“બાની”- એક શૂટર - 6 Pravina Mahyavanshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“બાની”- એક શૂટર - 6

“બાની”- એક શૂટર

ભાગ : ૬



“ હેય લકી !! ક્યાં જાઓ છો મેન.” બાની હરકાતી લકીના પાછળ ફટાફટ આવીને કહ્યું.

“જી, ઓફિસ. તમને ડ્રોપ કરી દઉં ?” લકી બાનીની વાતોને સમ્માન આપતા કહ્યું.

“ઓહ લકી, ડ્રોપ તો તમારા મોમ ડેડ સાંજે તને કરવાના છે.” બાની લકીની બરાબરની ખેંચવા માટે જ બહાર આવી હતી એટલે તેણે મજાક કરવાનું સ્ટાર્ટ કરી દીધું.

“આપણે આ ટોપિક ચેન્જ કરી શકીએ ?” લકીએ પોતાનો ગોગલ્સ કાઢતાં કહ્યું.

“ઓહ !! કકકક...મોન લકી !! મનમાં ફૂટી રહેલા લડ્ડુને એટલા પણ ના છુપાવો..!!” હોઠ પર દાંત દબાવીને આંખ મારતા બાનીએ કહ્યું.

આ નખરાં બાનીના તે પહેલી વાર જોઈ રહ્યો હતો. તે નિ:શબ્દ થઈ ગયો.

“ઓય. ઓય્ય. ઓય. ક્યાં ખોવાયા યાર ?” સ્તબ્ધતાથી જોઈ રહેલા લકી સામે ચૂટકી વગાડતાં બાનીએ કહ્યું.

“બાની તમને ક્યાંય છોડવું હોય તો કહી દો.” લકી થોડો ગંભીર બનીને કહ્યું.

“તમે એટલા સિરીયસ બનીને કેમ રહો છો મારી સાથે? માન્યું તમે ઉંમરમાં મારાથી થોડા મોટા છો..” બાનીનું વાક્ય અધૂરું રહ્યું.

ત્યાં જ લકીએ કહ્યું, “ બાની હું ઈવાન નથી.” એટલું કહી તે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની દિશાએ વળ્યો.

“એહ...યય !! ઓલ ધી બેસ્ટ.” મોટા સ્વરમાં બાનીએ એક હાથ હવામાં હલાવતાં લકીને કહ્યું.

લકી કારના દરવાજે પહોંચ્યો જ હતો પરંતુ તે બાની તરફ બે પગલા પાછો ફર્યો અને પૂછ્યું, “ શેના માટે.”

“બનો નહીં હવે વધારે.” થોડું સિરીયસ મોઢું કરીને બાનીએ કહ્યું.

પછી તરત જ મજાક કરતાં કહ્યું, “ સાંજે, તમારી દિલરૂબા વેઈટ કરતાં હશે.”

“એ છોડો. હું તમને કહું એ સાંભળો. તમે મારા હાર્ટની ક્વીન બની જાઓ. હું જવાબની રાહ જોઈશ.” લકીએ એટલું કહી પોતાનાં આંખ પર ગોગલ્સ લગાવ્યો, અને કારનો દરવાજો ખોલી અંદર પેઠો. એણે કાર સ્ટાર્ટ કરી અને કારને મેઈન ગેટની બહાર જઈ સ્પીડમાં ભગાવી મૂકી.

બાની એ સ્પીડમાં જતી કારને ફક્ત આશ્ચર્યથી જોતી રહી. એ કાર જતી રહી પછી એના દિમાગમાં લકીના શબ્દો વારંવાર તેજ ગતિએ દોહરાયા. “મારા હાર્ટ ની ક્વીન બની જાઓ”... “મારા હાર્ટ ની ક્વીન બની જાઓ..”

બાની લકીના આ વર્ડ્સ સાથે બોલેલા એના ચહેરાને યાદ કરતી રહી ગઈ. એનો ચહેરો કેટલો સખ્ત પરંતુ હેન્ડસમ. એની પર્સનાલીટી, ‘હાય મેં મર જાવા’ કોઈ પણ છોકરી એના માટે આવા વર્ડ્સ મોઢામાંથી કાઢી નાંખે એવો હતો. અને આજે રોજનાં કરતાં પણ કેટલો ચાર્મિંગ લાગતો હતો. એનો શું ડ્રેસ કોડ યાર..!! મન થાય કે એણે ટાઈડ હગ જ કરી લઈએ.

બાની ત્યાં જ ઊભી રહીને લકી વિષે વિચારવા લાગી. “ એ મને એવું કેમ કહી ગયો? શું મારી સાથે લગ્ન કરવાં માંગે છે? મોમ ડેડ માટે તો લકી નોટ બેડ બોય. સંસ્કારી ઓલ્સો. મેચ્યોર પણ છે. મોસ્ટ વાત એ કે ફેમસ બિસનેઝમેન છે. એ પણ દોસ્તનો છોકરો. તો શું હું લકી સાથે પરણી જાઉં ?? બાની યાર લવ નો પણ સવાલ છે? લવ જેવું તો નથી લાગતું ? બાની નથી લાગતું ને?” બાની મનોમન પોતાને જ એક પછી એક સવાલો કરતી રહી.

“અરે બાની તું અહિયાં જ છે હજુ ??” પાછળથી દિપકભાઈ અને કનકભાઈ બંને સાથે આવતાં હતાં, ત્યારે બાનીના ડેડે પૂછ્યું.

“ઓહ ડેડ જાઉં છું યાર.!!” બાનીને જાણે પોતાના વિચારોમાંથી અલગ થવું જ ન હતું એવી રીતે કહ્યું. એ બાય કહેવાં વગર જ વિચારોમાં કારમાં જઈ ગોઠવાઈ. અને કારને પોતાની ફ્રેન્ડ જાસ્મીનના ઘરે જવાનું છે એ વિચારે ભગાવી મૂકી.

****

“અરે ઈવાન ચલ યાર ટંકી ફૂલ કરીએ? એમ પણ તારા ઘરમાં આજે સાંજે કોઈ નથી.” ક્રિશે આવતાની સાથે જ ઈવાનને ધબ્બો મારીને કહ્યું.

“અરે યાર જ્યાં સુધી આપણો સાધુ એહાન મોજુદ છે ત્યાં સુધી તો હાથ પણ ના પકડાય દારું શારૂ ને..”

એહાન અને ક્રિશ ઈવાનને મળવા આજે બપોરના આવી ચઢ્યા હતાં. ત્યાં જ ઈવાન આજે સાંજે ઘરમાં કોઈ નહીં હશે બધા લકી બ્રો ના માટે છોકરી જોવા જઈ રહ્યાં છે એ જણાવી દીધું હતું.

“ઓ...યે !! તમે લોકોને મારી સાથે શું લેવું દેવું છે. હું નથી લેતો તો નથી લેતો. તમે ભાઈ મોજશોખથી પિયો મજે મારો.” એહાને જણાવી દીધું.

“ડુડ, એમ પણ આજે લેશે. એણે કોઈ છોકરી જોવા નથી લઈ જતાં એના ગમ માં.” ક્રિશે હળવી મજાક કરી.

“છોકરી જોવાનો સવાલ જ ક્યાંથી આવે બ્રો? અમારા માટે તો ક્યારની ફિક્સ છે.” ઈવાને જમણી સાઈડનો આઈબ્રો ઉપર કરીને સહેજ ડોકું ધુણાવતા લહેકામાં કહ્યું.

“ઓ તારી....!! ટિયા...!!” ક્રિશે ઉચ્ચે સ્વરે આશ્ચર્યથી કહ્યું.

“બે... ટિયા ટિયા શું કરે છે?” ઈવાને ગુસ્સે થઈને કહ્યું.

“તો...?” એહાન અને ક્રિશ બંને એકસાથે બોલી પડ્યા.

“બાની..!! બાની ભક્ત છું હું.” બંને હાથ જોડીને આંખો બંધ કરી શાંતિનો ચહેરો દેખાડતાં ઈવાને કહ્યું.

“બે બાની ભક્તિ માટે તે કર્યું શું છે હજુ ?” ક્રિશે પૂછ્યું.

“હવે આ બાની કોણ છે? હાં યાદ આવ્યું તમારી પાડોશન નય ઈવાન ?? એહાને પૂછ્યું.

“તને ક્યાંથી ખબર હોય? તું કોઈ છોકરીને આંખો ઉંચે કરી જોતો છે જો તને ખબર પડે?” આંખને બંધ કરીને મોઢું લેફ્ટ બાજુ ધુણાવતા ઈવાને કહ્યું.

“બાની આસાનીથી પ્રસન્ન થાય એવી બાળા નથી. ઈવાન ભક્ત...!!” ક્રિશે કીધું. થોડી સેકેંડમાં ફરી કહ્યું ‘બાનીના સપનાં જોવાનું છોડી દે.’

“અરે આજે સવારે આવી હતી યાર તમારી ભાભી. શું લાગતી હતી યાર..!! દિલમાં આગ લગાવીને ગઈ છે.” ઈવાને, ક્રિશની વાતને વધારે ભાવ ન આપતા કીધું.

“ચાલ તો આજે ભાભીના નામથી થઈ જાય..!!” ક્રિશ પોતાના બેગમાં બ્રાન્ડી લઈને જ આવ્યો હતો. ઇવાનને થોડો ચીલ કરવાં માટે.

“ભાઈ લોગ આપલોગ મજે લૂટો. હમ તો ચલે. હમાર મમ્મા ઘર કે બહાર વેઈટીંગમાં હૈ.” એહાન જાણે મૂવીનો ડાયલોગ મારતો હોય તેવી રીતે કહ્યું.

“હા ભાઈ તું જા, મમ્માનો લાડલો દીકરો. એમ પણ તને તો અમે બંને ડ્રંકર જ લાગતાં છે.” ક્રિશે કીધું.

ઈવાન અને ક્રિશને બાય કહી એહાન પોતાના મોમને ભાજીમાર્કેટમાં લઈ જવા માટે બાઈકને ઘર તરફ વાળી. ત્યાંથી પોતાના મોમને બેસાડી બંને જણા માર્કેટમાં ગયા. એવો રૂટિન દર મહિનાનો રહેતો જ્યારે ઘરમાં કીરાનાનો સામાન ભરવાનો રહેતો.

****

“લકી, તું આજે ઓફિસેથી જલ્દી આવજે બેટા. યાદ છે ને બેટા?” લકીના મોમ જ્યોતિબેને ફોન કરીને કીધું.

“અરે કેટલી વાર કહું મોમ. કોઈ કામ હોય તો એક દિવસ પહેલા જ કહેવાનું. આમ ઓફિસનું કામ પડતું મુકીને મારાથી નહીં અવાય.” ખિજાઈને લકીએ કહ્યું.

“ અરે બેટા આપણા મેનેજર તુષારભાઈને મેં ગઈકાલે જણાવી દીધું છે એ સંભાળી લેશે. હવે તું એણે પૂછવા ના જતો કે મોમે શું, કેમ, શેના માટે કોલ કર્યો હતો. બસ જલ્દી સાંજે ચાર વાગ્યે ઘરે આવ.” જ્યોતિબેને ફોન મૂકી દીધો.

ફોન મુકાતા જ લકીએ ફોન કરીને મેનેજરને કેબીનમાં બોલાવ્યો.

“તુષારભાઈ, તમને મોમે કોલ કરીને કહી પણ દીધું કે આજનું કામ તમે જ સંભળાશો. તો આ વાતની મને કેમ નથી જાણ?” લકી તુષારભાઈને 'ભાઈ' કહીને માનથી બોલાવતાં. એ કંપનીનો જુનો તથા ઈમાનદાર માણસ હતો.

તુષારભાઈ થોડા મલકાયા. “એ તો તમે શેઠાણીને જ પૂછજો. બાકી તમને આજે સાંજે ચાર વાગ્યા સુધી નીકળવું પડશે.”

“અચ્છા મારે કેટલા વાગ્યે જવું છે એ પણ તમે નક્કી કરીને જ રાખ્યું છે.” ખિજાઈને લકીએ તુષારભાઈનો ચહેરો પારખવાની કોશિશ કરી કે આખરે મામલો છે શું?

“લકીભાઈ મને લાગે છે કે તમને નીકળવાની તૈયારી કરવી જોઈએ.”

“અરે પણ મને કોઈ જણાવશો કે મને ઘરે જઈને કયું અચાર પાપડ બનાવવાનું છે?” લકીએ ખીજમાં ફરી કહ્યું. એને વાત જ યાદ ન હતી. કેમ કે લકી ઓફિસ માટે જ્યારે જવા નીકળ્યો ત્યારે ધ્યાનથી વાત જ એના મોમની સાંભળી નહિ કે તેઓ દિયાને જોવા માટે જઈ રહ્યાં છે..!!

“સર મને ઘણું કામ છે હું જઈ શકું?” અદબથી તુષારભાઈ બોલ્યા.

લકીએ હૂંકારમાં જવા માટે ડોકું ધુણાવ્યું.

****

સાંજે બરાબર પાંચ વાગ્યે લકીના મોમ ડેડ લકીને લઈને "દિયા" બંગલે પહોંચી ગયા. જનકભાઈએ પોતાની લાડલી દીકરીને નામે જ બંગલાનું નામ પણ રાખ્યું હતું.

“આવો બેસોને.” જનકભાઈએ આવકાર આપતા લકીના પરિવારને કહ્યું. સાથે જનકભાઈની ધર્મપત્ની રૂપાબેન પણ હતાં. નોકરોની આવનજાવન ચાલુ હતી. નાસ્તા મીઠાઈઓ પાણી પીણા જ્યુસ બધું જ સજાવીને રાખવામાં આવ્યું હતું.

હેન્ડસમ લકી થોડો નર્વસ હતો કેમ કે આમ અચાનક પ્લાન બનાવ્યા વગર અને બીજું એમ વિચાર્યું પણ ન હતું કે આજે આવું પણ બનવાનું છે.

ત્યાં જ દિયાનું આગમન થયું. દેખાવે એના મોમ રૂપાબેનનો ડુપ્લીકેટ ચહેરો. રૂપાબેન ભરાવદાર હતાં જયારે દિયા સ્લીમ લાંબી ખૂબસૂરત. લકીને ન ગમે કે પસંદ ન પડે એવી કોઈ ચીજ દિયામાં નાના અંશે પણ દેખાતી ન હતી. જયારે દિયાને પણ લકીમાં ગમવાનું જેવું બધું જ દેખાતું હતું. હેન્ડસમ આજ્ઞાકારી પુત્ર. મોટો બિઝનેસમેન અને ઘરના લોકો પણ સારા.

“હેલ્લો આંટી અંકલ કેમ છો?” દિયાએ સહેજ સ્માઈલ આપતા પૂછ્યું.

લકીના મોમે દિયાને ગળે લગાડતાં કહ્યું, “ આવ બેસ અહિયાં.”

“હાય દિયા. કેમ છો?” લકીએ પોતાની નર્વસનેસ દૂર કરતાં કહ્યું.

એમ બંને પરિવારોની વાત ચાલવા લાગી. લકી અને દિયા બંને બંગલાની લોનમાં રાખેલી ચેર પર આવીને બેસ્યા. બંને જાણે એવું વિચારવા લાગ્યાં કે સારું થયું પરિવારનું માનપાન કરવાવાળી વાતોની ફરજમાંથી નીકળી બહાર આવી ગયા. એકમેકનો ટૂંકો પરિચય તો પરિવારે કરી દીધો હતો.

દિયા ચેર પર ગોઠવાતાં જ થોડી હસી અને તરત જ કહ્યું, “ તું મને પસંદ છે. પાર્ટનરને જો હું પસંદ કે પ્રેમ કરતી હોવું તો મને આ બધી ઔપચારિકતા દેખાડવી નથી ગમતી. એટલે કે હું સપાટ સીધું બોલવાવાળી છું. જો હું પણ તને પસંદ હોય તો આપની આગળ વાત ચાલુ રાખીએ?”

“હું પણ એવો જ છું. ફક્ત ઓછું બોલું છું. અને હા તું મને પસંદ છે.” લકીએ પણ એટલી જ હોશિયારીથી જવાબ આપ્યો.

“તારી કોઈ બંદી તો નથી ને?” દિયાએ પૂછ્યું અને લકી હસ્યો. સામેથી લકીએ પણ પૂછ્યું, “ તારો પણ કોઈ બંદો તો નથી ને?”

“હું મારું કહું તો એટલું જ કે હું કોઈ દૂધથી તો ધોયેલી જ નથી. બોયફ્રેન્ડ હતો. ઓબ્વીયેસ્લી ફિઝીકલ રિલેશનશિપ હતી. પણ પ્યાર વ્યારનો ચક્કર ચાલ્યો નહીં. મોમ ડેડે કહ્યું કે આ છોકરો છે એક વાર જોઈ લે.” દિયા લાંબુલચક બોલીને ચૂપ થઈ ગઈ.

“હું નથી માણતો કે મને પણ કોઈ તારા જેવી સાચું બોલનાર છોકરી મળે. જેવી રીતે તારી ફિઝીકલ રિલેશનશિપની વાત જણાવી. હું તારાથી ઈમ્પ્રેસ છું.” લકીએ કહ્યું. લકીને સાચ્ચે જ એ નાદાન દેખાતી છોકરી દિયા એટલી તો પસંદ આવી ગઈ હતી કે એણે ધાર્યું પણ ન હતું કે એ એટલી સપાટ બોલવાવાળી નીકળશે. પણ આ દિયા એણે પસંદ આવી ગઈ હતી.

દિયા પોતાના સ્વભાવથી અપોઝીટ રિયેક્ટ કરી રહી હતી જયારે લકીનું પણ આવું જ હતું. બંને હકીકતમાં શાંત સ્વભાવનાં હતાં. બંનેને એમ જ હતું કે કદાચ આપણો આવો સ્વભાવ જોઈને સામેવાળો પાર્ટનર પસંદ ન કરે તો..!! કેમ કે બંને એકમેકને પસંદ કરી ચુક્યા હતાં. પણ પોતાનો મુખ્ય સ્વભાવ છુપાવીને એકમેક સાથે કોન્ફીડન્સથી વાત કરતાં રહ્યાં.

દિયા લકીની ‘હા’ થતાં જ બંને પરિવારે એકમેકનું મોઢું મીઠું કર્યું અને સગાઈની ડેટ પણ નક્કી કરી દીધી.

દિયા લકીએ નંબર એકચેન્જ કર્યાં અને આવતીકાલે જ બહાર ફરવા માટેની મુલાકાત ગોઠવી દીધી.

પરંતુ ઘરમાં બંને પરિવારે પોતાના વચ્ચે થયેલી વાતચીત લકીને અને દિયાને કહી.

લકીના મોમે કહ્યું કે દિયા ઘણી શાંત સ્વભાવની છે. તારી સાથે સરખી રીતે વાત તો કરી છે ને બેટા? કેમ કે તું પણ એવો જ શાંત સ્વભાવનો છે. એકમેક વિષે જાણ્યું તો છે ને ?”

ત્યારે જ લકીને ખબર પડી કે દિયાએ મારા જેમ એમ જ દેખાડો કરવાં માટે તો ડફાંસ ફેંકી હશે? કોઈ બાત નહીં કલ દેખતે હેં.

દિયાને પણ પોતાના પરિવાર તરફથી જાણવા મળ્યું કે લકી ખુબ જ શાંત અને આજ્ઞાકારી પુત્ર છે. દિયા આવતીકાલની બેસબરીથી રાહ જોવા લાગી.

****

“બાની તને કોઈ એક ડિસીઝન લેવા પડશે. જોશી પરિવારને આપણે સારી રીતે ઓળખીયે છીએ. વેલ સેટ ફેમીલી છે. સારો બિઝનેસ છે.” બાનીના ડેડ કનકભાઈએ ડિસીઝન થોપતા કહ્યું.

“ઓહ્હ ડેડ. તમે કયા જમાનામાં જીવો છો? આજનાં આ જમાનામાં કોઈ કોઈના પર લગ્નનો ડિસીઝન થોપી નહી શકે.” બાનીએ સમજાવતાં કહ્યું.

“હું તને રસ્તો દેખાડું છું. આગળ તારી મરજી. પણ લકી જેવો આજ્ઞાકારી યુવક તને ક્યાં પણ નહીં મળે.”

“ડેડ મને આજ્ઞાકારી છોકરો જોઈતો પણ નથી. ના તો મને કોઈ સંસ્કારી છોકરો જોઈતો છે.” બાનીએ રૂબાબથી કહ્યું.

“તો તું કોઈ ગેંગસ્ટર સાથે મેરેજ કરવાં ઈચ્છે છે?” ડેડે ક્રોધીત થતાં કહ્યું. એવામાં જ બાનીના મોમ કંચનબેન વચ્ચે જ પડ્યા અને કહ્યું, “ તમે પણ શું નાના છોકરાની જેમ લડો છો. હું સમજાવીશ બાનીને.?”

“આ બધું જ તારા લાડપ્યાર ના લીધે. છોકરી હવે આપણું માનતી નથી.” કનકભાઈએ ઊંચા સાદે કહ્યું.

આ સાંભળીને બાની પોતાના બેડરૂમમાં જતી રહી.

“જો છોકરી આપણા હાથમાંથી જતી રહેશે. એ આપણું માનતી પણ નથી.” કનકભાઈ એટલું બોલીને સોફા પર બેસી ગયા અને ઊંડાણમાં વિચારતાં થઈ ગયા. એણે જાણે કોઈ નિર્ણય લીધો હોય તેમ મોબાઈલમાં નંબર દબાવ્યો અને વાત કરવાં લાગ્યાં, “ દિપકભાઇ હું મુદ્દાની વાત પર જ સીધો આવું છું.”

“હા બોલોને કનકભાઈ. શું વાત છે કોઈ બિઝનેસ રિલેટેડ..?” દિપકભાઈએ પૂછ્યું.

“જ્યોતિબેન અને તમને બાની પસંદ જ છે. તો કેમ નહીં એક વાર લકી અને બાનીની પસંદ ના પસંદની મિટિંગ ગોઠવીએ? જો બધું સારું હોય તો આપણે બાની લકીના લગ્ન માટે વાત આગળ વધારીએ?” કનકભાઈએ કહ્યું.

દિપકભાઇ થોડી સેકંડ માટે તો વિચારતાં થઈ ગયા. પરંતુ તરત જ સંકોચ સાથે કહેવાં લાગ્યાં, “ હું ઘરમાં વાત કરું પછી તમને કોલ કરું.” એટલી વાત થઈને ફોન મુકાયો.

દિપકભાઇને લકીનું ફિક્સ થઈ ગયું છે એમ કહીને નારાજ કરવું ન હતું. એણે ઊંડો નિસાસો નાંખ્યો, “ કનકભાઈ તમે મોડું કરી દીધું. બાકી બાની અમને બધાને ક્યાં પસંદ ન હતી?”

દિપકભાઇએ ઘરમાં વાત કરી. લકીએ વાતની ઘહરાઈ સમજી અને કીધું, “ડેડ હું આખો મામલો હેન્ડલ કરી લઈશ. તમે કનકભાઈને ફોન પર અત્યારે કશું નહીં જણાવતા.”


(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)