paheli najarthi panetar sudhi ni safar - 24 books and stories free download online pdf in Gujarati

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 24


" તું મને યાદ કરે ને મારું દિલ ધડકવાનું શરૂ કરે એ જ છે પ્રેમ...
તું મારું નામ લે આને મને પણ ત્યારે જ તારું સ્મરણ થાય એ જ છે પ્રેમ....
તું મને યાદ કરે ને હું હાજર થઇ જાઉં એ જ છે પ્રેમ....
તું મુસીબતમાં હોય અને હું એ મુસીબત મારી માથે લઈ લઉં એ જ છે પ્રેમ....
તારા શ્વાસ વધે એ માટે હું મારા શ્વાસ પણ રોકી લઉં એ જ છે પ્રેમ......"

(આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા આત્મહત્યા કરવા જતી જ હોય છે ત્યાં જ વિરાટ આવીને તેને રોકે છે. અને એની પાસે માફી માંગે છે, પણ મિશા વિરાટની કહેલી વાતો ભૂલી શકતી નથી. આથી, મિશા વિરાટની લાખ વાર માફી માંગવા છતાં પણ એને માફ નથી કરી શકતી. મિશા વિરાટને યાદ નથી કરતી એવું નથી એને વિરાટ ખુબ યાદ આવે છે, મનથી તો એ વિરાટને ગળે લગાડવા તડપે છે. પણ, મગજ વિરાટની વાતો ભૂલવા નથી દેતું. આથી, આ સમાધાન માટે મિશા એની ફ્રેન્ડ રીમીને ફોન કરે છે અને બધી માહિતી વિગતથી જણાવે છે અને નિશાને બધું સમજાવે છે. આથી, મિશા રીમીની વાત સમજીને વિરાટને ફોન કરે છે પણ લાગતો નથી. આમ મિશા બપોરથી લઈને સાંજ સુધી વિરાટને ફોન કરે છે અને હવે સાંજે વિરાટને ફોન લાગી જાય છે.)

મિશા: "હેલ્લો, વિરાટ ક્યાં હતો તું....???? તારો ફોન કેમ બંધ આવ્યો હતો....???? મે કેટલા ફોન કર્યા તને ખબર છે...???? આમ કોઈ અચાનક થોડો ફોન બંધ કરીને બેસે...??? ખબર પડે છે કે નહિ તને કે બીજા તારી ચિંતા કરતા હોય એનું શું...??"

વિરાટ: બસ..બસ.. મિશુ શ્વાસ તો લઈલે થોડો અને તારે શું કામ હતું મારું...??? કે આટલા બધા ફોન કર્યા કે તો...??? તું તો ગુસ્સે છો ને મારાથી...???? અને બીજાને કોને ચિંતા થાય મારી....??? અચ્છા, હવે સમજાયું મને કે બીજાના નામ તો અમસ્તાં જ અપાય છે એમ ને ખરેખર તને મારી ચિંતા થાય છે કેમ...??? તું શું કામ મારી ચિંતા કરે છે....????"

મિશા: " વિરાટ તું વાત ગોળ ગોળ ન કર ઓકે, તું એ કે ને તારો ફોન બંધ કેમ હતો...??? અને હા થાય જ ને તારી ચિંતા શું કામ ન થાય...??? તારાથી નારાજ છું, તારી સાથે વાત નથી કરતી, પણ હા મે કંઈ તારી સાથે સંબંધ તોડી નથી નાખ્યો. મને તારી ચિંતા તો થાય જ ને. હવે તો કે કેમ ફોન બંધ હતો...???? તારે મારી સાથે વાત ન કરવી પડે એટલે ફોન બંધ રાખ્યો હતો....??? તને મારી સાથે વાત કરવાનું મન ન થાય એટલે તો તે ફોન બંધ રાખ્યો ન હતો ને....???? સાચું બોલજે હો."

વિરાટ: " મારો ફોન ખરાબ થઈ ગયો હતો, હું જે બોલતો હતો ને એ બધાને સંભળાતું હતું પણ સામે વાળા બોલેને એ કંઈ મને સંભળાતું ન હતું. આથી, ફોન રિપેર કરાવવા માટે આપવા ગયો હતો સર્વિસ સ્ટેશને એટલે મેડમ ફોન બંધ હતો. તમે કેમ ફોન કર્યો એ હવે મને જણાવશો...???"

મિશા: "ઠીક એવું હતું એમ ને...??? હવે ફોન સારો થઇ ગયો...???? મારે તને મળવું છે એટલે મે ફોન કર્યો હતો જોબ પરથી ઘરે જા એટલે મને લેતો જાજે હો ને."

વિરાટ: "કેમ મળવું છે...???? કંઈ કામ છે અને મહત્વનું ન હોય તો મને આમા જ કહી દે ને શું કામ છે...??"

મિશા: " વાહ! મારે તને કામ હોય તો જ મળવાનું એવું કેમ...??? મને મન પણ થાય તને મળવાનું તો શું નહિ મળવાનું...???"

વિરાટ: (હસતા હસતા) અરે! બસ મારી મા હું તો તને ચિડવું જ છું બસ આવું છું હમણાં તને લેવા તું તૈયાર રહેજે હો ને."

મિશા: "હા, તું એ એક જ કામ કરજે હો ને મને હેરાન કરવાનું બીજું તો કંઈ આવડતું નથી તને હે ને...??"

વિરાટ: " બસ બસ હવે તું વાતો કરવાનું બંધ કરી હો ને અને તૈયાર થઈ જા. હું હમણાં આવું છું. જય શ્રી કૃષ્ણ."

મિશા: " એ હા ઓકે."

આમ, આ બાજુ મિશા ખુશ થઈને તૈયાર થાય છે. અને વિરાટ ખુશ થાય છે કે, મિશા મારા પ્રેમને સમજી ગઈ હશે એટલે જ એ મને મળવાનું કહેતી હશે. હા, આજે હમણાં કામ પૂરું કરી ને ફટાફટ એને લેવા જાઉં પછી અમે બંને ઘરે જઈને હું ફ્રેશ થઈશ પછી બંને જમીને બહાર જશું. હું શું કરું આજે મિશાને વધુ ખુશ કરવા માટે ..??? હા, એને ભાવે છે ને એ ચોકલેટ લઈ લઉં અને એને ખુશ કરવા માટે રાતે આઇસ્ક્રીમ ખાવા પણ જશુ બને લોંગ ડ્રાઈવ પર પણ જશુ. આમ વિચારીને ફાસ્ટ ફાસ્ટ વિરાટ મિશાના ઘરે પહોંચી જાય છે. ત્યાં મિશા તૈયાર થઈને વિરાટની રાહ જ જોતી હોય છે. અને પછી બંને વિરાટના ઘરે જાય છે, ત્યાંથી જમી ને રાતે બહાર ફરવા નીકળે છે. ત્યારે બંને વાતો કરે છે.

વિરાટ: "મિશા તે મને માફ કરી દીધો...??? કેમ માફ કરી દીધો....????"

મિશા: " પહેલા તો બહુ યુદ્ધ ચાલ્યું મારા મન અને મગજ વચ્ચે મન કહે વિરાટ પાસે જવું જ છે અને એને માફ પણ કરી દેવો છે, પણ મગજ કહે નહિ વિરાટ પાસે જવું પણ નથી અને એને માફ પણ ક્યારેય નથી કરવો."

વિરાટ: " તો મિશા તે મનનું સાંભળ્યું એમ ને...???"

મિશા: "નહિ વિરાટ મે નથી મનનું સાંભળ્યું કે નથી મગજનું સાંભળ્યું. તને ખબર હોય તો મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે રિમી એની વાત સાંભળી અને પછી મે વિચાર કરીને તને માફ કર્યો."

વિરાટ: "તું તો ક્યારેય કોઈનું નથી સાંભળતી ને તો રિમી એ એવું તો શું કહ્યું તને કે તે એનું સાંભળી લીધું... ???"

મિશા: " વિરાટ રીમીનું કહેવું છે કે, ક્યારેય આપણા ગમતા વ્યક્તિની પરિક્ષણાહી લેવાની એ નાપાસ થશે તો આપણે જ દુઃખી થશું. અને મને કહ્યું જો મિશા વિરાટના બધા સારા પાસા જો અને બધા ખરાબ પાસા જો ક્યાં વધુ લાગે છે...???"

વિરાટ: " તો તે શું કહ્યું મિશા...???"

મિશા: " મે કહ્યુ વિરાટના બધા સારા પાસા જ છે, એક જ પાસો ખરાબ છે તો હવે શું કરવું ...???? એટલે રિમી એ કહ્યું જો એ એક પાસો પણ જો વિરાટ હટાવવાનું કહે છે...??? મે કહ્યુ હા કહે તો છે. એટલે રિમી એ કહ્યું બસ તો પછી શું કામ તું માફ નથી કરતી..???"

વિરાટ: તો પછી શું કહ્યું તે...???"

મિશા: "મે કહ્યુ રિમી મારું મન નથી માનતું એટલે પછી રિમી એ કહ્યું જો મિશા સમય કોઈની રાહ નથી જોતો, પછી તું હજુ એને માફ નહિ કરે ને વિરાટ તારા હાથમાંથી જતો રહ્યો તો શું કરીશ તું....???? અને જો તારા માટે ભૂલ મહત્વની હોય તો વિરાટને ભૂલી જા અને જો તારા માટે વ્યક્તિ મહત્વની હોય તો ભૂલને ભૂલી જા.

વિરાટ: "વાહ! મસ્ત વાત કહી રિમી એ પછી તે મને માફ કરી દીધો હે ને. .????"

મિશા: " હા પણ તું હવે બને એટલી નેહા સાથે ઓછી વાત કરજે હો ને એ મને બહુ ગમશે પૂરું તો માની શકે તું પણ મારું થોડું પણ માનીશ ને તો હું ખુશ થઈશ. કરીશને મારી માટે....???"

વિરાટ: " હા હવે એનો ફોન આવે તો જ વાત કરીશ, બાકી નહિ કરું કેમકે જો હું તારું નહિ માનુને તો હું જ હેરાન થઈશ."

મિશા: " કંઈ રીતે વિરાટ તું હેરાન થઈશ...???"

વિરાટ: "તું એક જ એવી વ્યક્તિ છો હે જિંદગીભર મારી સાથે રહેવાની હું જો હજુ તારું નહિ માનું તો તું પાંચ - છ વાર મને ટકોર કરીશ, પણ તું પછી મને ટકોર કરવાનું મૂકી દઈશ અને પછી છેલ્લે તો શું થશે હું તારુ નહિ માનું તો તારા મનમાં મારા માટે પ્રેમ કે સમ્માન નહિ રહે, હા બહારથી તું મને ખૂબ પ્રેમ અને માન - સમ્માન આપીશ પણ મારે જે તારા મનમાં જે સ્થાન બનાવું છે ને એ હું નહિ બનાવી શકું. અને એક વાર મનથી જો તે નક્કી કરી લીધું ને કે હવે વિરાટને મારા મનમાં જગ્યા નહિ આપી શકું તો એમાં હું તો શું ભગવાન પણ કંઈ ન કરી શકે, એટલે મિશું હું તારું માની ગયો."

મિશા: " અરે વાહ! તું છોકરીઓ વિશે આટલું બધું કંઈ રીતે જાણે છે...???? અને તું એની મનની વાત પણ આટલી બધી કંઈ રીતે સમજી શકે છે..???? કોઈ ગર્લ ફ્રેન્ડ હતી કે શું તારે...????"

વિરાટ: " ના રે કોઈ ગર્લ ફ્રેન્ડ ન હતી, આ તો મને મારી એક ફ્રેન્ડ છે મારી જોબમાં મારી સાથે એ મને કહેતી કે, છોકરીઓ એક વાર આપણને ટોકે પછી પણ ન આપણે ફેરફાર ન કરીએ તો બે - ત્રણ વાત ટોકે પણ પછી એ રોકવાનું કે ટોકવાનું બંધ કરી દે, એટલે તારે સમજી જવાનું કે હવે હું આ છોકરીના મગજમાં તો હમેશા રહી શકીશ, એના પર તો રાજ કરી શકીશ પણ એના મનનો જે રાજા મારે બનવું છે, એ હું ક્યારેય નહી બની શકુ."

મિશા: "અરે વાહ! બહુ મસ્ત વાત કહી છે, તારી ફ્રેન્ડ એ તને મજા આવી ગઈ. વિરાટ હવે એ તો કહે તે શું વિચાર્યું...???"

વિરાટ: " તું નેહા વિશે પૂછે છે ને...???"

મિશા: " હા, એના વિશે જ પૂછું છું."

વિરાટ: " મે વિચાર્યું કે, નેહા તારી આડી ચાલે છે ને...??? હું જોબ પર હોઉં ત્યારે ફોન કરે, હું તારી સાથે જ હોઉં ત્યારે જ ફોન કરે, તો મારો વિચારવો છે કે, હું એને કહી દઉં કે હમણાં મેરેજ સુધી ફોન ન કરતી. મેરેજ પછી તો તું સાથે જ હોવાની ને...??? તો પછી એ ફોન કરે તો વાંધો નહિ ને...??"

મિશા: " હા, વિચાર તો સારો છે, પણ જો વિરાટ એ ત્યારે પણ આડી ચાલશે તો શું કરીશ તું...??"

વિરાટ: " તો હું એની સાથે સાવ વાત જ કરવાનું બંધ કરી દઈશ,હવે તો ખુશને બકા....???"

મિશા: " હા હવે બહુ ખુશ."

વિરાટ: " બસ તારે છે ને આમ ખુશ જ રહેવાનું તું ઉદાસ રહેને તું એ મને જરા પણ નથી ગમતું. તારા ફેસ પર તો છે સ્માઈલ જ મસ્ત લાગે છે, એટલે તું ખુશ જ રહેજે હો ને."

મિશા: " મારા ફેસ પર સ્માઈલ મસ્ત લાગે છે પણ, એ લાવવાનું કામ તો તારું છે ને...??? તું બસ મને આમ સાથ આપતો રહેજે એટલે મારા ફેસ પર હમેશા આવી જ મસ્ત સ્માઈલ આવતી રહેશે."

વિરાટ: "ચોક્કસ અચ્છા, એક વાત તો કહે મિશા તારો બર્થ ડે આવે છે તો શું ગિફ્ટ જોઈએ છે તને....????"

મિશા: " તું જે આપ એ જ મારા માટે બેસ્ટ ગિફ્ટ છે."

વિરાટ: " એમ નહિ આ વખતે તું કે એ ગિફ્ટ જ મારે તને આપવું છે એટલે તને વધુ ગમે."

મિશા: " તું જે તારી રીતે આપીશને એ મને વધુ ગમશે, કારણકે વિરાટ ગિફ્ટ કોને કહેવાય જેમાં સામે વાળાને પૂછીને ન આપવાનું હોય તો ગિફ્ટ આપવાનો કોઈ મતલબ જ ન રહે ને, ગિફ્ટ આપવાનો મતલબ તું તારી પસંદની વસ્તુ તું મને આપ અને એ જ મારા માટે અનમોલ બની જાય એ જ સાચી ગિફ્ટ."

વિરાટ: " બકા, તું બધી વાત એટલી ઉંડાણપૂર્વક કરે છે ને કે આમ મજા જ આવી જાય, તારે તો છે ને લેખક બનવાની જરૂર છે. કંઇક લખજે બહુ ફેમસ થઇ જઈશ."

મિશા: "લેખક જ બનવું છે મારે, મારી પણ એ જ ઈચ્છા છે કે હું દુનિયાનું સૌથી બેસ્ટ લેખિકા બનું."

વિરાટ" હું તો મસ્તી કરું છું, સાચું નથી કહેતો હો તને, તું તો એમ.કોમ. તો કરે જ છો ને..?? પછી લેખક બનીને શું કામ છે સારી જોબ તો હોય જ ને....."

મિશા: " વિરાટ હું ગમે એટલી સારી જોબમાં હઈશ પણ, મારું કામ જે હશે એ મારી જોબ પૂરતું જ હશે અને ત્યાં જ મને સારું માન મળશે, પણ એક લેખકને હજારો લાખો લોકો ઓળખતા હશે, એની વાત હજારો લાખો લોકો વાંચતા હશે, અને એની વાત માથી ઘણા ઘણું શીખતા પણ હશે, મારે એ હજારો લાખો લોકો સુધી પોહચવું છે દરેક લોકો મારી વાત વાંચે એવું મારે લખવું છે, અને પૈસા નહિ પણ મારે માન સાં અને એક અલગ જ નામ મેળવવું છે, એટલે હું તો લેખક જ બનીશ."

વિરાટ: " હા લેખિકા મેડમ તમે લેખક બનજો બસ, પણ સમય તો જોવો અગિયાર વાગ્યા હવે તમને ઘરે મૂકી જાઉં....????"

મિશા: " જવું જ પડશે...??? હજુ થોડીવાર બેસવું હોય તો નહિ ચાલે...????"

વિરાટ: " નહિ હવે થોડીવાર પણ નહિ ચાલે હો, ચાલ ચાલ ઊભી થા હો ને. હજુ તું ઘરે જઈને પણ ફોન કરીશ મને એટલે જ તને વહેલી મૂકી જાઉં છું."

મિશા: "અરર! તું મને ઓળખી ગયો હે ને...???"

વિરાટ મિશાને ઘરે મૂકવા જાય છે, અને પછી હજુ ઘરે પહોંચે જ છે ત્યાં મિશાનો ફોન આવે છે. બંને થોડી વાર વાત કરે છે, ત્યારબાદ મિશા સુઈ જાય છે અને વિરાટ મિશનો બર્થ ડે નજીક હોવાથી શું ગિફ્ટ આપવું એનું પ્લાનિંગ કરે છે. અને કંઈ રીતે એને એકદમ ખુશ કરી દેવી એનું પ્લાનિંગ કરતા કરતા સુઈ જાય છે. બીજા દિવસે સવારે જાગીને મિશા વિરાટને ફોન કરે છે, બંને થોડીવાર વાતો કરે છે. ત્યારબાદ વિરાટ મિશાનો બર્થ ડે આવે છે એ ઘરે કહે છે એના અને શું સરપ્રાઈઝ આપવું એ વિચારે છે અને બધા એક વસ્તુ નક્કી કરે છે. ત્યારબાદ વિરાટ મોકો શોધીને મિશાના ઘરે પણ સરપ્રાઈઝ શું આપવાની છે એ બધી વાત કરી લે છે. અને નિશાને રાતે જ બધી ગિફ્ટ આપવાની છે એવું નક્કી થાય છે. આમ એના બર્થ ડે નો વિરાટ મસ્ત પ્લાનિંગ કરી લે છે. અને રોજ મિશા સાથે વાત કરતો હોવા છતાં પણ એને ખબર પણ નથી પડવા દેતો. અને બર્થ ડે ના આગલે દિવસે મિશા ફોન કરે છે.

મિશા: "હેલ્લો, વિરાટ શું કરે છે... ???"

વિરાટ: " કંઈ નહિ બસ બેઠો છું."

મિશા: " અચ્છા, જમી લીધું તે...????"

વિરાટ: " હા, જમી લીધું તે...??"

મિશા: " તું ક્યાંય બહાર છો...??? વાહનોનો બહુ અવાજ આવે છે."

વિરાટ: " હા, બહાર ફ્રેન્ડ સાથે ગેમ રમવા આવ્યો છું."

મિશા: " સરસ તારે ગેમ જ રમવી હો ને, બીજું તો કંઈ કામ છે નહિ તારે હે ને...??? ગમે એટલો થાકી ગયો હોય તો પણ ગેમ તો રમવાની મુકવાની જ નહિ હે ને....????"

વિરાટ: " હા, એ તો જોવે જ ને."

મિશા: " બહુ સરસ લે, હવે કહે તો કે કાલનો પ્લાન શું છે...?? કંઇક તો પ્લાન હશે કે ને...??? આવું શું કરે છો...??? તું મારાથી બદલો લે છો ને..??? મે તને કહ્યું ન હતું એમ તું પણ મને નહિ કહે...???"

આમ મિશા વાત કરતી હોય છે ત્યાં જ વિરાટ એના ઘરે એની સામે જ આવી જાય છે. આ જોઈને મિશા ખુશ ખુશ થઈ જાય છે. અને કહે છે તું કેમ અહીંયા...???? વિરાટ કહે આપણે બહાર જવાનું છે ચાલ મારી સાથે આમ કહીને મિશાને બહાર લઈ જાય છે અને રાતના બાર વાગ્યા સુધી બહાર બેસાડી રાખે છે. અને બાર વાગતા જ એ મિશાને લઈને એના ઘરે જાય છે.

( મીષાને વિરાટ ઘરે લઈ જાય છે કેમ...??? શું સરપ્રાઈઝ હશે મિશા માટે...????? મિશા અને વિરાટના જીવનની બધી સમસ્યા શું દૂર થઈ ગઈ હશે...???? કે શું આ તોફાન પહેલાની શાંતિ છે....???? આ દરેક સવાલના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો. અને આ રોમાંચક સફરનો આનંદ માણતા રહો.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED