#KNOWN - 29 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 29

"આદિત્ય ઉપર જો." માધવીએ ધ્રુજતા હાથે ઈશારો કરતા કહ્યું.

આદિત્યએ એ તરફ જોયું તો અનન્યા હવામાં અધ્ધર લટકીને આંખોના ડોળા બહાર કાઢતી ગુસ્સામાં તેમની સામું જોઈ રહી હતી.

"તમને શું લાગે છે તમે મને બેહોશ કરીને તમારું કામ કઢાવી શકશો... હું એ કયારેય નહીં થવા દઉં. મને ખબર છે અનન્યા ખોટું બોલી હતી. બાલાઘાટમાં કંઈજ એવું નથી જેની મને શોધ છે." અનન્યા ગુસ્સામાં જોરજોરથી બોલતી રહી.

"આ તું શું બોલે છે અનુ??" આદિત્ય ચહેરા પર ચિંતા લાવતા બોલ્યો.

"એ અનન્યા નથી આદિત્ય.." માધવીએ આદિત્યની પાસે આવીને કહ્યું.

"હા હું અનન્યા નથી. આ શરીર અનન્યાનું છે પણ હું આ શરીરની માલિક છું હાહાહા." અનન્યા અટ્ટહાસ્ય વેરતા બોલી.
"તું તું જ હતી ને મને બેહોશ કરનાર. ઉભી રે તું..." આટલું કહીને અનન્યા સીધી માધવી તરફ આવી પણ પૂજારીએ ગંગાજળ અનન્યા પર સમય પહેલા નાખી દીધું જેના લીધે અનન્યાને શરીરે પીડા થવા લાગી.

અનન્યા દર્દથી કણસતી રહી. તેની ભયાવહ ચીસો હવામાં ગુંજી રહી.

"હું આવીશ... આજે રાતે 12 વાગ્યાં બાદ હું મારું કામ પૂરું કરીને જ રહીશ." આટલું કહીને અનન્યા ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.

"આ બધું શું હતું??" આદિત્યએ ગભરાયેલા સ્વરે પૂજારી સામું જોતા પૂછ્યું.

"આજે ગ્રહણ છે. ચંદ્રગ્રહણ. આજનું ગ્રહણ 100 વર્ષોમાં એકવાર આવતું હોય છે. એટલા માટે આજે ગમે તેમ કરીને પણ એ અનન્યાના શરીરમાં કાયમી પ્રવેશ મેળવવાની પોતાની ઈચ્છા પૂર્ણ કરશે અને એ ખોપરીનો ટુકડો મેળવીને ખૂબજ શક્તિશાળી બની જશે." પૂજારીએ આદિત્યને સમજાવતા કહ્યું.

"એક મિનિટ પણ અનન્યાના શરીરમાં છે કોણ??" આદિત્યએ ચિંતાતુર સ્વરે કહ્યું.

'હું જણાવું છું તને બધુંજ..આ પાછળ કદાચ મારો પણ હાથ છે જ જેની સજા હું ઓમને ખોઈને ભોગવી ચૂકી છું.
તો આદિત્ય સાંભળ આ વાત છે આશરે વર્ષ પહેલાની...

હું અનન્યા, ઓમ, અર્શ, કિંજલ. અમે પાક્કા ફ્રેન્ડ્સ હતા. અમારા ગ્રુપમાં અનન્યાને પહેલેથી ભૂતોને લાગતી વાતો અને આત્માઓ સાથેના સંપર્ક કરવાનો ખૂબજ રસ હતો. એક દિવસ હું અનન્યાના ઘેર આવી હતી ભણવા માટે. ત્યારે રાતના મારી આંખ આશરે 2 વાગતા ખુલી હતી. મને તરસ લાગતા હું નીચે કિચનમાં આવી. ત્યાં મને કોઈક મંત્રોચ્ચારનો અવાજ સંભળાયો. હું એ દિશામાં ચાલવા લાગી. એ રસ્તો નીચે ભોંયરા તરફ જતો હતો. ત્યાં સાચવીને ધીમા ડગલે હું ચાલવા લાગી. ત્યાં જઈને મેં જોયું તો અનન્યાની મોમ ચાંદનીઆંટી કોઈક તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. હું તેમનું એ સ્વરૂપ જોઈને ખૂબજ ભયભીત થઇ ગઈ હતી. તેઓ નગ્ન અવસ્થામાં બેઠા બેઠા ખોપરી વડે પોતાના પૂરા શરીરે પાસે રહેલ ભસ્મને ચોળી રહ્યા હતા. તેમની યોનિમાંથી લાલ રક્ત જેવું નીકળી રહ્યું હતું. તેને તેઓ સાચવીને એક વાસણમાં એકઠું કરી રહ્યા હતા. હું ડરની મારી કંપવા લાગી હતી. મેં ત્યાંથી નીકળી જવાનું વિચાર્યું. જેવી હું ઉંધી ફરી ત્યાંજ મારો હાથ કોઈકે પકડ્યો હોય એવો મને આભાસ થયો. મેં નજર ઊંચી કરીને જોયું તો સામે ચાંદનીઆંટી મારી સામું જોઈને ગુસ્સાથી જોઈ રહ્યા હતા.

"હું કોઈને નહીં કહું આંટી. પ્લીઝ મને જવા દો." હું હાથ જોડતા બોલી.

"એકજ શરતે.."

"કઈ શરત??" આદિત્યએ આશ્ચર્યભાવે પૂછ્યું.

"એ જ શરત જેના લીધે અનન્યાની આવી ખરાબ હાલત થઇ. તેમણે મને એમ કહ્યું કે મારે અનન્યાને પાગલ બનાવવાની છે તેમજ તેમના ખરાબ કાર્યોમાં સાથ આપવાનો છે. હું એટલી બધી ડરી ગઈ હતી કે તેમની વાત માનવા તૈયાર થઇ ગઈ.

ત્યારબાદ હું અનન્યા સાથે રહીને તેને એવા બધા વિકૃત વિડીયો બતાવવા લાગી. કોઈકના શરીરનાં ટુકડા કરવામાં મળતો આનંદ હું તેને સમજાવવા લાગી. પણ અનન્યા પર મારી વાતોની અસર ઓછી થતી. તે ભૂત પ્રેતમાં ભલે વિશ્વાસ રાખતી પણ તેને ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે નાની હતી ત્યારે તેને પાગલ બનાવીને તેને શોક આપવામાં આવતા. ભગવાનના લીધેજ કદાચ તેને હાથે કરીને આપવામાં આવતા શૉકના તેની ઉપર કોઈજ અસર નહોતા થતા.

મને હવે એ વાતની તાલાવેલી લાગવા લાગી કે આખરે ચાંદનીઆંટીના મગજમાં ચાલી શું રહ્યું છે??

આ કામ માટે મેં અનન્યાના ઘરે કામ કરતી રૂપાબાઈને વાત કરી જોઈ. તેમણે એક વખત મને એવી જાણકારી આપી કે હું સમજી ગઈ કે આ બધા પાછળનો હેતુ શું છે??!!

ચાંદનીઆંટીને એ પુસ્તકમાં વર્ણવેલો ખોપરીનો ટુકડો મેળવવો હતો. જયારે અનન્યાનો જનમ થયો હતો ત્યારે તે લોકો અનન્યાને લઈને અઘોરી પાસે ગયા હતા. જેમાં ચાંદનીઆંટીને ખબર પડી કે અનન્યા તેમના મોતનું કારણ બનશે અને તે એક પવિત્ર આત્માનું બીજ છે. તે તેની શક્તિઓ વિશે અઢાર વર્ષની થશે ત્યારે જાગૃત થશે."

"મતલબ અનન્યા નિર્દોષ છે?? તે એક પવિત્ર આત્મા છે??" આદિત્યએ કુતુહલવશ પૂછ્યું.

"હા, આદિત્ય અનન્યા નિર્દોષ છે. આગળ હું તને જણાવું છું." પૂજારીજી બોલ્યા.

"ચાંદનીને આ વાતની ખબર પડી એટલે તેણે અનન્યાનો ઉપયોગ કરવાનું ચાલું કરવા માંડ્યું.

અચાનક પુજારીના આવું બોલતા જ વાતાવરણમાં ફરક થવા લાગ્યો. ખૂબજ જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. મંદિરના ઘંટ એકસાથે વાગવા લાગ્યા. અચાનક માધવીએ ચીસ પાડી. આદિત્યએ જોયું તો તેની આંખો ફાટી ગઈ.

ક્રમશ :


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED