DEVALI - 19 books and stories free download online pdf in Gujarati

દેવલી - 19

ભાગ 19

....એક લાંબી આહ ભરતા સંગીતાએ ફરી કહ્યું.....ઘડીના છઠ્ઠા ભાગમાં મારી સામે આવીને પડ્યો.વેરવિખેર વાળ વાળો,ગુસ્સાથી રાતો પીળો ને કંઈક અલગજ દુનિયામાં આવી ગયો હોય તેવા અચરજભર્યા ભાવ ચહેરા પર ધારણ કરેલો,ચહેરાને ગંભીર રૂપ આપીને અમારા સૌની સામે ઘુરકયો.. આ બધી દુનિયા અને એક પળમાં હોસ્ટેલના ટેરેસથી અહીં ફેંકનાર પળો તેને કલ્પના બહારની સૃષ્ટિ લાગી....અદભુત છતાં અકલ્પનીય ગુફા હતી.અમારા ચહેરાના હાવભાવ પરથીજ કંઇક રંધાતું હોવાની ગંધ તેને આવી ગઈ હતી.તલપ અને દેવલી પર કેટલાય સવાલો કરતી નવાઈ પામીને ગુસ્સાને મનોમન પીતી તેની રોષભરી નજરો ફરે જતી હતી.ક્યારેક ક્યારેક તેના કિંકર્તવ્યમૂઢભર્યાં લોચન અમને પણ સળગાવી મૂકે એવા સવાલો કરે જતાં હતા.
અથર્વનાથે યજ્ઞકુંડમાં ધૂનો ધખ-ધખવ્યો.ગરમ- ગરમ દવ જ્વાળાઓ ગુફાને ગૂંગરાવતી ઉકળી રહી હતી.જ્વાળાઓને કેદ કરતો હોય તેમ અથર્વનાથ પોતાના બંને હાથ વડે જ્વાળાઓ પર બંધ ખોબાનું રૂપ ધરીને કંઈક મંત્રોચ્ચાર ઉચ્ચારવા લાગ્યો...


જાણે પોતે જે ઇચ્છતો હતો તે મળી ગયું હોય તેવા અટ્ટહાસ્ય સાથે તે પોતાનો બંધ ખોબો રોમીલ આગળ લઈ ગયો.મૂર્તિ બની ગયેલો રોમીલ હજુએ વિચારોના યુદ્ધમાં જંગ લડતો હતો.ફટાક દઈને ખોબો ખોલી દઈને બંને હથેળી પર પોતાના ગરમ ગરમ હોઠનો સ્પર્શ કરીને મંત્રો બોલવા લાગ્યો.કેદ થયેલી જ્વાળાઓ તેની ખુલ્લી હથેળી ઉપર ઘુમરાવો લેતી ત્યાંજ ફરી જતી હતી.જાણે તે જ્વાળાઓને મંત્રો વડે કંઈક કહી રહ્યો હોય તેમ તેના હોઠ ફફડતા હતા.....અને ...અને જાણે જ્વાળાઓને તેનો ધારદાર સંદેશો આજ્ઞા સહ મળી ગયો હોય તેમ તેના મોઢામાંથી ગરમ-ગરમ આહભર્યા ઉચ્છવાસોથી રમતી જોરથી લાંબી ફૂંક મળતાંજ રોમિલ ભણી સરકવા લાગી.મહાભારત કે રામાયણના યુદ્ધમાં છૂટેલા તીરમાંથી અલગ થયેલા ગોળા પેઠે તે સરકવા લાગી.કઈ વિચારે કે કરે તે પહેલાંજ સરકતી હતી એટલાજ શાંતથી જ્વાળાઓ રોમિલના ચહેરા ફરતે ત્રણ વાર પ્રદક્ષિણા કરીને એના પશ્વ મસ્તિકમાં અદ્રશ્ય થઈ ગઈ.વીજળીનો ઝટકો મળતાં શરીર જેમ થરકી ઉઠે તેમ રોમીલ પગની પાનીથી માથાની શિખા સુધી હલબલી ઊઠ્યો...પછી અથર્વનાથે શાંત થયેલા અગ્નિકુંડમાંથી ચપટીક રાખ લઈને રોમિલના કપાળે લગાવી તે રાખનું ભભૂત નામકરણ કર્યું.
એક જંગ જીતીને જેમ યોદ્ધો અટ્ટહાસ્ય કરે તેમા અથર્વનાથનું હાસ્ય ગુફામાં પડઘો બની ગુંજી રહ્યું.અમને પામી શકવાનો માર્ગ મળી ગયો હોવાના ભાવ તે હાસ્યમાં ખીલી રહ્યા હતા.અમને પણ થોડો સમય આ પ્રેમનું નાટક કરવું મુનાસીબ લાગી રહ્યું હતું.હવે રોમિલ બેહોશ થઈને એમજ મૂર્તિ બનીને ઊભો હતો.ઘડી પહેલાં હજારો સવાલ કરતી તેની આંખો હવે સ્થિર થઈ ગઈ હતી.ફક્ત હૃદય ધબકતું કોઈ માટીનું દેહ જોઈ લો ! હા તે મૂર્તિ બની સ્થિર થઈ ગયો હતો પણ, તેનું હૃદય ધબકી રહ્યું હતું.તેના હૃદયનો ભાગ ઉંચોનીચો થતો સ્પષ્ટ દેખાતો હતો.અને દૂરથીએ એ મૂર્તિમાંથી એ ધબકારા બહુ સ્પષ્ટ વર્તાતા હતા.
હવે તમે નિશ્ચિંત થઈ જાઓ.(આમ કહેતાક અથર્વનાથે અમારા ચારેય ભણી તેની નજરો કરી.)મૌસમી જાણે સંગીતાના શ્વાસોને થોડો વિરામ આપવા માગતી હોય તેમ બોલી.
અમારા ચહેરા પર હસીની રેખાઓ દોડતી જોઈને તેનામાં જુસ્સો આવ્યો.અમારી જાળમાં ફસાયેલો તે હવે અમારા સૌના; ખાસ કરીને મારા ને સંગીતાના મન,હૃદયને વિચારમાં તેની વિદ્યાનો એક્કો જમાવવા માંગતો હતો.તેનું થરકતું અંગ અંગ તેનામાં ઉછરી રહેલા પ્રેમના મોજાની સાક્ષી પુરતું હતું.તેને પોતાના પ્રભાવની છાપ અમારામાં ઠોસી ઠોસીને ભરવા સ્વની આત્મસ્લાઘા ચાલું કરી....
......હવે આ સામે ઝબક ઝબક થતી પારજાંબલી રેખાઓ જ્યારે એકદમ સંપૂર્ણપણે કાળી થશે ત્યારે તેનામાંથી દેવલીના પ્રેમનો નશો ઉતરી જશે.હું મારા હાથમાં તેની લગામ લઈને આજ સાંજે તેના પરિવાર પાસે એક બીજું પિંડ તેના રૂપનુંજ બનાવીને મોકલીશ.એ પિંડનું રૂપ થોડાક સમય માટે બહાર ભણવા જવાની મંજૂરી લઈ આવશે એટલે તેનો પરિવાર આ રોમિલની શોધ પણ નહીં કરે કે પછી,તેના ગાયબ થવાથી જ્ઞાત પણ નહીં થાય.અમુક અમુક અંતરના સમયે તેનું રૂપ ઉડતી મુલાકાતો કે ફોન પર વાતો કરી લેશે.કોલેજમાં પણ તેના પરિવાર દ્વારા સંદેશો મળી જતા સમય જતાં તેના અદૃશ્યપણા આ પર પડદો મુકાઈ જશે.પણ, હા જો તે પહેલા આ ગમે તે રીતે બીજા વડે વિદ્યાના જોરે અહીંથી છૂટવામાં સફળ થયો તો, તો પછી તમામ પ્રયત્નો નિષ્ફળ જશે.....અને પછી તેની આ વિદ્યાથી અમે ખુશ થઈને એને રોજ મીઠી મીઠી વાતોમાંને પ્રેમની જાળમાં રચ્યોપચ્યો રાખતા રહ્યા.ઘણો સમય વીતી જવાથી અને યોજના કારગત નીવડી હોવાથી હવે અમે ક્યારેક ક્યારેક જતા હતા.અમે પ્રેમભરી વાતોથી અથર્વનાથને રોમિલનો નશો ઊતરે ત્યાં લગી કોઈપણ સંબંધો કે લગ્નના બંધનથી દૂર રહેવા મનાવી લીધો હતો.તે પણ ફરી શક્તિશાળી બનવા પોતાના રોજીંદા જીવનમાં મશગુલ થઈ ગયો હતો.તેના ગુરુને આ બધી જાણ ન થઈ જાય એ માટે તેનું રોજ ધ્યાનમાં બેસવું અને અમુક વિદ્યાઓને સદંતર ચાલુ રાખવી જરૂરી હતું.
રેડિયો પર બોલતી છોકરીની માફક પોતાની વાક્છટાથી અદભુત રહસ્યમય પીરસીને મૌસમી અટકી કે સંગીતાએ નવું આશ્ચર્ય ઉત્પન્ન કરતી વાત છેડી.... પરંતુ....
......પરંતુ એકવાર દેવલીએજ કંઈક કારણથી રોમિલને અઘોરીની કેદમાંથી છોડી દેવાની તલપને જાણ કરી હતી.અને ત્યાંથી છૂટતાજ રઘવાયેલો રોમિલ થોડાક દિવસ ક્યાંક ગાયબ થઈ ગયો.રોમિલના સંગે દેવલીનો મેળાપ કરાવવાના સપના તો મારા બાપુજીએ પણ જોયા હતા અને તેઓજ રોમિલ સંગ દેવલને હોસ્ટેલમાં દાખલ કરી હતી.
હા, પરષોતમ સંગીતા સાચું કહે છે.રોમિલના પિતા મારા ખાસ મિત્ર છે અને અમે અહીં પડખે પડખેજ રહેતા હતા.એતો પોતાની કંપની વધુ મજબૂત બની હોવાથી દૂર જતા રહ્યા હતા પણ રોમિલને તે અહીં તેના નાના ભાઈ અને રોમિલના કાકાના ઘરેજ મૂકીને ગયા હતા.અને રોમિલ મને બાપુજ કહેતો હતો.નરોતમ એકવાર શહેરમાં આવ્યો હતો ત્યારે મેંજ રોમિલના બાપુ તરીકે ને સઘળી જવાબદારી લઈને રોમીલ માટે દેવલીના હાથની માંગ કરી હતી અને તેતો મનેજ રોમિલનો પિતા માનવા લાગ્યા હોય તેવું લાગતું હતું.
હા, બાપુજી તમારી વાત સાચી છે.એક વાર દેવલીએજ ફોનમાં મને ને સંગીતાને કહ્યું હતું કે નરોતમકાકા રોમિલને સુદાનબાપાનોજ દીકરો માને છે અને મેં પણ તલપને પામવા હાટુ થઈને રહસ્યને રહસ્યજ રાખ્યું છે અને રોમિલ સુદાનબાપુનો દીકરો નથી તેનો ફોડ નથી પાડ્યો.
તો, સુદાનજી આ બધી વાતો તો હવે ગળે ઉતરીને સમજાઈ પણ ગઈ.પરંતુ નરોત્તમે કેમ મારાથી આ વાત છુપાવી.કદાચ વધુમાં વધુ તો હું તેને રોમીલ જોડે દેવલના રિશ્તાની ના કહેતો અને તેનાથી પણ, તેને કંઈ ઝાઝુ માઠું લાગત એવું લાગતું નથી.ને હા તમે હમણાં તો જાણે રોમિલને ઓળખતાજ ન્હોતા એમ કેમ અજાણ્યા બનતા હતા ?
અરે વહાલા પરસોતમ તને હવે તારા મિત્ર પર કંઈક શંકાઓ ઉપજતી હોય એવું લાગે છે.અરે એતો રોમિલને અહીંથી ગયે ઘણો વખત થયો છે એટલે અને આ બે છોળિયુંએ રોમિલ અને તલપ બેયનું ભેગું નામ લિધ્યું એટલે મેં કહ્યું હતું કે હા, તમારા હારે અહીં આવતા હતા તેજ રોમિલ ને તલપ ? મેં દેવલને સારું લાગે ને રોમિલ સંગ પહેલેથીજ મન મળી જાય એમ વિચારીને સાથે ભણવા મુક્યા હતા.પછી તો રોમિલ આમની સાથે સાથે ઘણીવાર અહીં આવતો અને એવો સંસ્કારી,ગુણવાન ને સુંદર છોકરો તારી દેવલ માટે તને બતાવત તો, તું કેટલો ખુશ થઈ જઈશ એમ વિચારીનેજ પરણવા લાયક થાય ને રોમિલ-દેવલનું ભણતર પૂરું થાય ત્યાં લગી તારાથી આ વાત છૂપાવી રાખવાનું મુનાસિબ સમજેલ... અને મને એમ કે મારી પાસે દેવલ વધુ રહી હોવાથી તુંજ મને દેવલ માટે મૂરતિયો શોધવાનું કહીશ એટલે સીધો તારી સામે રોમિલનેજ હાજર કરી દેત....એટલા માટેજ મેં નરોતમ જોડે રોમિલ-દેવલની વાત પણ માંડેલી.પરંતુ થોડા દિવસમાં તો કંકોતરી મળતાં મને એ વખતે તને રોકવો યોગ્ય ના લાગ્યું.અને વળી બધું પાર પડી ગયુ હોવાથી હવે કંઈપણ નહીં થશે કે એમ વિચારીને મારા મનની વાત મનમાંજ દબાવીને રાખી દીધેલ.હજુએ તને તેણી જાણ ના થાય એટલે સાવ અજાણ બની વર્તતો હતો.કેમ કે હું તને દુઃખી જોવા નહોતો માંગતો.નસીબમાં હોય તેજ થાય છે એ હિસાબે મેં મારા મોંઢે છ મણનું તાળું મારી દીધું હતું.આ તો હવે તે બધા રહસ્ય કહ્યાં એટલે છુપુ રાખવું યોગ્ય ના લાગતા તને વિગત કહી...
બસ... બસ....બસ સુદાનજી મને માફ કર.તું ક્યારેય મારું ખોટું કરવું તો દૂર રહ્યું; વિચારી પણ ન શકે.આતો મારીજ મતિના ગ્રહો ઉલટા છે એટલે એવો કજાત વિચાર આવ્યો.મિત્ર મને માફ કર...
અરે ના ના પરસોતમ હવે તે બધું જવા દે.મને જરાય ખોટું નથી લાગ્યુ; ઊલટાની ખુશી થઇ કે તને તારા પ્રશ્નોનું,તારા મનનું અને મારા વિચારોનું સમાધાન મળી ગયું.હવે આગળ શું કરવું તે વિચારીએ.અને હા, સંગીતા-મૌસમી હવે તમારે કંઈ કહેવું છે ?
ના, બાપુ બસ પછી તો તલપે અઘોરી અથર્વનાથને અમારા વડે મીઠી વાતોમાં ફસાવીને હવે, દેવલ તલપના લગ્ન રાજીખુશીથી થતા હોવાથી રોમિલ કઈ નહિ કરે એમ મનાવી-સમજાવીને રોમિલને આઝાદ કરાવી દીધો હતો.પછી મૌસમીએ અથર્વનાથને થોડા દિવસમાંજ બાપુ જોડે વાત કરીને માંગુ લઈને આવવા મનાવી લેવાનો સધિયારો આપીને પોતાની વાતમાં ફરી ભોળવી દીધો હતો.
તો પછી, સંગીતા તે અથર્વનાથે તમને આટલો બધો સમય વિત્યો છતાં તેની વિદ્યા વડે કઈ કર્યું નહીં ? આટલા સમયમાં તેને ઘણી બધી જાણ થઈ ગઈ હોવી જોઈએને ?
બાપુજી તમારી વાત સત્ય છે અને તમારા મનમાં જે શંકા ને ડરના વિચારો ઉત્પન્ન થાય છે તે પણ યોગ્ય છે.હું ને મૌસમી તેની વિદ્યાથી ડરતા હતા એટલે ઓતરા-દહાડે તેને મળવા જતા હતા.દેવલીના મરણ બાદ ત્રણેક મહિના સુધી અમે તેને મળવા ગયા હતા.પરંતુ ત્યારબાદ અમે છ મહિના બહાર ભણવા જવાનું કહીને અને દેવલીનું મરણ થયું હોવાથી હાલ બાપુ નહિ માને એટલે એકાદ વર્ષ લગ્ન માટે રોકાઈ જવું પડશે તેમ કહીને મનાવી લીધો હતો.
પછી બાપુ સંગીતાએ કહયું તેમ અમે બંને ફરી એકાદ વર્ષનો સમયગાળો પસાર થતા તેને ફરી કઈક જળમાં ફસાવા ને લગ્ન માટે રોકાઈ જવા માટે મનાવા મળવા ગયા હતા.પરંતુ તે ત્યાં હતોજ નહીં ! આજુબાજુથી ઉડતું ઉડતું જાણવા મળેલ કે તેના વડે એક મોટી ભૂલ થઈ ગઈ હોવાની જાણ તેના ગુરુદેવને થઈ જતા તેના ગુરુદેવેજ બે-એક મહિના પહેલાં તેને શ્રાપ આપી અદ્રશ્ય કરી દીધો હતો.અમે ઘણીવાર ત્યાં ગયા પણ તેનો ક્યારેય પતોજ ના મળ્યો.અમે દેવલી કરતાં સાતેક વર્ષ નાની અને રૂપાળી હોવાથી તે અમારી પર મોહી પડ્યો હતો.દેવલી ત્યારે ચોવીસની અને અમારી ઉંમર ૧૭ વર્ષની આસપાસ હતી.પરંતુ શરીરમાં અમે વીસેકની રૂપવતી દેખાતા હતા અને અમારી ને તેની ફૂટતી જવાનીથી તે પીગળી ગયો હતો.આટલા સમય બાદ હવે અમે પણ છવ્વીસની ઉપર વિવાહ લાયક થઇ ગઇ હોવા છતાં તે અથર્વનાથના ભયથીજ આટલા સરસ માંગા આવતા હોવા છતાં ઠુકરાવતા રહીએ છીએ.નથી ને કદાચ તે અમારું રાજ વિદ્યાની જોરે જાણી ગયો હોય અને આમારો ઉગતો સંસાર ડામાડોળ કરવાની રાહ જોતો બેઠો હોય !
અરે મારી દેવલી હાટુ થઈને તમે આખા પરિવારે એકબીજાની જાણ બહાર આટ-આટલો ભોગ આપ્યો છે ! ખરેખર નસીબદાર છું કે મને દેવલ જેવી દીકરી મળી.કે જેના સારા સ્વભાવથી તમારા જેવા આટલા ભોળા મનેખોનું સત્ય જાણવા મળ્યું.હવે બેટા તમારે જરાય મુંઝાવાનું નથી.હું બધો પતો લગાવીને રહીશ અને તમને દીકરીઓ માનીને તે અથર્વનાથના ભયથી પણ મુક્ત કરાવીશ.દેવલીને ના વળાવી શકનાર આ બાપ તમને ધામધૂમથી વળાવશે.બસ હવે આપણને ખૂટતી કળીઓ અને રહસ્યોને ઉજાગર કરતી બેજ કડી સામે દેખાય છે.અને હા કદાચ તમને અથર્વનાથ પસંદ હોય અને તમે બન્ને તેને વળવા માંગતી હોય ને, જો તો તારા બાપુ હા પાડે તો હું પણ રાજી છું.થોડીક પળ સન્નાટો છવાઈ ગયો.મૌસમી અને સંગીતના મુખ પર મૌન પ્રસરાઈ ગયું.જાણે તેમનું મૌન થોડાક અંશે પરષોતમ કાકાના વિચારો સાથે સહમત હોય.પછી આ મૌનને તોડતા મૌસમી બોલી...
હા, બાપજી હું અને સંગીતા સમજી ગયા.એક તલપ અને બીજો રોમિલ ! જેમાં રોમિલ તો છે નહીં પરંતુ તેના પરિવાર અને આસપાસના લોકો કનેથી કંઈક મળી આવવાની આશા છે.પરંતુ આપણે પહેલા તલપનો સાથ લઈશું...! (પ્યારના વિચારો પોતાના ચહેરા પરથી પરષોતમકાકા અને બાપજી પારખી ના લે એટલા માટે મૌસમીએ વાત ફેરવતા કહ્યું.)
હા, મૌસમી હો ! અરે મગજમાંજ ના આવ્યું આતો ! કે રોમિલ ગયો પણ તલપને કેમ કંઈ ના થયું ? નક્કી તલપ કનેથીજ આપણને આગળની કડી મળી રહેશે.
હા પરષોતમ સંગીતા અને મૌસમી ઠીક કહે છે અને તે પણ તલપ પરજ સોંય સાધી છે તો જરૂર એમાં પણ કુદરતનો કઈક અણસાર હશે...પછી ચારેય તલપના ઘેર જવા.......

( મિત્રો હવે આગળ તલપ કનેથી શું જાણવા મળે છે ને તે કંકાવતી,જીવણ ને રોમિલ બધાનો પડદો ઉચકશે કે ડરથી ચૂપ રહેશે તે જાણવા આવતા રવિવારે વાંચવાનું ભૂલતા નહી...આપના સ્નેહભર્યા પ્રતિભાવ અને નોવેલ પ્રતિના આપના ઉત્કૃષ્ટ ભાવોને હૃદયથી આવકારું છું....ખૂબ ખૂબ આભાર....સમયના થોડા અભાવથી આ ભાગ બહુ નથી લખી શક્યો...ક્ષમા કરશો તેવી આશા સહ જય ભારત....આપના પ્રતિભાવો જરૂર આપજો....શુભ રાત્રી જય અંબે...આશુમન સાંઈ યોગી રાવળદેવ..)👍


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED