કોલેજના દિવસો અને પ્રેમ - 1 વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજના દિવસો અને પ્રેમ - 1

લેખક તરફથી:-

આ મારી પ્રથમ રચના નથી. પરંતુ ગદ્યના રૂપમાં આ મારો પ્રથમ પ્રયત્ન છે. આ મારી રચના વાચકો સમક્ષ મુકું છું. તથા આશા રાખું છું કે વાચકમિત્રોને આ રચના પસંદ આવશે.

નોંધ:

આ રચના માત્ર ને માત્ર લેખકના વિચારોની જ ઉપજ છે. તેનો કોઈ જ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. તથા જો તેમ હોય તો તે માત્ર એક સંયોગ જ હશે. આ રચના માત્ર ને માત્ર મનોરંજન તથા વંચન માટે કરવામાં આવેલ છે.

કોપીરાઈટ:

આ રચનાના તમામ કોપીરાઈટ માત્ર ને માત્ર લેખકના રહેશે. લેખકની પરવાનગી વગર કે જાણ બહાર આ રચનાને કોઈપણ માધ્યમથી પ્રકાશિત કરી શકાશે નહી.

અરે! હું તો જાણે સ્વપ્ન જોતો હોઉં એવું લાગે છે. મે કોલેજમાં તેને કોલેજના પહેલા જ દિવસે જોઈ હતી. એ ઢીલા ગુંથેલા તેના કેશ. તેનો હસતો ચહેરો. હું એને ઓળખતો નહોતો. પરંતુ તેને જોઈ ત્યારે જ એવું લાગ્યું ને કે આ એ જ ચહેરો છે જે અસ્પષ્ટ રૂપે મારા સ્વપ્નમાં આવતો હતો. ખબર નહી એ સમયે મારા હૃદયમાં કેવા તરંગો ઉછળ્યા હશે. મારી બાજુમાં ઉભેલો મારો મિત્ર અનિલ કહે: “ઓ ભાઈ! ક્યાં ખોવાઈ ગયો?” પણ મે તેને વળતો જવાબ ના આપ્યો અને માત્ર હસી દીધું. આ બધું જ અચાનક થઈ ગયું. મને તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે પહેલી નજરે પણ પ્રેમ થતો હશે. મને તો એમ જ કે આ બધું ફીલ્મી દુનિયામાં જ શક્ય હોય છે. પણ આજે આ સાચું માનવું પડે છે. બસ એ એક જ નજર તેની મારી ઉપર પડી અને હું રોમાંચીત થઈ ઉઠ્યો. બસ એજ નજર કાફી હતી તેની. બસ એ જ નજર થી નક્કીજ થઈ ગયું કે બસ આ જ એ વ્યક્તિ છે જેની હું વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. પછી તો એમ જ થયું કે બસ હવે તે જે હોય તે મને તેનાથી કોઈ જ ફેર નહોતો પડતો. પરંતુ બસ મારે તેને મારી કરવી છે.

આમ તો મારો પરિવાર થોડો રૂઢિચુસ્ત ખરો. તેમાં પ્રેમ-લગ્નને કોઈ સ્થાન હોય જ નહી. એ હું ખુબ જ સારી રીતે જાણતો હતો. પરંતુ આજે એવું લાગતું હતું કે હું આખી દુનીયા સાથે લડી લઈશ. આ સાથે પ્રેમમાં મારો સૌપ્રથમ સંઘર્ષ શરૂં થયો. એ સંઘર્ષ હતો તેને પામવાનોં.

જેમ દરેક પ્રેમ કથામાં થાય તેમ મારી સાથે પણ થયું કે તેને પામવી કઈ રીતે. એવું તો શું કરી શકાય કે તેને મારી બનાવી શકું. પ્રથમ દીવસથી કોલેજમાં ભણવા સાથે બીજું કાર્ય શરૂ થઈ ગયું એ હતું તેને પામવાનું. એક મુવીમાં હિરો કહે છે ને કે: “कहते है अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है.” બસ પછી તો બધા મિત્રોને ધંધે લગાડ્યા. બધાનું એક જ કામ. એક જ વાતનું સંશોધન કરવાનું કે તેને શું ગમે છે? તેને શું કરવું સારૂ લાગે છે? કોલેજમાં તેના ખાસ મિત્રો કોણ છે? એ ખાસ મિત્રોને શું ગમે છે? મિત્રો સાથે એ બધી જ માહિતી મેળવી અને મે તેવું થવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

પણ આ કોલેજ છે ભાઈ! એ વાતનો પણ સતત ડર લાગતો કે ક્યાંક હું તને ગુમાવી ના બેસું! પણ પ્રયત્નો છોડવાના નથી તેવો અફર નિર્ણય કર્યો. બસ એજ ક્ષણથી શરું થઈ મારી પ્રેમ કહાની (હાલ તો એક તરફી પ્રેમ)

(વધું આવતા અંકે)