દેવલી - 21 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવલી - 21

દેવલી ભાગ 21

ભાગ 21

તુમે હમસે બઢકર દુનિયા
દુનિયા તુમે હમસે બઢકર
દિલ ગલતી કર બેઠા હૈ
ગલતી દિલ કર બેઠા હૈ
બોલ કફારા..કફારા બોલ કફારા
મેરે દિલ કી દિલસે તૌબા
દિલસે તૌબા મેરે દિલકી
દિલકી તો આહે... અબ પ્યાર દો બારા ના હોગા
બોલ કફારા....કફારા બોલ કફારા...
....અમિતના હોઠેથી વહેતી મીઠી સુરાવલી સમગ્ર અપૂર્ણલોકમાં રોનક ફેલાવી રહી હતી.જેટલો મીઠો સ્વર એટલોજ મીઠા શબ્દોનો શણગાર ! જાણે શબ્દોના દર્દ વડે પોતે દેવલને પોતાના હૃદયની વાત જણાવી રહ્યો હોય ! જાણે કે દેવલ તેને છોડીને જવાની હોય કે, પછી આ દુનિયાથી પર રહીને પોતે જે દુનિયા છોડીને આવી છે એમાં પાછી જવા માંગતી હોય અને અમિત પોતાની દુનિયા હવે દેવલજ હોય તેમ તે પોતાના દર્દ,વેદના ને હૈયાની વાતને શબ્દોનું રૂપ આપીને મધુરા હોઠેથી વહાવી રહ્યો હતો.
દેવલ પણ આટલા સમય દરમિયાન સમજી ગઈ હતી કે અમિતના હૃદયમાં તેના પ્રતિ કેવો ને કેટલો ભાવ છે ! પણ તે જાણે અપૂર્ણાંકમાં ભૂલી પડીને ભટકતી આવી ચડી હોય તેમ હર હંમેશ પૃથ્વીલોકના ખ્યાલોમાંજ ડૂબી રહેતી.એ જીવતા શ્વાસ તો અહીં ભરતી પણ મનના સ્વાસ્થ્ય તો પૃથ્વીલોકમાંજ ધબકતા.
અને તે પણ જાણે અમિતને પોતાની વ્યથા કહેવા માંગતી હોય તેમ સામો સૂર છેડયો...

હમ તેરે શહેરમે આયે હૈ મુસાફિરકી તરહ
આજ હૈ યહાં તો કલ કહી ઔર હોંગે
હમ તેરે શહેરમે આયે હે મુસાફિરકી તરહ
જીતે હૈ હમ તો યહાં પર આહે ભરતે હૈ વહાં
અપની દુનિયા ના કભી હમ ભુલ પાયેગે
હમ તેરે શહેરમે આયે હે મુસાફિરકી તરહ
મેરી મંજિલ હૈ કહા,મેરા ઠીકાના હૈ કહા
અપનો કે હી શિકાર હુવે પરિંદે હૈ હમ
આજ હૈ હમ યહાઁ તો કલ કહી ઔર હોગે
હમ તેરે શહેરમે આયે હે મુસાફિરકી તરહ

બે ત્રણ પંક્તિઓ મૂળ ગઝલની લઈને બીજી પોતાના દર્દને બયા કરતી ઉમેરીને બહુજ ગુઢ રીતે અમિતને પોતાની વ્યથાની આગ સમજાવી દીધી.
તો જાણે દેવલી હવે સાચેજ તેનાથી દૂર થવાની હોય ને જાણે તેને કુદરતી રીતે તેનો અણસાર આવી ગયો હોય તેમ અમિતે પણ અંજાન રીતેપોતાનું દર્દ કહી દીધું...

મેરે પ્યારકો તુમ ભુલા તો ના દોગે
કહી દોસ્ત બનકર દગા તો ના દોગે
મેરે પ્યાર કો તુમ ભુલા તો ના દોગે
કહેતા હું જો દર્દ તુમ મહેસુસ કરના
મેરે દિલકી બાતો પર ગોર તુમ કરના
યહાસે જાકર તુમ ભુલા તો ના દોગે
યાદોમે કહી હમે દફના તો ના દોગે
મેરે પ્યાર કો તુમ ભુલા તો ના દોગે

અપૂર્ણલોકમાં મહેફિલ જામી હતી.જ્યાં સૂરજ કે ચંદ્રના નામોનિશાન નહોતા એવા આ મલકમાં પ્રેત સિતારાઓની મહેફિલ ગુંજી રહી હતી.ઊંચી ગાદી પર અધિસ્ઠાપતિ બેઠા હતા અને સહેજ નીચે હવાનેજ સ્ટેજ બનાવીને ગાયકોના સ્વરમાં મખમલ ભરવા પોતાના વાદ્યો લઈને સંગીતનો વાજિંત્રવર્ગ પણ બિરાજ્યો હતો.દેવલીએ પોતાના જવાનો સ્પષ્ટ અણસાર આપી દીધો ચંદ પંક્તિઓમાં પોતાને અપૂર્ણલોક છોડી જવાનો દિવસ આવી જવાનો અણસાર સૌને આપતા તેને વિલાપ છેડયો...

આજકી રાત જરા પ્યારસે બાતે કરલે
કલ તેરા શહેર મુજે છોડકે જાના હોગા
કલ તેરા શહેર મુજે છોડકે જાના હોગા
યે તેરા શહેર,તેરા ગાંવ યાદ રહેગા મુજે
ઔર જુલ્ફકી હસી છાંવ,યાદ આયેગી મુજે
મેરી કિસ્મતમે તેરે જલવોકી બરસાત નહીં
તું અગર મુજસે ખફા હૈ તો માફ કર દેના
એક દિન તુજકોભી લેને વાપીસ આઉગી
રાત દિન તેરાભી બસેરા મેરા ગાંવમેં હોગા
યાદમેં મેરી તુજે થોડેહી અશ્ક બહાના હોગા
કલ તેરા શહેર મુજે છોડકે જાના હોગા
આજકી રાત જરા જી ભર કે બાતે કરલે..

દરેકની આંખમાં આંસુ હતા.ન કળી શકાય કે ના ખુદ પણ સમજી શકે એવા તે આંસુ વહેતાં હતાં.અપૂર્ણવાસીઓને કોનો વિયોગ તેમની આંખોમાં ઊભરી રહ્યો હતો તે કઈ સમજાતું નહોતું.બસ આ દર્દીલા શબ્દો સાંભળીને ઘડીકમાં દેવલીની સામે તો ઘડીક અમિતની પર નજરો જતી અને આંખો વરસી જતી.ને દેવલી પણ તે સૌની આખો પર વિયોગનો હેત જોઈ રહી હતી.તેની આંખો પર પણ સ્પષ્ટ દેખતું હતું કે તેને સાથ આપ્યો હતો તેવા લોકોને છોડવા તે નહોતી માંગતી.જે આંખોએ તેને સ્વીકારી હતી એ આંખોમાં રહેલી વેદના,વિયોગ અને તેના વિરહનો ખ્યાલ તેનાથી અજાણ ન રહ્યો.પરંતુ તે લાચાર હતી.જ્યાં મનનાં શ્વાસોજ ન હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી હોતો.પોતાના બાપુને એકલા દૂર બીજા લોકમાં મૂકીને તે આવી ગઈ હતી.હવે તે પરત જવા માગતી હતી અને આ લોકોની આંખો વાંચીને તેમને પણ જાણે કહી રહી હોય તેમ દર્દ વહાવતો વિલાપ છેડયો.....

અબ મેરે દિલમેં આપકી ચાહત વો મોહબ્બત રહેગી
આપકી મૌજુદગી દિલમેં રહેંગી,
પર આંખોકે સામને ના હોગી
અપને બાગોકે વો હસી પલ રૂલાયેગે મુજે
ઓર આપકે પ્યારકી હર બાત યાદોમે ડુબાયેગી મુજે
બેવફાઈકા મેં ખુદ અપના ગિલા કૈસે કરું
હમારી યાદોકો મે દિલસે જુદા કૈસે કરું
મેરે હર ગમકો અબ આંસુમે છુપાના હોગા
કલ તેરા શહેર છોડકે મુજે જાના હોગા
આજકી રાત જરા પ્યારસે બાતે કર લો
મૈંને સોચા થા કી અબ સાથ ના છૂટેગા કભી
મેરે અપૂર્ણવાસી તુમ્હારે હાથ ના છૂટેગે કભી
લેકિન અફસોસ કી મેં ડર ગઈ નાકામીસે
અપની રુસ્વાઈસે,ધરાવાસીકી મહોબતસે
મુજસા નાદાન કોઈ સારે જમાનેમે નહીં
સચ્ચે પ્યારકા મોતી મેરે દિલકે ખજાનેમે નહી
મુજકો ઈસ બાતકા અહેસાસ દિલાના હોગા
કલ અપના અપૂર્ણલોક છોડકે મુજે જાના હોગા
આજકી રાત જરા પ્યારસે બાતે કરલો
કલ આપ સબ અપનોકો છોડકે મુજે જાના હોગા

કેટલું દર્દ ભર્યું હતું શબ્દોમાં.હૃદયમાં ઉમટેલો હર્ષ,ગમ,દર્દ,પસ્તાવો ને વિરહ વિયોગ શબ્દો બની હોઠ અને આંખોથી વરસી રહ્યો હતો.તેના શબ્દોમાં પૃથ્વીલોક પર પરત જવાની ખુશી કરતા અપૂર્ણલોકના માયાળુઓને છોડીને જવાનો ગમ ઉભરીને છલકાઈ રહ્યો હતો.પોતે અહીં ભૂલી પડી ગયેલું પારેવડું હોય અને એક પારેવડાને જેમ તેનો પરિવાર સાચવીને સંભારી લે તેમ તેના દરેક ઘાવને એક પળમાં ભુલી જાય એવી રીતે અઢળક વ્હાલ વરસાવીને તેના પૃથ્વીલોકના હર ઘા ધોવાનો સંપૂર્ણ પ્રયત્ન એક એક અપૂર્ણવાસીએ કર્યો હતો.પરંતુ પોતે પૃથ્વીલોકની મોહમાયા ભૂલતીજ નહોતી અને આ બધી વેદનાની વાત શબ્દોમાં રૂપ રાગ બની અપૂર્ણલોકમાં ગમગીની ભરી દેતો હતો.અમિતથી માંડીને દરેક વ્યક્તિ...અપૂર્ણ લોકની બધી વ્યક્તિને છોડીને જવાનો ગમ ભારોભાર તેની આંખોથી ઉભરાઈ રહ્યો હતો...

આગળ વાંચો દેવલીને કોણ અને કઈ રીતે લઈ જાય છે...