લાગણી નો ઘા Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણી નો ઘા

*લાગણી નો ઘા*. વાર્તા... ૨-૩-૨૦૨૦

અરવિંદ ભાઈ ને પોતાનો મોટો બિઝનેસ હતો અને એમનું ધંધા નું મારકેટીગ ઓલ અવર દુનિયામાં હતું.. દેશ વિદેશમાં એમનું નામ હતું... પત્ની ને કેન્સર થતાં ત્રણ વર્ષમાં જ ઈશ્વર પાસે પહોંચી ગયા.... અરવિંદ ભાઈ ધંધો ખુબ જ કુનેહ થી સંભાળતા હતા એમનો એક ખાસ માણસ હતો ભાવેશ એ અરવિંદ ભાઈ ને બધી રીતે મદદરૂપ બનતો અને અરવિંદ ભાઈ પણ ભાવેશ પર આંખ બંધ કરીને ભરોસો કરતાં હતાં અને હતો પણ વિશ્વાસુ.... અરવિંદ ભાઈ ને એક દિકરી અને એક દિકરો હતાં.... દિકરી પારૂલ લવમેરેજ કરી લંડનમાં સ્થાયી થઈ ગઈ હતી.... પત્ની ના મરણ પછી એકલાં પડેલા અરવિંદ ભાઈ એક દિવસ અચાનક બપોરે વહેલા ઘરે આવ્યાં... દિકરો સૂરજ અને એની પત્ની પૂર્વી બે વાતો કરતા હતા કે હવે તમે બધો ધંધો સંભાળી લો અને મિલ્કત નામ પર કરી લો અને બાપુજી ના પેલા ચમચો ભાવેશ એને નોકરીમાંથી છુટો કરો એ બહું હોશિયાર છે એનાથી ચેતીને પ્લાન કરજો... સૂરજ કહે તું જોતી જા આ સૂરજ ના ભડાકા કોઈને કશી ખબર પણ નહીં પડે અને પછી ગૂસપૂસ નો અવાજ પણ બહાર કશું સંભળાયું નહીં... અરવિંદ ભાઈ સીધા જ પોતાના રૂમમાં જતાં રહ્યાં....
અને પત્ની નાં ફોટા પાસે ઉભા રહી વાતો કરવા લાગ્યા...
કેમ કરી સમજાવું મારા આ મન ને... તને સમજાય છે કેમ થાય છે આવું???...અમુક પ્રશ્નો ના જવાબ જ નથી હોતા..... મારી પરવરિશ પર જ સવાલ ઉઠાવું છું પણ પછી શું ઉત્તર આપું હું મારા દિલને....બસ આંખ ખુલ્લી....કાન ખુલ્લા .....માત્ર મોં બંધ રાખું છું....સમય આવ્યે બધું સમજાય જશે આપોઆપ....કેમ આવું થાય છે....
જીવન ના ઘણાં તબ્બકા એવા હોય છે જે વિચારતા કરી મૂકે છે...
આશા તું ગઈ અને બાળકો ની પરવરિશ અને ધંધો સંભાળતા હું મારી જિંદગી અને જાતને ભૂલી ગયો પણ આજે આ બધું સાંભળીને લાગણીઓ પર ઘા વાગ્યા છે...
જે કોઈ ને બતાવી શકીશ નહીં...
કારણકે હું સૂરજ ને બહું પ્રેમ કરું છું..
હવે હું જાણીને પણ એનાં પ્લાન નો હિસ્સો બની રહીશ...
આમ આશાનાં ફોટા પાસે ક્યાંય સુધી અરવિંદ ભાઈ ઉભા રહ્યા પછી પલંગમાં લંબાવીને વિચારો કરવા લાગ્યા...
સૂરજે એનાં પ્લાન મુજબ બીજા દિવસે ચેતન નામનાં એક દોસ્ત ને લઈને ઓફિસમાં પ્રવેશ કર્યો અને અરવિંદ ભાઈ ને કહ્યું કે ભાવેશ ની જગ્યાએ આને કામ પર રાખો આ મારો વફાદાર માણસ છે...
મને ભાવેશ પર ભરોસો નથી...
અરવિંદ ભાઈ એ કહ્યું ભાવેશ એની જગ્યાએ બરાબર છે બેટા...
આપણે ચેતન ને એક નવી પોસ્ટ પર નિમણૂક કરીએ..
સૂરજ કહે સારું..
અને ચેતનને પર્સનલ આસિસ્ટન્ટ તરીકે રાખવામાં આવ્યો...
પહેલા સૂરજ ડેડ કહી બોલાવે અરવિંદ ભાઈ ને પણ હવે બાપુ કહીને બોલાવતો અને એવું જતાવતો કે હું તમને ખુબ પ્રેમ કરું છું અને તમે જ મારું સર્વસ્વ છો...
આમ સૂરજ પોતાના પ્લાન પ્રમાણે અરવિંદ ભાઈ ને નાનાં માં નાની વાતની સલાહ લઈને જ આગળ વધતો અને એવું બતાવતો કે તમારા વગર તો હું ડગલું પણ ભરી શકતો નથી...
એક પિતા પુત્ર નાં આવાં જુઠા પ્રેમને પણ સત્ય માની ખુબ ખુશ થતાં અને મારો સૂરજ કેટલો કહ્યાગરો છે એવું બધાને કહેતાં...
સૂરજે અરવિંદભાઈ ને લાગણીઓ માં લઈને ભાવેશ પાસેથી બેંક નાં કામકાજ છોડાવીને ચેતનને સોંપી દીધા...
આમ ધીમે ધીમે સૂરજે ચેતન ને પોતાના ઘરમાં પણ પોતાના નાના ભાઈ તરીકે રાખીને ઘરમાં પગપેસારો કરાવી દીધો અને ચેતન બે ટાઇમ ચા નાસ્તો, અને જમવાનું પણ અરવિંદ ભાઈ નાં ઘરમાં જ લેતો...
અને વાર તહેવારે કંઈને કંઈ ખરી ખોટી રજૂઆત કરી ને રૂપિયા પણ પડાવતો...
અરવિંદ ભાઈ ની સામે જ સૂરજ ને ભાઈ, ભાઈ કહીને ચમચાગીરી કરતો અને સૂરજ નાં હાથ પગ દબાવી આપતો...
અને અરવિંદ ભાઈ ની લાગણીઓ થી રમીને એવું કહેતો હું તમારો નાનો દીકરો છું તો મારો પણ હક્ક છે આ ઘરમાં...
અને આમ અરવિંદ ભાઈ ને ચેતન પપ્પા કહીને બોલાવાનુ શરૂ કરી દે છે અને અરવિંદ ભાઈ ને સૂરજ નાં હોય ત્યારે ચેતન હું તમારો દિકરો છું કહીને નાનાં મોટાં કામ કરીને વિશ્વાસ જીતી રહ્યો...
એક રાત્રે અરવિંદ ભાઈ ની તબિયત બગડતાં એમનાથી સવારે ઉઠાયુ નહીં...
અને એ પોતાના રૂમમાં સૂતાં રહ્યાં...
પૂર્વિ એ જોયું કે અરવિંદ ભાઈ રૂમમાં છે એણે દરવાજો ખખડાવ્યો..
અરવિંદ ભાઈ એ કહ્યું ખુલ્લો જ છે..
એટલામાં ચેતન આવ્યો અને અરવિંદ ભાઈ ની સેવા કરવા લાગયો અને ડોક્ટર ને ફોન કરી ઘરે બોલાવ્યાં...
ત્યારે પૂર્વીએ સૂરજ ને ઉઠાડ્યો...
સૂરજે આવીને જાણે કેટલી લાગણી હોય એમ દેખાડો ચાલુ કર્યો અને બૂમાબૂમ કરી મૂકી...
પછી કહે બાપુ તમે આરામ કરો આજે ઓફિસ હું સંભાળીશ..
અને સૂરજે ઓફિસ જઈને પહેલું કામ ભાવેશને નોકરીમા થી જ છૂટો કરવાનું કર્યું...
અને પછી એક ચેકબૂક માં અરવિંદ ભાઈ ની સહીં લેવા ચેતન ને મોકલ્યો કે આજે અમૂક કાચા માલના રૂપિયા વેપારીઓ ને આપવાનાં છે.....
ચેતને આવીને કહ્યું કે પપ્પા સહીં કરવાની છે..
પણ
અરવિંદ ભાઈ જાણીને પણ આ લાગણીઓ ના ઘા સહેતા રહ્યાં કે કાલે સૂરજ ને પોતાની ભૂલ નો અહેસાસ થશે અને સુધરશે અને એક સારો સંતાન સાબિત થશે...
એ આશાએ એમણે સહીં કરી આપી અને સૂરજે એ રૂપિયા થી નવી મોંઘી ગાડી છોડાવી...
અરવિંદ ભાઈ આ બધું જોઈ ચૂપચાપ રહેતાં...
પણ સૂરજ તો જાણે અરવિંદ ભાઈ ને કશીજ ખબર પડતી નથી એમ ધારી ને રોજબરોજ નવી નવી માંગણીઓ કરીને રૂપિયા પડાવી ને પોતાનું અલગથી ધંધો કરવા લાગયો કે જેથી કરીને કાલે મિલ્કત માં બે ભાગ પડે તો પોતાના ભાગમાં વધારે હિસ્સો હોય...
અને પારૂલ ને વિજય કુમાર નાં ભાગમાં હિસ્સો ઓછો આવે...
આ બાજુ પૂર્વિ પણ મારે આ લાવવાનું છે પપ્પા અને આ મોબાઇલ જોયે છે કહીને રૂપિયા પડાવી રહી...
અરવિંદ ભાઈ ખોટી લાગણીઓ માં ફસાઈ ને બધાં ને ખુશ રાખી રહ્યા...
આમ સૂરજ, પૂર્વિ અને ચેતન ત્રણેય ભેગા થઈને લાગણીઓ ની રમત રમીને અરવિંદભાઈ ને લાગણીઓ નાં ઘા મારીને રૂપિયા પડાવી રહ્યાં....
ભાવના ભટ્ટ અમદાવાદ.......