Asamany addbhut pita books and stories free download online pdf in Gujarati

અસામાન્ય અદભૂત પિતા

"એક જવાબદાર પિતા કાંઇ પણ કરી શકે છે"
PREFACE : આપણી કોઈ નજીકની વ્યક્તિ ને કોઈ માનસિક બીમારી કે અસ્વસ્થતા હોય તો તેમના માટે આપણને સરળતાથી સહાનુભૂતિ આવી જાય છે અને એનું નિદાન કરાવવું જોઈએ એવું આપણે એકાએક માનતા થઇ જ‌ઈએ છીએ.તો પછી જ્યારે આપણે આપણી આસપાસના લોકો ને માનસિક અસ્વસ્થ જોઈએ છીએ ત્યારે એમને જોઈને કેમ એમના માટે અવગણના થાય છે અથવા તો કેમ એમને જોઈને સૂગ ચડે છે?? કેમ એવી વ્યક્તિઓ સતત પાગલમા ખપે છે
?

એક નાનો પરિવાર જેમાં ખુશીની કોઈ અછત ના હતી.સુખેથી જીવન જીવતા.એક નાનુ એવું મકાન જેમાં માત્ર 3 જ સભ્ય હતા.પિતા, માતા અને એક નાનો દીકરો.પિતા ટપાલી પણ કમનસીબે એમના દિકરાનેે માનસિક બિમારી થાય છે અને એ છે ADHD(Attention Deficit Hyperactivity Disorder) જેમાં બાળક ખુબ ચંચળ હોય, બીજા બાળકોની જેમ એ સામાન્ય કાર્યો ન કરી શકે.પરિવારની આર્થિક સ્થિતિ એટલી સદ્ધર ન હતી કે તેની સારવાર કરાવી શકે પરંતુ આખરે તો બાપ ખરો ને! એટલે તેના દિકરાને બીજા બાળકોની જેમ બનાવવા તે અથાક પરિશ્રમ કરે છે અને માતા જેવું પ્રેમાળ કોઈ ન હોય શકે આ જગતમાં આથી તે પણ પોતાના વહાલસોયા દિકરા માટે ઘરે જ ભરત-ગૂથણ કરે છે અને બે પૈસા વધારે કમાવવાની કોશિશ કરે છે જેથી એમનો કુળદીપક સાજો થઈ જાય.

થોડા દિવસ પછી,મારી નોકરીની બદલી મહેસાણા થઈ આથી હું આ પરિવારના સંપર્કમાં આવી અને એમને ત્યાં એક અગાશી પરની રૂમમાં રહેવાની સગવડ થઈ ગઈ. નવી નવી બદલી થઇ હતી આથી મારી જમવાની વ્યવસ્થા કરતા વાર લાગે એમ હતું.પિતાએ મને આગ્રહ કર્યો કે જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અહીં અમારા ત્યાં જમશો, પહેલા તો મેં ના કહી કે હું મારી જમવાની વ્યવસ્થા કરી લ‌ઈશ પણ તે દીકરો મારી બાજુમાં જ ઊભેલો હતો આથી બાળકના હાવભાવ જોઈ એવું લાગી રહ્યું હતું જાણે એ પણ આજીજી કરી રહ્યો હોય કે તમે અમારી સાથે રહેશો અને જમશો તો મને પણ ખૂબ સારું લાગશે.હુ તેના હાવભાવ જોઈ સમજી ગઈ કે આને કોઈ માનસિક બીમારી છે માટે મેં તેનું માન રાખવા જમવાની હા પાડી.

જેમ જેમ આ પરિવાર સાથે રહેવાનું થયું એમ મારા સંબંધ ઘનિષ્ઠ થતાં ગયા અને એક દિવસ અનાયાસે માતા સાથે વાત નીકળી અને જાણવા મળ્યું કે દિકરાની માનસિક બીમારીની જાણ થતાં અને સારવારના પૂરા પૈસા ન હોવાથી પિતાને પણ થોડી માનસિક અસ્થિરતા આવી ગ‌ઈ છે, તેમને પણ સારવારની જરૂર હતી પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખીને તેમણે દિકરાની સારવાર કરાવવાનો નિર્ણય લીધો.આટલુ બધું જીવનમાં બનવા છતાં ન પિતાના ચહેરા પર ઉદાસીનતા જણાય કે ન તો માતાના કપાળ પર ચિંતાની રેખાઓ જોવા મળે.બાળક સહિત માતા-પિતાને જ્યારે પણ જોઈએ ત્યારે એ ખુશ જ હોય.
આવો સુખી પરિવાર મે આજ સુધી જોયોજ નથી. (I have never seen such a happy family)
મને મારા મનમાં વિચાર જાગ્યો કે કઈ રીતે આવો પરિવાર મસ્ત સારી રીતે એકબીજા સાથે ખુશીથી રહે છે.જે લોકોમાં આવી બીમારી હોવા છતાં એકબીજા સાથે મનમેળ સાથે અને હળીમળીને રહે છે.

સામાન્ય જીવનમાં પણ એક કુટુંબના સભ્યો એકબીજા સાથે નથી રહી શકતા, કંઈક ને કંઈક ઘરની કે બહારની સમસ્યા હોય છે.કંઈ શાંતિ જેવું ના લાગે.

એક દિવસ કંઈક આ પ્રકારની ઘટના બને છે: દરરોજ સવારે માતા વહેલા ઊઠીને અને ઘરનું કામ પૂરું કરીને,તેના પતિ અને દીકરાને જગાડે અને પિતા તૈયાર થાય અને મમ્મી દીકરાને તૈયાર કરે.પિતા કામ પર જતા પહેલા દિકરાને સાઈકલ પર આંટો ખવડાવીને જાય.હુ મોડી ઉઠું એટલે ત્યાં સુધી તો પિતા નોકરી પર જતા રહ્યા હોય.તેમના ત્યાં ખાવા- પિવાની વાત થઈ હોવાથી આજ મેેં માલકિનને કહ્યું કે હું ફક્ત ચા પી ને જવું છું નોકરી પર પણ તેમના પ્રેમાળ સ્વભાવે મને ચા નાસ્તો કરીને નોકરી પર જવા કહ્યું અને મેં તેમની વાત માની લીધી.તેમના દિકરાએ પણ મારી સાથે ચા-નાસ્તો કર્યો અને તે વખતે તેેેણે મારી સાથે વાત કરી પણ મને ખ્યાલ ન આવ્યો કે તે શું કહેવા માગે છે આથી માતા એ મને કહ્યું કે તે પૂૂછે છે કે ચા-નાસ્તો કેવા બન્યા છે અને મેં જવાબ આપ્યો કે સારા થયા છે આ સાંભળી બાળક ખુશ થઈ ગયું.

એક દિવસ મારે કામથી બહાર જવાનું થયું અને મને રસ્તામાં મકાન માલિક મળ્યા અને તેમણે તેમની સાઈકલ લઈ જવા કહ્યું પણ મેં સાદાઈથી ઈન્કાર કર્યો અને ત્યાંથી હું મારું કામ કરવા નીકળી ગઇ.

આખા રસ્તે હું એજ વિચારતી રહી હતી કે માનસિક સ્થિરતા ન હોવા છતાં તે સામાન્ય લોકોને મદદ કરે છે પણ ક્યારેય આપણે આવા લોકોની મદદ નથી કરી શકતા તેથી મેં આમની મદદ કરવાનું વિચાર્યું અને મારા ઓળખીતા એક તબીબ ડોક્ટરને વાત કરી પિતા અને પુત્રની માનસિક અસ્વસ્થતા વિશે અને તેઓને હું આમની પાસે લઈ ગ‌ઈ અને મેં પહેલા જ ડોક્ટરને કહી દીધું હતું કે બે'યની સારવારના પૈસા હું ચૂકવીશ આથી બે જણની માનસિક અસ્થિરતામાં સુધારો આવવા લાગ્યો અને આવા ગરીબ અને પૈસાના અભાવે સારવાર ન લેનારની મદદ કર્યાનો મને સંતોષ અને આનંદ થયો.
"Always Help to Poor People"
Become a Helping hand, Not a Pulling hand.

Author: Maitri Barbhaiya
Story By: Manoj Navadiya

Vote Of Thanks:A Special Thanks To Him Who Gives Me A Such Story And Inspire Me To Write!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED