Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 24 - છેલ્લો ભાગ

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 24

જ્વલંતનાં અન્ન્શન નો ત્રીજો દિવસ હતો. ઘરની ત્રણેય વહુઓ સસરાજીએ કશું ખાધુ નથી એ ચિંતા કરતી હતી. ત્યારે જ્વલંત તંદ્રામાં હતા. એ સપનું જોતો હતો અને સપનામાં તેને એક ખુબ નાનો લીલો તક્ષક નાગ દેખાતો હતો.સપનુ આગળ વધ્યું અને તે નાગની હલચલ બદલાવા માંડી એક તબક્કે તે બે સોનેરી નાગમાં ફેરવાઇ ગયા અને જ્યાં રુપાંતરણ થયું ત્યાં સોનેરી રંગની ઘણી બધી રજકણો હતી.તેણે સપનામાં પડેલી એ સ્વર્ણ રજકણ ભેગી કરી અને ચકાસણી કરાવડાવી તો તે ૨૪ ટકા સોનુ હતુ. તેનું મન હતું તે તક્ષક નાગને શોધવા પાછું કાર્યરત થયું આ વખતે સ્વપ્ન જરા વિચિત્ર હતું નાના સાપોલીયા તો અસંખ્ય હતા પણ તેમની સાથે એક લીલી નાગણ અને નાગ પણ હતા.અને સ્વર્ણ રજકણ ની મોટી ઢગલીઓ પણ હતી. નાના તક્ષક નાગોથી તે જગ્યા ભરેલી હતી અને લીલા નાગ દંપતી સૌને ઉછેરતાં હતાં તેમને જરુરી દુગ્ધપાન કરાવતા હતા.નાગ અને નાગણ સ્વર્ણ રજકણો એકઠી કરી ઢગલીઓ પણ કરતી હતી

સપના જોતા એનાં મને વિચાર કર્યો…આ નાગ અને નાગણ ને વશમાં કરીયે તો રોજે રોજ સ્વર્ણ રજનાં ઢગલા મળે. પછી કામ એક જ કરવાનું આ નાગ અને નાગણને વશમાં કરવાનાને?..રોજે રોજ સ્વર્ણ રજ ભેગા કરીને મબલખ પૈસા પેદા કરવા નાગ વન કરી એક ફાર્મ બનાવ્યું. અમુક સમયે નાના તક્ષક નાગો બધા પેલા નાગ જેટલા પુખ્ત થયા થયા અને એક કરતા વધુ ફાર્મ થયા નાગ વન, નાગઉપવન . નાગવૃંદાવન, નાગ નંદનવન,

રોજે રોજ સ્વર્ણ રજ વધતી ગઈ.તેમજ તે વાત ફેલાતી ગઇ.અને તેમ તેમ જ ઈર્ષા અને સ્પર્ધા વધતી ગઈ ..જેટલા નાગ વન હતા તેટલા નૉળીયા વન વધતા ગયા..નાગમાં ઝેર ઉભરાતા થયા અને સ્વર્ણરજ ઘટતી ગઈ. વિદેશીઓએ ભેળસેળ કરવા માંડી હવે નાગનાં રંગ બદલાવાનાં ઘટવા માંડ્યા અને નાગનું કદ વધવા માંડ્યુ નાગ ફુંફાડા મારતો થયો અને નાના તક્ષક નાગોને ચાંઉ કરી જતો થયો..ધારતો હતો તેટલો નફો થતો નહોતો.

બહુ શાંતિથી વિચાર્યુ તો સમજાયું કે મુખ્ય નાગ અને નાગણ ઘરડા થવા માંડ્યા હતા તેની ચોથી પેઢીએ બદલાવ દેખાતા હતા નાના તક્ષક નાગોમાં એકાદ નાગ વિદ્રોહી થઈ જતો હતો અને તે નાગ ની આગલી પેઢીઓ માં વિદ્રોહી સ્વભાવ દેખાતો હતો.તેઓ ઝડપથી દ્વિગુણીત થતા હતા

સપનામાં હવા મહેલ ઉભો કર્યો હતો તેના કાંગરા તુટતા જણાયા તેથી પ્રભુને વંદના કરી…હે કૃષ્ણ આ નાગનો નવો ફાલ દુર કરવા આવો અને કાળીયા નાગને જેમ કાબુમાં કર્યો હતોને તેમ કાબુ કરો..

કૃષ્ણ ભગવાન હસ્યા..”મારો ભાગ કેમ નહોંતો નાખ્યો?. હું આવીને તારા નાગોને બચાવીશ પણ તારે દરેક નાગ વન નો કર આપવો પડશે.”….

”ભલે ભગવાન પણ એવું કરો કે આ ભેળસેળ છુટી પડે અને આ ઇર્ષાથી પિડાતા અને મારા ભાગ્યનાં કંટકો જેવા નોળીયા વનો અને આ તક્ષક નાગોને ચાંઉ કરી જતા વધેલા ક્દનાં ફુંફાડા મારતા નાગોને દુર કરો.”..

વાત તો કઠીન છે કહી માયા ભર્યુ હાસ્ય પ્રભુ હસ્યા.તેમણે કહ્યું પેલા વાણીયાની જેમ એક જ વરદાનમાં આખું તારા દુઃખોનો હળ તે શોધી લીધો.?”

“.પ્રભુ આપ બેવડો કર લેજો પણ આ સ્વર્ણ પ્રસવતા મારા લીલા તક્ષક નાગોને બચાવી લો પ્રભુ…!”

પ્રભુ એ વાંસળી વગાડવા માંડી અને બધાજ મોટા નાગો તેમની પાછળ જવા માંડ્યા.મોટો હાશકારો અનુભવતા પડખું બદલ્યું પણ થોડા સમય પછી વાંસળી બંધ થઈ અને એક ચક્ર ફરતુ આવ્યું તેમા બધા નાગ ફેણ ફુલાવતા ચક્ર સાથે ફરતા હતા અને તે પીળા રંગનું તીવ્ર ઝેર વરસાવતા હતા…

પાછળ નાગનાં સુસવાટા સંભળાતા હતા તે પીળુ ઝેર નાનકડા તક્ષક નાગો પર પડતુ હતુ ને તે સર્વ નાના નાગ પીળા થતા જતા હતા તેમનું દ્વીભાજન યંત્રવત રીતે ઝડપી થતું જતું હતું અને સોનેરી ઢગલીઓજે પહેલા કલાકે દેખાતી તેને બદલે દર દસ મીનીટે દેખાતી હતી આ ઉપાધી હતી કે વરદાન તેને સમજાતુ નહોંતુ તેથી પ્રભુને આહ્વાન કર્યુ..”પ્રભુ આ આશિર્વાદ છે કે શ્રાપ?”

મંદ મંદ હસતા પ્રભુ બોલ્યા “આતો તમારા ઇચ્છાધારક નાગ હાલ તો તમારે માટે સ્વર્ણ રજ બનાવીને તમને માલેતુજાર બનાવી રહ્યા છે.”.

“પણ પ્રભુ તમે જાણો છો તેમ આ રીતે સરળતાથી લભ્ય બનતુ સોનુ પછી જરુરી સમૃધ્ધી નહી આપે.”

“ મનથી રોકો તો જ રોકાશે આ મનની મૌસમ.”

“ પ્રભુ આટલા બધા નાગ અને સ્વર્ણ રજ..શું સંબંધ છે મન સાથે?”

“ લીલા નાગ એટલે લાલસા અને સ્વર્ણ રજ એટલે લક્ષ્મી….તમે કુબેર બનવા ઇચ્છો છોને?”

“હા પ્રભુ! પણ આ લીલા નાગ અને પીળુ ઝેર…અને આપ કહો છો મનની મૌસમ? મને કંઇ સમજાતુ નથી.. અર્જુનની જેમ ઘુંટણીયે પડીને પ્રભુની સામે જોઇ ને તે બોલ્યો.”

જુઓ લાલસાનું સ્વરૂપ મનથી બદલો અને વિચારો કે સંતોષ…અને જુઓ કમાલ.

તરતજ ખીલી ઉઠ્યા દરેક નાગ બની ને સફેદ ગુલાબ અને સ્વર્ણ રજ બદલાઇ ગઈ બર્ફીલી ચાદરમાં.

મનથી તેણે ઇચ્છ્યુ કંકાસ રહીત જીવન અને બર્ફીલી ચાદરમાં રંગોનું મેઘધનુષ્ય ઉભરાવા લાગ્યુ. પ્રભાતનાં પક્ષીઓની ચહેકાટ સાથે પૂર્વમાં ઉષાનાં રંગો ઉભરાવા માંડ્યા..જલતરંગ મધુર ગાન ગાતુ હતું.તે જરાક સળવળ્યો..તેને ઠંડી લાગતી હતી ગોદડી ખેંચી અને સપનામાં લપેટાવા તૈયાર થતો હતો અને આંખો ખુલી ગઈ.સપનુ તો પુરુ થયુ હતું…લીલા નાગોએ ભેગી કરેલી સ્વર્ણ રજોની ઢગલીઓ ગાયબ હતી.

એલાર્મ વાગતું હતું કૃષ્ણ નો ફોટૉ ગીતાસાર કહેતો હતો…

કર્મનો જ તને અધિકાર,,,ફળ તો એના સમયે પાકશે તેના ઉપર ના કોઇ તારો અધિકાર.

મન ની મૌસમ દ્વારા ઝીલાય સુખ અને દુઃખની અનુભુતિઓ તો શીદને કાબુમાં ન રાખવું મન નું ચલણ?. કાયમનીજ અતૃપ્તિ,..કાયમ જ અસંતોષ અને કાયમ કશું પામવાની દોડને બદલે,

જે છે તે માણને. મન.અને..તેના રંગોને તો તું ધારે તેમ બદલી શકે છે…..

પાછળ વાગતી વાંસળીનાં મધુર રવે તને લાધ્યુ આ જ્ઞાન

તૃષ્ણાનાં વન ને બદલી નાખ સંતોષનાં રંગે..

દોટ ના મુક લક્ષ્મી માટે,

જ્યાં હશે વિષ્ણુ ત્યાં લક્ષ્મીનો વાસ છે નિશ્ચિંત

દીપ સાથે વાત કરતા છાયાએ કહ્યું પપ્પા સંથારો કરવા ઈચ્છી રહ્યા છે. તેમની અને હીનામમ્મીની કુલ પ્રોપરટી નો વહીવટ છ ભાગમાં તેઓ તેમના વીલમાં વહેંચી ને ગયા છે. તેઓ તેમના ઈચ્છા મૃત્યુને હોસ્પીટલ અને દવાખાનાના ખર્ચા કરીને તેઓ પૈસા બગાડવા નથી માંગતા…તેથી તેમના ઉપવાસો ને લાગણી કે સાંસારિક વાતોથી તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે સંથારો કરવાની અનુમતિ આપવામાં આવે.

સમાપ્ત