#KNOWN - 8 books and stories free download online pdf in Gujarati

#KNOWN - 8

....હસતા હસતા કેતનભાઈ ઉભા થઈને સીડીઓ ચઢતા જ હોય છે ત્યાં અનન્યા જોરથી ચીસ પાડી ઉઠે છે. કેતનભાઈ દોડીને અનન્યા પાસે જાય છે.
"શું થયું બેટા?? કેમ બુમ પાડી??" કેતનભાઈએ ગભરાતા અનન્યા પાસે જઈને કહ્યું.
"ડેડ, પેટમાં બહુજ દુખે છે. નહીં રહેવાતું." અનન્યા પેટ પર હાથ રાખીને આંસુ સાથે કહે છે.
"ઓક્કે વેઇટ, આપણે હોસ્પિટલ જઈએ." કહીને કેતનભાઈ તેમના કારની ચાવી લે છે અને અનન્યાને ઊંચકીને હોસ્પિટલ લઇ જાય છે.

હોસ્પિટલ પહોંચ્યા બાદ અનન્યાને ડોક્ટર તપાસે છે અને તેની સોનોગ્રાફીને બીજા રિપોર્ટસ કરાવે છે. અનન્યાને ચેક કર્યા બાદ ડોક્ટર કેતનભાઈને પોતાની કેબિનમાં બોલાવે છે.
"શું થયું છે ડોક્ટર?? કોઈ સિરિયસ વાત છે??." કેતનભાઈ ચિંતા કરતા ડોક્ટરને સવાલ કરે છે.
"અત્યારે બધું નોર્મલ છે Mr.શાહ.અનન્યાએ ભારે ખોરાક વધારે માત્રામાં લઇ લીધો જે તેનું શરીર પચાવી ના શક્યું. હવે એને હમણાં નોનવેજ ફૂડ ના આપશો." ડોક્ટર કેતનભાઈને સમજાવતા બોલ્યા.
"શું?? શું કીધું નોનવેજ ફૂડ?? ના ડોક્ટર તમારી ભૂલ થઇ લાગે છે. મારા ઘરમાં નોનવેજ આવતુંજ નથી તો ખાવાની વાત તો દૂર રહી. અમે શૃધ્ધ શાકાહારી છીએ.તમને જરૂર કંઈક ભૂલ થઇ લાગે છે." કેતનભાઈએ ડોક્ટર આગળ ચોખવટ કરતા કહ્યું.
"ના, Mr.શાહ મારાથી કોઈ ભૂલ નથી થતી. અનન્યાએ માંસાહાર જ કર્યો છે, તમારાથી છુપાઈને કર્યો લાગે છે બાકી કર્યો છે 100% ની વાત છે." ડોકટરે કહ્યું.
"ઓક્કે ડોક્ટર હું અનુને ઘરે લઇ જઈ શકું??" કેતનભાઈએ ડોક્ટરને પૂછ્યું.
"ના આજનો દિવસ રહેવા દો.કાલે રજા આપશું." કહીને ડોક્ટર ઉભા થઇ ગયા.કેતનભાઈ પણ ત્યાંથી નીકળીને અનન્યા પાસે તેને રાખેલ રૂમમાં આવ્યા.
"અનુ બેટા કેવું છે તને??" કેતનભાઈએ અનન્યાના માથે હાથ ફેરવતા પૂછ્યું.
"ડેડ, મને સારુ છે હવે. આપણે કયારે જવાનું છે અહિયાંથી??" અનન્યાએ તેના પપ્પાને સવાલ કર્યો.
"કાલે રજા આપશે બેટા." કેતનભાઈએ પ્રેમથી બાજુની ખુરશીમાં બેસતા કહ્યું.
"ડેડ તમારે જવાનું નથી ઓફિસે?? "
"ના બેટા.હું જઈશ તો તારી સાથે કોણ રહેશે? !!"
"મારી ચિંતા ના કરો. ડોક્ટર ને બીજી નર્સ છે ને તમે તમારું કામ અધૂરું ના રાખશો એમ પણ હવે મમ્મા વગર રહેવાની ટેવ આપણે બંનેએ પાડવી પડશે." અનન્યાએ તેના પપ્પાના હાથ પર પોતાનો હાથ રાખીને હિંમત આપતાં કહ્યું.
"સારુ બેટા. હું જઉં છું. રાતે રૂપાને કહીશ એ આવી જશે.જમવાનું અહીંથી તને મળી જશે. મારે સુરત જવું પડે એમ છે. હું કાલે સવારે આવી જઈશ અને પછી તને લઈને આપણે ઘરે આવી જઈશું ઓક્કે." કેતનભાઈએ ઉભા થતા કહ્યું.
"ઓક્કે ડેડ, બાય."
કેતનભાઈના ગયા બાદ અનન્યાએ આરામ કરવા માટે આંખો બંધ કરી દીધી.

સાંજ પડતા જ અનન્યાનાં ચહેરા ઉપર એક અજીબ બેચેની થવા લાગી.તેના મોબાઈલમાં રાધિકાનો મેસેજ હતો કે ઓમ મિસિંગ છે.
અનન્યાએ યાદ કરવાનો પ્રયત્ન કર્યો ત્યાં સુધી રાતે ઓમ આવવાનો હતો પણ પછી શું થયું એ તેને યાદજ નહોતું.તેને ડર લાગવા લાગ્યો કે આજે રાતે પણ કોઈ અજુગતી ઘટના ના ઘટે.
"ઓહહ ગોડ ઓમ ઠીક હોય તો સારુ. કંઈજ ખબર નથી પડી રહી. આ બધું શું થઇ રહ્યું છે?? પહેલા અર્શ, પછી મમ્મા અને શું ઓમ સાથે પણ....?? " હજુ અનન્યા આવું વિચારતી જ હોય છે ત્યાં રૂપા આવે છે.
"કેમ સે બટા?? કેતનભાઈએ કહ્યું તારી સાથે રહુ મું આજ" રૂપાએ અનન્યા સામે જોઈને કહ્યું.
"સારુ છે રૂપા.તું ઘરે ગઈ હતી આજે?? "
'હા, ગઈ હતી ને. ખાલી રૂમજ સાફ કર્યા સે."
"તે કોઈ બેગ જોઈ હતી મમ્માનાં રૂમમાં??"
"ના રે, એવી તો કોઈ બેગ નહોતી."
આ સાંભળીને અનન્યાને રાહત થઇ.ત્યારબાદ તેણે જમવાનું પતાવ્યું અને દસેક વાગતા આડી પડી.


રાતે હોસ્પિટલનો માહોલ એકદમ શાંત હતો. શાંત વાતાવરણમાં દીવાલે લટકતી ઘડિયાળના કાંટાનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો.રાતે 2 વાગ્યાં હશે.અનન્યા પોતાના બેડ પરથી ઉભી થઇ અને બાજુમાં જોયું તો રૂપા સૂતી હતી. એ તરફ એક નજર નાખીને તેણે રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર ચાલવા લાગી.ચાલતા ચાલતા તે એક રૂમ પાસે આવી ગઈ.જેની ઉપર ' શબ ખંડ ' બોર્ડ લટકતું હતું. અનન્યા હસતી હસતી અંદર ગઈ.ત્યાં એક માણસ અંદર ખુરશીમાં બેઠો બેઠો ઘસઘસાટ સુઈ રહ્યો હતો. અનન્યાએ મરેલા મડદાંનાં એક એક ખાના ખોલ્યા પણ જાણે તેને કંઈક બીજી વસ્તુની શોધ હોય એમ તેના મોંઢાનાં હાવભાવ બદલાઈ રહ્યા હતા. અનન્યા ત્યાંથી નીકળી ગઈ અને હોસ્પિટલનાં પાછળનાં ભાગે આવી જ્યાં પાંચ -છ કુતરાઓ કચરાપેટીમાં મોં નાખીને પોતાની ભૂખ સંતોષી રહ્યા હતા. અનન્યા ચહેરા ઉપર સ્માઈલ સાથે ધીરે ધીરે એ તરફ આગળ વધી રહી હતી. તેણે ત્યાં બાજુમાં પડેલ લોખંડનો સળીયો ઉઠાવીને કુતરાઓ ઉપર ઘા કરવા લાગી. બધા કુતરા પોતાનો જીવ બચાવવાં ભાગી છૂટ્યા. અનન્યાએ ખુશ થઈને સળીયો નીચે નાખી દીધો અને કચરાપેટીમાં જોઈને તેની આંખોમાં એક અજીબ ચમક પથરાઈ ગઈ.તેની અંદર એબોશન કરેલ બાળકોનાં તાજા ભ્રુણ હતા. અનન્યાએ તેમાંથી એક માંસનો લોચો ઉઠાવ્યો ત્યાંજ પાછળથી અવાજ આવ્યો.
"અનુ બેબી, તું અહીં શું કરસ??" રૂપાએ અનન્યાને જોઈને નવાઈ પામતા પૂછ્યું.
"મને ભૂખ લાગી હતી રૂપા એટલે બધે શોધવા લાગી પણ ક્યાંય નાં મળ્યું તે થયું કે અહીંયા કંઈક મળી જાય." કહીને અનન્યાએ એ લોચો ફેંકીને આગળ ફરતા કહ્યું.
હું આપું સુ હાલ." કહીને રૂપા ચાલવા લાગી.
અનન્યા પણ ચહેરા પર ગુસ્સો લાવતા રૂપાની પાછળ જવા લાગી. અનન્યાની આંખોમાં ક્રોધરૂપી જ્વાળા ભડકી રહ્યો હતો. તે હજુ રૂપાને કંઈક કરવા વિચારતી જ હતી ત્યાંજ હોસ્પિટલમાં એક ઇમરજન્સી પેશન્ટ આવતા નર્સ અને ડોક્ટરની દોડાદોડી વધી ગઈ હતી એટલે અનન્યાએ પોતાનો વિચાર મુલતવી રાખવો પડ્યો. પોતાના રૂમમાં આવીને અનન્યા બેડ પર બેઠી. રૂપાએ તેના માટે ફ્રુટ્સની ડીશ તૈયાર કરી અને અનન્યા પાસે રાખી.
"રૂપા મને આવું નથી ખાવું.જા મારા માટે કંઈક નોનવેજ લેતી આવ." કહીને અનન્યાએ ડિશને નીચે પાડી દીધી.
"પણ અનુ બેબી તું તો શાકાહારી સુ ને તે તું ક્યારથી નોનવેજ ખાવા લાગી સો??" રૂપાએ ચિંતાતુર સ્વરે કહ્યું.
"તારે શું મતલબ!! મેં કીધું એ લાવ.સાંભળ્યું નહીં તે?? જા." અનન્યાએ ગુસ્સે થઈને રૂપા સામે આંખો કાઢતા કહ્યું.
રૂપા ડરીને ત્યાંથી જતી રહી. દસેક મિનિટ બાદ રૂપા હાથમાં પડીકું લાવીને અનન્યાને ધરતાં દે છે.
અનન્યા ખુશ થઈને પડીકું ખોલે છે અને ભૂખ્યા વરુની માફક તેની પર તૂટી પડે છે. અનન્યાને આમ ખાતા જોઈને રૂપા ડરી જાય છે અને તે સમજી જાય છે પણ હાલ ચૂપ રહેવાનું જ પસંદ કરે છે.
અનન્યા ખાઈને પોતાની આંગળીઓ ચૂસતી હોય છે.
"વાહ રૂપા મજા પડી હો !!" આટલું કહીને અનન્યા ઉભી થતી જ હોય છે ત્યાંજ તે ફરી નીચે ઢળી પડે છે.રૂપા તેને બેડ પર સુવડાવે છે અને પોતે પણ સુઈ જાય છે.

બીજા દિવસે સવારે ડોક્ટર ચેકઅપ માટે આવે છે.અનન્યા અને રૂપા બેઉ ઉઠે છે. ડોક્ટર રજા આપવા માટેનું કહીને નીકળી જાય છે.
"અનુ બેબી હવે કેવું સે તને??" રૂપાએ ચિંતાતુર સ્વરે પૂછ્યું.
"મને તો સારુ છે પણ તારા મોંઢે કેમ બાર વાગ્યાં છે?? કાંઈ થયું?? " અનન્યાએ હસતા હસતા રૂપાને કહ્યું.
"તને યાદ નથી સુ થયું?? " રૂપાએ આશ્ચર્યભાવ સાથે અનન્યાને પૂછ્યું.
અનન્યાએ નકારમાં ડોકું હલાવ્યું.
રૂપા તેને રાતની બધી વાત જણાવે છે.
આ બધું સાંભળીને અનન્યા પણ જણાવે છે કે રાતે તેની સાથે શું થાય છે તેને કંઈજ ખબર નથી હોતી.
"બેબી એક બાબા છે. બહુજ શક્તિશાળી. એ આપણી મદદ કરશે આમાં."રૂપાએ અનન્યાને હિંમત આપતાં કહ્યું.
"કોણ?? "
"અઘોરી ત્રિલોકનાથ ".....

(ક્રમશ : )

(જો આપને મારી રચના પસંદ પડે તો આપનો પ્રતિભાવ આપવાનું ના ભૂલતા.)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED