પ્રેંક સ્ટોરી - ૨ મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેંક સ્ટોરી - ૨

નમસ્કાર મિત્રો
આગળ તમે વાચ્યુકે મનિષ , ધાબા ઉપર બેેેેેેસીને મોબાઇલ માં ગેમ રમતો હતો ત્યાં અજાણ્યા નંબર પરથી મેસેજ આવે છે જે એના ફઈ ની છોકરી નો હોય છે.
એ બન્ને ના લગન ની વાત કરે છે .સાથે સાથે I love you પણ કહે છે.મનિષ કોઈ જવાબ આપતો નથી.
હવે આગળ.....
ભાગ_૨
""'''''''"""""""'"""
મનિષ: પણ હું હજુ કમાતો પણ નથી.
છોકરી: કસો વાંધો નહિ આપડે ક્યાં ઉતાવળ છે તું તારી ડિગ્રી પૂરી કરીલે.
મનિષ એમ. બી. એ. કરતો હતો ને છેલ્લા વર્ષ માં હતો એટલે જોબ તો મલીજ જસે એની ખાત્રી હતી છોકરી ને.
છોકરી: તે મારો જવાબ ના આપ્યો .?
મનિષ: સેનો ?
છોકરી: મે I love you કીધું એનો.!!
મનિષ: પણ તું અમારા ઘર માં એડજેસ્ટ તો થઈ જઈશ ને??.
છોકરી: હા. હવે. મામા મામી ને તો હું નાનપણ થીજ ઓળખું છું. એમનો સ્વભાવ સારો જ છે.હુ તને કઈ કહેવાનો મોકો નહિ આપુ બસ. હવે તો બોલ હુ તને ગમુ છું કે નહિ ???.
મનિષ: પણ મને જોબ ન મળી તો???.
છોકરી: મને તરી ઉપર વિશ્વાસ છે તને જોબ મળી જ જસે. અને આમ પણ અમે ગામડા ના માણસો કરકસર કરતા આવડે અમને. પાછી હુ ભણેલી પણ છું તો હું તને દુખી નહિ થવા દવ.મને સીવણ ને મહેંદી આવડે છે .
હવે તો આઇ લવ યુ નો જવાબ આપ.!!
અનિષ: તું મારી સાથે અત્યારે વાત કરેશ એ તારા ભાઈ ને ખબર છે ??
છોકરી: ના મે ભાઈ ના ફોન માંથી સાના માના નંબર લઇ લીધો તો.
મનિષ: ઓહ: સારું
તું સુ કરેશ્ અત્યારે ભણવામાં ??
છોકરી: લે તને એટલી પણ ખબર નથી???
હુ તારા વિશે કેટલું જાણું છું ને તને મારી કઈ ખબર જ નથી.!!
તું સાવ સરમાવડો છે .અહી આવેશ તો પણ મારા સામુ સરખું જોતો પણ નથી.હુ કેટલું ભણું એ પણ તને ખબર નથી.એનો મતલબ એવો કે હું તને ગમતી જ નથી!!!!.
મનિષ: ના હવે એવું કંઈ નથી.
છોકરી: તો ????
હુ બી. એ. કરૂ છું ને હું પણ છેલ્લા વર્ષ મા જ છું.
તે જવાબ આપ્યો નહી .??? મારા ' ઈ લવ યુ' નો.તને ના ગમતી હોય તો ના પાડી દે.મને જરાય ખોટું નહિ લાગે.હુ તને ફોર્સ નથી કરતી. તારે મામા ને પણ ના નહિ કેવી પડે.તું મને ના પાડ એટલે હું જ મારા મમ્મી ને સામેથી ના કહી દઈશ.એટલે તને કોઈ કઈ કહેશે પણ નહિ.પણ કઈક કે તો ખબર પડે ને મને.હુ તો તને જ પ્રેમ કરું છું .પણ હું પણ તને ગમું છું કે નહિ એતો કહે???.તારા મનમાં જે હોય તે કહે તો મને ખબર પડે!!.
અહી છોકરા ની મનોવ્યથા જોજો કેવી થાય છે.કેમ કે એક છોકરી ના સુંદરતા ના વખાણ કરવા એ સાવ મામૂલી વાત છે .નો સુંદર હોય છતાં પણ વખાણ કરવા એ એટલું અઘરું નથી જેટલું સાચું કહેવું ..
છોકરા ને એ એક લીટી લખતા કદાચ પરસેવો વળી ગયો હશે.હાથ પણ ધ્રુજવા લાગ્યા હશે. છતાં તે છોકરી ના કહેવા થી બધી હિંમત ભેગી કરી ને માંડ લખી શક્યો હશે.
લખતા મન મુંજાણ પણ હશે. મન કદાચ ના પણ પાડતું હશે છતાં દિલ ની વાત સાચી કહેવા તેને હિંમત એકઠી કરી ને લખ્યું.

મનિષ: યાર તું થોડી પાતળી થઇજા ને!!!..

ક્રમશ........
છોકરી શું કહેશે ?? મનિષ ઉપર ગુસ્સે થશે કે બીજો કઈ જવાબ આપશે??. છોકરી હા પાડશે કે ના??
જેની સાથે મનિષ વાત કરે છે એ કોણ છે?? આગળ વાર્તા મા શું ટ્વીર આવે છે એ જાણવા આગળ નો ભાગ જરૂર થી વાંચો.

આપના પ્રતિભાવ આપવાનું ભૂલશો નહીં.

મુકેશ. આભાર. ૨૫/૫/૨૦૨૦
#################################