DEVALI - 3 books and stories free download online pdf in Gujarati

દેવલી - 3

કોલેજના ગેટ પર બધાની નજર ચોટી છે.જોઈ રહેલ હર યુવાનને સૌથી પહેલા અનિમેષ નજરે તે માદકતું રૂપ પી લેવું છે.એ રૂપ રોજ આ કામણગારી આંખો પીવે છે છતાં તૃપ્ત નથી થતી.તે રૂપની માદકતાજ એવી છે કે તેના એક લચકામાં તો ચંપો ને મોગરો પણ પોતાની ખુશ્બૂ છોડી ઇર્ષાથી કરમાઈ જાય છે.કોલેજના બાગની સઘળી સુગંધ ક્યાય ઓસરી જાય છે ને તે રૂપ પ્રવેશે ત્યારે આખા જગતની સુવાસ જાણે તેના કનેથી પ્રસરતી હોય તેવી ચારેકોર ફેલાઈ જાય છે.
ઝીરો ફિગરની કમર લચકતી ના હોય છતાંય લટકા લેતી હોય તેવી, સ્પોર્ટ્સ tights ટાઈપનું ટોપ અને સ્કર્ટ તેના મખમલી બદનને આરપાર ઈજન આપતા હતા.પિન મારીને માથે ફેંન્સી સ્ટાઈલમાં ગોઠવેલા વાળ અને સાઈડમાં લટકતી અણીયાળી આંખોને પોરો દેતી હોય તેવી લટો,મોટા રસીલા હોઠ ને,હોઠમાંથી ટપકતી ભીનાશ તેની કામુક્તામાં વધારો કરતી હતી.તે આવે ત્યારેજ જાણે કોલેજ જીવંત હોય તેવું વાતાવરણ થઈ જતું.હજુ સુધી કોઈને તેના વિશેની કઈ પણ વિગત નહોતી મળી.કેટલીયેવાર લોકોએ બધા પ્રયત્નો કરી જોયા પણ કઈ અણસાર ના મળ્યા.હજુએ લોકો પગેરું તો શોધતાજ રહેતા પણ ,તેનું રૂપથી મદમદતું ,યુવાનીથી લથભથતું બદન સામે આવી જાય એટલે ભલભલા તેનું રહસ્ય શોધવું ભૂલીને બસ તેને ધરાઈને પીવામાંજ લાગી જતા.રોજનો સમય તેની જિંદગી બની ગઈ હતી.સેકન્ડના સોમા ભાગ જેટલો ફેરફાર તેના રોજના કાર્યમાં ના થતો.
હેલ્લો..... ગુડ મોર્નિંગ.....પાર્થ કોલેજ...ઓલ સ્ટુડન્ટ.....આવી બૂમ ચારે તરફ બોયઝ લગાવે એટલે આખી કોલેજ જીવંત થઈ જતી....અને નિશ્ચિત સમયેજ આ બૂમ પડતી અને ત્યારે આ રૂપલલનાની એન્ટ્રી થઈ જતી.કેટલાય હૃદય ધક ધક થતા તેની નજરો પોતાના પર પડે માટે સોની સ્પીડે ધડકતા.હાય.....દેવલ...... અને તેને રોજની જેમ અલગ અલગ ગિફ્ટ કે ગુલાબથી આવકારતો રોમિલ એક ઘૂંટણિયે પડી...તાકી રહેતો....
સાઈકલને એમજ બિન્દાસ છોડીને તે ઊતરી જતી અને રોમિલનો હાથ ચૂમી લેતી.ચોમેર speedly ધડકતા હૃદય... 10 ની સ્પીડે સ્લો થઇને શાંત થઈ જતા.કોઈને રોમિલ કે રોમીલનો દોસ્ત બની તેની નજીક જવું હતું.તો કોઈ છોકરીને દેવલને ફ્રેન્ડ બનાવી પોતાની તરફ સૌનું ધ્યાન ખેંચવું હતું.
હા.... દેવલ... આગળ વાત કરી જેના રૂપની તે આજ દેવલ.... રહસ્યનો મધપૂડો હતી..નજદીક જઈએ તો ડંખની બીક અને અડીએ તો પાણીમાં ઓગળી જતા મધની જેમ છૂ થઇ જતી હવાની કલ્પના.બસ દૂર રહીને તે મધપૂડાને ચાટતું રહેવાનું.એજ મીઠાશથી અહેસાસોમાં ભીના થઇને આંતરવસ્ત્રોને લીસા કરવાની લોલીપોપ એટલે દેવલ....ના કોઈ દોસ્ત કે ના કોઈ લવર....હા...એક રોમિલ સિવાય....તેની કોલેજનું વનરાવન, દોસ્ત ,લવર, પરિવાર કે આંખોની ઠંડક.... જે પણ ગણો તે ફક્ત રોમિલજ.... રોમિલ સિવાય કોઈ તેની નજદીક ના ફરકતું.... ઊંચે ઊડતું પારેવડુ પણ જાણે તેને તારીને જતું....એટલી એકલતા ચાહતી હોય તેવું તેનું વર્તન અને હાવભાવ.... ફેશનનો આઇકોન જાણે તેજ હોય...આ શહેરમાં કોઈપણ ફેશનની વસ્તુની પહેલી લોંચ એટલે જાણે દેવલ....તેની ફેશનેબલ મુજબ આખી કોલેજ ચાલતી...હાથમાં સોનેરી જાળીદાર ચેન સમું બ્રેસલેટ,આટલી ફેશન છતાં કપાળ પર નાગણીની બિંદી અને પગમાં અડધી વેંત ઊંચે ફિટ જકડીને બાંધેલી પતલી સેર... નાકની બંને બાજુએ મદરાશણ કે બંગાળણની જેમ ઘૂઘરીયાળો રવો ,અને, આટલી ફેશન વચ્ચે પણ પોતાની જૂનવાણી સંસ્કૃતિને પણ માન આપતી હોય તેમ જાજરમાન શણગારાયેલીજ રહેતી.... અને રોમિલ.....
...... .....રોમિલ એટલે મૂંછના બે દોરા પણ માંડ ફુટેલો યુવાનીનો મદમસ્તો હાથી ,બાહુબલી સમી ભૂજાઓ ને, પહોળી છાતી..,બતક ડોક સમી લાંબી ડોક અને એ ડોકને પણ અડધેક ઢાંકી દેતું તેના ખભાઓનું માંસલ, ચરબી ભર્યું ,કસરતથી કસકસતું કરેલું માંસલ ,મોટી અને પહોળી આંખો,આંખો પરની પાંપણોના લાંબા વાળ અડધા વળીને ભ્રમરોને અડવા મથી રહ્યા હતા.લાલ મંજર કીકી... જાણે સફેદ ચાદરમાં ચાંદો લાલ રંગ પીને ખીલ્યો હોય, લાંબુ,અણિયાળું ભરાવદાર નાક, દેવલના હોઠ કરતા બે ગણા મોટા અને જાણે ઘાટા ગુલાબી બરફ રંગ ચૂસીને પકવ્યા હોય તેવા હોઠ,મકાઈના દાણા જેવા સળંગ ગોઠવેલા દાડમ કળીના રંગ સમા દાંત,લાંબાને ભરાવદાર લાઈટ બ્રાઉન વાળ ઉભો ગુચ્છો લઈને હવાને જાણે ફર ફર લહેરાવતા હોય તેવા ઉડતા હતા .સાડા સાત ફૂટ ઊંચું પહાડી બદન,હિમાલયના બરફનો ટુકડો હોય તેવા શ્વેત વર્ણા ચરણ અને તે ચરણોને ઢાંકતા લોફર શૂઝ...દેવલની રાહ તો ફક્ત છોકરાઓ વધુ ને છોકરીઓ ઓછી જોતી પણ,...પણ, રોમિલ રોમિયોની રાહ તો બધા છોકરાને છોકરીઓ રોજ જોતા હોય...ભલભલા પુરુષને પણ દેવલ કે અપ્સરા બનવા મજબુર કરી દે તેવો તેનો ઘાટ ,પડછંદ કાયા અને રૂપ હતું...અને આ રોમિલનો એકજ મિત્ર હતો...તલપ....નામ હતું તલપ પણ,જાણે તેને કોઈ તલપજ ના હોય તેવું લાગતું હતું...અથવા તો સઘળી તલપ પૂર્ણ કરીને સંતોષ થયેલું લપ વગરનું બદન એટલે તલપ.....!.ખબર નહિ અંદરથી તે સળગતો જ્વાળામુખી હતો કે નહીં પણ,બહારથી તો જાણે થિજેલો બરફ ...ના કોઈ પ્રત્યે નજર મેળવવી કે ના કોઈને નજર મેળવવાનો મોકો આપવો...હૃદય જાણે કુંઠઈ ગયું હોય અને આંખે જાણે મોતિયો આવી ગયો હોય તેમ કોઈને નિહાળતીજ ના હોય તે રીતે જિંદગી જીવતો હતો... બસ આ ત્રણની ત્રિપુટી આખી કોલેજમાં ચર્ચાએ રહેતી ...દેવલ, તલપ ને રોમિલ....ક્યાંના હતા ત્રણેય ને કેવા પરિવારના હતા ને શી મંઝીલ સાથે આવ્યાતા... તે પણ કોઈ આજ દિન લગી નહોતું જાણી શક્યું...
રોમિલ અને દેવલની લવશિપ આખી કોલેજ જાણતી અને તલપ તો સારી પેઠે સાથ પણ આપતો હતો....એકવાર દેવલ કોલેજમાં આવી ગઈ...સૌની આંખો છક થઈ ગઈ...કેમ કે આજે દેવલ એકલી આવી હતી ....રોમિલ સાથે નહોતો આવ્યો..પણ..,પણ, હા....તલપ....

આગળનું રહસ્ય જાણવા આવતા રવિવાર ફરી મળીશું...આભાર...


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED