અ કપ ઑફ ટી Dr.Sharadkumar K Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

અ કપ ઑફ ટી

ઘણા સમય પછી તમે તમારી બેચના બી.એડ્.તાલીમાર્થીઓનું 'ગેટ ટુ ગેધર' હોવાના કારણે તમારી બી.એડ્.તાલીમ સંસ્થામાં આવ્યાં છો.બધા તાલીમાર્થી તો નથી આવી શકયાં,પણ મોટાભાગના તાલીમાર્થીઓ આવ્યાં છે.સૌ કોઈ આ કૉલેજ છોડ્યા પછી આશરે પંદરેક વર્ષ પછી મળી રહ્યાં હતાં.પંદર વર્ષમાં ધણું બદલાઈ ચુક્યું હતું.કૉલેજના અધ્યાપકો,કૉલેજનો રંગ,કૉલેજના આચાર્ય વગેરે.એક જયંતિનો ચાની કેન્ટીન બદલાઈ નથી.એ ત્યાં ને ત્યાં જ છે.એની બાજુમાં હનુમાનજીની નાની દેરી અને ઓટલો.અલખધણીના ઓટલાની બાજુમાં જ જયંતિની કેન્ટીન એટલે અલખધણીના ઓટલાનો ચા તમે બહુ વખત અહીં પીધી છે,કમલેશ
આ જ ચાની કેન્ટીન તમારી અને રાજલનની પ્રથમ મુલાકાતનું કેન્દ્ર
આ જયંતિની કેન્ટિન જ તમારી અને રાજલની પ્રથમ મુલાકાતની સાક્ષી છે.અહીં જ તમે અને રાજલે પ્રથમ વખત એક કપ ચા મંગાવીને પીધેલી.એ દિવસે તમે કૉલેજમાં પ્રવેશ મળતાં કૉલેજ જોવા આવેલા અને રાજલ પણ.રાજલ અને તમે કૉલેજમાં મળ્યા ત્યારે ઔપચારિક વાતચિત થયા પછી બંનેએ જયંતિની કેન્ટીન પર એક કપ ચા મંગાવીને પીધી.પછી તો તમારો બૉયકટ વાળ ધરાવતી,ઠીંગણી,દેખાવે મધ્યમ લાગતી રાજલ સાથે ચા પીવાનો સીલસીલો કૉલેજ શરુ થતાંની સાથે જ શરુ થઈ ગયેલો.બપોરની રીશેષમાં તમે અને રાજલ એક કપ ચા મંગાવી અડધી-અડધી પીતાં.અંતર્મુખી રાજલ હોંશિયાર હતી એની પ્રતિતિ ધીરે ધીરે તમને થવા લાગેલી,કમલેશ તમે પણ અંગ્રેજી વિષય સાથે એમ.એ. ગોલ્ડમેડાલીસ્ટ હતાં.તમે બી.એડ્ કરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક થવા માંગતા હતા.રાજલ ગણિત વિષય સાથે એમ.એસ.સી.થયેલી હતી પણ એ માત્ર શિક્ષક બની રહેવા ન હોતી માંગતી.એ આગળ વધવા માંગતી હતી.એ વહીવટી સેવામાં અથવા કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે નોકરી કરવા માંગતી હતી.
ભણવાની સાથે સાથે જયંતિની ચા કેન્ટિન પર તમે બંને ભવિષ્યના સપનાઓ બાબતે,જીવન બાબતે ચર્ચા કરતાં.એક કપ ચાની ચૂસકી સાથે તમારી દોસ્તીનો રંગ પણ જામતો ગયેલો.
એક વરસાદી દિવસે કૉલેજ છૂટ્યા પછી જયંતિની કેન્ટિને તમે અને રાજલે પલળતાં પલળતાં ચા પીધો.વરસાદ ચાલુ હતો.કાયમ સ્કુટી લઈને આવતી રાજલ આજે સ્કુટી લઈને આવી ન હતી.એણે તમને એની હૉસ્ટેલ પર મૂકી જવા જણાવ્યું.તમે વરસતા વરસાદમાં એને હૉસ્ટેલ પર મૂકવા નીકળ્યાં.થોડેક આગળ ગયાં ત્યાં સૂમસામ રસ્તામાં રાજલે પાછળથી તમને જકડી લીધાં અને તમને કહ્યું 'કમલેશ,આઈ લવ યુ'તમારા માટે સુખદ આશ્ચર્ય હતું.તમે પણ સમયની નજાકતને પારખીને પાછળ ફરી એના ભીના હોઠ પર તસતસતું ચુંબન ચોડી દીધું.પછી રાજલે તમને વધુ જકડી લીધા.હૉસ્ટેલ આવી ગઈ.તમે એને ત્યાં ઉતારીને તમારી હૉસ્ટેલ પહોંચ્યા.સ્વભાવિક રીતે જ એ વરસાદી રાતે ભીની રાજલના સ્પર્શને તમે રાતભર અનુભવતા રહ્યાં.
બીજા દિવસે જયંતિની કેન્ટિનની રાજલ સાથે એક કપમાંથી અડધી થતી ચા આજે અલગ અલગ કપના બદલે એક જ કપમાં પીવાઈ.એમાં પ્રેમનો સ્વાદ પણ ભળ્યો.તમે બંનેએ એકસાથે જીવનભર ચા પીવાનું નકકી કરી દીધું.સમય પસાર થતો રહ્યો.બંનેનું બી.એડ્.પુરુ થઈ ગયું.બંને સારા માર્કસથી પાસ થયાં.
બંનેને શિક્ષકની નોકરી પણ મળી ગઈ.તમે રાજલ સાથે લગ્ન કરવાની વાત કરી.રૂઢીચુસ્ત ઘરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો,પણ તમે તો રાજલ સાથેના પ્રેમને પરિણયમાં પલટાવવા માંગતા હતાં.ઘરવાળા લોકોને સમજાવવા છતાં તમે ન સમજ્યા.રાજલના પક્ષે તો વિરોધ થાય એવું કશું ન હોતું.એને પપ્પા ન હતાં.એની મમ્મી રાજલ સાથે રહેતા હતાં.એનો ભાઈ પણ નવા વિચારોનો હતો એટલે રાજલના પક્ષે વાંધો આવે એમ ન હતો.તમારા પક્ષે સખત વાંધો હતો.તમને ઘરમાંથી નિષ્કાષિત કરી દેવાયાં.
આખરે રાજલ અને તમે કૉર્ટ મેરેજ કરી લીધા.એક કપ ચાથી શરુ થયેલી તમારી સફર,પ્રેમ પછી લગ્નમાં પરિણમી.
બંને શિક્ષક હતાં.અલગ-અલગ ગામમાં નોકરી કરતાં હતાં.બંનેએ શહેરમાં મકાન રાખી તમારો ઘર સંસાર શરુ કર્યો.એના પરિપાક રુપે દીકરી વેદીતા અને દીકરો અંશ.
તમારા માટે આટલું બસ હતું.બંનેને સરકારી નોકરી.સુખી પરિવાર.માણસને બીજું શું જોઈએ?રાજલને આગળ વધવું હતું.એ પરીક્ષાઓ આપતી જતી હતી.આગળ વધવાની એની ઈચ્છાના કારણે એ ઘણી વખત પરિવારને ન્યાય આપી શકતી ન હતી.એ બાબતે તમારા અને એના વચ્ચે સંધર્ષના બીજ રોપાયાં.રાજલ વહીવટી સેવા પાસ કરી મામલતદાર બની ગઈ.તમારા અને રાજલ વચ્ચેની ખાઈ વધુ પહોળી બની.રાજલની ગુરુતાગ્રંથિ અને તમારી લધુતાગ્રંથિએ તમારા બંને વચ્ચેનું અંતર વધારી દીધું.એક કપ ચા નો સ્વાદ ધીરે ધીરે બગડવા લાગ્યો.એ એની નોકરીના સ્થળે અને તમે તમારી નોકરીના સ્થળે.શનિ-રવિ તમે એની નોકરીના સ્થળે બાળકોને મળવા જતાં,રાજલ તમારી નોંધ સુદ્ધાં ન લેતી.પતિ-પત્ની તરીકેના તમારા સંબંધો ફ્રીઝ થઈ ગયાં હતાં.રાજલ તમને અવગણવા લાગી હતી.
તમારા જ ઘરમાં હવે તમે બેઘર હતાં.છેવટે તમે એનાથી છૂટાછેડા લઈ લીધાં.એ પણ એના માટે તૈયાર હતી.બાળકો એણે પોતાની પાસે રાખ્યાં.તમને મુક્ત કર્યા.
એક કપ ચાથી શરુ થયેલી તમારી પ્રેમ કહાની પુરી થઈ ગઈ.
હાલ તમે એ જ ચાની કેન્ટિન પર બેઠા છો.એ જ જગા પર જ્યાં તમે અને રાજલ બેસતાં હતાં.જયંતિએ તમને ચા આપતી વખતે પૂછ્યું,'કમલેશભાઈ કેમ છો?રાજલ બેન નથી આવ્યાં?'તમારી પાસે આ પ્રશ્નોનો જવાબ નથી.જયંતિએ આપેલી એક કપ ચામાંથી અડધી ચા પીનાર આજે કોઈ નથી.ચા નો સ્વાદ તો એનો એ જ છે પણ તમને એ ચા હદથી વધુ બેસ્વાદ લાગેલી કમલેશ.