કોલેજના દિવસો અને પ્રેમ - ૭ વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોલેજના દિવસો અને પ્રેમ - ૭

હવે મારે મારે મારી જીંદગીમાં નવા પડકારોનો સામનો કરવાનો છે. સૌપ્રથમ એ વાતનો ડર છે કે મારા ઘરે મારા પ્રેમની ખબર પડશે તો હું એ લોકોનો સામનો કેવી રીતે કરીશ. આજ સુધીતો ઘણા બધા બહાના કર્યા. પણ હવે ખબર પડશે તો શું જવાબ આપીશ? શું હું તેનો મારા ઘરે સ્વિકાર કરાવી શકીશ? પણ મે નક્કી કર્યું જ કર્યું હતું કે જે થવું હોય તે થાય પણ હું લગ્ન તો તેની સાથે જ કરીશ. પછી મારે તેના માટે ગમે તે કરવું પડે. આજ રીતે ઘણા દિવસો વીતી ગયા. આમ ને આમ કોલેજ પુરી થઈ ગઈ.

હવે આગળ શું કરવું? તે જ વિચારો કરતો ઘરે બેસી રહેલો હતો અને સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરતો હતો. અહિંથી જ હવે મારા સાચા સંઘર્ષની શરૂઆત થવાની હતી. ઘર આમ તો સાધન સંપન્ન છે પરંતુ નોકરીની તૈયારી ના બહાને ક્યાં સુધી મારે ઘરે બેસી રહેવું? જ્યાં સુધી સરકારી નોકરી ના મળે ત્યાં સુધી હું આર્થિક રીતે કેવી રીતે પગભર ઉભો રહી શકું તે જ સતત વિચાર આવતો હતો. આવા વિચારોમાં જ મારૂં ચિત્ત પરીક્ષાની તૈયારીમાં પણ ચોંટતું નહોતું. પરંતુ મારે મારા પગભર ઉભા રહેવા માટે તૈયારી તો કરવી જ રહી. પણ ત્યારે એ સમય હતો જ્યારે મહેનત કરવા છતાં નસીબ પણ સાથ નહોતું આપતું.

આગળ જતા હવે શું કરવું? પરીક્ષામાં તો હું નાપાસ થયો. હવે સરકારી નોકરીના વાંકે ઘરે થોડું બેસી રહેવાય છે. માટે મેં તૈયારીની સાથે સાથે એક શિક્ષક તરીકે નોકરી કરવાનું ચાલું કર્યું. આવક થોડી હતી પણ મને તેનાથી સંતોશ નહોતો. પરંતુ હાલ તો તેનાથી જ ચલાવવું પડે તેમ હતું. જ્યારે બીજી બાજુ તેનું ભણવાનું પુરૂં થઈ ગયું હોય તેના લગ્ન માટે મુરતીયાઓની લાઈન લાગેલી હતી. હુ અને તે ઘણા અસમંજસમાં હતા. કારણ કે અમારા પ્રેમ વિષે નહોતી મારા માતા-પિતાને ખબર કે નહોતી તેના માતા-પિતાને ખબર. અમે બંન્ને ડરતા હતા કે અમારા માતા-પિતાને ખબર પડી જશે અને તેઓને અમારો પ્રેમસંબંધ પસંદ નહી આવે તો?

હું ઘણા દિવસોથી તેને મળ્યો નહોતો. તેને જોવા માટે તેની સાથે વાતો કરવા માટે હું અધીરો બન્યો હતો. એવામાં એક દિવસ મારા માતા-પિતા બહારગામ ગયા. એ તકનો મે લાભ ઉઠાવ્યો. હું પણ મને મળેલી તકનો લાભ ઉઠાવી તેને મળવા માટે ગયો. તે પણ તેની બહેનપણીને મળવા જાઉં છું તેવું તેના ઘરે બહાનું કરી મને મળવા આવી. અમે એક બગીચામાં એકાંત ગોતી બેઠા. થોડી વાર આમ તેમ વાતો કરી. પણ હવે થોડી અમારા સંબંધ વિષે વાત કરવાની હતી. કોણ પહેલા પોતાના ઘરે કહેશે? કોઈ છોકરીના માતા-પિતા એવા છોકરાને તો પોતાની પુત્રીનો હાથ ના જ આપે કે જે હજું સુધી પોતાની જીંદગીમાં કઈં જ કરી ના શક્યો હોય.

પણ મેં તો તેને સ્પષ્ટ જણાવી દીધું કે જો હું લગ્ન કરીશતો માત્ર ને માત્ર તારી સાથે જ. બાકી હું આજીવન લગ્ન નહીં કરૂ. તને હું આ બાબતમાંથી મુક્તી આપું છું. તો તેણે પણ મને મારા ગાલ પર હળવી ટાપલી મારતા કહ્યું કે ભલે મારે બધા સાથે ઝઘડો થાય પણ લગ્ન તો તારી સાથે જ કરીશ. આમ અમે ત્યારે બગીચાના ખુણામાં બેઠા-બેઠા એકબીજાને સાથે જીવવા-મરવાના કોલ આપી રહ્યા હતા. આગળનો સમય અમારા બંન્ને માટે નિર્ણાયક હતો. હવે અમારા જીવનના સાચા સંઘર્ષનો સામનો કરવાનો હતો. અમે બંન્ને ભારે હૃદયે છુટા પડ્યા. તે રીક્ષામાં બેસીને તેના ઘર તરફ જતી રહી. હું તે દેખાતી બંધ ના થાય ત્યાં સુધી ત્યાં જ ઉભો રહ્યો. તે દેખાતી બંધ થઈ ત્યાર બાદ આંખોમાં નમી સાથે હું બસમાં બેસી મારા ઘર તરફ જવા નિક્ળ્યો.

(હવે આગળ શું? જાણવા હવે પછીના ભાગની રાહ જુઓ.)