દિલ કા રિશ્તા - 22 Tinu Rathod _તમન્ના_ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા - 22


( મિત્રો આપણે આગળ જોયું કે સમર્થ વિરાજને આશ્કા પ્રત્યેના પ્રેમનો એહસાસ કરાવે છે. અને જલ્દીથી આશ્કાને એના મનની વાત કહેવાનું કહે છે. વિરાજને પણ આશ્કા પ્રત્યેના એના પ્રેમનો એહસાસ થાય છે. બંને એકબીજાના મનની વાત જાણી તો ગયા છે પણ બસ હવે ખાલી હોઠો થી એકરાર કરવાની વાર છે. એ એકરાર કેવી રીતે કરે છે બંને એ આ ભાગમાં જોઈશું.)

વિરાજ સૂતો હોય છે અને એના કાનમાં ફરીથી એ જ પાયલ અને બંગડીનો રણકાર ગૂંજે છે. હજી એણે આંખો ખોલી પણ નોહતી અને એના ચેહરા પર ઝીણીઝીણી બૂંદોનો છંટકાવ થાય છે અને એ આંખો પટપટાવીને જાગે છે. આંખો ખોલતાં જ સામે જે નજારો જોવાં મળે છે એ જોઈને એની આંખો પલક જબકવાની જ ભૂલી જાય છે.

એ સામે આશ્કા ની પીઠ જુએ છે. આશ્કા એની વિરુધ્ધની દિશામાં ઊભી રહીને એના વાળમાંથી પાણી જાટકતી હોય છે. દૂધિયા સફેદ સિફોનની સાડી જેની કિનારી પર રાની કલરની ગુલાબી લેસ જેની પર કચ્છી વર્ક કરેલું હોય છે. અને એજ વર્કવાળી રાની કલરની પોણીયા બાયની બ્લાઉઝ. જે પાછળથી ખાલી ખભા પર અને કમર પર દોરીના સહારે જ બાંધેલી હોય છે. એની બંને બાય પર કળા કરતાં મોરનું ભરતકામ કરેલું હોય છે. પાછળની દોરીના કિનારે કાચના આભલાંવાળા લટકણ લટકતાં હોય છે. એ આભલાં પર સૂર્યનો પ્રકાશ પડે છે જે પરાવર્તિત થઈને વિરાજની આંખો પર પડે છે. છતાં પણ વિરાજ એની સામેનાં એ દશ્યને જોવામાં એકદમ મગ્ન હોય છે.

એક દોરીના સહારે જ બંધાયેલું એનું જોબન જાણે તનીને ઉભેલાં કોઈ ઉતુંગ શીખર જેવા દિસતા હતાં. એનો ગોરી ગોરી પીઠ જાણે બરફ આચ્છાદિત કોઈ પહાડ હોય. અને એની કમર જાણે પહાડ પરથી ઉતરતી અને વળાંક લેતી કોઈ સરિતા જ જોઈ લો. હમણાં જ સ્નાન કરીને અને વાળ ધોઈને આવી હોવાથી એની પીઠ પર અને કમર પર પાણીની ઝીણી ઝીણી બૂંદો પથરાયેલી હોય છે જેને જોઈને લાગે છે જાણે ગુલાબની પાંદડી પર શબનમના મોતી પથરાયેલાં હોય. વારંવાર પોતાનાં વાળોને જટકતી હોવાથી એનું શરીર જે હળવું કંપન કરે છે જેનાથી એવું લાગે છે જાણે કોઈ ચંચળ ઝરણું સરિતા બનવા જઈ રહ્યું હોય.

વિરાજ મયમદ થઈને એના આ રૂપનું સેવન કરતો હોય છે અને અચાનક આશ્કા પાછળ ફરે છે. આશ્કાના આમ અચાનક ફરવાથી એ એકદમ ગભરાઈ જાય છે અને એનો હાથ સરકી જતા એ પલંગ પર ગબડી જાય છે. એના આવા હાલ જોઈ આશ્કા ખડખડાટ હસવા લાગે છે. આશ્કાના આમ હસવાથી વિરાજ ગુસ્સામાં એની તરફ જાય છે અને એના હાથને મરોડીને કમર પાછળ રાખે છે. વિરાજના આમ કરવાથી આશ્કાના મોઢેથી આહ નીકળે છે અને એ વિરાજને હાથ છોડવાનું કહે છે. એ વિરાજના હાથમાંથી પોતાનો હાથ છોડાવવા મથે છે પણ વિરાજની મજબૂત પકડમાંથી છૂટી નથી શકતી.

આશ્કા : આહ છોડો મારો હાથ.. મને દુઃખે છે.

વિરાજ : પણ તું મારી પર હસી કેમ ?

આશ્કા : ના હું તમારી પર નથી હસી.

વિરાજ : અચ્છા તું મને ડફોર સમજે છે. મને સમજ આવે છે તું મારી પર જ હસતી હતી.

આશ્કા : સારું બાબા મને માફ કરો. હવે નહી કરું એવું. હવે તો છોડી દો.

વિરાજ : છોડી દઈશ પણ સજા તો ભોગવવી પડશે. એમ કહી એ આશ્કાની નજીક જાય છે. અને એના ગરદન પાસેથી વાળ દૂર કરી એના ગળા પર એક કીસ કરે છે.

વિરાજના સ્પર્શથી આશ્કાના શરીરમાં જાણે વિજળી દોડી ગઈ હોય એમ એના શરીરમાં ઘ્રુજારી પેદા થાય છે. એના ગાલો પર શરમના શેરડા પડે છે. વિરાજ એની સામે આવે છે. એની આંખોમાં આંખો નાંખીને જુએ છે. વિરાજના આમ જોવાથી આશ્કા શરમથી પાણી પાણી થાય છે. એ એના પગના અંગૂઠાને એકબીજા સાથે ઘસે છે. અને નજર નીચે કરી લે છે. વિરાજ એની દાઢી પર હાથ રાખી એનું મુખ ઊંચુ કરે છે. અને કહે છે.

વિરાજ : આશ્કા I LOVE YOU.. હા હું તને પ્રેમ કરવાં લાગ્યો છું. અત્યાર સુધી હું એમ જ સમજતો હતો કે પ્રેમ એક જ વાર થાય છે. અને હું રાહી સિવાય કોઈને પ્રેમ ના કરી શકું. પણ તારા મારી જીંદગીમાં આવવાથી હું સમજી શક્યો છું કે, હા પ્રેમ બીજીવાર પણ થાય છે. તારી સાદગી, તારી નિર્દોષતા, તારી સમજણ બધું મને તારી તરફ ખેંચે છે. પણ હું એ જાણવા માંગુ છું કે શું તું પણ મને પ્રેમ કરે છે ? તું એવું બિલકુલ ના વિચારતી કે હું તને પ્રેમ કરું છું તો તારે પણ મને પ્રેમ કરવો જ જોઈએ. જો તારા મનમાં મારા પ્રત્યે એવી કોઈ ફીલીંગ ના હોય તો તું બેજીજક કહી શકે છે. પણ તારા મનમાં જે પણ હોય એ નિખાલસતાથી કેહજે. Do you love me..?

વિરાજનું આટલું પૂછતાં જ આશ્કા એની તરફ જુએ છે. અને પછી તરત વિરાજના આલિંગનમાં સમાય જાય છે. અને વિરાજને આશ્કાનો વણકહ્યો જવાબ મળી જાય છે. વિરાજ પણ એને પોતાનામા સમાવી લે છે. અને બંને હૈયાં એકબીજાને મળીને તૃપ્ત થાય છે. એ લોકો આમ જ એકબીજાની બાહોમા હોય છે અને વિરાજના ફોનની રિંગ વાગે છે. વિરાજ આશ્કાથી અળગો થાય છે. અને ફોન રીસીવ કરે છે. ફોન સમર્થનો હોય છે.


સમર્થ : ઓયે સુન... મારી ટ્રાવેલ એજન્ટ સાથે વાત થઈ ગઈ છે. હમણાં અડધો કલાકમાં ડ્રાઈવર આવે છે તો તું રેડી થઈ જા.

વિરાજ : હા અમે રેડી થઈને આવીએ છીએ.

આટલું કહી એ ફોન મૂકે છે. અને આશ્કાને કહે છે, હું નાહીને આવું છું ત્યાં સુધી તું તૈયાર થઈ જા. અને એ બાથરૂમમાં જાય છે. અને ફટાફટ નાહીને આવે છે. બહાર આવીને એ જુએ છે તો આશ્કા ડ્રેસીંગ ટેબલ સામે બેસી વાળ ઓળી રહી હોય છે. એ એની જઈને એના ભીના વાળ આશ્કા તરફ જટકે છે. આશ્કા ઊભી થાય છે અને ખાલી ખાલી ગુસ્સામાં એની તરફ જુએ છે અને કહે છે.

આશ્કા : વિરાજ તમે આટલાં બદમાશ હશો એ મને ખબર જ નોહતી.

વિરાજ : ઓહ તને હું બદમાશ લાગું છું. તો પછી મારે તને મારી બદમાશી બતાવવી પડશે.

એમ કહી એ આશ્કાની નજીક જાય છે અને એનાં હોઠને એના હોઠો પર મૂકવા જ જાય છે કે, આશ્કા અને હળવો ઘક્કો મારી દૂર કરે છે. અન કહે છે, સમર્થભાઈ રાહ જોતાં હશે અને તમને અહીં રોમાન્સ સૂઝે છે.

વિરાજ : તે મારો રોમાન્સ હજી જોયો જ ક્યાં છે. એ તો તને રાતે ખબર પડશે. અને એ પણ ફટાફટ તૈયાર થાય છે.

બંને રૂમની બહાર નીકળે છે ત્યારે જ સમર્થ અને કાવ્યા પણ બાજુનાં રૂમમાંથી બહાર આવે છે.

કાવ્યા : oh my god.. Ashka.. u looking gorgeous.. wow so beautiful.. and this sari so petty..

સમર્થ : હા આશ્કા તું ખૂબ સુંદર લાગે છે. લાગે છે વિરાજે તને કોઈ જડીબુટ્ટી પીવડાવી છે જેનાથી તું આટલી સુંદર લાગે છે. અને એ વિરાજ તરફ જોઈને આખ મારે છે.

વિરાજ : હા પ્રેમની જડીબુટ્ટી પીવડાવી છે મે એને.

કાવ્યા : ઓહ તો પ્રપોઝ કરી દીધું એમ.. તો આશ્કાએ શું જવાબ આપ્યો.

સમર્થ : એમાં પૂછવાનું શું હોય તું એના ફેસનો ગ્લો જોઈને જ જાણી લે કે એનો શું જવાબ હશે.

આ લોકોના આમ વાત કરવાથી આશ્કા શરમની મારી લાલ થઈ જાય છે અને એ વિરાજની છાતીમાં એનું મુખ સંતાડી દે છે. એની આ ચેષ્ટાથી બધાં હસવા લાગે છે. અને વિરાજ એને જોરથી પોતાની બાહોમા ભરી લે છે.

ચારેય જણાં નીચે રિસેપ્શન પર જાય છે. ત્યાં ડ્રાઇવર હાજર હોય છે. આમ તો એ લોકો હનીમૂન ટૂર પર આવ્યાં હોય છે એટલે દરેક કપલ માટે અલગ કારની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. વિરાજ અને સમર્થે પણ એકબીજાને પ્રાઈવેસી મળે એટલે જુદી જુદી કારમાં જ જવાનું નક્કી કર્યું હોય છે. પણ એ લોકો ડ્રાઈવરને કાર સાથે જ ડ્રાઈવ કરવાનું કહે છે.

વિરાજ અને આશ્કા ગાડીમાં ગોઠવાય છે. બંને વચ્ચે હવે કોઈ પણ સંકોચ ના રહેતા બંને જણાં એકબીજાના સાનિધ્યને માણે છે. કારમાં વિરાજ આશ્કાનો હાથ એના હાથમાં લે છે. આશ્કા પણ એની હથેળીનો હળવો દબાવ આપે છે અને વિરાજના ખભા પર માથું ઢાળી દે છે.

આખો દિવસ એ લોકો જુદી જુદી જગ્યા પર ફરે છે. ત્યાંના મઠ જોઈને આશ્કા અભિભૂત થઈ જાય છે. ચારેય જણા ફોટા પણ ખૂબ પાડે છે. વિરાજ અને આશ્કા પણ કોઈ પણ સંકોચ વિના રોમેન્ટિક પોઝમા ફોટા પડાવે છે. આંખો દિવસ કુદરતના સૌદર્યને માણી રાતે એ લોકો હોટલ પર પાછાં આવે છે. બપોરે હેવી લંચ લીધો હોવાથી અત્યારે એ લોકો હળવું જ ડીનર લે છે. ડીનર કરી ચારેય જણાં હોટલના ગાર્ડનમાં બેસે છે. અને થોડીવાર આમતેમની વાતો કરે છે. એ લોકો વિક્રમ અને રાહુલ સાથે પણ વિડીયો કૉલ દ્વારા વાત કરે છે. પછી એ લોકો સૂવા માટે એમની રૂમમાં આવે છે.

રૂમમાં આવી વિરાજ અને આશ્કા બંને શાવર લઈ ફ્રેશ થાય છે. આજે જ પ્રેમનો એકરાર થયો છે. અને હવે એ રાત પણ આવી ચૂકી છે જ્યારે બંનેનાં મન સાથે તન પણ એક થવાનાં હોય છે એનો એહસાસ થતાં આશ્કાના ચેહરા પણ ડર અને રોમાંચનો મિશ્રીત ભાવ જોવા મળે છે. વિરાજ એને એની બાજુમાં બેસાડે છે અને એના વાળમાં હાથ ફેરવે છે. આશ્કાના શરમ સંકોચને વિરાજ સારી રીતે સમજે છે. એ આશ્કાને સહજ મેહસુસ કરાવવા કાવેરીબેનને વિડીયો કૉલ કરે છે. કાવેરીબેનને જોઈને આશ્કા ખૂબ ખુશ થાય છે. કાવેરીબેન પણ એમને જોઈને ખુશ થાય છે. વિરાજ અને આશ્કાની નજરમાં આવેલો બદલાવ એમની પારખી નજર પકડી લે છે. અન એ બંનેને ટૂર એન્જોય કરવાનું કહી ફોન મૂકે છે.

કાવેરીબેન સાથે વાત કરી આશ્કાનો સંકોચ દૂર થાય છે. અને એ વિરાજ તરફ ખૂબ જ પ્રેમથી જુએ છે. વિરાજ એને પોતાની તરફ ખેંચે છે અને એના અધરો પર પોતાનાં અધર મૂકી દે છે. જાણે ભમરો ફૂલનો રસ પીએ છે તેમ એ આશ્કાના અધરનુ રસપાન કરે છે. આશ્કા પણ એના પહેલાં ચૂંબનને માણે છે અને વિરાજનો સાથ આપે છે. ધીરે ધીરે એ લોકો બેડ પર આવી જાય છે. એક પછી એક આવરણ દૂર થતાં જાય છે અને બારીમાંથી આવતો ચંદ્રનો પ્રકાશ એમનાં એક થવાની સાક્ષ પૂરે છે. વિરાજ દ્વારા પોતાને એક પૂર્ણ સ્ત્રીત્વની અનુભૂતિ થતાં એની આંખોમાં ખુશીના આંસુ આવે છે જેની પર ચાંદનીનો પ્રકાશ પડતાં એ તારાની જેમ ચમકી રહે છે.

એક અઠવાડિયું એ લોકો ખૂબ જ એન્જોય કરે છે. અને આજે ઘરે જવા માટે નીકળે છે. આ પ્રવાસ એમની જીંદગીનો સૌથી યાદગાર પ્રવાસ સાબિત થાય છે. એકબીજા પ્રત્યે પોતાનાં પ્રેમને વ્યક્ત કરીને બંનેજણા જાણે નવી જીંદગી શરૂ કરી રહ્યાં હોય એમ એકબીજાનાં હાથમાં હાથ નાંખી ગાડીમાં બેઠાં હોય છે. ચારેય જણાં ખૂબ જ ખુશ હોય છે. અને એકબીજામા લીન હોય છે. એટલામાં જોરથી એક અવાજ આવે છે. અને એમની આંખો આગળ અંધારું છવાય જાય છે.

** ** **

વધું આવતાં ભાગમાં..

Tinu Rathod - Tamanna