DAYS OF COLLEGE AND LOVE - 3 books and stories free download online pdf in Gujarati

કોલેજના દિવસો અને પ્રેમ - ૩

આમને આમ દિવસો પસાર થતા રહ્યા અને મારો તેના તરફનો પ્રેમ વધુ ને વધુ દ્રઢ થતો રહ્યો. હું તેની સાથે વાત કરવાનો કે તેની નજીક જવાની એક પણ તક જતી નહોતો કરતો. દરરોજ સવારે કોલેજ બસમાં જતી વખતે હું બસમાં બેસતી વખતે તેને અચુક ફોન કરતો કરીને અમે મિત્રો જે બસમાં બેઠા હોઈએ તે બસ જણાવતો.

એવામાં એક દિવસ તેની એક મિત્ર એક્તાનો મારી ઉપર રવિવારના રોજ ફોન આવ્યો. તે મારી પણ સારી મિત્ર હતી. પણ હું તેને બહેન માનતો. તેણે મને વાતવાતમાં જણાવ્યું કે તેને પણ હું ગમું છું. પણ તે મને જણાવવા માંગતી નથી. ઓહો! શું દિવસ હતો તે મારા માટે! એ દિવસે હું મારા ઘરની અગાસી ઉપર આનંદમાં આવીને ખુબ જ નાચવા કુદવા લાગ્યો. ખરેખર હું તે દિવસે ખુબ જ ખુશ થઈ ગયો હતો. તે દિવસથી હું એક્તાનો આભારી થઈ ગયો હતો. તેણે મારો એક મોટો પ્રશ્ન હલ કરી નાંખ્યો હતો. તે સમયે મારા મનની ઉર્મિઓને કાબુમાં રાખી શકવા મથું તો પણ તે તો બેકાબુ જ હતી. મારા નાચવા કુદવાને કારણે નીચેથી મારા મમ્મી-પપ્પા મને વઢવા લાગ્યા: “આ શું ગાંડાવેળા માંડ્યા છે?” પણ હું તેમને આ સમયે કોઈ જ જવાબ આપી શકું તેવી હાલતમાં નહોતો.

બીજા દિવસે સવારે કોલેજ જવાનું હતું. પણ આખી રાત મને ઉંધ જ ના આવી. આખી રાતમાત્રેને માત્ર એક્તાએ કહેલી વાત જ મનમાં ઘુમ્યા કરતી હતી. વિચારોના વંટોળ મનમાં ઉઠતા હતા જે કેમે કરીને શમતાં નહોતા. આવતી કાલે સવારે બસમાં કે કોલેજમાં તેનો સામનો કેવી રીતે કરીશ તે જ સમજાતું નહોતુ. આખરે સવાર તો પડવાની જ હોય. રોજની જેમ જ કોલેજ જવા માટે તૈયાર થયો. પણ આજનો દિવસ મારા માટે અનેરો હતો.

કોલેજ પહોંચ્યો પણ આજે ભણવામાં સહેજે ચિત્ત ચોંટતું જ નહોતુ. કેમ ખબર પણ આજે કોલેજના સમયમાં આખો દિવસ મે તેની સામે એકવાર પણ નહોતું જોયુ. જોવાની ઇચ્છા તો ઘણી થતી હતી પણ કોણ જાણે કેમ મારાથી એ તરફ જોવાતું જ નહોતું.

એ દિવસે ફરી એક્તાનો મારા પર ફોન આવ્યો. એ મને વઢવા જ માંડી.

તે મને કહેતી હતી કે: “તે કેમ આજે એકપણ વાર તેની તરફ જોયું નહી? કેમ આજે આખો દિવસ તેની સાથે વાત પણ ના કરી? કેમ બસમાં પણ દુર-દુર ભાગતો હતો? પ્રેમ કરવાનું નાટક જ કરતો હતો કે શું?”

મેં તેને શાંત પાડતા મારી મનોસ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તથા એક્તાને કહ્યું કે તું તેને જણાવજે કે અચાનક જ મને ખબર પડી તો તે દિવસે મારે શું કરવું તેની ખબર પડતી નહોતી.

તે રાત્રે મે તેને SMS કર્યો. શરુઆત તો ખચકાટ અનુભવતા અનુભવતા મેં કરી તેની સાથે વાત કરવાની. પણ આગળ શું વાત કરવી તેની હજુંય મને ખબર પડતી નહોતી. પણ છેવટે મેં તેની સાથે વાત શરૂં કરી. મને એક્તાએ જે પણ જણાવ્યું હતું તે મે તેને કહ્યું. પણ તે તો શરમાતી જ રહી. થોડા દિવસો તો આમ જ જતા રહ્યા. હું તેની સાથે SMSમાં વાત કરતો રહું પણ તેને પેલા THREE GOLDEN WORDS કહી શકતો નહોતો. મને હજુંય એમ જ હતું કે હું સ્વપ્ન જ જોતો હોઉ તેવું જ લાગ્યા કરતું.

મારા ઘરે પણ મારા મમ્મી-પપ્પા પણ કહેતા: ”એ ભાઈ તું ક્યાં ખોવાઈ ગયો છે? કેમ ગુમસુમ બેઠો છે? કંઈ થયું છે? અમને કહે તો કંઈ નિરાકરણ આવે?”

હવે તેમને કેમ કરીને સમજાવું કે તમારો દિકરો પ્રેમમાં પડ્યો છે.

આવતી કાલે મારા માટે એક નવો જ સુરજ ઉગવાનો હતો.

(વધુ માટે રાહ તો જોવીજ પડશે મિત્રો...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED