વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૧૦ દીપક ભટ્ટ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૧૦

રાષ્ટ્રીય મ્યુઝિયમ ~~~

કાઠમંડુના એ "રાજમહેલ"ના દરવાજે ગયા પછી હાલમાં ત્યાં બની ગયેલા "રાષ્ટ્રીય મ્યુઝિયમ"ને જોવા નહિ જવાનું એક કારણ રહ્યું

"નેપાળના રાજમહેલમાં ખેલાયેલ ખૂની ખેલ"

દરેક સિક્કાની બે બાજુ હોય છે
પહેલા આપણે સિક્કાની જાહેરમાં દેખાતી બાજુ જોઈ લઈએ
પછી સિક્કાની જાહેર નહિ થયેલી બાજુ જોઈશું

રાજાશાહીમાં રાજા બનવાનું ખ્વાબ તો રાજાના પુત્રને, રાજાના ભાઈને, રાજાના ભત્રીજાને, રાજાના કાકાનેય હોય જ

અને એ ખ્વાબની ઈચ્છાપૂર્તિ માટે જયારે એ બધા કાવાદાવાના રવાડે ચઢે ત્યારે સત્તાપલ્ટા પહેલા રાજમહેલમાં હત્યાકાંડ સર્જાવા સ્વાભાવિક છે.

બસ આવી જ સત્તાલાલસામાં નેપાળના રાજમહેલમાં પહેલી જૂન ૨૦૦૧ના દિવસે એક રાજકીય હત્યાકાંડ સર્જાયો હતો.

રાજા બિરેન્દ્ર અને તેમની રાણી ઐશ્વર્યા તેમના ત્રણ સંતાન, રાજકુમાર દીપેન્દ્ર, રાજકુમારી શ્રુતિ અને રાજકુમાર નિરંજન, સાથે કાઠમંડુના રોયલ પેલેસમાં રહેતા.

દર મહિને રાજ પરિવારના તમામ સભ્યો સાથે રાજ મહેલમાં ભોજન સમારંભ યોજાતો
એ દિવસે પણ રાજ પરિવારનો ભોજન સમારંભ યોજાયો હતો
અને રાજ પરિવારના તમામ સભ્યો પોતાની મસ્તીમાં ગુલતાન હતા

બસ ત્યારે જ રાજકુમાર દીપેન્દ્રને પોતાના લગ્ન બાબત રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા સાથે બોલાચાલી થઈ
એ બોલાચાલી બાદ આવેશમાં આવી ગયેલા રાજકુમાર દીપેન્દ્રએ મહેલના પહેલા માળે આવેલા પોતાના રૂમમાં જઈને ઓટોમેટિક ગન લઈ આવ્યો અને ડાઈનીંગ ટેબલ પર જમવા બેઠેલા રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા સહીત રાજ પરિવારના ૧૨ સભ્યોના શરીરમાં ગોળીઓ ધરબી દીધી

અને એક ગોળી પોતાના માથામાં ધરબી દીધી

અચાનક થયેલા ૯૦ સેકંડના આ ગોળીબારમાં
રાજા બિરેન્દ્ર,
રાણી ઐશ્વર્યા,
રાજકુમાર નિરંજન,
રાજકુમારી શ્રુતિ,
રાજકુમાર ધીરેન્દ્ર, રાજા બિરેન્દ્રનો નાનો ભાઈ
રાજકુમારી શાંતિ, રાજા બિરેન્દ્રની મોટી બહેન
રાજકુમારી શારદા, રાજા બિરેન્દ્રની વચલી બહેન
કુમાર ખડગ, રાજકુમારી શારદાનો પતિ અને
રાજકુમારી જયંતિ, રાજા બિરેન્દ્રની કાકાની દીકરી તત્ક્ષણ માર્યા ગયા હતા

જયારે ગોળીબારમાં ઘવાયેલાઓમાં

રાજકુમારી શોવા, રાજા બિરેન્દ્રની બહેન,
કુમાર ગોરખ, રાજકુમારી શોવાનો પતિ,
રાજકુમારી કોમલ, રાજકુમાર જ્ઞાનેન્દ્રની પત્ની, અને
કેતકી, રાજા બિરેન્દ્રની કાકાની દીકરી સામેલ હતા
અને રાજકુમાર દીપેન્દ્ર ખુદ સામેલ હતો

જે તે સમયના અખબારી અહેવાલો પ્રમાણે રાજકુમાર દીપેન્દ્રએ આ ગોળીબાર કર્યા પછી આત્મહત્યાના પ્રયાસમાં પોતાના માથામાં ગોળી ધરબી દીધી હતી
અને એ કોમામાં સરી પડયો હતો

કોમાની હાલતમાં તેને નેપાળનો રાજા ઘોષિત કરાયો હતો
જ્યાં હોસ્પિટલમાં જ કોમાની હાલતમાં તેનું મૃત્યુ થયું એવા અખબારી અહેવાલો બતાવાયા હતા

રાજ્ય વગરના રાજા દીપેન્દ્રના અવસાન પછી રાજા બિરેન્દ્રનો ભાઈ અને આ કરુણાંતિકાનો માસ્ટરમાઈન્ડ જ્ઞાનેન્દ્ર ખુદ નેપાળનો રાજા બની બેઠો હતો.

આ ખૂની ખેલનું મુખ્ય પાત્ર રહ્યું "દેવયાની રાણા"
જે ભારતના ગ્વાલિયરના રાજવી કુટુંબ સાથે સંકળાયેલી હતી

UKમાં અભ્યાસ કરતા દીપેન્દ્ર અને દેવયાની એકબીજાના સંપર્કમાં અને સંસર્ગમાં આવ્યા હતા
અને એ બંનેય વચ્ચે પહેલી નજરનો પ્રેમ જન્મ્યો હતો
અને બંનેય લગ્ન કરવા તૈયાર થઈ ગયા હતા

દીપેન્દ્રએ અને દેવાયાનીએ પોતપોતાના વડીલોને પોતાના લગ્ન બાબતમાં પરિવારની મંજૂરી લેવા પ્રસ્તાવો મુખ્ય હતા
જે પ્રસ્તાવને દીપેન્દ્રની માતા રાણી ઐશ્વર્યાએ અને દેવયાનીની માતા રાણી ઉષા રાજે સિંધિયાએ ફગાવી દીધા હતા

આમ છતાંયે દીપેન્દ્ર ને દેવયાની એકબીજા સાથે લગ્ન કરવા ઉત્સુક હતા

દીપેન્દ્રએ દેવયાની સાથે લગ્ન કરવા માટે પોતાના રાજપાટ સહિતના તમામ અધિકારો છોડવાની તૈયારી બતાવી હતી
પણ સામે પક્ષે દેવાયાનીની અદમ્ય ઈચ્છા નેપાળની રાણી બનવાની હતી

દીપેન્દ્ર અતિશય દારૂ પીતો હતો
અને રાજકીય હત્યાકાંડના દિવસે પણ તેણે પોતાની આદત પ્રમાણે ખુબ જ દારૂ પીધો હતો

અને એવી હાલતમાં રાજ પરિવારના સભ્યોના જમણવાર સમયે, દીપેન્દ્રને દેવયાની સાથેના પોતાના લગ્ન બાબતે પોતાની માતા રાણી ઐશ્વર્યા સાથે બોલાચાલી થઈ

અને દારૂની અસર હેઠળ અને ગુસ્સામાં રાજકુમાર દીપેન્દ્રએ પોતાના રૂમમાંથી ઓટોમેટિક ગન સાથે પોતાના પરિવારના સભ્યો પર અચાનક હુમલો કરી દીધો

અને નેપાળના ઈતિહાસમાં ક્યારેય ના બની હોય તેવી ઘટના રાજ પરિવારમાં બની ગઈ.

પ્રથમદર્શી કારણ દીપેન્દ્રના અને દેવયાનીના સંબંધોને બતાવાયું

હત્યાકાંડ બાદ, પોતાના માથામાં ગોળી ધરબી દેનાર દીપેન્દ્ર કોમામાં સરી પડયો
અને તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો
રાજા બિરેન્દ્રના અવસાન બાદ આધિકારીકરીતે રાજકુમાર દીપેન્દ્રને એ હાલતમાં જ નેપાળનો રાજા જાહેર કરાયો હતો

હત્યાકાંડના ત્રણ દિવસ સુધી દીપેન્દ્રને કોમની હાલતમાં જીવિત દર્શાવાયો
અને ૪ જૂન ૨૦૦૦ના દિવસે આધિકારીકરીતે તેને મૃત જાહેર કરાયો હતો

અને ૪ જૂન ૨૦૦૦ના દિવસે દીપેન્દ્રના મૃત્યુ બાદ દીપેન્દ્રના કાકા અને મૃત રાજા બિરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્રએ નેપાળની ગાદી સંભાળી હતી

દીપેન્દ્રની પ્રેમિકાએ ૨૩ ફેબ્રુઆરી ૨૦૦૭ના દિવસે ભારતના રાજકારણી અને કોંગ્રેસ સરકારના HR Minister અર્જુનસિંઘના પૌત્ર રાણા ઐશ્વર્યસિંઘ સાથે કર્યા હતા.

મહેલમાં ખેલાયેલા હત્યાકાંડના ખેલના સમાચાર સાંભળીને નેપાળની પ્રજા હતપ્રભ હતી
તેઓના માટે રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા કોઈ દેવ - દેવી જ હતા
નેપાળની ગરીબપ્રજા રાજા બિરેન્દ્રને અને રાણી ઐશ્વર્યાને પોતાના ફેશન આઈકોન માનતા
આ હકીકતની જાણ પ્રજાવત્સલ રાજા બિરેન્દ્રને અને રાણી ઐશ્વર્યાને હતી
એટલે એ બાબતને ધ્યાને લઈને રાજા રાણી બંનેય મોટાભાગે ખુબ જ સાદાઈથી રહેતા

રાજમહેલમાં ખેલાયેલા રક્તરંજિત હત્યાકાંડથી પ્રજા હતપ્રભ હતી અને હત્યાકાંડના જાહેર કરાયેલા કારણમાં પ્રજાને જરાયે વિશ્વાસ નહોતો

નેપાળની પ્રજા દ્રઢપણે માનતી હતી કે આ હત્યાકાંડ ચીનના ઈશારે રાજાના ભાઈ જ્ઞાનેન્દ્ર દ્વારા આચરાયો છે

૧૭ દિવસ સુધી સમગ્ર નેપાળમાં ધંધા - રોજગાર, શાળા કોલેજ સહીત તમામ સંસ્થાનો બંધ રહયા
હજારો નેપાળીઓએ દિવસોના દિવસો સુધી અન્નજળનો ત્યાગ કર્યો

ના છૂટકે નેપાળી પ્રજાએ જ્ઞાનેન્દ્રને નવા રાજા તરીકે સ્વીકાર્યો

અગત્યની વાત એ રહી કે ભારત સહિતના તમામ દેશોની તમામ એજન્સીઓને આ હત્યાકાંડ પહેલા કોઈ ગંધ પણ ના આવી !

નવા રાજા જ્ઞાનેન્દ્રએ દેખાડા માટે બે સભ્યોની તપાસ સમિતિ બનાવી
જે સમિતિમાં નેપાળની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર એ બંને સભ્યો હતા
એ બંનેએ બે દિવસમાં રાજા જ્ઞાનેન્દ્રની સ્ક્રિપ્ટને સાચી ઠેરવતો રિપોર્ટ જાહેર કરી દીધો !

આ હતી સિક્કાની એકબાજુ
હવે પછી જોઈશું સિક્કાની બીજી બાજુ

રાજમહેલમાં ખેલાયેલ ખૂની ખેલના કાવાદાવા ~~~

પહેલી જૂન ૨૦૦૧ની રાત્રે રાજમહેલમાં ખેલાયેલા ખૂની ખેલમાં કાવતરાની ગંધ આજેય આવે છે

રાજા બિરેન્દ્રના પરિવારના તમામ સભ્યો એ હત્યાકાંડનો ભોગ બન્યા છે
અને અન્ય પ્રત્યક્ષદર્શીઓ કોઈકને કોઈક દબાણમાં આવીને ફૂટી ગયા હોવાનું જણાય છે

નવા રાજા જ્ઞાનેન્દ્રએ લોકોની આંખોમાં ધૂળ નાખવા, પોતાના મળતીયાઓ એવા જે તે સમયના નેપાળની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ - કેશવ પ્રસાદ ઉપાધ્યાય અને જે તે સમયના નેપાળની સંસદના સ્પીકર તારાનાથ રાણાભટ એમ બે સભ્યોની તપાસ સમિતિ બનાવી અને જે સમિતિએ માત્ર ૪૮ કલાકમાં જ જ્ઞાનેન્દ્રના કહયા પ્રમાણે રિપોર્ટ બનાવીને આપી દીધો

જે તે સમયના અખબારી અહેવાલો અને જે તે હત્યાકાંડનો બનાવના ૪૮ કલાકમાં અપાયેલો રિપોર્ટ એમ દર્શાવે છે કે
"બનાવના સમયે રાજકુમાર દીપેન્દ્રએ ખુબ જ દારૂ પીધેલી હાલતમાં હતો. એ હાલતમાં દીપેન્દ્રએ પોતાની માતા , રાણી ઐશ્વર્યા સાથે અને પોતાના પિતા , રાજા બિરેન્દ્ર સાથે ખુબ જ ખરાબ ભાષામાં સંવાદો કર્યા હતા
પોતાના અન્ય સગાઓ સાથે પણ દીપેન્દ્રએ એવો જ વર્તાવ કર્યો હતો
અને અચાનક જ એ મહેલના ઉપરના માળે આવેલા પોતાના રૂમમાં ગયો હતો અને ત્યાંથી Colt M16A2 rifle , 9mm submachine gun Franchi SPAS-12 અને shotgun Glock 9mm લઈને નીચે આવ્યો હતો
અને દીપેન્દ્રએ માત્ર ૯૦ સેકંડના ગાળામાં Colt M16A2 rifle, 9mm submachine gun Franchi SPAS-12 અને shotgun Glock 9mm વાપરીને અકલ્પનિય હત્યાકાંડ સર્જ્યો હતો. હત્યાકાંડનું કોઈ કારણ મળ્યું નથી"

એક સામાન્ય માણસ તરીકે ઉદભવતા સવાલો
૧. એ નશામાં હતો તો એ પોતાના રૂમ સુધી પહોંચ્યો કેવીરીતે ?
૨. એ નશામાં હતો તો એ ખાસ હથિયારો શોધીને કેવીરીતે લાવ્યો ?
૩. એ નશાની હાલતમાં હતો, એ આવેશમાં હતો અને એ ઓટોમેટિક હથિયાર સાથે ઉપરના માળેથી નીચે તરફ સીડીથી આવતો હતો ત્યારે કોઈએય તેને રોકવાનો પ્રયત્ન કેમ ના કર્યો ?
૪. ૯૦ સેકન્ડમાં એકસાથે અથવા વારાફરતી એ ત્રણ હથિયારો કેવીરીતે ચલાવી શક્યો ?
૫. શું જે તે સમયે હથિયારધારી સંત્રીઓ "ડાઈનિંગ હોલ"માં હાજર નહિ હોય ?
૬. શું ગોળીબારના અવાજો પછી રાજભવનના અન્ય હથિયારધારી સંત્રીઓ ડાઈનીંગ હોલમાં દોડી આવ્યા નહિ હોય ?
કે તેમને ડાઈનીંગ હોલમાં આવતા કોઈએ રોક્યા હશે ?
કે બનાવ પહેલા હથિયારધારી સંત્રીઓને બનાવના સ્થળથી દૂર ધકેલી દેવાયા હશે ?
કે હથિયારધારી સંત્રીઓનેય અન્ય કોઈએ બનાવ પહેલા કે બનાવ પછી મારી નાખ્યા હશે ?
૭. શું રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા સહિતના રાજઘરાનાના કોઈપણ સભ્યે સ્વબચાવ માટે કાંઈ કર્યું નહિ હોય ?
૮. એ હત્યાકાંડ સમયે હાજર લોકોમાંથી શા માટે માત્ર રાજા બિરેન્દ્રના પરિવારના તમામ સભ્યોને જ લક્ષ બનાવાયા હશે ?
૯. માનો કે દીપેન્દ્ર દારૂના નશામાં હતો અને ખુબ જ આવેશમાં હતો તો એણે વીણીવીણીને પોતાના માતાપિતાને, પોતાના ભાઈબહેનને અને પોતાના પરિવારના હિતેચ્છુઓને જ કેમ માર્યા ?
જ્ઞાનેન્દ્રના પરિવારના કોઈ સભ્યને શા માટે ના માર્યા ?
જ્ઞાનેન્દ્ર પણ કેવીરીતે બચી ગયો ?

વગેરે વગેરે

હવે અન્ય શક્યતાઓ પણ વિચારી લઈએ

શક્યતા નંબર ૧ ~~~
(જે શક્યતા સત્યની તદ્દન નજીક છે)

નેપાળના સામાન્ય નાગરિકો માટે પોતાના રાજા અને રાણી ભગવાન બરાબર હતા
એમાંયે રાજા મહેન્દ્રની જેમ તેમનો દીકરો રાજા બિરેન્દ્ર પ્રજાવત્સલ

રાજા બિરેન્દ્રને અને રાણી ઐશ્વર્યાને જાણ હતી કે દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક કેવી ગરીબાઈમાં જીવે છે
એ સામાન્ય નાગરિક માટે રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા પોતાનાથી થાય એટલું કરતા
અને પોતાની પ્રજાને ધ્યાનમાં રાખીને જાહેરમાં પણ શક્ય એટલી સાદાઈથી રહેતા

આથી રાજા અને રાણી બંનેય નેપાળના લોકોમાં અતિ પ્રિય હતા

રાજા બિરેન્દ્રની વધતી ઉંમરે એકવાત નક્કી હતી કે રાજા બિરેન્દ્રના અવસાન પછી આધિકારીકરીતે રાજકુમાર દીપેન્દ્ર ગાદીનો વારસ બને

આ વાત રાજા બિરેન્દ્રના ભાઈ જ્ઞાનેન્દ્રને અને તેના છેલબટાઉ, ઉદ્ધત, ઉછાંછળા, દારુડીયા અને "ડ્રગ એડિક્ટ" દીકરા પારસને ખુબ જ ખૂંચતી હતી

રાજમહેલમાં સર્જાયેલા રહસ્યમય હત્યાકાંડ સમયે પારસ ૨૯ વર્ષનો હતો
એની કુટેવોના પાપે ; વર્ષ ૨૦૦૭માં, વર્ષ ૨૦૧૩માં અને વર્ષ ૨૦૧૯માં હૃદયરોગની બીમારીના કારણે તેને શસ્ત્રક્રિયાઓ કરાવવાની ફરજ પડી છે

એની વિવિધ કુટેવોના પાપે વર્ષ ૨૦૦૦માં Hit & Run કેસમાં પોતે ગાડી ચલાવતા નેપાળના પ્રખ્યાત ગાયક પ્રવીણ ગુરૂંગને કચડી માર્યો હતો
નેપાળ પોલીસે પારસ પર કોઈ કેસ કર્યો નહોતો
પણ લોકદબાણના કારણે પાછળથી પોલીસે પારસના એક સિક્યોરિટી ગાર્ડ પર કેસ કર્યો હતો
અને આખીયે ઘટનાનો દોષ એ સિક્યોરિટી ગાર્ડ પર મઢી દીધો હતો

વર્ષ ૨૦૧૦માં પારસે દારૂના નશામાં હવામાં ગોળીબાર કર્યા હતા
બનાવના ત્રણ દિવસ પછી તેને પકડીને કોર્ટમાં હાજર કરાયો હતો
પણ તત્કાળ છોડી દેવાયો હતો

વર્ષ ૨૦૧૪માં પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પકડાયો હતો
ડ્રગ્સનો કેટલોક જથ્થો એના ખિસ્સામાંથી મળ્યો હતો
અને મોટાપ્રમાણમાં બીજો જથ્થો એની અંગત કારમાંથી મળ્યો હતો
તત્કાળ એને જામીન મળી ગયા હતા

નેપાળના મોટાભાગના નાગરિકોની એ દ્રઢ માન્યતા છે કે જ્ઞાનેન્દ્રએ પોતાના દીકરા પારસની સાથે મળીને એક સુનિયોજિત કાવતરા હેઠળ પોતાની રાજ્યસત્તાની લાલસાને સંતોષવા માટે પહેલી જૂન ૨૦૦૦ની રાત્રે મહેલના ડાઈનીંગ ટેબલ પર બેઠેલા રાજા બિરેન્દ્ર , રાણી ઐશ્વર્યા. રાજકુમાર દીપેન્દ્ર સહીત રાજા બિરેન્દ્રના પરિવારના તમામ સભ્યોને અંધાધૂંધ ગોળીબારમાં મારી નાખ્યા છે

એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે જ્ઞાનેન્દ્રએ જે તે સમયની સરકાર પાસે એવી જાહેરાત કરાવી કે રાજકુમાર દીપેન્દ્રએ દારૂના નશામાં ગોળીબાર કર્યો જેમાં પોતાના માતાપિતા અને પોતાના ભાઈ બહેનોને મારી નાખ્યા છે
અને ત્યારબાદ દીપેન્દ્રએ આત્મહત્યાના પ્રયાસમાં પોતાના માથામાં ગોળી ધરબી દીધી છે
રાજકુમાર દીપેન્દ્ર માથામાં ગોળી વાગવાથી કોમામાં સરી પડયો છે
અને તેને હોસ્પિટલમાં લઈ જવાયો છે

રાજા બિરેન્દ્રના અવસાન પછી આધિકારીકરીતે ગાદીના વારસ તરીકે કાકા જ્ઞાનેન્દ્રનો હક હતો એટલે ત્રણ દિવસ સુધી દીપેન્દ્રને કોમાની હાલતમાં જીવિત બતાવીને હોસ્પિટલની પથારીમાં દીપેન્દ્રનો સાદાઈથી રાજ્યાભિષેક કરાયો

અને રાજ્યાભિષેકના બીજા દિવસે નવા રાજા દીપેન્દ્રને મૃત્યુ પામેલો જાહેર કરાયો
અને તરત જ બીજા નવા રાજા તરીકે જ્ઞાનેન્દ્રનો રાજ્યાભિષેક કરાયો

અને એક સુનિયોજિત કાવતરાને અકલ્પનિય ઢંગથી સુપેરે પાર પડાયું

નેપાળની પ્રજા, રાજમહેલમાં સર્જાયેલા હત્યાકાંડથી હતપ્રભ હતી
લોકો ભયભીત પણ હતા
રાજ પરિવારના સભ્યોના ક્રૂર હત્યાકાંડથી સામસામી ગયેલી પ્રજાએ સતત ૧૮ દિવસ સુધી આખાયે નેપાળમાં સ્વયંભૂ કર્ફ્યુ રાખ્યો

એ દિવસોમાં નેપાળના રાજમાર્ગો સૂમસામ અને ભેંકાર રહયા

પણ સત્તા આગળ પ્રજા બીજુ કરી પણ શું શકે ?
૧૯માં દિવસથી ડરતા ડરતા પણ લોકો પોતપોતાના કામધંધે વળગ્યા

આ કરુણાંતિકા પછી પ્રજાએ અને નેપાળના રાજકીય પક્ષોએ નેપાળમાં રાજાશાહીને તિલાંજલિ આપીને લોકશાહી રાજ્યવ્યવસ્થાની માંગને વધુ ધારદાર અને જોરદાર બનાવી

શક્યતા નંબર ૨ ~~~

આમ તો ૧૯૪૦ના દાયકામાં રાજા ત્રિભુવનના સમયે નેપાળની પ્રજાએ લોકશાહી રાજ્યવ્યવસ્થાની માગણીની રજૂઆત કરી હતી
દરમ્યાન ૧૯૫૦માં ચીને , ભારત અને ચીન વચ્ચે આવેલું હિમાલયાચ્છાદિત બફરસ્ટેટ, તિબેટને હડપી લીધું
એ સમયે ૧૯૫૧માં રાજા ત્રિભુવને લોકશાહી રાજ્યવ્યવસ્થાને અંશતઃ માન્યતા આપી સ્વીકારી હતી
અને મર્યાદિત અધિકારો સાથે નેપાળ કોંગ્રેસની સંસદીય પ્રણાલી સાથેની લોકશાહી સરકાર બની
પણ દિવસે દિવસે વધુને વધુ અધિકારોની માંગણી કરવાના કારણે ૧૯૫૯માં રાજા મહેન્દ્રએ સંસદીય પ્રણાલીની લોકશાહી વ્યવસ્થાને નાબૂદ કરીને "પક્ષ વગરની પંચાયતી રાજ્યવ્યવસ્થા" સ્વીકારી

"પક્ષ વગરની પંચાયતી રાજ્યવ્યવસ્થા" ૧૯૮૯ સુધી અમલમાં રહી.
૧૯૯૦થી ફરી રાજાશાહી હેઠળ સંસદીય પ્રણાલીવાળી લોકશાહી રાજ્યવ્યવસ્થા સ્વીકારાઈ

જે નિર્ણયથી દીપેન્દ્ર નારાજ હતો
અને ભવિષ્યના રાજા તરીકે પોતાના ઘટી જનારા પ્રભુત્વની ચિંતામાં તે હતો

શક્યતા નંબર ૩
(આ શક્યતા નકારી ના શકાય)

સામ્યવાદી ચીનનો ડોળો તિબેટ પછી નેપાળ પર છે

આમ પણ ૧૯૫૯માં "બફર સ્ટેટ" તિબેટ પર કબ્જો જમાવ્યા પછી , ભારત પર ભરડો વધારવા માટે નેપાળ જેવા બીજા "બફર સ્ટેટ"ને પોતાના આધિપત્યમાં લાવવાની ચીનની નેમ છે.

૧૯૮૯ સુધી સ્વીકારાયેલી બિન રાજકીય પક્ષીય પંચાયત પ્રણાલીના ૪૦ વર્ષો દરમ્યાન ભૂગર્ભમાં ચીન અને રશિયા પરસ્ત સામ્યવાદીઓ સક્રિય રહયા
એ કારણે ૧૯૯૪માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળની મનમોહન અધિકારીની સરકાર એક વર્ષ સુધી શાસનમાં રહી અને નેપાળના રાજકારણમાં સૌપ્રથમ વખત સામ્યવાદીઓએ સત્તાનો સ્વાદ ચાખી લીધો

દરમ્યાન ચીને નેપાળમાં યેનકેનપ્રકારેણ, આર્થિક અને અન્ય મદદના બહાને, ઘૂસણખોરી ચાલુ કરી દીધી
પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ફ્રેન્ડશીપ હાઇવે (નેપાળ - તિબેટ - ચીન , ૮૦૦ km) જેવા આધારરૂપ માળખાની યોજનાઓમાં રસ લઈ પોતાની જરૂરિયાત પ્રમાણે ઉભા કરી આપ્યા

મોટેભાગે નેપાળના હિન્દૂ રાજા અને હિન્દૂ રાજવી કુટુંબો ભારત તરફી રહયા
તેમનો જાહેર અણગમો નેપાળના તમામ સામ્યવાદીપક્ષો તરફનો રહ્યો

એટલે જ્ઞાનેન્દ્ર કે તેના દીકરાને પોતાના હાથ પર લઈ સત્તા અપાવવાની લાલચ બતાવીને જ્ઞાનેન્દ્ર અને પારસ પાસે આ હત્યાકાંડ કરાવ્યો હોવાની શક્યતા નકારી ના શકાય

જે હોય તે ભારત સહિતના તમામ દેશોની ગુપ્તચર સંસ્થાઓ આ હત્યાકાંડના મામલે તદ્દન નિષ્ફળ રહી

આ બાબતને ભારત સરકારની વિદેશનીતિની ઘોર નિષ્ફળતા ગણવી રહી
આ બનાવ બાદ દુનિયાના નકશામાંથી એકમાત્ર "હિન્દુરાષ્ટ્ર" અલોપ થઈ ગયું

ભારતે એક નિરુપદ્રવી અને સારો મિત્ર ગુમાવ્યો
રાજા ત્રિભુવનના સમયમાં, રાજા મહેન્દ્રના સમયમાં કે રાજા બિરેન્દ્રના સમયમાં નેપાળના શાસકો સાથે ભારતના સંબંધો હતા તેવા સંબંધો આજે રહયા નથી અને એ હકીકતને કોઈ નકારી શકે તેમ નથી.

વર્ષ ૨૦૦૮થી વર્ષ ૨૦૧૩ સુધી સત્તા પર રહેલી સામ્યવાદી સરકારોએ પ્રવાસન ઉદ્યોગ પર નભતા નેપાળની આર્થિક કમર તોડી નાખી
એ સમય દરમ્યાન નેપાળનો પ્રવાસન ઉદ્યોગ તદ્દન ઠપ થઈ ગયો
અને એ સમય દરમ્યાન ભારતના નેપાળ સાથેના સંબંધો સાવ વણસી ગયા

બાકી આ વિષય જે તે સમયના શાસકોનો છે તમે અને હું તો માત્ર સામાન્ય નાગરિક કે અવલોકનકાર જ છીએ
આજેય ભારત અને નેપાળના સંબંધો ઠંડાગાર છે અને બીજી તરફ ચીન ખુબ ઉગ્રતાથી નેપાળને માળખાકીય સુવિધાઓ ઉભી કરવા અકલ્પનિય મદદો કરે છે
જે બાબત ભારત માટે અને ભારતના તમામ શાસકો માટે ભયજનક ગણવી રહી

જો તિબેટની માફક ચીને નેપાળને પણ રાતોરાત હડપી લીધું તો .....
એ પરિસ્થિતિનો વિચાર માત્ર ધ્રુજાવી જાય તેવો છે
જે હોય તે એ ભારત સરકારનો અને ભારતના શાસકોનો વિષય છે

નમસ્તે નેપાળ ~~~

અને નેપાળ પ્રવાસનો અંતિમ દિવસ આવી ગયો
આજે સાંજની ફ્લાઈટમાં દિલ્હી પરત જવા નીકળવાનું હતું

હોટલ બુકિંગમાં એરપોર્ટ પરથી હોટલ સુધી લઈ જવાની અને અંતિમ દિવસે હોટલથી એરપોર્ટ સુધી મૂકી જવાની સેવાઓ સામેલ હતી
વળી દરરોજ સવારનો નાસ્તો અને ચા, કોફી અથવા દૂધની વ્યવસ્થા સામેલ હતી

પણ દરરોજ વહેલી સવારે અમે હોટલ છોડી દેતા હોવાના કારણે આજસુધી કાઠમંડુની હોટલ "નમસ્તે નેપાલ" અમે ક્યારેય સવારનો નાસ્તો કર્યો નહોતો
આજે પહેલી અને છેલ્લી વખત પગથિયાં ગણતા ગણતા પાંચમા માળે આવેલી નાનકડી રેસ્ટોરન્ટની જગ્યામાં પહોંચ્યા
ત્યાં નાસ્તો બનાવનાર ક્યારેક રિસેપશન કાઉન્ટર પર બેસતો એટલે ઓળખતો તો

આજે ઈંડાની આમલેટ અને ઈંડાની અન્ય વસ્તુઓનો નાસ્તો હતો
નાસ્તો બનાવનાર જાણતો હતો કે અમે શુદ્ધ શાકાહારી છીએ

એણે અમને ૩૦ મિનિટ સુધી બેસવા જણાવ્યું કે જે દરમ્યાન એ અમારા માટે આલુ પરોઠા બનાવી શકે

અમે એ સમય દરમ્યાન હોટલની અગાસી પરથી હોટલની આજુબાજુનો અને શહેરનો નજારો જોવામાં વ્યસ્ત રહયા

SAARCનું મુખ્યમથક આમ જે મુખ્ય રસ્તે જતા દોઢેક કિલોમીટર દૂર હતું તે હકીકતે હોટલથી અંદાજે ૪૦૦ મીટર જ દૂર લાગ્યું

આજુબાજુની મોટાભાગની "એપાર્ટમેન્ટ કમ હોટલ" પાંચ માળની જ હતી અને તમામ હોટલોને બહારના ભાગમાં પ્લાસ્ટર કરેલું નહોતું

આ બાબત અત્યારસુધીના પ્રવાસમાં પણ ધ્યાને ચઢી હતી કે કાઠમંડુ અને પોખરાના રસ્તે નજરે પડેલા ત્રણ - ચાર - પાંચ માળના મકાનોને બહારથી પ્લાસ્ટર કરેલું નહોતું

આમ તો કાઠમંડુમાં સરેરાશ ૬૦ ઈંચ અને પોખરામાં સરેરાશ ૧૪૦ ઈંચ વરસાદ પડે છે
એ સંજોગોમાં પ્લાસ્ટર વગરના મકાનોમાં વરસાદના પાણી બ્લાસ્ટર વગરની બહારની દીવાલોમાંથી અંદરની દીવાલો સુધી આવવાની શક્યતા વધી જાય

વળી કાઠમંડુમાં સામાન્ય સંજોગોમાં શિયાળામાં ઉષ્ણતામાન ૫ ડિગ્રી જેટલું રહે છે જયારે પોખરામાં શિયાળામાં ઉષ્ણતામાન ૨ ડિગ્રી જેટલું રહે છે
આ સંજોગોમાં પ્લાસ્ટર વગરના મકાનોમાં વધુ ઠંડી લાગવાની શક્યતા રહે છે

પણ એ હકીકત છે કે નેપાળમાં મોટાભાગના બહુમાળી મકાનોની બહારની બાજુ પર પ્લાસ્ટર કરવામાં આવતું નથી

દૂધ અને નાસ્તો આવી ગયો એને ન્યાય આપ્યો

આજે ફરી વખત પશુપતિનાથ દાદાના દર્શને જવાનો વિચાર આવ્યો
હોટલની નજીકમાં ઉભા રહેતા પગરિક્ષાવાળાને મંદિરે જઈને પાછા આવવાના ભાવ પૂછયા
એ લોકોએ 1400 NR કહયા
જે વધુ પડતા હતા

દરેક શહેરોમાં આવા રિક્ષાવાળાઓના પાપે અપવાદરૂપ સારા રિક્ષાવાળાઓ પણ બદનામ થાય છે
પછીએ અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે મુંબઈ !

બહાર રસ્તા પર આવીને એક ટેક્ષીવાળાને અમે પૂછ્યું તો એણે 600 NRમાં જઈને પાછા આવવા તૈયાર થઈ ગયો
ત્યાં અડધો કલાકના વેઈટીંગ સાથે

આજે મંદિરના પરિસરમાં ફરવાનું કોઈ કારણ નહોતું અને મંદિરના પરિસરમાં ફરવાનો સમય પણ નહોતો

૧૫ - ૨૦ મિનિટમાં દર્શન કરીને અમારી ટેક્સી ઉભી હતી ત્યાં પરત આવી ગયા
અને હોટલ પર આવી ગયા

હોટલ પર પરત આવ્યા ત્યારે હોટલના માલિક ધ્રુવા અને ચિંતવન રિસોર્ટ, ચિતવનના માલિક માધવ દુવાડી અમારી રાહ જોઈને બેઠા હતા
અમારા રોકાણ દરમ્યાન જે તે મિત્રો સાથે એવી તો આત્મીયતા થઈ ગઈ હતી કે તેઓ પરાણે પરાણે અમને નેપાળની સારામાં સારી શાકાહારી હોટલમાં જમવા માટે લઈ ગયા
ત્યાં અમારી પસંદગીના વ્યંજનોને ન્યાય અપાયો

એક ભાવવિભોર ક્ષણ !

સામાન્યરીતે તમે ટૂંકા યાત્રાપ્રવાસે નીકળો ત્યારે જે તે રોકાણની જગ્યાએ તમારા કપડાને રોજ ધોવાનો આગ્રહ રાખવો ના જોઈએ
એ યાત્રાપ્રવાસ દરમ્યાન તમારે જેટલા દિવસનું રોકાણ હોય એટલા દિવસના કપડા સાથે રાખવા જોઈએ
આમ કરવા પાછળના કારણો
૧. અલગ અલગ સ્થળોએ ફરવાનું હોવાથી જે તે રોકાણના સ્થળે કપડા ધોવડાવવા આપવા શક્ય નથી બનતા કારણ કે મોટાભાગે હોટલોમાં આજે સવારે ધોવા માટે આપેલા કપડા સાંજે / રાત્રે / બીજા દિવસે સવારે ધોવાઈને પાછા આવે છે
૨. સામાન્યરીતે હોટલમાં કપડા ધોવડાવવા મોંઘા પડે છે
૩. મોટાભાગે હોટલમાં તમને તમારા કપડા ધોવાની પરમિશન હોતી નથી

આ અને આવા અન્ય કારણોએ યાત્રાપ્રવાસ દરમ્યાન તમારે જેટલા દિવસોનું રોકાણ હોય એટલા દિવસના અલગ અલગ કપડા સાથે રાખવા હિતાવહ છે

મેં અમારી બેગમાં અત્યારસુધી પહેરેલા અને ના ધોયેલા મેલા કપડા વ્યવસ્થિતરીતે ગોઠવીને બેગ તૈયાર કરી દીધી હતી

અનુભવે સમજાયું છે કે આપણી બેગ પણ સ્વચ્છતાની આગ્રહી હોય છે

બેગમાં ધોયેલા અને ઈસ્ત્રી કરેલા કપડા જેટલી સહેલાઈથી ગોઠવાય છે એટલી સહેલાઈથી ના ધોયેલા અને મેલા કપડા ગોઠવાતા નથી

ક્યારેક તો બે હાથે ભાર દઈને પરાણે પરાણે એ બેગ બંધ કરવી પડે છે

જો ચેઈનવાળી બેગ હોય તો ચેઈન બગડી જવાની શક્યતાઓ વધી જાય છે

આવી પરિસ્થિતિ ના સર્જાય એ માટે અન્ય નાની બેગ સાથે રાખવી જરૂરી છે

જેથી મુખ્ય બેગમાં ના સમાતો સામાન અને કપડા અન્ય નાની બેગમાં મૂકી શકાય

વર્ષોના અનુભવે મને તો આદત પડી ગઈ હતી એટલે બીજી બેગ કરવાની જરૂર ના પડી
વળી નેપાળમાંથી રુદ્રાક્ષ અને મોતીની માળાઓ સિવાય કંઈ જ ખરીદ્યું નહોતું

બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનો મને શોખ નથી
આ આદત કેળવવા જેવી ખરી

એ બેગને અત્યંત કિંમતી એવું આઠ આનાનું તાળુ લગાવી દીધું !

સાંજે પાંચ વાગ્યાની ફ્લાઈટ હતી અને બે કલાક પહેલા ચેક ઈન એટલે હોટલ પરથી લગભગ એક વાગે નીકળવાનું હતું

સવા બાર વાગે હોટલના રિસેપ્શન પાસે આવી ગયા
હોટલના માલિક ધ્રુવા, સેવનસ્ટાર રિસોર્ટના માલિક માધવ દુવાડી, હોટલના અન્ય કર્મચારીઓ ભીની આંખે અમને વિદાય આપવા ઉભા હતા

ગાડી આવી ગઈ
ગાડીમાં ગોઠવાઈને નાનકડી એવી નમસ્તે નેપાલ હોટલના દ્વારેથી ભારે હૈયે અમે વિદાય લીધી

(ક્રમશઃ)