એ સોહામણી સાંજની યાદો Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ સોહામણી સાંજની યાદો

*એ સોહામણી સાંજની યાદો* વાર્તા... ૧૧-૩-૨૦૨૦

લાગણી ના સ્પર્શ માં સ્ત્રી નું સમર્પણ હોય છે, અને પ્રેમ ના શબ્દોમાં સ્ત્રી નું આત્મસમર્પણ હોય છે.. સ્ત્રી ઝંખે છે હૂંફનો સથવારો બાકી એકલાં જીવતાં પણ એને આવડે છે....
અનવી ખુબ જ લાગણીશીલ અને સ્વમાની હતી. અને ધાર્મિક વૃતિ ની હતી પણ અંધશ્રદ્ધા માં બિલકુલ માનતી નહીં.. નવાં જમાના સાથે તાલમેલ મિલાવીને ચાલતી હતી... પોતાના પરિવાર માટે હર હંમેશ ઢાલ બનીને ઉભી રહેતી... અનવી આધુનિક વિચારસરણી ધરાવતી હતી...
અનવીના નાની ઉંમરે લગ્ન થઈ ગયાં હતાં પ્રિતેશ સાથે... એ પરણીને એક મોટાં સહકુટુંબ માં આવી હતી... અમદાવાદમાં વર્ષોથી રહેતા પણ જૂનવાણી અને રૂઢિચુસ્ત કુટુંબ હતું...
વડસાસુ પણ હતાં... ઘરમાં બે કાકા સસરાને બે કાકી સાસુ પણ હતાં... અને સાસુ, સસરા અને દિયરો અને નાની નણંદ હતાં....
અનવી જ મોટી વહુ બનીને આવી એટલે જવાબદારી અને ફરજ નાં બંધન માં બંધાઈ ગઈ એટલે એને હરવા ફરવાનો જે શોખ હતો એ દિલમાં જ દબાઈ ગયો... મોટો પરિવાર હતો એટલે સવારે છ વાગ્યે તો ઉઠી જવુ પડે અને રાત્રે બધાં ને મોડાં જમવાની ટેવ હતી તો રસોડામાં થી પરવારતા જ રાતના બાર વાગી જાય...
મોટું ઘર હતું એટલે અવર જવર પણ બહુ રહેતી એટલે દિવસે પણ આરામ ના મળે... બપોરે ચાર નાં ટકોરે તો બધાને ચા અને નાસ્તો જોઈએ....
લગ્નનાં પાંચ વર્ષમાં બે સંતાનો ની મા બની ગઈ પછી તો અનવી બાળકોને ઉછેરવા અને એમને સારાં ભણતર અને ગણતર માટે એને શું ગમતું હતું એ પણ ભૂલી ગઈ...
બે દિયરો ને પરણાવ્યા એટલે ઘર નાનું પડવા લાગ્યું ...
સાસુ, સસરા એ બધાં ને જુદા રહેવા મોકલ્યા...
અનવી અને પ્રિતેશ સાગર સોસાયટીમાં રહેવા ગયા.. બીજા નંબરનાં દિયર ગાયત્રી સોસાયટીમાં જવાહર ચોક રહેવા ગયા... વડ સાસુ વચેટ કાકા સાથે રહેવા ગયા... નાનાં કાકા પણ જુદા રહેવા ગયા...
આમ એકપછી એક બધાં જુદાં રહેવા ગયા...
પણ વાર તહેવારે બધાંએ મોટા ઘરે જ ભેગા થવાનું અને તહેવારો ઉજવવાના...
અનવીના બન્ને બાળકો ખુબ જ ડાહ્યા અને સમજદાર હતાં...
મોટી દિકરી મોસમી અને દિકરો જીગર ...
બન્નેને ભણાવી ગણાવીને એમની પસંદગીનાં પાત્રો સાથે પરણાવી દીધા...
મોસમી પરણીને સાસરે ગઈ...
એ વાર તહેવારે આવતી ..
મોસમી ને તો અનવીને સતત દોડધામ કરતી જ જોઈ હતી એટલે અનવીને શું શોખ છે ???
શું ગમે છે??? એ પણ ખબર નહોતી...
મોસમી પોતાના પરિવાર ને સંભાળવામાં પડી ગઈ...
જીગર ની પત્ની સિમરન બહું જ સમજદાર અને સંસ્કારી હતી...
જીગર પણ હવે અનવીને આરામ કરવા કહેતો અને બોલતો મમ્મી હવે તું તારાં મોજશોખ પૂરા કર..
પણ પરિવાર સિવાય બીજું કંઈ વિચાર્યું જ નહોતું એટલે અનવી ભૂલી ગઈ કે એને શું શોખ છે...
પ્રિતેશ, જીગર, સિમરન નોકરીએ
જતાં એટલે અનવી કામકાજ અને પૂજાપાઠ કરીને વાંચન કરતી અને ડીવીડી માં જૂનાં ગીતો સાંભળતી...
રવિવારે રજા હોવાથી બધાં ઘરે હતાં... તો રસોડામાં થી કામ પરવારિને સિમરન અનવી જોડે બેસીને પુછવા લાગી મમ્મી તમને શું ગમે છે યાદ કરો???
સિમરન કહે મને તો આ ગમે આ શોખ છે...
વાતો વાતોમાં અનવી બોલી કે મને હરવા ફરવાનો ખુબ શોખ હતો પણ તારાં પપ્પા ને બિલકુલ શોખ નથી અને જવાબદારીઓ માં સમય પણ ના મળ્યો એટલે ક્યાંય જવાયું નહીં...
આમ વાતો કરતાં સાંજના પાંચ વાગી ગયા..
સિમરન અનવીના મનમાં ધરબાયેલી લાગણીઓ ને વાચા અપાવી રહી...
એકદમ જ સિમરન ઉભી થઈ ગઈ બોલી મમ્મી ફટાફટ તૈયાર થઈ જાવ તમારી માટે એક સરપ્રાઈઝ છે..
અનવી કહે પણ બેટા કહે તો ખરી ક્યાં જવું છે???
સિમરન કહે નાં તમે તૈયાર થઈ જાવ મમ્મી...
હું પણ તૈયાર થઈને આવું છું કહીને સિમરન તૈયાર થવા ગઈ અને જીગરને પપ્પા ને સમજાવવા ઈશારો કરતી ગઈ..
પણ પ્રિતેશે ના કહી મને નાં ફાવે..
તમે તારી મમ્મીને લઈ જાવ કહીને ટીવી જોવા લાગ્યા...
સિમરન તૈયાર થઈને આવી અને અવનીને કહ્યું ચલો મમ્મી મારી એકટીવા પાછળ બેસી જાવ...
જીગર થોડીવાર પછી એમનું બાઈક લઈને આવશે...
અને સિમરન કાંકરિયા લેક પર લઈ ગઈ અને અનવી ને કાંકરિયા ની પાળી પર બેસાડીને જોડે બેસી ગઈ અને કહ્યું કે મમ્મી જુવો આ સોહામણી સાંજનો નજારો કેવો સુંદર દેખાય છે તમને ગમ્યું ને???
અનવી ખુબ ખુશ થઈ ગઈ ...
કેટલાંય વર્ષો પછી આવી રીતે એ બહાર બેઠી હતી એણે સિમરન ને કહ્યું કે બેટા હું ખૂબ નશીબદાર છું કે તું મને પુત્રવધુ નાં રૂપમાં દિકરી સ્વરૂપમાં મળી...
લગ્ન પછી ઘણી વખત તારાં પપ્પા ને કહ્યું હતું કે ચલો ને કાંકરિયા પાળી પર બેસીએ પણ એ સદાય એમજ કહેતાં એમાં શું બેસવાનું ...
ઘર નથી તે પાળીએ જઈને બેસીએ...
મને એવાં આછકલાઇ વેડા નથી ગમતાં...
એટલે આ વાત મારી મારાં મનમાં જ ધરબાયેલી રહી...
પણ તે ઈચ્છા પૂરી કરી બેટા...
આ સોહામણી સાંજની યાદ મને જીવનભર યાદ રહેશે....
આમ બન્ને વાતો માં ખોવાયેલા હતા ને જીગર આવ્યો અને ત્રણેય જણાએ આઈસ્ક્રીમ ખાધો અને એ સોહામણી સાંજના નજારાના ફોટા પાડ્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ.....