DAYS OF COLLEGE AND LOVE - 9 books and stories free download online pdf in Gujarati

કોલેજના દિવસો અને પ્રેમ - ૯

છેવટે મારે મારી માતા સાથે મારા પ્રેમ વિષે વાત થઈ તે મુજબ તેણે પિતાજી સાથે વાત કરી. મારા માતા-પિતા એ વાત જાણીને ખુશ થયા કે એ લોકોને જે મહેનત છોકરી ગોતવા માટે કરવાની હતી તે ઓછી થઈ. પણ તે લોકોનું કહેવું એવું હતું કે જ્યાં સુધી હું વ્યવસ્થિત રીતે પગભર ના થાઉં ત્યાં સુધી મારા લગ્ન કે સગાઈ માટે તૈયાર નહોતા. આ વાતથી હું ખુબ જ નિરાશ થયો. પરંતુ હું પગભર થવા માટે ખુબ જ મહેનત કરતો હતો, પણ નસીબ પણ સાથ આપવું જોઈએને. કોણ જાણે નસીબ આડેનું પાંદડું ક્યારે ખસે અને હું અને તે બંન્ને એક થઈએ. આ વાતથી નારાજ થઈ મેં ઘરથી દુર જઈ મારી કારકિર્દી આગળ વધારવા માટે જવાનું નક્કી કર્યું. તે મુજબ એક રાત્રે મારા માતાપિતાની રજા લઈ હું નીકળી પડ્યો. મારા મિત્ર આશિષના ઘરે હું એ રાત્રે રોકાયો. ત્યાંથી તેનો સાથ મળ્યો તથા વડીલોના આશિર્વાદ સાથે મારે મારી જિંદગીનું હવે પછીનું પ્રકરણ લખવાનું હતું.

થોડા દિવસો આમતેમ ઘણા ગામ ફર્યા બાદ એક છાત્રાલય સાથેની શાળામાં મને શિક્ષકની નોકરી મળી. પગાર ખુબ જ ઓછો હતો પણ હાલ શરૂઆત તો કરવી જ રહી. મારા પિતાના કહેવા મુજબ કોઈપણ કામ નાનું નથી હોતું. માટે ભલે પગાર ઓછો હતો પણ આ શરૂઆતથી મને સંતોષ હતો. આ મુજબ ત્યાં મેં અંદાજે છ માસ વિતાવ્યા. તે દરમિયાન એક દિવસ મારા પિતા દ્વારા હું અતિ માત્રામાં ખુશ થઈ જાવ તેવા સમાચાર મને મળ્યા. તેમના કહેવા મુજબ હવે ટુંક સમયમાં જ મારી સગાઈનું આયોજન થવાનું હતું. આ સમાચાર સાંભળતા જ હું ખુબ જ ખુશ થયો અને ભગવાનનો ખુબ ખુબ આભાર માન્યો.

પણ પેલી કહેવત છે ને કે સારા કામમાં સો વિઘ્ન. એ જ દિવસે મને જાણ થઈ કે હું જે શાળામાં નોકરી કરતો હતો ત્યાં રાષ્ટ્રીય રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરીશદની એક ટુકડી શાળાની તપાસ માટે આવવાની હતી. તે મુજબ તેની આગતા સ્વાગતાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. તે મુજબ જ્યાં સુધી તે ટુકડી તપાસ કરીને જતી ના રહે ત્યાં સુધી હું શાળા છોડી શકું તેમ ન હતો. સગાઈને હવે એક જ દિવસની વાર હતી. પણ ભગવાનનો આભાર માનું તેટલો ઓછો છે. આગલા દિવસે સાંજે આશરે ૭:૦૦ કલાકે તે તપાસ પુરી થઈ અને હું બધો અહેવાલ આચાર્યને સોંપી અને મારા ઘરે જવા નિકળ્યો. ખુબ જ થાક હતો છતા પણ હું ખુબ જ ખુશ હતો. મારા સ્વપ્નો હવે સાચા થવા જઈ રહ્યા હતા. અમે બંન્ને એકબીજાને મનથી વરી જ ચુક્યા હતા. પણ હવે સામાજીક રીતે પણ અમે એક થઈશું.

આવતીકાલનો દિવસ મારા માટે ખુબ જ શુભ હતો. સવાર થયું ને મંગળ ગવાતા હતા. મારા કુટુંબીજનો મારી આસપાસ જ ફરતા હતા. મંગળ ગાતા હતા. બધા જ ખુબ જ ખુશ હતા. અમે સવારે બસમાં બેસીને તેના ઘર તરફ પ્રયાણ કર્યું. આખા રસ્તામાં મારા મિત્રો અને મારા ભાઈ-બહેનોએ મને ખુબ જ પજવ્યો. પણ આજે મારી ખુશીનો કોઈ જ પાર નહોતો. મારી પાસે મારી ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો જ નહોતા. અમે સગાઈના મંડપમાં બેઠા. ગોર આવી કંકુતિલક કરી ગયા. પણ મારી નજર તો તેને જ શોધતી હતી. હું તેને જોવા માટે આતુર હતો. ઘણી રાહ જોવડાવ્યા બાદ તે ધીરે પગલે આવી. મારી નજર તેની સામે ચોંટી ગઈ. આજુબાજુ શું ઘટતું હતું મને તેનું કોઈ જ ભાન ન રહ્યું. એમ થતું હતું કે સમાજના બધા જ નિતી નિયમોને ફગાવી દઈ દોડતો જઈ તેને આલિંગનમાં લઈ લઉં. મારી બહેન મારી પાસે આવી અને મને ઢંઢોળ્યો અને મારી વાગ્દતાને વિંટી પાહેરાવવા માટે કહ્યું ત્યારે મારી તંદ્રા ખુલી. આમ બધી વિધી પુરી થઈ અને જાણે મને દુનીયાની બધિ જ ખુશી મળી ગઈ હોય તેમ હું આસમાનમાં ઉડવા લાગ્યો.

(પણ હજુ સંધર્ષ પુર્ણ નથી થયો. જોઈએ આગળ શું થાય છે.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED