#KNOWN - 28 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 28

ત્યાંજ પાછળથી માધવીએ આવીને અનન્યાના માથે જોરથી દંડો મારી દીધો.

"આ શું કર્યું?? અનુ ઉઠ અનુ.." આદિત્યએ અનન્યાને ઉઠાડતા માધવી સામું જોઈને સવાલ કર્યો.

"એણે જે પણ કર્યું ઠીક કર્યું છે. આપણી પાસે વધુ સમય નથી. અનન્યનો જીવ મુસીબતમાં છે." પુજારીએ ઉભા થતા થતા આદિત્ય સામું જોઈને કહ્યું.

"મને કંઈજ નથી ખબર પડતી કે આ બધું શું થઇ રહ્યું છે??" આદિત્ય માથું પકડીને બોલવા લાગ્યો.

"મારે મોમ સાથે જ વાત કરવી પડશે." આટલું બોલીને આદિત્ય માધવી પાસે ફોન લેવા જતો જ હતો ત્યાં પુજારીજી વચ્ચે પડ્યા.

"આદિત્ય હાથે કરીને પગ પર કુહાડો ના મારીશ. આ એનીજ પાથરેલી જાળ છે." પુજારીએ આદિત્યના ખભે હાથ મૂકતા કહ્યું.

"એની મતલબ મોમની??"

"હા... શીલાની" પૂજારી બોલ્યો.

"તમે લોકો શું બકવાસ કરો છો તમને કાંઈ ભાન છે??" આદિત્ય ગુસ્સામાં ફોન ખેંચતા બોલ્યો.

"આદિત્ય પહેલા પૂરી વાત સાંભળી લે પછી સવાલ કરજે." માધવીએ આદિત્યને હડસેલતા કહ્યું.

"ઓક્કે ફાઈન. બોલો શું કહેવું છે તમારે??" આદિત્ય બે ડગલાં પાછળ જઈ અદબ વાળતા બોલ્યો.

"શીલા આત્મા સ્વરૂપે છે અને એ પણ કોઈ જેવી તેવી આત્મા નહીં પણ ડેમોનદેવીની ઈચ્છાથી બનેલ અતિશય દુષ્ટ આત્મા." પૂજારી આદિત્યની સામું જોઈને શબ્દો ગોઠવતા બોલ્યા.

"વોટ નોનસેન્સ. તમને શું લાગે છે?? તમે કાંઈ પણ કહેશો ને હું એને સાચું માની લઈશ. એ પણ મારી માઁ વિશે -"

"સોતેલી માઁ... હા સોતેલી છે એ. તારી સગી માઁને તેણે જ મારી હતી અને તારા બાપને પણ..." પૂજારીજી ગુસ્સામાં બોલ્યા.

"શું કાંઈ પણ બોલો છો?? મારો બાપ હું નાનો હતો ત્યારે જ જતો રહ્યો હતો કોઈ બીજી સાથે."

"આદિત્ય તું માત્ર એટલું જ જાણું છું જેટલું તને જણાવવામાં આવ્યું છે. પૂરી હકીકતથી તું અજાણ છું." માધવીએ આદિત્ય સામું જોતા કહ્યું.

આદિત્ય ઘડીક તો પોતાનું માથું પકડીને બેસી ગયો. તેને સમજ નહોતું આવતું કે આ બધું તેની સાથે કેમ અને શું કામ ઘટી રહ્યું હતું. તેને માથામાં સણકા વાગવા મંડ્યા હતા. તેણે જોરથી પોતાનું માથું પકડીને હવામાં રાડ પાડી.

"શાંત થઇ જા બેટા. હું તારી પીડા સમજી શકું છું. આ ગુંચવડો કદાચ તને અત્યારે આકરો લાગશે પણ તું સમજી શકીશ તો તને તકલીફ નહીં પડે પણ એ પહેલા તારે તારું મનોબળ મક્કમ કરવું પડશે અને મારી વાત પર વિશ્વાસ કેળવવો પડશે." પૂજારીએ આદિત્યના માથે હાથ ફેરવતા કહ્યું.

આદિત્ય ઉભો થયો અને મહાદેવજીના મંદિરે જઈને આંખો બંધ કરી. આંખો ખોલ્યા બાદ તે પૂજારી અને માધવી પાસે આવ્યો.

"બોલો હું તૈયાર છું સત્યનો સામનો કરવા." આદિત્ય પૂરા આત્મવિશ્વાસ સાથે બોલ્યો.

"એ પહેલા તું મને એ જણાવ કે શીલાએ તને અનન્યા વિશે શું વાત કરી છે??" પૂજારી બોલ્યા.

"મોમે મને એક વખત વાત કરી હતી કે તેમનો આત્મામાં રહેવાનો કાળ સમાપ્ત થઇ રહ્યો છે. જો મારે તેમને સદાય મારી પાસે રાખવા હોય તો મહાકાલી માઁનો કોઈક ખોપરીનો ટુકડો છે એને તેમને સોંપવાનો છે. એ ટુકડો ક્યાં છે એ માત્ર તે પુસ્તકમાં જ લખેલું છે અને એ પુસ્તક માત્ર અનન્યા વડે જ ખુલે એમ છે. પણ પુસ્તક ખોલવાનો મંત્ર મારી મહેનતથી મેં શોધ્યો હતો એટલે મારે અનન્યાને મળીને તે ટુકડા વિશેની સાચી માહિતી લાવવાની હતી અને એ અનન્યા સાથે રહીને જ તે ટુકડાને તેમને પાછો સોંપીને અનન્યાને મોતને ઘાટ ઉતારી દેવાની છે. અનન્યા વિશે એમ પણ કહ્યું હતું કે તેણે પણ આ જ ટુકડા માટે પોતાના માબાપ અને બીજા કેટલાયના જીવ લીધા હતા." આદિત્યએ પૂજારી આગળ વાત મૂકી.

"હમ્મ એનો મતલબ શીલા સિવાય રહેલ બીજી આત્માનાં પરિચયમાં તું નથી આવ્યો." પૂજારી ધીમા સ્વરે બોલ્યા.

"શું કહ્યું?? કોણ બીજી આત્મા??"

"કોઈ નહીં... હવે સાંભળ સાચી હકીકત. શીલાને એ ખોપરીનો ટુકડો કોઈ પણ હાલતમાં જોઈએ છે. એ ટુકડો શીલા કરતાંય કોઈક બીજાને વધુ પ્રિય છે. એ ટુકડો એકવાર જો શીલા પાસે પહોંચી ગયો તો એ તને પણ મારતાં નહીં રોકે. રહી વાત તારી સાથેના વ્યવહારની તો એ આજસુધી માત્ર તારો ઉપયોગ જ કરતી આવી છે. તું ડોક્ટર બને એ એ નહોતી ઇચ્છતી. એને પુસ્તકનો મંત્ર લેવા તને જર્નાલિસ્ટ બનાવવો હતો. એણે હાથે કરીને પોતાની મોતને સ્વીકારી છે. કેમકે માનવશરીર સાથે તે કયારેય પોતાના ઈરાદાઓને સફળ ના કરી શકી હોત. તારા પિતાજીને તેણે જ ફસાવ્યા હતા. પ્રેમજાળમાં ફસાવી તેણે તારા પિતાની સંપત્તિ હડપી લીધી અને પછી તેણે મેલીવિદ્યા કરીને દુનિયાને જાણ જ ના પડે એમ તેમને મારી નાખ્યા. તું એ વખતે માત્ર 4 વર્ષનો હતો. તને જોડે રાખવાનું કારણ પણ એ જ હતું કે કદાચ તું એના કામમાં આવી જાય. શીલા મેલીવિદ્યાની જાણકાર બની ચૂકી હતી. એકવખત કોઈક અજાણી આત્માને નિમંત્રણ આપવામાં તેની બધી રહી સહી શક્તિ ક્ષીણ થઇ ચૂકી હતી. શીલા ત્યારબાદ અઘોરી ત્રિલોકનાથ પાસે આવી. ત્રિલોકનાથે તેના શરીરનો ભોગ લઇ લઈને તેને અઘોરપંથની વિદ્યા શીખવી. અઘોરીનાં મુખે જ તેને એ ટુકડા વિશે ખબર પડી."

"આ ત્રિલોકનાથ કોણ છે??? મોમના મોંઢે પણ મેં એમનું નામ ઘણી વખત સાંભળ્યું હતું." આદિત્યએ ચહેરા પર આશ્ચર્યભાવ લાવતા પૂછ્યું.

"અઘોરી ત્રિલોકનાથ ખૂબજ શક્તિશાળી અઘોર હતો. તેની કમજોરી હતી સંભોગ. સ્ત્રીઓને જોઈને તે પોતાની વાસના શાંત પાડી જ નહોતો શકતો. શીલાએ પણ આ જ વાતનો ફાયદો ઉઠાવી અઘોરી પાસે રહીને બધી વિદ્યા શીખી. જયારે તેણે એ ટુકડા વિશે જાણ્યું તો તેણે કાંઈક નવો જ પ્લાન ઘડ્યો.પણ ત્રિલોકનાથને એની જાણ થઇ ગઈ અને હાથે કરીને મોતને ભેટી. તે ઘરમાં જ આત્મા સ્વરૂપે શાંતિથી રહેવા તેણે ત્યાંજ પોતાને લગતી કોઈક વસ્તુ એ ઘરમાં છુપાવી દીધી. જેથી કોઈ પણ તેની પાસે ના આવી શકે અને તે ધારે તે કરી શકે."

"હું હજુ બહુજ દ્વિધામાં છું. આ બધું સત્ય હોઈ શકે છે પણ એ સત્યનો સામનો મારાથી કેમે કરીને નથી થતો." આદિત્ય મનની મૂંઝવણ જણાવતા બોલ્યો.

"હું સમજી શકું છું બેટા. એ માઁ જેને આપણે જોઈને પણ લાગણીમય બની જઈએ તેની આવી હરકતો સાંભળીને તને ખૂબજ દુઃખ થયું હશે. પણ જેમ પરિવર્તન સંસારનો નિયમ છે તેમજ સત્યનો સ્વીકાર કરવો પણ ખૂબજ કઠિન છે." પૂજારીજી આદિત્યને સમજાવતા બોલ્યા.

"પૂજારીજી, માધવી હું હવે ધીરે ધીરે આ તમારી કહેલી દરેક વાતોને સમજવા લાગ્યો છું. ઘણી વખત મારા મનમાં આ સવાલો ઘુમરાતા રહેતા પણ મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ બધા પાછળ મારી ખુદની માનેલ મોમ હશે. ઘણી વખત મોમની વાતો મને ના સમજાતી. ઘણી વખત ડેડનો ફોટો જોઈને તેમના પ્રત્યે મને ગુસ્સાની જગ્યાએ પ્રેમ આવી જતો. અનન્યા પણ મને સમજાવતી હતી પણ મને મોમના પ્રેમના લીધે બીજું કાંઈ માનવાનું મન જ નહોતું થતું. એક મિનિટ અનન્યા??? એ ક્યાં જતી રહી?? હમણાં તો અહીંયા હતી!!"

"આદિત્ય ઉપર જો. " માધવીએ ધ્રુજતા હાથે ઈશારો કરતા કહ્યું.

(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED