a trenni mulakat books and stories free download online pdf in Gujarati

એ ટ્રેનની મુલાકાત

*એ ટ્રેનની મુલાકાત*. વાર્તા... ૯-૩-૨૦૨૦

આમ જિંદગીમાં ક્યારેય મુસાફરી માં એવી ઘટના ઘટી જાય એ જીવનભર યાદ રહી જાય છે..
આ વાત છે આશરે પંદર થી સોળ વર્ષ પહેલાંની.
આવી જ એક ટ્રેનમાં મુસાફરી કરતા થયેલી મુલાકાત અને એક સ્ત્રી તરફથી કરવામાં આવેલી એક સ્ત્રી ને મદદ....
આરતી હેન્ડીક્રાફટ ( તોરણો, ઘરને શણગારવા નાં હાથથી બનાવેલ ગૃહ ઉદ્યોગ ) માં નોકરી કરતી હતી....
આરતી ને પરિવારમાં બે બાળકો હતા...
ઘર ચલાવવા આરતી અને પંકજ અથાગ પ્રયત્નો કરીને મહેનતની કમાણીમાંથી બાળકો ને ભણાવતાં હતાં...
આરતી ને જે તોરણો બનીને આવે એને ચેક કરવાના અને પેક કરીને જમા કરવાનાં અને આવનારી બહેનો ને માલ ગણીને આપવાનો.. અને મહિનો થાય એટલે જે બહેનો કામ કરતી હોય એનો હિસાબ કરીને પગાર ચૂકવવાનો...
સૂરતમાં હેન્ડલૂમ ની વસ્તુઓ નો સેલ (‌ મેળો ) હતો...
તો આરતી ના શેઠ, શેઠાણી એમનાં બાળકો ને અને પૂરતો તોરણો નો માલ લઈને સૂરત જતાં રહ્યાં હતાં...
એટલે આરતી અહીં નો ગૃહ ઉદ્યોગ સંભાળતી હતી...
મેળો એક અઠવાડિયા નો હતો...
સૂરતમાં તોરણો,ટોડલીયા,કિચન નો માલ નો ત્રણ જ દિવસમાં ઉપાડ થઈ ગયો હવે તો ચાર પાંચ તોરણીયા,ટોડલીયા,કીચન એટલું જ રહ્યું...
એટલે વીણા બહેન શેઠાણી નો ફોન આરતી ઉપર આવ્યો અને કહ્યું કે કાલ સવારે વહેલી ટ્રેનમાં તું જેટલો હોય એટલો માલ લઈને આપી જા..
આરતી કહે સારું બહેન...
આરતીએ બધો માલસામાન પેક કરીને ઘરે લઈ ગઈ અને ઘરમાં વાત કરી...
પણ પંકજ ને નોકરીમાં તાત્કાલિકમાં ઈમરજન્સી સિવાય રજા ના મળે તો એ સૂરત આરતી સાથે કેમ જાય...
અને બાળકો નું પણ ધ્યાન રાખવાનું ...
એટલે આરતી એ બાજુમાં રહેતા પડોશી ની દિકરી પૌલોમી ને વાત કરી કે તું મારી સાથે આવીશ... પૌલોમી કોલેજમાં ભણતી હતી...
એણે હા પાડી...
સવારે આરતી અને પૌલોમી વહેલી ટ્રેનમાં સૂરત જવા કાલુપુર ( અમદાવાદ ) થી બેઠાં...
એક પછી એક સ્ટેશન જતાં હોય છે...
આણંદ આવે છે ત્યાં એક યુવાન પંચોતેર વર્ષના માજીને આરતીની સામેની સીટ પર બેસાડીને પાણી લઈને આવું કહી જતો રહ્યો એ એટલું ઝડપથી બન્યું કે આરતીને કંઈ અજુગતું નાં લાગ્યું...
આણંદ થી ટ્રેન એની ગતિએ ચાલવા લાગી...
પેલાં માજી મારો દિકરો, દિકરો કરતાં રહ્યાં...
ડબ્બામાં રહેલા બીજા યાત્રીઓ પણ આ માજીની વાત સાંભળી રહ્યા..
આરતીએ એમને આશ્વાસન આપ્યું કે બીજા ડબ્બામાં બેસી ગયા હશે આપ ચિંતા ના કરો...
પછી પુછ્યું..
કે બા તમારું નામ શું છે???
બા કહે કલા નામ છે મારુ..
આરતી કહે તમારે સંતાનો કેટલાં છે???
બા કહે બે દિકરાઓ જ છે..
મોટો રોહન વિદેશમાં છે એ ત્યાં જ ઠરીઠામ થઈ ગયો છે..
અને નાનો સોહમ એને બિચારા ને બે દિકરીઓ છે એક બે વર્ષની અને એક પાંચ વર્ષની...
સોહમની વહું વૈશાલી બહું જબરી છે...
પણ સોહમ મારો ડાહ્યો છે..
આમ કરતાં વડોદરા આવ્યું...
ડબ્બામાં થી બીજા યંગ સહયાત્રીઓ દરેક ડબ્બામાં ફરી આવ્યા પણ ક્યાંય સોહમ દેખાયો નહીં...
વડોદરા થી ટ્રેન ઉપડી અને કલા બા ને તાવ ચડ્યો અને ચક્કર આવવા લાગ્યા એમણે આરતીને કહ્યું બેટા મને સોહમ જોડે લઈ જા...
આરતી કહે પણ તમે જતાં ક્યાં હતાં...
તો બા કહે સૂરતમાં અમારાં નાતવાળાઓ કથા બેસાડી છે એ સાંભળવા લઈ જતો હતો...
આરતીએ કહ્યું કે બા હું સૂરત જ નોકરીનાં કામે જવું છું કહો તો ત્યાં પહોંચાડી દવુ...
કલા બા કહે ના બેટા મારે ઘરે જ જવું છે...
આરતીએ બીજા સહયાત્રીઓ ને કહ્યું કે કોઈ મદદ કરવા તૈયાર છે પણ બધાં એ પોત પોતાના બહાનાં બતાવી છૂટી પડ્યા...
આરતીએ પૌલોમી ને રૂપિયા અને સૂરતની ટીકીટ આપીને આટલો માલસામાન પહોંચાડી તું વળતી જ ટ્રેનમાં આણંદ ઉતરી જજે... હું આણંદ સ્ટેશન પર જ મળીશ ...
બોલ તું ગભરાઈશ નહીંને...
પૌલોમી કહે ના માસી...
અને આરતીએ આગળ જે સ્ટેશન આવ્યું ત્યાં ઉતરી બા ને લઈને અને નશીબ સારાં કે આણંદ જવા માટે ટ્રેન ઉભી જ હતી..
એમાં બા ને લઈને બેસી ગઈ..
બા ને પુછ્યું કે તમે આણંદ કઈ જગ્યાએ રહો છો???
બા કહે બેઠક મંદિર ની સામે રહું છું...
આરતી કહે સારું તમને તમારું ઘર યાદ છે ને???
બા કહે હા બેટા...
આમ વાતો કરતાં આણંદ આવ્યું...
આરતીએ સ્ટેશન થી રીક્ષા કરીને બા એ કહ્યું એ એડ્રેસ પર ગયા...
બેઠક મંદિર ની સામેની ખડકીમાં જઈ જે ઘર બતાવ્યું એનો દરવાજો ખખડાવ્યો...
વૌશાલી એ દરવાજો ખોલ્યો અને કલા બા ને જોઈ ને મોં બગાડ્યું... અને બબડતાં માથે પડ્યાં છે તે ક્યાંય જતાં જ નથી...
બે દિકરીઓ બા ... બા કરતી દોડતી આવી...
આરતીએ કહ્યું કે સોહમ ભાઈ ક્યાં છે???
એટલામાં જ સોહમ બહાર આવ્યો???
આરતીએ કહ્યું કે દરવાજામાં થી અંદર તો આવવા દો અમને...
સોહમ કહે તમે કોણ છો???
અને આમને લઈને કેમ આવ્યા છો???
બહું દયા આવતી હોય તો લઈ જાવ તમારે ઘેર મારે નથી જોઈતાં..
આખો દિવસ કચકચ અને ખાસતા જ હોય છે..
વૌશાલી કેટલું કરે..
મોટો ભાઈ તો છટકી ગયો વિદેશ જઈને...
હું ક્યાં જવું મારી ઓછી આવકમાં...
આમ દરવાજામાં જ રકઝક ચાલતી હતી..
અને એ જ ખડકીમાં રહેતી રોશની જે આરતી જોડે ભણતી હતી એ બહાર નીકળી...
આરતી અને રોશની એકબીજાને ભેટી પડ્યા...
આરતીએ રોશનીને બધી વાત કરી..
રોશની એ પણ સમજાવ્યું...
અને સોહમ અને વૌશાલી નાં માનતાં..
રોશની એ પોતાના મોટાભાઈ અરવિંદ ને બોલાવી લાવી..
અરવિંદ ભાઈ નું વર્ચસ્વ આખાં આણંદમાં હતું...
અરવિંદ ભાઈ એ આવીને સોહમ અને વૌશાલીને ધમકાવ્યા અને કલા બા ને અંદર રૂમમાં બેસાડ્યાં અને કહ્યું કે જો સોહમ કલા બા નું કુદરતી મોત સિવાય જો કંઈ પણ એમને થયું તો હું તમને બન્ને ને જાનથી મારી નાખીશ...
આ બધું પતાવીને આરતી સ્ટેશન પહોંચી અને પૌલોમી આવતા બન્ને આવી યાદગાર મદદને વાગોળતા ઘરે પહોંચ્યા...
આમ ખરાં સમયે એક સ્ત્રી જ સ્ત્રીની મદદગાર બની અને એ ટ્રેનની મુલાકાત જીવનભર યાદ બની રહી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED