અજીબ દાસ્તાન હે યે…. - 11 Tasleem Shal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજીબ દાસ્તાન હે યે…. - 11

અજીબ દાસ્તાન હે યે….

11

પાછળ ના પાર્ટ માં જોયું કે…..નિયતિ ની ખુશહાલ જિંદગી માં કેવી રીતે ગ્રહણ લાગે છે…..કેવી રીતે અંગત નું મૃત્યુ થાય છે અને નિયતિ ની બધી જ ખુશીઓ દુઃખ માં પલટાઈ જાય છે….હવે આગળ..

રાત્રે મોડે સુધી જાગ્યા પછી સવારે નિયતિ ને ઉઠવામાં થોડું લેટ થઈ જાય છે….જલ્દી જલ્દી તૈયાર થઈ તે કિચન માં જાય છે….નીલાબેન એ પહેલાં થી જ એના માટે નાસ્તો અને ટિફિન તૈયાર કરી દીધું હોય છે…..અને ખુશી ને પણ સ્કૂલે મોકલી દીધી હોય છે…...નિયતિ જલ્દી નાસ્તો કરી ને હોસ્પિટલ જવા નીકળે છે…

આજે રાહુલ વહેલો જ ઉઠી ગયો હોય છે...અને ઉઠીને એ નિયતિ ની રાહ જોવા લાગે છે….જેને ક્યારેય કોઈ ની રાહ નથી જોઈ હોય એ વ્યક્તિ આજે એક અજાણી વ્યક્તિ ની રાહ જોતો હોય છે…..રાહુલ નું સતત ધ્યાન દરવાજા પર જ હોય છે…..અને 2 થી 3 વાર તો એ નર્સે ને પણ નિયતિ વિશે પૂછી ચુક્યો હોય છે….હજી નિયતિ તો નથી આવી હોતી પણ પરી આવી જાય છે…..અને રાહુલ ને રાહ જોતા જોઈને એ કહેવા લાગે છે….."ઓહો આજે તો મારી આટલી બેતાબી થી રાહ જોવાતી હતી…..શું વાત છે જનાબ….એકસિડેન્ટ ના કારણે તમારા માં આટલો બધો ફેરફાર થઈ ગયો…..મને નહતી ખબર કે તમે આટલા બદલી જશો….."પરી મજાક માં બોલવા લાગી…..

રાહુલ નું તો જાણે એની વાતો માં ધ્યાન જ નહતું…..તે તો હજી પણ દરવાજા સામે જ જોઈ રહ્યો હતો….ત્યાં જ પરી બોલી "અરે હું મજાક કરું છું….પણ તું રાહ તો મારી જ જોતો હશે ને??"અને રાહુલ ખોટી જ હા કહી દીધી…..અને બોલ્યો….."હા તારી જ રાહ હતી….બીજા કોઈ ની થોડી જોવીશ?મમ્મી પપ્પા ચાલ્યા ગયા??"રાહુલ એ ઔપચારિક રીતે પૂછ્યું…..

"હા ચાલ્યા ગયા….મેં જ મોકલી દીધા….આખી રાત અહીં જ હતા….ક્યાંય વળી, એની તબિયત ખરાબ થઈ જાય તો?એટલે મારા આવતા જ એ ઘરે આરામ કરવા ગયા….હવે તું પણ કંઇક નાસ્તો કરી લે…..હું તારા માટે નાસ્તો બનાવી ને આવી છું….."પરી નાસ્તો બેગ માંથી કાઢતા કહ્યું…."અરે રહેવા દે અત્યારે….મારું મન નથી…..થોડીવાર પછી નાસ્તો કરીશ…..અત્યારે મૂકી દે…..રાહુલ એ થોડા મૂડ ઑફ સાથે કહ્યું…."

"શું રાહુલ તું પણ….હું આટલા પ્રેમથી બધું બનાવીને લાવી અને તું નાસ્તો કરતો પણ નથી….ચાલ હવે થોડી વાર પછી કરજે…..તારું મન થાય ત્યારે…."આમ કહી પરી વાતો એ વળગી ગઈ…..એને આવીને એ તો જોયું જ હતું કે રાહુલ નું મૂડ ઠીક નથી….એને એવું જ લાગતું હતું કે રાહુલ ને હોસ્પિટલમાં નહિ ગમતું હોય…...એટલે એ રાહુલ ને કોલેજ ની વાતો કરવા લાગી….જેના લીધે એનું મૂડ ઠીક થઈ જાય…...રાહુલ નું ધ્યાન કોઇ પણ વાત માં હતું જ નહીં…..એને તો બસ નિયતિ ને જોવી હતી…..ત્યાં જ થોડીવારમાં નિયતિ આવે છે…અને એને જોતા જ રાહુલ ના ચેહરા પર સ્માઈલ આવી જાય છે…..એ તો જાણે ખુશ જ થઈ જાય છે…..

નિયતિ એ સિમ્પલ કપડાં અને ખૂબ જ સિમ્પલ તૈયાર થયેલી હોય છે…..એને પોતાનાચેહરા પર કોઈ મેકઅપ કે બીજું કંઈ જ નથી કર્યું હોતું…..આમ છતાં રાહુલ ની નજર એના પર થી હટતી જ નથી…..નિયતિ રાહુલ પાસે આવતા જ જરૂરી ચેકઅપ કરે છે…...અને એની તબિયત પૂછે છે….ત્યાં જ રાહુલ ધીમે થી કહે છે…."તમને જોઈને બધું જ સારું થઈ ગયું…"નિયતિ કંઈ સાંભળતી નથી…..એટલે ફરી પૂછે છે કે…."હવે તમને વધારે પેઈન તો નથી થતું ને….."આમ કહેતા નિયતિ રાહુલ નો એ પગ ચેક કરે છે જ્યાં વાગ્યું હોય છે…..અને ધીમે ધીમે એ પગ ને થોડો દબાવે છે જેના લીધે રાહુલ ને પેઈન થાય….પણ નિયતિ ને જોવા માં એને પેઈન ની કાઈ ખબર જ નથી પડતી….નિયતિ ની વાતો માં પણ એનું ધ્યાન રહેતું નથી….પરી આ બધું ક્યારનું જોતી હોય છે…..એને મન માં જ ખૂબ જ ગુસ્સો અને જલન થાય છે…..

રાહુલ નું મૂડ અત્યાર સુધી ખરાબ હતું અને નિયતિ ને જોતા જ એના ચેહરા પર સ્માઈલ આવી ગઈ…..નિયતિ રાહુલ ના પગ ને ટચ કરી ને ચેક કરે છે કે એને ક્યાં પેઈન થાય છે…..રાહુલ જવાબ જ નથી આપતો….હજી તો નિયતિ રાહુલ ને ફરી કહે એ પહેલાં જ નર્સે આવે છે અને નિયતિ ને જરૂરી કામ થી બોલાવી જાય છે…..નિયતિ થોડીવાર માં આવું એવું કહીને ચાલી જાય છે…..રાહુલ એને બહાર જતા જોવે છે અને એને નિયતિ ને રોકવાની ઈચ્છા થાય છે…..પણ કઈ રીતે રોકવી એવું વિચારી ચૂપ જ રહે છે…..ત્યાં જ એનું ધ્યાન પરી તરફ જાય છે…..અને એને આ રીતે ગુસ્સે જોઈને એને એવું લાગે છે કે પોતાની ચોરી પકડાય ગઈ…..એટલે એ પરી ને પૂછે છે….."શું આમ મને ઘુરી ને જોવે છે??શું થયું??કેમ આટલી ગુસ્સે થાય છે??"

રાહુલ ના પ્રશ્નો સાંભળીને પરી એ કહ્યું..."હું ક્યાંરની અહીં આવી છું…..મારી સાથે એક વાર પ્રેમ થી વાત કરવાનું તો દૂર જોયું પણ નથી…..અને તે ડૉક્ટર ને ક્યારની તું જોયે જ રાખે છે…..કાલે નર્સે તને કહ્યું એ યાદ નથી..એને એક ડોટર છે….અને એ વિધવા છે…આવી વુમન સાથે તો આ રીતે ટાઈમ પાસ ન કર…"પરી હજી ગુસ્સામાં જ હતી…..અને આવું બધું સાંભળીને રાહુલ પણ ગુસ્સે થઈ ગયો….."તને ભાન છે તું શું બોલે છે??અને ક્યાં બોલે છે??કોઈ વિશે આવું કહેવાનો હક નથી તને…..અને હું કંઈ ટાઈમ પાસ નથી કરતો…..મને પણ તકલીફ થાય છે ડોક્ટર ને આ રીતે જોઈને….આટલી નાની ઉંમરમાં એમને આટલું બધું પેઈન સહન કરવું પડ્યું છે…..તારે તો બસ હમેંશા ઊંધું જ વિચારવાનું…..એક કામ કર તું કોલેજ જા…..મારે થોડી વાર એકલું રહેવું છે….."

આ સાંભળીને પરી નો ગુસ્સો શાંત થઈ ગયો….અને એ બોલી….."Sorry રાહુલ હું ગુસ્સામાં આવું બોલી ગઈ…..પણ હું તને મૂકીને ક્યાંય નહીં જાવ….હું તારી સાથે જ રહીશ…..અને કોલેજમાં પણ મારું મન નહીં લાગે…..મને અહીં જ રહેવા દે….."રાહુલ નો ગુસ્સો હવે શાંત પડી ગયો હતો…..પણ આમ છતાં તે એકલો રહેવા ઈચ્છતો હતો એટલે એ બોલ્યો….."હું ઠીક છું…..અને મારી સાથે તારું પણ સ્ટડી બગડશે…..એના કરતાં તું એક તો જા…...પછી મને નોટ્સ ને લખી આપજે…..મમ્મી પપ્પા પણ આવતા જ હશે…..અને અહીં મારે કોઈ જ તકલીફ નથી….

જરૂર પડશે તો તને કોલ કરીશ….."પરી જવા તો નહતી ઇચ્છતી પણ રાહુલ ના ફોર્સ કરવા ને કારણે જાય છે…..અને રાહુલ ને પોતાનું ધ્યાન રાખવાનું કહેતી જાય છે…..પરી ના જતા જ થોડી વાર માં નિયતિ આવે છે….અને આમ અચાનક ચેકઅપ અધૂરું મૂકી જવા બદલ રાહુલ ને sorry કહે છે…..રાહુલ ફરી એને જોવા માં મશગુલ થઈ જાય છે….રાહુલ સતત એના મન માં નિયતિ ની સાદગી અને સુંદરતા ને માપી રહયો હોય છે…..એ નિયતિ ને કોઈ જ જવાબ આપતો નથી…..આ જોઈ નિયતિ રાહુલ ને કહે છે કે….."મિસ્ટર રાહુલ હવે તમે બોલી શકો છો બોલવાનું બંધ કાલ માટે જ હતું….."આ સાંભળીને રાહુલ થોડો છોભિલો બની જાય છે…...અને કહે છે…"અરે ના હા…એટલે કે હા મને ખબર છે બોલવાનું છે….."રાહુલ અચાનક ગમે તે બોલવા લાગ્યો….પછી પોતાની જાતને સંભાળીને બોલ્યો…"હું કંઈક વિચારમાં હતો એટલે સાંભળ્યું નહીં તમે શું કહેતા હતા…..?"

નિયતિ બોલી.."ઓહ કદાચ તમારું ધ્યાન બીજે હશે….હું બસ તમને એમ જ કહેતી હતી કે તમને પગ માં કઈ જગ્યા એ વધુ પેઈન છે એ કહો….."અને ફરી તેને રાહુલ ના પગ ને ટચ કરવા લાગી…..ત્યાં જ પગ ની પેની પાસે થોડું પ્રેસ કરતા જ રાહુલ એ થોડી ચીસ પાડી…..એ સાંભળીને નિયતિ એ કહ્યું….."ઓહ અહીં જ વધુ પેઈન છે…..બાઈક નો વઝન અહીં જ આવ્યો છે…..જેના કારણે તમને પેઈન થાય છે…..આને ઠીક થતા 15 દિવસ જેવો સમય લાગશે…..અને હજુ કદાચ 5 દિવસ સુધી તમારે હોસ્પિટલમાં રહેવું પડશે…..તમારા પેરેન્ટ્સ ને આ ઇન્ફોર્મ કરી દેજો…..અને પ્લીઝ વધુ ને વધુ રેસ્ટ કરો…..અને મગજ ને પણ ખોટા વિચારોથી દૂર રાખો…..એ જ અત્યારે વધુ સારું રહેશે….."

આ સાંભળીને રાહુલ એ કહ્યું…"ઓકે ડોક્ટર….પણ માત્ર 5 જ દિવસ અહીં રહેવાનું છે??"આ સાંભળીને નિયતિ એ નવાઈ સાથે કહ્યું….'પેશન્ટ જલ્દી સાજો થઈ ઘરે જવા ઇચ્છતો હોય એની બદલે તમે તો અહીં રોકાવા ઈચ્છો છો…..પણ હા તમેં અહીં 5 દિવસ સુધી જ રોકાઈ શકશો….કેમ કે ત્યારબાદ તમે ઘરે પણ ટ્રીટમેન્ટ લઈ શકશો…..હવે તમે આરામ કરો હું જાવ….."

નિયતિ ને રોકતા રાહુલ એ કહ્યું……."એક મિનિટ ડૉક્ટર મારે કંઈક પૂછવું છે…."

વધુ આવતા અંકે…..

શું પૂછવું હશે રાહુલ ને??

રાહુલ નું આ રીતે નિયતિ તરફ આકર્ષક શું લાવશે તેની જિંદગી માં બદલાવ??

જાણવા માટે વાંચતા રહો…..અજીબ દાસ્તાન હે યે….