દેવલી - 7 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

દેવલી - 7

નરોતમ અને જીવણ મૂંગા બનીને એકબીજાને જોઈ રહ્યા.બંનેનું મગજ કામ નહોતું કરતું.નાખી નજર ઓળખાણની પહોંચે ત્યાં લગી દરેક ચહેરા પર મનોમન માંડી પણ, ક્યાંય કહેતા ક્યાંય એકેય ચહેરો તેમને આવું દેવલી જોડે કરે એવો લાગ્યો નહીં.
ઘડીભર નરોત્તમને કાનજી પર શંકા ગઈ ..કે કદાચ તે જાણી ગયો હોય દેવલીની સત્યતા અને સમાજ વચ્ચે હવે દેવલીનો હાથ પકડવાની ના કહે તો, તેની શાંત,શરમિંદા અને ભોળા સ્વભાવની છાપ પર ધૂળ ફરી વળે તે બીકે પાછલા બારણેજ કાસળ કાઢી નાખ્યું હોય.તેના બાપ જીવણ કનેથી કે પછી જીવન અને તેની વાતો અને આવન-જાવન પરથી સત્યતા જાણી લીધી હોય અને દેવલીના આ હાલ કર્યા હોય ! આવા વિચારોથી નરોતમનું મગજ ભમવા લાગ્યું.પણ, બીજીજ પળે પાછો પોતાના શંકીલા સ્વભાવને થમઠોળતો બોલ્યો "શું કજાત મન તુંએ વાયરા હારે વાતો કરે છે ?..!..આમ ઠાલા ઠાલા શંકાના બી રોપી મને તે ભોળા મનેખ પરના કુવિચારોથી પાપમાં ના નાંખ ".....મનની શંકીલી એક ધૂળ ખંખેરી ત્યાં તો,બીજી ઊભી થઈ...." શું મારો સગો ભાઈ અને દેવલીનો સગો બાપ પરષોતમ આવું કરે ?(!) અરેરે !! રે આ આવું તેને કરવુંજ હતું તો, ભણાવી શીદ કામ ? અરે મૂઆ મનેખ તેતો બાપના શબ્દ પર પણ ધૂળ નાખી.પણ,ના તે મારી શકે તે પાકું.પણ... પણ, હવસ તો દીકરીથી સંતોષે તેવો એટલો ક્રૂર નરાધમ તો નથીજ !. મારો ભાઈ છે.. હા,તેનામાં મારા જેવા કોઈને મોતને ઘાટ ઉતારવાના સંસ્કારો આવે પણ, જ્યાંને ત્યાં હવસ સંતોષવી અને તેય પાછી આટલી ધરતી સાંજની ઉંમરે પોતાનાજ કાળજા પર જઘન્ય કૃત્ય.....તેવા સાવ હલકટ સંસ્કારો તો શું ! વિચાર માત્ર પણ,તેને ના છેદી શકે હો ! તો પછી.....આ ખુદ જીવણો તો નહીં હોયને ?(!)
નરોતમના મનમાં એક પછી એક શંકાઓ ઉપજતી તેમ તેમ એક એક ચહેરાના પડળ વિચારોમાંથી બદલાતા અને છેવટે, તે પોતેજ પાછો તે શંકાઓને ખોટી ઠેરવતા તેના લગતા બીજા સારા વિચારો ઊભા કરી દેતો.
પણ ના, જીવણાંએ તો મને આ ઘટના માટે કહ્યું હતું.અને તેને તો આ દેવલી વડે દેવલી કરતાએ અઢળક ઘણી સુંદર રૂપાળી કન્યાઓ મળી શકે એમ થવાનું હતું.તો, પછી તેતો આવું નાજ કરે....
ત્યાં તેના કાન સરવા થયા...."આ તલપીયાએ શું કર્યું ?....ઓલ્યા રોમિલ પર ભરોસો મૂકીને સઘળું કહી દીધું હશે અને નક્કી રોમિલેજ વેરની વસુલાત પરણ્યા પહેલા લીધી લાગે છે....."મનમાં કોઈ સાવ નજદીકથીજ બગડતું હોય તેવો સાવ તૂટક-તૂટક,ગભરાયેલો છતાં સમજાય તેવો અને જાણીતો ભમરા પેઠે ગુન-ગુન કરતો રવ સંભળાયો....સહસાજ નરોત્તમએ અવાજની દિશા ભણી મોઢું ફેરવ્યું...પણ,એટલીવારમાં તો તે બણબણાટની પૂંઠ સિવાય કાંઈ ના દેખાયું.ઘડીના છઠ્ઠા ભાગમાં કોઈ પલિત પલાયન થઈ જાય તેમ તે દૂર જતું હતું.....સાવ નિર્વસ્ત્ર....
......પોલકા આરપાર પૂંઠ પર છાતીની બરાબર પાછળના બરડા ભાગે દીવો બળતો હતો.બરડાની બ્હાર છેક માથા ઉપર થઈને તેની જવાળાઓ ભભૂકતી હતી.ઉલટા પગ જમીનથી વેંત ઉપર ચાલતા હતા.પગ ઉલટા હતા કે ખોપડી તે દૂરથી કંઈ સમજાય તેવું લાગતું નહોતું.ધોળા દિવસે ત્યાં દૂર તેની કને આસપાસ સાવ અંધકાર વર્તાતો હતો.દુનિયા આખીનું અંધારું ઓઢીને તે શરીર ચાલતું હોય તેવું લાગતું હતું.અને તેના બરડા વચ્ચેથી ભડ-ભડ ઉઠતી જવાળાઓ આખા જગતનું તિમિર મિટાવવા મથતી હોય તેમ ઝગમગાટ મારતી હતી.
કાળા-કાળા લાંબા વાળ તે જ્વાળાઓને ચીરતા છેક ઢીંચણ સુધી લબડતા હતા.જવાળાઓ તે વાળને લેશમાત્ર પણ ના સ્પર્શતી હોય તેમ લહેરાતા હતા.વાળ ઉપર હતા કે જ્વાળાઓ તેજ કળી શકવું મુશ્કેલ હતું.જોર-જોરથી અવાજ પડઘાતો હતો..."તારા પર પણ,મેં ભરોસોજ મૂક્યો હતોને પણ,તે...નફ્ફટ..... એક ચીસ તે ચહેરાએ પૂંઠ વાળીને નાખી અને નરોત્તમ ભીડ વચ્ચે પણ હલબલી ગયો.જો જીવણનો ખભો ના મળ્યો હોત તો તે દેવલીના દેહ પરજ પડત...અરે દેવલી.... તેનાથી રાડ નખાઈ ગઈ.પણ, પરિસ્થિતિનો તાગ પામી જતા નરોતમ સહસા સભાન થયો.ચારેકોર નજર નાખી,જીવણ સુદ્ધાની નજર દેવલીના દેહ પર હતી. કોઈને તેની રાડ ના સાંભળી હોય તેવું વાતાવરણ આજુબાજુ જોતા લાગ્યું.અને દૂર-દૂર ચાલી જતું તે અદ્રશ્યમાન છતાં દ્રશ્યમાન,તૂટક-તૂટક હાલતું બદન,અને આખા જગનું અંધારું અને તેને ચીરતો પ્રકાશ તેના સિવાય કોઈને નથી દેખાતો તે કળતા તેને જરાય વાર ના લાગી....
દેવલીનો દેહ સામે પડયો છે તો તે પૂંઠ ફેરવીને ઘડીમાં ઘૂંટણીયા તો ઘડીકમાં ઉભડક ધીમું-ધીમું હાલતું બદન પણ, દેવલીનુંજ છે.તે નરોત્તમ પળભરમાં સમજી ગયો.
ઘડી પહેલા શંકાનાં વાદળોમાં બંધાયેલા દેવલીના મોતના બધા નામોને તે ઘૂંટણીયા ભરતું દેહ શંકામુક્ત કરીને વરસાવી ગયું.જાતને ચૂંટલી ખણીને સત્યતા સાબિત કરવા આંખો ચોળીને ખોલી તે ઘડીમાં તો પ્રકાશરૂપી તિમિર લઈને તે દેહ ક્યાંય પલાયન થઈ ગયું.પણ,નરોત્તમના મનમાં ઢગલો શંકાઓ મૂકતું ગયું.
તલપ અને રોમિલ બે નામ તે બોલતી ગઈ.પણ,તે બંનેએ શંકાના રૂપમાંજ સંભળાવી ગઈ.અને જીવણ,પરષોત્તમ,કાનજી કે અન્ય કોઈને નહીં અને આ પોતાના કૂકર્મા કાકાનેજ કેમ આ બધું તે કહેતી ગઈ...તે વિચાર નરોતમને કોરી ખાવા લાગ્યો.શું દેવલી હજુ પણ, તેના પર ભરોસો મૂકતી હશે ? શું તેના કાતિલ ને સજા મારા વડે અપાવવા તે માંગતી હશે? શું તેની જેમજ તેના કાતીલનો આત્મા દેહ વિના ભટકે તેમ તે ઇચ્છતી હશે ? શું વિચારવું અને શું ના વિચારવું ? કોની પર શંકા કરવી અને કોને પકડવો ? શું આ દેવલીનો આત્મા હતો ?....તો, તો પછી સ્વર્ગે ફરવા મોકલેલ દેવલીના આત્માનું શું થયું હશે ?...વિચારોનું મહા તાંડવ નરોતમને પાગલ બનાવી મુકશે તેવું ઘડીભર તો તેને લાગ્યું.દેહ દેવલીનો એક ને આત્મા બે બની શકે તેવું તો તેને અત્યાર લગી ક્યાંય સાંભળ્યું નહોતું.મેલી વિદ્યાને આત્મા મડદાની બધી વિધિઓ અને તેમના રહસ્યો, પ્રકારો,ઉપાયો અને દાવપેચના ગતકડાં,કરતૂત ને મશનિયાની કોઈ વિદ્યા તેને બાકી ન્હોતી મૂકી....અને ...અને આ બધામાં ક્યાંય પણ તેના મનમાં જે સવાલો ઉઠી રહ્યા છે એક દેહના બે આત્મા તે જાણવા કે શીખવા નહોતું મળ્યું.
સવારના પહોરમાં ઠંડા વાતાવરણમાં પણ કપાળેથી રેલા ઉતર્યા,બાઝેલો બરફ જેમ એકદમ ગરમાવો મળતા પીગળે તેમ તેના કરચલીઓભર્યા કપાળેથી રેલા ઉતરતા હતા.આંખો પહોળી અને મન સાંકળું થઇને વિચારોનાં ચકડોળે ચડયું હતું.કોઈ કળીના જાય તેના આ હાલ અને કોઇના મનમાં તેના પ્રતિ શંકાની સોંય સુદ્ધાં ના ભોંકાય માટે તે રેલાને આંસુમાં તરબોળ કરવા..." દેવલી.. ઓ મારી દેવલી....કરીને પોક મૂકી.જીવણ તેનું નાટક જોઈને મનોમન કોઈ ને કળાય નહીં તેમ હસ્યો.ખંધુ સ્મિત તેની બીજી ચાલથી નરોતમ પણ સાવ અજાણ છે તેની ચાડી ખાતું હતું.દેવલીનો દેહ હલબલાવી જોયો.પણ,નરોતમને ઠાલા દેહમાં કઈ ન મળ્યું.પણ, એમજ બે ઘડી રોતો રહ્યો ત્યાં દેવલીના દેહમાં પ્રાણ આવ્યો.તેનું આખું તન નિશ્ચેતન..પણ,તેના કરમાં જાણે પ્રાણ આવ્યો હોય તેમ સળવળાટ થયો.એકદમ જોરથી નરોતમના કાંડા પર દેવલીના કરે પકડી લીધી.નરોતમ તો શરીરમાંથી જાણે પ્રાણ જતો રહ્યો હોય તેમ જડ થઈ ગયો.તેની આંખો ભમવા લાગી.દેવલીના ચહેરા પર આંખો મંડરાણી અને રાડ નાખતો તે ભાગ્યો...લીલી-પીળી ગલોપડીઓ જેમ નોરતામાં ઝગારા મારે તેમ દેવલીની આંખો ઝબકારા લેતી હતી.....ઓય....દેવલી...છોડ... કહેતો ને નરોત્તમ ભાગ્યો.
હંધાયનીએ નજર તેના પર ગઈ.પણ, વ્હાલી ભત્રીજાના દુઃખદ અવસાનથી ઘડી ભાન ભૂલ્યો હશે. તેમ સમજીને સૌએ ધ્યાન ના આપ્યું.પણ, જીવણથી સઘળી બીનાનો ચિતાર પામતા વાર ના લાગી.તેના પગ તળેથી જમીન ખસતી લાગી.તેની મેલીવિદ્યા ઘડીના સેકન્ડમાં ભાગમાં દેવલીના દેહના હાલ અને નરોત્તમમાં ગળી ગયેલા ડરના ભાવ પારખી ગઈ.દેવલીના હાથ તેના પગને વીંટળાઈ વળે અને બધા વચ્ચેજ શોભિલો પડે તે પહેલાં પલાયન થઈ જવામાંજ જીવણને સાર લાગ્યો.અને તે પણ નરોતમથી સો ગણી ઝડપે ઉભી પૂંછડીએ ભાગ્યો.નરોતમનો જીગરી હોવાથી તેને સધિયારો દેવા ભાગ્યો હશે તેમ સમજી જીવણ પર પણ,સૌએ ખાસ ધ્યાન ના આપ્યું.
નરોતમ શું મેં જે વિદ્યાથી દેખ્યું તેજ તને આભડી ગયું છે તે સાચું ? (નરોત્તમની સાથે થઈ જતા જીવણએ સહસાજ પૂછ્યું.)
પણ, તે શું જોયું જીવણ? એતો મને કેહ ! મારી તો આંખો,મન ને મારી આ તે શીખવાડેલી વિદ્યા પણ વિશ્વાસ નથી કરતી કે...આવું પણ બની શકે !
એજ કે દેવલીના હાથમાં ને આંખોમાં પ્રાણ આવ્યા તે તુંજ ભારી શક્યો.અને મને તેનો અહેસાસ તારા ચહેરાના ડર પરથી અને મેલી વિદ્યા પરથી થયો.
હા ! તેતો મેં જોયું તે વાત સાચી પણ, મેંતો તેનાથીએ કલ્પના બહાર જોયું છે ને વિચારયું છે !.
શું ? તું મને કેહ... જલદી કહે તો પાણી પહેલાં પાળ બાંધતા ફાવે.(આવનારા કપરા કાળને જાણે પોતાની વિદ્યાથી પી જવા માગતો હોય તેવા ભાવથી જીવણએ કહ્યું)
દેવલીનો આત્મા તો મેં સ્વર્ગે વિહાર કરવા મોકલે છે પણ, બીજો એક આત્મા મને બે નામનો અંદેશો આપતો આપતો દૂર ભેંકાર બનીને વિલોપ થતા મેં જોયો.....અને એટલેજ કોઇને ગંધ ના જાય માટે દેવલીના દેહ કને હું પોક મૂકી નાટક કરવા લથડી ગયો.પણ ત્યાં તો એ દેવલીનો આ ભયંકર આત્મા....
અરે હા,નરોત્તમ એતો મેં વિચાર્યુંજ નહીં કે "દેવલીનો આત્મા તો સ્વર્ગે મોકલ્યો છે તો,પછી આ કોણ ? અને એક દેહના બે આત્મા તો મને પણ અચરજ લાગે છે.તુંતો મારી વિદ્યાથી મારો પણ ગુરુ સાબિત થયો.(નરોતમની વાત વચ્ચેજ અટકાવતા જીવણે પોતાનું અચરજ બતાવ્યું.)
અને,તે દૂર ભટકતા જતા આત્માએ જે બે નામ મને ચીંધ્યા છે તે વધુ નવાઇ પમાડે છે.અને મને કેમ તેને ચિંધ્યા તેતો ઓર નવાઈ પમાડે તેવી વાત છે.
કયા...કયા બે નામ ? (પોતાનું નામ તો નહીં હોયને ! ?. તે જાણવા એકદમ અધીરા થઇને જીવણએ પ્રશ્નાર્થ મૂક્યો)
..તલપ કાં તો રોમિલ !
હા, રોમિલ તો ઠીક પણ,આ તલપનું નામ તેને કેમ કીધું તેતો નરોત્તમ મને પણ ના સમજાયું હો !
બંનેની આ વાતચીત ચાલતી હતી અને ધમણની માફક બેયના હૃદય ધબકતા હતા.ત્યાંજ એક ઝળહળ ઝળહળ થતો પ્રકાશપૂંજ આકાશમાંથી તેજ લિસોટા જેવો ઝબકીને બંનેના પગ વચ્ચેજ જમીનમાં ધરબાઈ ગયો.બેયએ ઓય... બાપ...કરીને પગ હટાવી લીધા અને જમીન પર જોવા લાગ્યા.....પણ, આ શું ?... જમીનમાં દેવલીની બે આંખો તગતગતી હતી...જાણે સાવ સપાટ કાગળ પર કોઈએ ફક્ત બે આંખો દોરીને આખે-આખું કોરું અને અધૂરું ચિત્ર મુક્યું હોય તેવું લાગતું હતું.અને ધીમે રહીને જીવણના ડાબા અને નરોત્તમના જમણા પગ ફરતે એક-એક હાથ જમીનમાંથી ઉગી નીકળ્યા....અને...

( અને આગળનું રહસ્ય અને ભરપૂર ડરથી ભરેલો ભાગ વાંચવાનું ભૂલતા નહીં આવતા રવિવારે....આશુમન સાંઈ યોગી રાવળદેવ )
8469910389