દેવલી - 10 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

દેવલી - 10

હવે આગળનો ભાગ....

પોતાના રસ્તાની અડચણો દૂર થતા અને સમુસુતરું બધું પાર પડતા કંકાવતી અને જીવણો વાસનાને તૃપ્ત કરીને જંગલ ગજવી મૂકતું અટ્ટહાસ્ય કરીને છૂટા પડ્યા.
રાત્રીનો ભયંકર અંધકાર ચીરીને આવતી બે કીકી અચાનક અટકી ગઈ.કાને કંઈક સળવળાટ સંભળાતાજ પગ થંભી ગયા..
...તો તમેજ દેવલીના કાંતિલ જનની છો એમ ને !,પોતાના પંડનું આવું વિસર્જન કરવાજ સર્જન કર્યું હતું ? મારા વિચારો તો ઠીક પણ,આ સત્યની પરખ કરનાર બે આંખોની નજરો સામેજ આખી ઘટના જોવા છતાં મન માનવા તૈયાર નથી.મને તો તમે નહીં જ ઓળખતા હોય એતો હું જાણું છું.પણ,કદાચ આટલી વાતચીત પરથી મારો અવાજ તો પારખીજ ગયા હશો !(?) કેમ કે,આ અવાજે ઘણીવાર તમારી સાથે ફોનમાં વાતો કરી છે.અને ખાસ કરીને રોમિલના ગાયબ થયા બાદ તો,આ એકજ અવાજ એવો છે કે જે રાત-દિવસ દેવલીને અને ક્યારેક દેવલીના મોઢેથી તેનો દોસ્ત બનીને તમારી સાથે ઢગલો વાતો કરી છે.
ઓહ...તલપજી તમે છો એમ ને ! ...અહોભાગ્ય અમારા કે,છેવટે તમારા દર્શન તો થયા.પણ,તમારી દેવલજ હવે નથી રહી.તો,મને નથી લાગતું કે હવે અહીં તમારું કોઈ સગું રહ્યું હોય ! (?)
હા, હું જાણું છું.મારી ભોળી દેવલ તમારા સૌના કાવતરામાં ફસાઈ ગઈ.થોડા વર્ષો પહેલા જેવી રીતે રોમિલના જુઠા પ્યારમાં ફસાઈ હતી તેમજ.
ભોળી તો હું પણ તેને સમજતી હતી પણ,જ્યારે મારી પસંદગીના રોમિલનો સાથ છોડીને તે તારા જેવા વાસના ભૂખ્યા પર મોહી પડી ત્યારથી તે,ભોળી મટીને મારા માટે એક શાતિર કુલટા બની ગઈ હતી.અધૂરામાં પૂરતું તે જ્યારે બેભાન અવસ્થામાં પાછી ફરી ત્યારે,તેના શબ્દો સાંભળીને મારામાં ખૂન્નસ છાવી ગયું.તેના અર્ધ-ખુલ્લા હોઠમાંથી વારંવાર એકસરખાજ વેણ નીકળતા હતા....તું મા મટીને ડાકણ બની.. મારાજ થનારા સસરાને ખુલ્લા દિલથી મળી શકે એટલે મારો વેવિશાળ તે ત્યાં કરાવ્યો...તું સાચેજ માં મટીને ડાકણ બની...મેં રોમિલને કેદમાંથી છોડાવીને મારા સંબંધોની વાત કરી તો,તેને દેવલીના દેહને ચૂંથતી વખતે બધી વાત કરી દીધી અને છેવટે તેનું મોત એજ મારા કુકર્મો નકાબ હતું.રોમિલના ઘા લાગવા છતાં તેનામાં જીવ રહી ગયો હોવાનું સમજીને મેં ફરીથી તેજ છૂરો ઉપાડીને તેને ઢાળી દીધી.હા,હું જાણું છું કે હું એક માંને લાયક નથી.પણ,તે મારા પંડમાં ભલે ઉછરી હોય પણ હતી તો પરષોતમનું સંતાન ને...!
પરષોત્તમનું સંતાન તો તે એકલી થોડી હતી.મોટી દીકરી રાધા અને દેવાયત પણ પરષોતમનુંજ ખૂન હશે ને ?
ના તલપ...પરષોત્તમથી થનારું એકપણ બાળકને મેં અવતરવા નથી દીધું.મેલી વિદ્યાના જોરથી મને પરષોત્તમથી રહી ગયેલ બે અંશના આત્માને મેં ગર્ભમાંને ગર્ભમાંજ સ્વર્ગે સિધાવી દીધા હતા.ને રહી વાત રાધા અને દેવાયતની.તો,તે મારા જીવણથી પેદા થયેલા બાળ છે.
(તલપ તો આ સાંભળી અવાકજ થઈ ગયો)
તમને ખબરજ હતી કે દેવલ તમારું બાળ નથી તો પછી,શા માટે તેને આટલો બધો લાડ-પ્યાર આપેલો ?(!)
તલપ ક્યારેક દુનિયાને દેખાડવાના આને ચાવવાના દાંત અલગ રાખવા પડે છે.દેવલ એતો મારા ભૂલનું પરિણામ હતી.બે દિવસના ગાળામાંજ પરષોતમ અને જીવણ સાથે સહશયન થતાં મેં જીવણનુંજ સંતાન માનીને તેની કઈ તપાસ ના લીધી.જન્મ બાદ તેનો ચહેરો પરષોતમને વધુ મળતો આવતો હોવાથી મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ હોવાની જાણ થઈ.પણ, જીવણે મને પ્રેમથી સંભારી અને જે થઈ ગયું તેનો ખેદ ના કરવા સમજાવી.ભવિષ્યમાં આજ દીકરી કામ આવશે તેમ કહીને મને સાંત્વના આપી..અને તેને વ્હાલ દેખાડવાની એ ચાલો અત્યારે ખરી કામ લાગી.દુનિયા તો ઠીક ખુદ પરષોત્તમને પણ,મારા પર ગંધ ના જાય એટલો પ્રેમ મેં દેવલને આપ્યો છે.!
તો,પછી રોમિલ જોડે કેમ તેની પસંદગીનો કળશ ઢોળ્યો ? દેવલ તમારી ભૂલ હતી તો પછી,તેના માટે તો કાનજી, હું કે બીજો કોઈપણ હોય તોય તમને શું ફરક પડવાનો હતો ?
ફરક... ફરક તો બહુ મોટો પડયો છે.મારા અરમાનોને એક પળ શૂળીએ ચડાવી દીધા હતા.તેના લેખમાં હતું કે તે જેણે પહેલો પસંદ કરે અને તેની સાથેજ તેનો વિવાહ થાય તો પરણ્યાની એક રાત બાદ તેના,આત્માને વિદ્યાથી ધાર્યા કામ કઢાવી શકાય તેમ હતું.તેના જન્મ સમયની કુંડળી લાખો વ્યક્તિઓએ માંડ એકાદને પ્રાપ્ત થાય તેવી હતી અને....અને જોગાનુજોગ રોમિલ ને દેવલ બંનેની કુંડળીના યોગ પણ સરખા હતા.આથીજ તેનામાં વાસનાનો કીડો બીજા પ્રત્યે ના જાગે આથી એક મા તરીકેનો સઘળો વ્હાલ તેને આપીને રોમિલ માટેના સંબંધોને ખુલ્લે આમ સહકાર આપ્યો હતો.પણ,...પણ, તે કુલટા રોમિલ પહેલાજ તારા સહવાસથી બોટાઈ ગઈ.... અને અમારા અરમાનોની યોજના પર પાણી ફરી વળ્યું.
સહેજ અટકીને ફરી કંકાવતી બોલી..
અઘોરી અને તાંત્રિક લોકો કોઈના સગા નથી હોતા.તેમને તો બસ વધુ બળવાન,વધુ વિદ્યાવાન અને વધુ આત્માઓના સ્વામી બનવાના કોડ સિવાય કોઈ મહેચ્છા નથી હોતી.કારણ કે,તેનાથી તે પોતાના આયુષ્યમાં સરવાળાજ નહીં ગુણાકાર પણ કરી શકે છે અને એકાદ મોટી ભૂલ થઈ જાય તો ભાગાકાર થતાં પણ જરાય વાર નથી લાગતી.અને દેવલીનો તારા સંગનો સહવાસ મારા અરમાનોમાંજ નહીં પણ,મારા આયુષ્યનોય ભાગાકાર કરી ગયા.
અરે...રે...પોતાના જસ,યશ ને આવી પાયમાલ કરી દેતી કીર્તિની પ્રાપ્તિ માટે તમે લોકો કેટલા નીચ,હલકટ ને ક્રૂર બની શકો છો તેને તો સપનામાં પણ કોઈને ખ્યાલ ન થઈ શકે..!
તલપ તું જેટલું જ્ઞાની નહીં હોય એટલી હું છું.એટલે આવા ઉપદેશોની વાતો તારા હૃદયમાંજ ક્યાંક ધરબાવી દે તો,ક્યારેક તને ખુદનેજ કામ આવશે.
હું તમારી પાપલીલાઓની જાણ પરષોત્તમ,પોલીસ અને મલક આખાને કરીશ તેનો તમને ડર નથી ? તે મને આ બધા રહસ્યો કહી દીધા ?
ડર....હા...હા...હા હા હા...શાનો ડર ! અરે આત્માઓને ભગવાનથી ના ડરનારી આ કંકાવતી તારા જેવા એક છોકરાથી ડરી જાય ? હું સમય,સંજોગો ને સંબંધોને ખાઈ-પી ઉતરેલી કંકાવતી છું.પાણી પહેલાં પાળ બાંધવાની તેવર ઘણી સારી રીતે મને આવડે છે.અમે જે અદ્રશ્ય ત્રીજા કુંડાળામાં સહવાસ ભોગવ્યો તેમાં તારી સઘળી વસ્તુઓ રાખેલી હતી.અને પોલીસને એજ શંકા જશે કે તું અને નરોત્તમ મળેલા છો ને દેવલને કાનજી કનેથી પામવા તેજ આ કાવતરું કરેલ...અને પછી...પછી મારા આંસુનો સેલાબ અને તારી દેવલ જોડે કરેલી હર વાતો ને લેટરો,દેવલે કરેલા છેલ્લા ફોનનું રેકોર્ડિંગ પણ છે.....આ બધું ઘણું બધું પર્યાપ્ત છે તને ગુનેગારના કઠેડામાં કેદ કરવા.હવે તારી પાસે બેજ રસ્તા છે કે કાંતો આમારો ભાંડો ફોડીને ખુદનેજ અપરાધના ઓરડામાં કેદ કરાવી દે.યા તો સઘળું ભૂલીને દૂર જતો રહે ક્યાંક તો, તારો વાળ પણ વાંકો નહીં થાય તેવી બાજી પલટાવી નાખવાની મારી ફરજ હું સારી પેઠે નિભાવીશ.
પણ,મારા સબૂત છે તેનું શું ? (થોડીક લાલચ હોય કાંતો પછી મનમાં કોઈ બીજો પ્લાન હોય તેવા ભાવ સાથે તલપ બોલ્યો)
તેનું તું બધું મારા પર છોડી દે અને અહીંથીજ આ બધું ભૂલીને એક નવી જિંદગી મળ્યાના આનંદ સાથે બીજી કોઈ દેવલને જીવનમાં અપનાવ અને ઘડીના છઠ્ઠા ભાગમાં પલાયન થઈ જાય.
તલપને અત્યારે પોતાનો કઈ દાવ નહીં ચાલે અને ઊલટાનો પોતે ભરાઈ પડશે તેની ખાતરી થઈ જતાં હાલ તો કંકાવતીની કુસલાહ નેજ સુસલાહ માન્યા સિવાય છૂટકો નથી તેમ મુનાસીબ લાગ્યું.ને દેવલીના ન્યાય માટે પછીનું થઈ પડશે એમ વિચારી પાછા પગલા પડયા અને તેમાંજ તેને પોતાનો સારો સાર લાગ્યો.
અને હા,તલપ ફરી ક્યારેય આમાં માથું મારવાની કે ઘટનાને ઉખેડવાની કોશિશ ના કરતો.નહીંતર તારા બધા પુરાવા તો છેજ અને આ કંકાવતીને તો હવે તું પણ સારી રીતે જાણીજ ગયો છે ને..!(?)
ભલે,આજથી હું મારા રસ્તે અને તમે ને તમારી જિંદગી તમારા રસ્તે..પણ, તમે આટલા બધા જાણકાર છો તો આ પોલીસતંત્ર,પરષોતમકાકા ને મલક આખાને કેમ જુઠ્ઠી માયાજાળમાં ફસાવીને કોકડુંજ પૂરું નથી કરી દેતા ? (!)
તું બહુ હોશિયાર છે.તારા સવાલો તારી અગમ ને પછમ બુદ્ધિના અણસાર આપે છે.તારો વિચાર યોગ્ય છે પણ,તલપ હંમેશા માટે મેલીવિદ્યાઓની અસર નીચે કોઈપણ મનુષ્યદેહ નથી રહી શકતો.અને માટેજ આવા વખતે માયાજાળ કે તંત્રો-મંત્રો કામ નથી આવતા પણ,તેના વડે ઉત્પન્ન કરેલી સત્યતા સાબિત કરતી ખોટી માયાજાળ હરેક મનુષ્યના આંખ,કાન અને મગજમાં ઠોસી-ઠોસીને ભરવામાં આવે તો,તેની 100% સત્યતા પુરવાર થઇ જતાં તે કોકડાં પર પૂર્ણવિરામ મુકાઈ જાય છે.અને દેવલીનો ત્રણ દિવસ બાદ પરત આવનારા પવિત્ર આત્માનું ગૂંચળું તો મારી મુશ્કેલી બનીને ઉભુંજ છે એટલે તેમાં હાલ આ લોક પર ઘટેલા તેના મરણ કોકડાંના રહસ્ય પર પૂર્ણવિરામ લાવવું જરૂરી હતું.આથી નરોતમનેજ બલિનો બકરો બનાવીને એક પ્રકરણ તો પૂરું કરી નાખ્યું.એટલે આ બધી માયાજાળને આટલી ગુંચવવી બહુજ જરૂરી હતી.
તલપે વધું કંઈપણ પૂછવામાં સાર ના લાગતા અટકી પડેલા ડગલાં ફરી ભરતો દૂર રાખેલી પોતાની કારમાં બેસતાજ એક નવો પ્લાન વિચારીને કાર હાઇવે પર પુરપાટ મારી મૂકી.
રાત્રિના અંધકારમાં કોઈની નજરે ન ચડાય એમ પાછલા બારણેથી આવીને કંકાવતી ઘરમાં ઘૂસી.પરષોત્તમ હજુએ બહાર ઓસરીમાં પડ્યો-પડ્યો પડખાં ફેરવતો હતો.દરવાજાના નકુચામાં રહેલા જીણા ફોડામાંથી કંકાવતી પરષોતમની રોઈ-રોઈને સૂજેલી આંખો જોઈ રહી.હવે કઈજ અડચણ ના રહી હોવાનો સંતોષનો શ્વાસ લેતી તે પરષોતમ કને આવીને પડખે બેઠી.
તેને જોતાંજ પુરુષોત્તમની આંખો ભરાઈ આવી.ડૂસકે ને ડૂસકે તે પડખે બેઠેલી કંકાવતીના ખોળામાં માથું નાખી રોઈ પડ્યો.
કંકુ...કાલ આપણી દેવલનો દેહ આવી જશે.તેની અંતિમ વિદાયમાં તું મને સંભારજે.મારે આવી ઘડીમાં તારા ખભાની જરૂર છે.
તમે આમ,સાવ ભાંગી ન પડો.હું છું ને.હંમેશા તમારી પડખે રહીશ.બાપના કાળજા કરતાં તો માંનું કાળજું કેટલું ઘવાયું હશે તેનો તો વિચાર કરો.તોએ આપણી દેવલીના હત્યારાને તેના કર્યાની સજા આપવા માટે હું મક્કમ બની ગઈ છું.તો તમારે પણ હવે કાઠા થવું પડશે.
હા,કંકાવતી તારી વાત સાચી છે.પણ,નરોતમ કહેતો હતો કે દેવલને અગ્નિદાહ ન આપતા તેને ભોંયદાટ આપવાનું વધુ યોગ્ય રહેશે.તેનું કહેવું હતું કે તે મેલીવિદ્યાના જોરે દેવલીના દેહમાં તેના કાતિલનો આત્મા પૂરીને દેવલીને પાછી હજીવન કરશે.તો આપણે તેમજ કરીશું.મારી દેવલીને પાછી લાવવા હું ગમે તે કરી છૂટવા તૈયાર છું.(દેવલ પોતાના જેવી દેખાતા પરષોતમને તેના પર વધુ લગાવ હતો)
કંકાવતીને એ સમજતા વાર ન લાગી કે નરોત્તમએ દેવલીને સ્વર્ગે મોકલતા પહેલા પોતાની વાતમાં ને જાળમાં ફસાવવા જે વાત કરી હતી.તેજ વાત દેવલીના દુષ્ટ આત્માને જોઇને,મળીને અને તેની વાતોથી ડરીને પોતાને લેવા આવ્યો ત્યારે પરષોતમને પોતાની વાતમાં ઉતારી ગયો છે.
પણ,હવે બાજી સંભાળ્યા સિવાય છુટકો નહોતો અને નરોત્તમ આ દુનિયામાં રહ્યો નથી તો દેવલીના દેહને ભોંયદાટ આપવાનો ખ્યાલ પરષોત્તમના મનમાંથી કાલેજ દૂર ફેંકાઈ જશે.એટલે હાલ તેની હામાં હા ભર્યા સિવાય કઈ છૂટકો ના લાગતા.અને પરષોતમના મનમાં નરોતમની શંકા કાલે નજરે જોઈને સાચી ઠરે એટલા માટે કપાળે ઉતરી આવેલા પ્રસ્વેદ બિંદુઓને એક પળમાં લૂછીને સ્વસ્થ થતા બોલી.હા,દેવલના બાપુ .તમે જેમ કહેશો તેમજ થશે.હું પણ કોઈપણ ભોગે દેવલીને પાછી લાવવા તૈયાર છું.
સુરજનારાયણ પોતાનાં કિરણો ધરા પર પાથરવા લાગી ગયા.પરસોતમ ને કંકાવતી ચોધાર આંસુએ બેઠા હતા.દવાખાનેથી વહેલોજ ફોન આવી જતા સૌ નાતીલા,સંબંધીઓને અંતિમયાત્રા માટે બોલાવી દીધા હતા.આ ત્રણ દિવસ અને બે રાત્રિઓમાં તો ઘણું બની ગયું હતું.દેવલથી માંડીને કંકાવતીના છેડા સુધીના દરેક વ્યક્તિ સાથે ના બનવાનું ઘણું બની ગયું હતું.
એમ્બ્યુલસ આવીને ઝાંપે ઉભી રહી.આખું ગામ ફરી હીબકાં ભરવા લાગ્યું.આ વખતે દેવલીનો બદલો લેવા કાઠા થતા પરસોતમએ પોતાનાં છેલ્લા ડુસકા હૃદયમાંજ ક્યાંક ધરબી દીધા હતા.સઘળાં મનેખ પર તેની આંખો ફરતી હતી પણ, ક્યાંય તેનો વહાલસોયો નાનો ભાઈ નરોતમ નજરે નહોતો પડતો.આવી સંકટની અને દુઃખની અંતિમ ઘડીએ ક્યાં ખોવાઈ ગયો ? નક્કી તે દેવલીના આત્માને ફરી સજીવન કરવા કંઈક મંત્રો કરવાજ રોકાઇ ગયો હશે ! એમ મનને મનાવીને નરોત્તમ જે વાત નાત આગળ ધરવાનો હતો અને મંજૂર કરાવીનેજ જંપવાનો હતો તે વાત હવે તેનેજ સંભાળવી પડશે એમ વિચારીને દેવલીના દેહને ઠાઠડીમાં બાંધીને શણગાર સજાવવામાં આવી રહ્યા હતા ત્યારે સૌ વચ્ચે ઉભા થઈને વાત શરુ કરી.
તમે બધા મારા સ્વજનો છો અને આ દુઃખની ઘડીમાં મારી પડખે છો.પણ,આજ હું મારી દેવલીના ફરી મળનારા જીવતર હાટુ થઈને આપણને કંઈક વાત કરવા માંગુ છું.
સૌ તેને બોલતો જોઈ રહ્યા.દેવલીના ફરી મળનારા જીવતરના શબ્દો સાંભળી સૌએ કુતુહલવશ થઈને કાન સરવા કર્યા.
મારો ભાઈ નરોતમ વિદ્યામાં માહિર છે તેતો તમે ઘણા બધા જાણો છો.અને તે પોતાની વિદ્યાથી દેવલીના આત્માને ફરી પાછો બોલાવીને તેના હત્યારામાં તેના પ્રાણ ફરી પુરશે.પણ,આ માટે દેવલીને અગ્નિદાન ના આપતા તેને ભોંયદાટ આપવાનું મને કહ્યું છે.તો મારે આ કપરા સમયમાં અત્યાર લગી આપેલો એવોને એવો તમારો સાથ સહકાર જોઈએ છે.
બધાના મોઢા આવી વાત સાંભળી એકબીજાને તાકવા લાગ્યા.ઘણાને તો પરસોતમનું ચસકી ગયું હોય એવું લાગ્યું.અંદરોઅંદર બબડાટ શરૂ થયો.... "નાત વિરુદ્ધનું કાર્ય છે....ધર્મને શાસ્ત્ર વિરુદ્ધની વિધિ છે....ખબર નહીં આની અસર આપણી આવનારી પેઢીઓ પર શું પડશે ?(!)... વગેરે...વગેરેના મંતવ્યો લોકો પોતાના વિચારો પ્રમાણે આપતા હતા.છેવટે પરષોત્તમ સમજુ,વડીલ અને ગામનો ને નાતનો આગળ પડતો માણસ હોવાથી કંઈક તો તારણ હશે તોજ આવો નિર્ણય કરે એવું માનીને સઘળાં લોકોએ હા ભણી..અને દીકરીના બાપને એમ કરીનેય સંતોષ મળે અને આઘાતમાંથી બહાર આવીને આગળની જિંદગી સારી રીતે વિતાવી શકે..એમ વિચારી હા ભણી.
પછી દેવલીના દેહને લીંપણ પર રાખવામાં આવ્યો અને...

(હવે આગળની મરણ વિધિ તથા નરોતમને હત્યારો માની પરસોતમ,નાત તથા ગામ પર શું અસર થશે તે જાણવા,અને આજે ત્રીજો દિવસ થતા દેવલીનો પવિત્ર આત્મા પાછો આવશે ત્યારે દેહ ના જોતા તેનું શું થશે તે જાણવા વધુ રહસ્ય વાળો ભાગ આવતા રવિવારે વાંચવાનું ભૂલતા નહીં... હોં કે...દોસ્તો....આપનો વહાલો લેખક અને દોસ્ત...આશુમન સાંઈ યોગી રાવળદેવ...
(માફીનામું...દોસ્તો બધા વાચકો કહે છે જલ્દી ભાગ મુકો અને આનું રહસ્ય કેહતા જાવો...પણ,માફ કરશો હું આ નોવેલનો હરેક ભાગ શનિવારેજ લખું છું અને રવિવારે લાઈવ મૂકી શકું છું.બાકીના દિવસે હું પણ આપની જેમજ વાંચન કરું છું અને બીજી નોવેલ વાર્તા કવિતા લખતો હોવ છું એટલે નથી મૂકી શકતો માફ કરજો...પણ,હું ખુશ છું મારી હરેક વાર્તા નોવેલ કવિતાને આપ સૌનો આટલો સારો ભાવ મળે છે માફી સાથે આભાર..)