DEVALI - 4 books and stories free download online pdf in Gujarati

દેવલી - 4

તલપ અને દેવલની એન્ટ્રી થઈ.કોલેજમાં રોજ બૂમો નાખી દેવલની જાણ કરતા લોકો ઉદાસ થઈ ગયા હતા.આજે તેમને મેહેસૂસ થયું કે,ના દેવલ તો રોમિલથીજ શોભે છે.અત્યાર સુધી લોકો દેવલનેજ કોલેજની રોનક માનતા હતા પણ, પહેલીવાર આખી કોલેજને ખ્યાલ આવ્યો કે દેવલનું અજવાળું તો રોમિલના પ્રકાશથીજ પ્રસરે છે.આજ પહેલીવાર આખી કોલેજને રોમિલનો ખાલીપો લાગતો હતો.
હર યૌવન ઉદાસીથી મઢાઈ ગયું હતું.ચહેરાની રોનક અને હોઠ પરની મુસકાન ક્યાં ગાયબ થઈ ગઈ હતી. પણ, આ બધી ઉદાસીને વિચારો વચ્ચે સૌના હોઠે એકજ સવાલ રમતો હતો કે , રોમિલ ક્યાં ?........આટલા વરસની રોજની જોડીમાંથી એક પારેવડુ અચાનક ક્યાં ગાયબ થઈ ગયું ?.. અને તેના બંને ખાસ મિત્રો દેવલ અને તલપના ચહેરા પર તેના ના આવવાનું લેશમાત્ર એક પણ ઉદાસીનું કિરણ નહોતું દેખાતું.તલપ સાથે દેવલ એવી રીતે ખુશ હતી જાણે કે, તેની રોજ એન્ટ્રી તલપ સાથેજ થતી હતી અને જાણે, તલપજ તેનો વર્ષો જૂનો પ્રેમ હોય અને તલપમાં આજે આટલી તલપ, ખુશી , પ્રેમ અને રોમિયોગીરીના ભાવ ક્યાંથી વર્તાયા....તેજ કોઈ ના સમજી શક્યું.આજે તલપની તલપ જાગી હતી.
આજે પહેલીવાર તેના ચહેરા પર પ્રેમના અંકુર ફૂટ્યા હતા અને સૌના આશ્ચર્ય વચ્ચે રોમિલની જગ્યાએ તલપ એક ઘૂંટણભેર બેસી ગયો અને દેવલને ગુલાબી-ગુલાબથી આવકારી.દેવલ પણ, જાણે તેનો પ્રેમ રોમીલ નહીં પણ તલપ હોય તેવી રીતે ગુલાબ સ્વીકારી લીધું. દેવલના ચહેરા પર પણ, તલપ માટે તલપ દેખાતી હતી.તેની આંખોમાંથી કામુકતાની લાળ ટપકતી હતી.હોઠ ભીના થઇ ગયા હતા.ચહેરા પરની ખંધીલી મુશ્કાન કંઈક શતરંજ ખેલીને આવી હોય તેવા અપારદર્શક ભાવ બતાવતી હતી.
તલપ અને દેવલની દ્રષ્ટિ સામ-સામે ટકરાતી ત્યારે કોઈને ખંજન મારીને ભવભવની ખુશીયા લઈને આવી હોય તેવી કાતિલ હતી.બસ એજ ગૂઢ રહસ્ય નહોતું છતું થતું કે તે બંનેએ કોઈ દુશ્મનને ઘાયલ કરીને આવ્યા હતા કે દોસ્તને ?...
કોલેજમાં આજ ફક્ત બેજ ચહેરા ખુશ હતા.એક તલપ અને બીજો દેવલનો ચહેરો....કોઇએ તેમને રોમિલનું કઈ પૂછ્યુંએ નહીં કે તેમને પણ, કઈ કોઈને બતાવ્યું નહીં કે કોઇને કંઇ વાતચીત ન કરી.ક્યાંય દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસની સોનેરી પ્રભાત ફરી રોમિલને જોવા શમણાં લઇને ઉગી...
પણ...આજેય રોમિલ ના આવ્યો...આજ નહીં આમને આમ છ મહિના પસાર થઇ ગયા પણ, રોમિલ કોઈ દિવસ કોલેજના દેખાયો.રોજ સવાલો સૌના મન પર ઉગતા અને સાંજ પડતા જવાબના પાણી વિનાજ કરમાઇ જતા.સૌએ ધીમે ધીમે પોતાની આંખોને આદત પાડી દીધી.રોજ તલપ અને દેવલનેજ જોઇને ખુશ રહેવાની.હા, રોમિલ અને દેવલની એન્ટ્રીથી જે ખુશી મળતી હતી તે ક્યારેય કોઈના ચહેરા પર ના આવી પણ, બધાએ દેવલને અને તલપને સાથે અપનાવી લીધા હતા.દેવલની ફરી બૂમો પડવા લાગી....પણ,... સાથે-સાથે દેવલની તલપ એવી બૂમો પડતી.સમયના હાંસિયામાં રોમીલ ક્યાંય ધકેલાઈ ગયો.
કોલેજનું વર્ષ પૂરું થયું.એજ રહસ્ય લઈને રોમિલ ક્યાંય ખોવાઈ ગયો.દેવલ કોણ હતીને ક્યાંની હતી તે બધા રહસ્યો લઈને દેવલ પણ જતી રહી.તલપ કોણ હતો તે તો બધા જાણતા હતા.પણ, ક્યાં ગયો તેનું રહસ્ય સૌના જીવનમાં મૂકતો ગયો.સૌ કોઈ પોતપોતાની ડિગ્રી અને ત્રણ રહસ્યોનો મધપુડો લઈને ગયા.
સમય જતા વાર નથી લાગતી. તલપની હવસ કોઈદિ સંતોષાઈજ નહીં...અને તે દેવલથી દૂર થઈને પાગલ જેવો થઈ ગયો હતો...પાગલપણાના ઓછાયા તો જ્યારે તેમની જોડેથી રોમિલ દૂર થયો અને તે દેવલે રોમિલની અદાથી કોલેજને ચકિત કરી દીધી ત્યારથી થઈ ગયા હતા.પાગલ તે દેવલથી થયો હતો કે રોમિલના ગુમસુદાપણાથી તે તલપ ખુદ પણ નહોતો જાણી શકતો...
રોમિલનું રહસ્ય તે અને દેવલજ જાણતા હતા અને તે રહસ્યએજ તલપના પાગલપણામાં તડપતો કરી દીધો હતો.પણ, આ રહસ્ય સિવાય તે એક રહસ્ય દેવલનું પણ જાણી ગયો હતો.દેવલનો ઇતિહાસ અને દેવલની ઓળખ.વટ કરીને ફેશનનો આઈકોન બની ફરતી દેવલ ગામડાનું હીર હતી.ટાઈટ જીન્સ કપડાંમાં શહેરમાં ફરતી દેવલ ગામડાની ચૂંદડીમાં ચમકતું તેજ હતું....કોલેજના હર યુવાનના હૃદયમાં રમતી દેવલ ગામડામાં કોઈ આંખ ઊંચી કરીને ના જોઈ શકે તેવી તેવડ હતી દેવલ...રોમિલ અને તલપની પ્યાસ અને તૃષાથી તડપાતી હવસ એટલે દેવલ....ગામડાના કાનજીની થનારી અર્ધાંગિની એટલે દેવલ.....રહસ્યોના મધપૂડામાં આખી કોલેજને આટલા વર્ષો લગી અંધારામાં રાખનારી દેવલ.....ગામડાના પરષોતમની આંખની કિતાબ અને આબરૂનું રતન એજ દેવલ હતી કે જેનું નામ ગામડામાં દેવલી હતું...

આગળનો ભાગ આવતા હપ્તે જરૂર વાંચો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED