પ્રેંક સ્ટોરી - 1 મુકેશ રાઠોડ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેંક સ્ટોરી - 1

નમસ્કાર મિત્રો આપે મને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
આવો જ સહકાર મળતો રહે એવી આશા રાખું છું.
આશા રાખું આપ સૌ ને મારી આ વાર્તા પણ પસંદ આવશે.
પ્રેંક સ્ટોરી
============
મુકેશ રાઠોડ.

મનિષ દરરોજ ની જેમ રાત્રે જમી ને મોબાઈલ લઈને ધાબા ઉપર થોડી હવા ખાવા ને ગેમ રમવા ગયો હતો.ઉનાળા નો સમય હતો .તેથી રાત્રે ધાબા ઉપર મજા આવે એટલે એ જમી ને સીધો ધાબા ઉપર જ વયો જતો.
ગેમ નો બહુ શોખીન એટલે નવરો પડે કે તરત જ
મોબાઈલ માં ગેમ રમવા માંડતો. ત્યારે પણ તે ગેમ જ રમતો હતો ત્યાં મોબાઈલ માં મેસેજ આવ્યો ' hi'. મનિષ નું ધ્યાન તરત જ મેસેજ ઉપર ગયું.કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.
મેસેજ જોયો કે તરત જ બે ધ્યાન થયો. મોબાઈલ માંથી જરાક આડી અવળી નજર કરી જોયું તો શહેર ના રસ્તા પર વાહનો ની અવર જવર થોડી ઓછી થઈ ગઈ હતી. શહેર ની રોશની થોડી મંદ પડી ગઈ હતી. શેરી નો કોલ્હાહલ થોડો શાંત પડી ગયો હતો. આકાશ તરફ જોયું તો તારલા ટમ ટમી રહ્યા હતા. ચંદ્રમા લગ ભગ મધ્યાહન નજીક આવી ગયો હતો. રાત્રિ ના લગ ભગ અગિયાર વાગવા આવ્યા હશે.
આમતો તે ગેમ રમતો હોય ત્યારે કોઈને પણ રિપ્લાઈ ના દેતો ! પણ નંબર આજણ્યો હતો તેથી તરત જ રિપ્લાઇ આપ્યો. "Who are you". જવાબ માં સામે થી બીજો મેસેજ આવ્યો ' કેમ છો? મજામાં?. મનિષે બીજી વાર પૂછ્યું ' who are you'. પાછો મેસેજ આવ્યો : શું આપણે ગુજરતીમાં વાત કરી શકીયે ??.
મનિષ: હા .પણ તમે કોણ??. સામેથી જવાબ આવ્યો.' આજે મામાં ,મામી અમારા ઘરે આવ્યા છે.આટલું કહેતા મનિષ સમજી ગયો કે નંબર એના ' ફઈ ' ની છોકરી નો હતો. એનું નામ અમીષા હતુંં.
મનિષ:હા બોલ ને કઈ કામ હતું ??. વળતો જવાબ તો ના આવ્યો પણ સામે પ્રશ્ન આવ્યો કે જમી લીધું? .
મનિષ: હા.
છોકરી: તે બનાવ્યું તું કે નાના મામા ને ત્યાં જમ્યો?.
મનિષ: ના મને ક્યાં આવડે છે. મ્મમી રસોઈ બનાવી ને જ ત્યાં આવ્યા છે .
છોકરી: મામા આપડા લગ્ન ની વાત કરતા હતા.
મનિષ: તને કોણે કીધું?.
અહી તમને જણાવી દવ કે હિંદુ અને મુસ્લિમ ધર્મ માં આજે પણ અમુક જ્ઞાતિ મા મામા, ફઈ ના દિકરા, દિકરી ના લગ્ન થાય છે.
છોકરી: હુ રસોડા મા ચા બનાવતી હતી તો સાંભળી ગઈ.
મનિષ: oh !!.
મનિષ ના ઘરમા થોડા દિવસ પહેલા પણ એના લગ્ન ની વાત ચાલતી હતી.ને પપ્પા એ પૂછું પણ હતું કે અમીષા તને ગમે છે કે નહિ. પણ તે વખતે તેને કોઈ પણ જવાબ આપ્યો નહોતો.ને એ વાત ને ખાસા દિવસો થઈ ગયા હતા.તો મનિષ ને તો વાત સાચી લાગી .એટલે આગળ વાત વધારી.
મનિષ: તારી પાસે મારો નંબર હતો??.
છોકરી: ના.
મનિષ: તો ???
છોકરી: ભાઈના ફોન માંથી ગોત્યો.
મનિષ: ઓહ!!!!.
છોકરી: I love you 💓
અહી મનિષ કોઈ જવાબ આપતો નથી ને જાણે ignore કરતો હોય એમ સમો પ્રશ્ન કરે છે . છોકરી ને કહે છે તે મારા માં એવું તે શું જોયું કે હું તને ગમવા લાગ્યો ????.

છોકરી: કેમ એવું પૂછે છે???
મનિષ: કહેતો ખરા!!!!!.
છોકરી કહેછે .તારા માં શું ખરાબી છે!!!
સાડા પાંચ ફૂટ હાઇટ છે. સુંદર ગોળ ચહેરો છે. રુપાળો પણ છે. એનાં ગાલ ગોળને ઉપસેલા ને લાલ ચટક છે.આંખો એની શરમાયેલી ને જાણે નો બોલવા છતાં, ઘણું બધું કહીજતી હોય એવી છે.નાક જેમ સુહાગન સ્ત્રી ના કપાળ ની મધ્ય માંજેમ બિંદી શોભે એમ એના ચહેરા ની શોભા વધારે છે..
બહુ ખડતલ નહિ ,ને સાવ કમજોર પણ નહિ એવો એનો શરીર નો બાંધો છે.
આવો પરફેક્ટ લાઈફ પાર્ટનર મળે તો કોણ ના પાડે ????
છોકરી બીજી વાર પણ I love you 💓 લખે છે. પણ મનિષ કોઈ જવાબ આપતો નથી.

ક્રમશ......
તમને શું લાગે મિત્રો મનિષ હા પાડશે કે નહિ ??
કેમ કોઈ જવાબ નથી આપતી ??
શું ચાલે છે એના મનમાં ??
શું કહેવા માંગે છે ?
વગેરે જાણવા માટે આગળ નો ભાગ વાંચો
====================================