પ્રેંક સ્ટોરી - ભાગ-3 .છેલ્લો ભાગ. મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રેંક સ્ટોરી - ભાગ-3 .છેલ્લો ભાગ.

છોકરી : બસ આટલી જ વાત માં તું મુંજાતો હતો કે શું???.
તું કહે તો આજથી જ બે ટાઈમ જમવાનું બંધ કરીદવ .??
મનિષ: ના હવે સાવ એવું ના કર.
છોકરી : ઓકે.
એક વાત કવ ??
મનિષ: હા બોલને!!
છોકરી: તારો ફોટો આપને એક સરસ .
મનિષ: કેમ ??? તે તો મને જોયો જ છે. તો ફોટા નું સુ કામ છે તારે ??
છોકરી : આપને હવે આમ શું કરેશ.!!!
છોકરો કહે તું મોકલ પેલા ને છોકરી કહે તું મોકલ આમ બંને વાદ કરેછે.અને અંતે છોકરો પેલા મોકલવા તૈયાર થાય છે ત્રણ ,ચાર સારા સારા ફોટા મોકલે છે.
છોકરી: સરસ છે . આઇ લવ યુ.
મનિષ : હવે તું મોકલ ફોટો.
છોકરી ઘડીક ના પડે છે કે મારી પાસે સારા ફોટા નથી.પણ મનિષ માનતો નથી ને મોકલવા નું કહે છે .છોકરી બાના બતાવે છે . છોકરો કહે મોકલ ને હવે મે તો તને મોકલો .તો તને શું વાંધો છે?.મોકલતી હોય તો મોકલ ને હવે. અંતે મનિષે બ્લોક કરવા ની વાત કરી તો ફોટો આવે છે એક.
પણ આ શું.???? .ફોટો જોતાજ મનિષ ખડખડાટ હસતો હોય એવા ઇમોજી મોકલ છે😃😀😀😝😝😝.
સામે પણ એવાજ ઇમોજી મોકલે છે .સતત આઠ,દસ મિનિટ દાંત કાઢ્યા પછી કહે છે .
ઓહ !!!જીગરભાઈ તમે.?? શું યાર તમો તો મારી ફિરકી લઈ લીધી.😀😀😛😛👻👻🤓😍.
શુ યાર સાવ આવી મજાક ..??😀😀😍.તમે તો મને સરમાવી દીધો.પણ આટલા બધા દિવસ ક્યાં હતા??
ના કોઈ ફોન ના કોઈ મેસેજ.?
વાત આવી બનીતી કે જીગર નો ફોન ચોરાઈ ગયો તો . બે,ત્રણ મહિના પહેલા.તો મનિષ સાથે નો કોન્ટેક્ટ તૂટી ગયો તો. પછી જીગરે નવો ફોન લીધો ને સાથે નંબર પણ નવો લીધો. જૂનો નંબર બ્લોક કરાવી નાખ્યો તો. જીગર ને મનિષ બન્ને પાકા ફ્રેન્ડ હતા. મનિષ એની બધી વાત જીગર સાથે શેર કરતો. જીગર મનિષ થી પાચ,સાત વર્ષ મોટો એટલે એને જીગર ભાઈ જ કહેતો.
મનિષ : પણ તમને કેમ ખબર પડી કે આજે જ મારા મમ્મી પપ્પા મારા ફઈ ને ત્યાં ગયા છે ??
જીગર: આજ સાંજે જ મે નીરવ સાથે વાત કરિતી.તો એને મને કીધું તું કે આજે મામા, મામી આવ્યા છે અમારા ઘરે આંટો મારવા.મે કીધુ મનિષ નથી આવ્યો ,? તો કહે ના એ ઘરે રહ્યો છે.મે કીધુ તો આજે જ આ નવો નંબર લીધો છે ને તને કોલ કર્યો .રાત્રે એને પણ નવા નંબર થી મેસેજ કરીશ. પણ પછી મને વિચાર આવ્યો કે લાવ ઘડીક તારી ફિરકી લવ 😀😀😛.
એટલે તારા મન ની વાત જાણવા છોકરી બની ને વાત કરી😀😀.તે મને પહેલા કીધું તું ને કે ફઈ ની છોકરી સાથે વાત ચાલે છે પણ મન હા ના કરે છે એટલે મને યાદ આવી ગયું ને તારા મન ની વાત જાણવા જ છોકરી બની ને વાત કરી.

મનિષ: પણ શુ યાર તમે તો મને સારી રીતે લીધો હો.તમે વચ્ચે વચ્ચે 'આઇ લવ યુ' લખતા તા ત્યારે જ મને શક પડ્યો હતો પણ તમે મામા,મામી અમારા ઘરે આવ્યા છે એમ કીધું એટલે મને થયું ગયા છે તો કદાચ વાત નીકળી હશે. આમ પણ વાત તો ચાલતી જ હતી ને એટલે.
પણ તમે તો મારી સાવ ઉતારી નાખી જીગરભાઈ.,😀😀😀
એ પછી તો જ્યારે પણ વાત કરતા ત્યારે એ વાત યાદ આવી જ જાય ને બંને ખડખડાટ હસવા માંડતા..

સમાપ્ત.
=====================================
તો મિત્રો કેવી લગી તમને મારી આ સ્ટોરી.તમારા સૂચનો અને અભિપ્રાય આપવા નું ભૂલતા નહિ.તમારા પ્રતિભાવ મારા માટે અમૂલ્ય છે.મારી વાર્તા સમય કાઢી ને વાંચવા બદલ આભાર.
આ સિવાય મારી બીજી ત્રણ વાર્તા પણ વાંચવાનું ભૂલતા નહી.
૧ પિતૃ પ્રેમ.
૨. રોંગ નંબર.
૩. દુખીયારી માં.
એક કવિતા સંગ્રહ" મારી વાતું"

આભાર આપનો.
મુકેશ.૨૯/૫/૨૦૨૦