબેન સ્ત્રી હઠ પકડી એટલે અશોકભાઈ એ કંટાળીને હા કહી...
રંજનબેન તરત જ સાસુમા ની રજા લઈને પિયર આણંદ ગયાં અને માતાને વાત કરી કે કંચન ની ઉંમર થઈ છે તો એનાં લગ્ન અશોક જોડે જ કરીએ તો મા તારે અમારી બે બહેનો ની ચિંતા કરવી નહીં પડે...
આમ કરીને બધી વાત કરી..
રંજનબેન બે બહેનો જ હતી..
પિતા તો એ લોકો પાંચ વર્ષનાં હતાં ત્યારે જ પ્રભુધામ ગયા હતા... ભાઈ હતો નહિ...
કાકાનું કુટુંબ આફ્રિકા વસ્યું હતું એટલે આણંદ માં બીજું કોઈ સગું વહાલું હતું નહીં...
માતા તો માની ગયા... હવે કંચનને સમજાવાની હતી..
રંજને કંચનને મનાવવાની કોશિશ કરી કહ્યું કે તારાં બાળકોને હું મોટા કરીશ... બધાં જ હક્ક તને આપીશ... ખાલી એક ઘરમાં સાથે રહીને માસી પણ મા જ કહેવાય ને... એ સુખ માણવું છે...
કંચને પહેલાં તો નાં કહી પણ રંજન કરતાં દેખાવમાં પણ કંચન ઉતરતી હતી એટલે એને કોઈ જલ્દી મળતું નહોતું એમાં આતો ઘરે બેઠા ગંગા આવી...
કંચને હા કહી..
મણિનગર પાછાં સાંજે જ આવી ને રંજને અશોકભાઈ અને સાસુમા ને મનાવ્યા અને એક મંદિર માં ફુલ હાર કરાવ્યા...
કંચન ને લગ્ન ને એક વર્ષ થયું ને પહેલા જ ખોળે દિકરો મોહિત જન્મયો પછી બીજા બે વર્ષ પછી દિકરી ફાલ્ગુની જન્મી..
રંજન તો છોકરાઓ ને મોટા કરવામાં સુખ જોવા લાગ્યા...
પણ આ ત્રણ વર્ષ માં સાસુ અને મા બન્ને નું દેહાંત થઈ ગયું ..
હવે કંચને પોતાના રંગ બતાવવાના ચાલુ કર્યા અને રંજનને એક રૂમમાંથી બીજા રૂમમાં પુછ્યા વગર જવાનું નહીં અને અશોકભાઈ જોડે વાત કરવાની નહીં અને બાળકો થી દૂર રહેવું નહીં તો ઘરબહાર નિકળી જા એવું કહી દીધું... અશોકભાઈ એ કંચનને સમજાવા કોશિશ કરી પણ એ એકની બે ના થઈ...
હવે નાનપણથી જ રંજનબેન ચિત્રકામ સારું કરતાં હતાં અને વાડકામાં મેંહદી પલાળી ને સળીથી મૂકતાં હતાં...
એમણે હવે સ્વમાન થી જીવવા દૂકાને થી દશ રૂપિયા ની મહેંદી લાવીને જૂની કોથળી ધોઈને એમાં મહેંદી ભરીને આજુબાજુની સોસાયટીમાં છોકરીઓ ને મફત મૂકી આપી એટલે બધાં ને એમની મહેંદીની ડિઝાઇન ખુબ ગમી એટલે લગ્ન પ્રસંગે ઓર્ડર મળ્યો એમણે દિલ દઈને કામ કર્યું એટલે મણિનગર માં રંજનબેન મહેંદી વાળા થી ઓળખાવા લાગ્યા...
બહું ઓર્ડર મળ્યા એટલે એમણે એક ભાડે મકાન રાખ્યું મહેંદી શિખવાડવાના ક્લાસ ચાલું કર્યા..
ઓર્ડર નાં હોય અને ક્લાસ નો સમય પૂરો થઈ જાય પછી ગરીબ છોકરીઓ ને મફત મહેંદી મૂકતાં શિખવાડે આમ રંજનબેને ઘણી છોકરીઓ ને મહેંદી મૂકતાં શિખવાડી અને આજે પણ એ કાર્ય કરીને એ જિંદગી સ્વમાનભેર જીવે છે..
જ્યારે નાની નાની છોકરીઓ એમને કહે કે માસી અમને મહેંદી મૂકતાં આવડી ગયું ત્યારે એ ખુબ જ ખુશ થાય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ.....