દાસ્તાને બી બિલ્ડીંગ - 5 Jigar Chaudhari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાસ્તાને બી બિલ્ડીંગ - 5

દાસ્તાને બી બિલ્ડીંગ ભાગ 5

સોમ ઘરે સાંજના સાત વાગે છે. ઘરેથી કયાં ગયા હતા એમ પુછતા સોમ એક મિત્ર ને મળવા જવાનું હતું અને ત્યાં જ વાતો કરતા સમય થઇ ગયો એમ કહીને વાત ને પુર્ણ વિરામ પર મુકી દેય છે. વિદ્યા કે એની મમ્મી વધારે કંઇ પુછ્યું નહીં કેમકે નયનની વાત થી એ બંને અને આખી સોસાયટી વાળાને ચિંતા હતી. જમ્યા પછી વિદ્યા નયને બી બિલ્ડીંગ નાં ધાબા પર શું જોયું તેની વાત કરે છે.
" એવું બધું કંઇ ન હોય " એમ કહી સોમ વાત ને ત્યાં જ અંત કરે છે.

ઘડિયાળમાં એક વાગી ગયો હતો આજે ફરી વિદ્યા ને એજ સપનું પાછું આવે છે. મંદિર, સમુદ્ર અને પછી થોડી વાર સુધી કંઇ દેખાતું ન હતું .....
પછી મંદિર ની ઘંટડી નો અવાજ
અને છેલ્લે બંદુકમાથી છુટેલી ગોળી .....

આજે પણ વિદ્યા ને સપનું આજે હેરાન કરતું હતું. વિદ્યા ઉઠે છે અને આમ તેમ ઘરની બહાર આંટા મારે છે. થોડી વાર પછી ઘરની બાલ્કનીમાં આવે છે. બાલ્કની બહાર જોતાં જ
અરે ! પપ્પા (મનમાં )
અરે પપ્પા નીચે શું કામ ગયા ?
પપ્પા સાથે કાળો કોટ વાળો વ્યકિત કોણ છે ?
વિદ્યા મનમાં ને મનમાં પોતાને સવાલ પુછી રહી હતી પણ એના જવાબ એની પાસે ન હતાં.

વિદ્યા એ વિચારવાનું છોડી પાછું બાલ્કની તરફ જોયું.

પપ્પા અને કાળો કોટ વાળો વ્યકિત વાત કરી રહયાં હતા અને પછી કાળો કોટ વાળો વ્યકિત પોતાના ખિસ્સામાંથી એક કાચની સફેદ કલરની શીશી આપે છે. એની અંદર ભુરા કલરનું પાણી હતું. એ બોટલ સોમને આપે છે. અને બી બિલ્ડીંગ ની ગોળ ફરતે છાંટી દે છે. વિદ્યા નવાઈ લાગી આ બધું શું ચાલે છે ? વિચાર પણ કર્યો કે લાવ નીચે જઇને પપ્પા ને પુછી લેમન પણ બીજી ક્ષણ વિચારે છે કોઈ વાત હશે જે પપ્પા ને ખબર છે પણ કોઇ ને કેહવા માગતા નથી તો શું કામ પુછવું જોયે પપ્પા સમય આવતા કહેશે એમ વિચારતી વિચારતી પોતાના રુમમાં જાય છે. વિદ્યા નાં મનમાં ધણા સવાલો હતા પણ એના પપ્પા પર એને સંપુર્ણ ભરોસો હતો કે સમય આવતા પપ્પા જરુર કહેશે.

બીજા દિવસે નાસ્તો કરી બધાં પાછાં નયનને ખબર અંતર પુછવા જાય છે. નયન તો આજે ઠીક જ હતો પણ ધાબા પર જાતાં ખુબ જ ડરતો હતો એમ એની મમ્મી ભાવના કહેતી હતી. નયન ને તો પાછી કાલની જ વાત શરુ કરી પણ આજે થોડો શાંત હતો. થોડી વાર પછી બધાં નયનની ઘરેથી નીકળે છે.

એકબીજા ને બાય કહી નીકળતા જ હતા ત્યાં વિદ્યાનું ધ્યાન બી બિલ્ડીંગ તરફ જાય છે. વિદ્યા બી બિલ્ડીંગ ની ચારેતરફ ફરે છે પણ એને કોઈ શંકા આવે એવી કોઈ વસ્તુ ની મળી એટલે એ બી બિલ્ડીંગ તરફથી નીકળતી જ હતી ત્યાં તેને અચાનક ધ્યાન તેનાં પગ પર જાય છે. એના પગની આગળ કોઈ લોકેટ હતું. વિદ્યા એ લોકેટ ઊંચકે છે. એનો કલર પીળો હતો. એમાં સુર્ય નું નિશાન હતું પાછળના ભાગમાં સુર્ય દેવ લખેલું હતું. અરે ! આ લોકેટ કશે જોયું છેં પણ કયા યાદ જ નથી આવતું
થોડી વાર વિચારે પણ કંઇ યાદ ના આવતા લોકેટ લઇ ઘરે આવે છે.

સોમ કંઇ વાત જાણે છે ?

કાળો કોટ વાળો વ્યકિત કોણ છે ?

હજુ તો બી બિલ્ડીંગ નું રહસ્ય બાકી છે.

રહસ્ય જાણવા માટે વાચતાં રહો દાસ્તાને બી બિલ્ડીંગ નો આગળ નો ભાગ