Baani-Ek Shooter - 10 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - ૧૦

“બાની”- એક શૂટર

ભાગ : ૧૦દિયાને આજે લકી પોતાનાં બંગલામાં લાવ્યો હતો. આખો પરિવાર આજે હાજર હતો. લીવીંગ રૂમમાં બધા સભ્યો સોફા પર ગોઠવાયા હતાં.

થોડી ઔપચારિકતાં બાદ ઈવાનનું ઈન્ટ્રો દિયા સાથે કરાવ્યું.

“ અરે ડેડ તમે મારા માટે દિયાને કેમ નહીં પસંદ કરી? લકી બ્રો ને તો કોઈ પણ ચાલે. કેમ બ્રો બરાબર ને?” મજાક કરતાં ઈવાને કહ્યું.

“ઈવાન..! દિયાભાભી કહીને બોલાવ.” મોમે ઠપકો આપતાં કહ્યું.

“અરે બ્રો આટલા સંસ્કારી થઈને કેમ બેઠા છો. ભાભીને તમારો બેડરૂમ તો દેખાડો.” મોમની વાતને ન ગણકારતાં જોરથી કહ્યું.

“દિયા બેટા. ખોટું નહીં લગાડતાં. ઈવાનને મજાક કરવાની આદત છે.” મોમે ચહેરા પર થોડું હાસ્ય બતાવતાં કહ્યું.

“ઓહ્હ તમે બહુ ફોર્માલીટીમાં જીવો છો યાર. ઓકે ભાભી સી યુ. નેક્સ્ટ ટાઈમ. બ બાય. તમને મળવા માટે જ બેસેલો હતો.” એટલું કહીને ઈવાન બહાર જતો રહ્યો સાથે મોમ ડેડને કહેતો ગયો, “ મોમ ડેડ જરા તો ભાઈ ભાભીને સ્પેસ આપો.”

“ઈવાન ઘરમાં નાનો છે એટલે પહેલાથી જ લાડકો છે. એ તો કંઈ પણ બોલ્યા રાખે. પણ એનું સાંભળવાનું નહીં.” મોમે સમજાવતાં કહ્યું.

દિયા એ ‘હા’ માં ડોકું ધુણાવ્યું.

“લકી જાઓ. દિયાને બંગલો દેખાડો. અમે અત્યારે નીકળી રહ્યાં છે. મારા મિત્રના કંપનીના બ્રાંચની ઓપનીંગ છે.” દિપકભાઈએ કહ્યું.

લકી દિયાને પોતાના બેડરૂમમાં લાવ્યો. બંનેની જોડીને જોઈને જ્યોતિબેન અને દિપકભાઈનો હરક સમાતો ન હતો. તેઓ બંને પણ બંગલાની બહાર નીકળી ગયા.

“દિયા આ આપણો બેડરૂમ.” આલીશાન બેડરૂમ બતાવતાં લકીએ કહ્યું. દિયા આખા બેડરૂમને ધ્યાનથી જોવા લાગી.

“વાઉં સો પ્રીટી.” દિયાએ ઉછળીને કહ્યું. તે સાથે જ લકીએ પૂછી પાડ્યું, “ અને હું ?” આ સાંભળીને દિયા હસી પડી.

“કેન આય હગ યુ?” લકીએ પૂછ્યું.

“નો. કિસ મી રાઈટ નાઉ.” દિયાએ હસીને કહ્યું.

“આર યુ એક્સાઈટેડ?” લકીએ પૂછ્યું.

“યેસ આઈ એમ. એન્ડ યુ ?” દિયાએ નીચલા હોઠને દાંતથી દબાવતાં પૂછ્યું.

“આ’મ નોટ.” એટલું કહીને લકી સોકેઝ તરફ જવા લાગ્યો. અને દિયા એણે કોઈ તનાવમાં જોતી રહી.

“હેય શું તામારું કોઈ અફેર છે?” ગુસ્સાથી દિયાએ પૂછ્યું. લકી મનમાં જ મલકાતો હતો. એણે દિયા સામે જોયું પણ નહીં અને કહ્યું "હમ્મ.”

“વ્હોટ...!!” દિયાએ લકીને પોતાની તરફ ગુસ્સામાં ફેરવ્યો અને કહ્યું, “ એવું હતું તો પહેલા કહેવાં જોઈતું હતું.”

“ઓહ શું ગુસ્સામાં મીઠડી લાગી રહી છે. ડેમ્મ બ્યુટીફૂલ.” લકીએ દિયાનો સમગ્ર ચહેરાને જોતાં જ મનમાં કહ્યું.

“પહેલા કેવી રીતે કહેતો?” એટલું કહેતા લકી દિયાની નજદીક આવ્યો બંને બાવળાને ધીરેથી પકડતા કહ્યું. “હમણાં જ તો અફેર ચાલુ થયું છે મિસ દિયા સાથે.” દિયાનું હૈયું ફાસ્ટ ચાલવા લાગ્યું. એણે એમ લાગવા લાગ્યું જાણે આખુ શરીર ગરમ થવા આવ્યું હોય. લકી થોડો ઝૂક્યો. એ લકીની આંખોમાં જોતી રહી. લકીની બંને આંખોમાં એના માટે તરસતો પ્રેમ દેખાતો હતો. લકીએ દિયાની રાઈટ સાઈડની વાળોની લટને ખૂબ જ નજાકતથી કાનની પાછળ કરી. એણે દિયાની કાનની બુટ પર ખૂબ જ ધીમેથી કિસ કરી. દિયાની આંખો આપમેળે બંધ થઈ ગઈ. “તું હુસ્નનું હુસ્ન છે. હું પાગલ બન્યો છું. તારા સમગ્ર કાયા રૂપ રંગમાં હું મોહિત થઈ રહ્યો છું. મને કશું ખબર નથી પડતું લવ શું હોય છે. પણ તારું રૂપ ગજબનું છે.” દિયાની બંધ આંખો વાળો ચહેરો પોતાના બંને હાથોમાં લેતાં લકી કહી રહ્યો હતો. તે જ પળે ધીમેથી દિયાએ આંખ ખોલી. કેટલી સેકેંડો સુધી બંને એકમેકને આંખોમાં જોતાં રહ્યાં.

“ઓહ્હ લકી. એટલી તારીફ નહીં કરો.” દિયાએ ધીમેથી કહ્યું અને ફરી આંખ બંધ કરી. લકીએ હળવેથી દિયાના કપાળ પર કિસ કરી અને પોતાના સ્નાયુબંધ બાહોમાં દિયાને સમાવી દીધી.

****

આજે એહાને, ક્રિશ ઈવાનને ફર્સ્ટ પ્રેન્ક વિડિઓ શૂટ કરવા માટે બોલાવ્યાં હતા. ક્રિશ, સાથે રહેમાનને પણ લાવ્યો હતો. કેમ કે એને ટેક્નિકલ જ્ઞાન વધુ હતું.

"ઓ..યે ટોપી મને ડર લાગે યાર. બોલવાનું ઇઝી લાગતું હતું. પણ આ કરવું અશક્ય લાગે છે.” ક્રિશે કીધું.

“અરે તું બધાને ડીમોટીવેટ નહીં કર યાર.” એહાને કીધું. “ચલો યાર રેડી થઈ જાઓ. તમારા બધાનાં કહેવાં પ્રમાણે આપણે ઈવાનને એન્કર બનાવ્યો છે. એ પબ્લીક રીલેશનશીપ સારું બનાવે છે એટલે.” આ સાંભળીને રહેમાને આંખ મારી.

“અરે ખા..ક..!! એ અણજાણતાં પબ્લીક શું મારા સગા થાય છે. જે મારી સાથે ઊભા રહીને વાત કરશે. હું કન્વીન્સ કરી શકીશ કે?” નર્વસ થતાં ઈવાને પૂછ્યું.

“કમઓન બોય્ઝ. યુ કેન ડુ ઈટ.” ધબ્બો મારતાં એહાને કહ્યું. એ કેમેરો લઈને ઊભો થયો.

ઈવાન એમ તો બિન્દાસ ફટાકડો. પણ આજે એ નર્વસ ફીલ કરી રહ્યો હતો. આજનો ફર્સ્ટ પ્રેન્ક વિડિઓ ખુબસુરત છોકરીઓ પર હતો. જેનો સબ્જેક્ટ હતો કે છોકરીઓ આસાનીથી ફ્રેન્ડશીપ કરે છે કે નહીં તેમ જ પોતાનો મોબાઈલ નંબર શેર કરે છે કે નહીં. એના માટે પોતાનાં જ શહેરનું ગાર્ડન સિલેક્ટ કર્યું હતું પણ એરિયો એ પસંદ કરવામાં આવ્યો હતો જ્યાં આખા ફ્રેન્ડ ગ્રૂપને કોઈ ઓળખતું ન હતું.

બધાએ ડિસ્કસ કર્યું. એક ખૂણામાં બેઠેલી છોકરીને જોઈને ઈવાનને ત્યાં જવાનું ઈશારો કર્યો. ઈવાન ત્યાં પહોંચ્યો તે સાથે જ કેમેરો સ્ટેન્ડ પર ગોઠવ્યો.

“હેં ગર્લ માય નેમ ઈઝ ઈવાન. આપકા નામ ક્યાં હૈ ?” ઈવાને એક કોલેજ ગર્લ જેવી લાગતી ફૂટડીને હાથ આગળ ધરતા કહ્યું. અને તે છોકરી આશ્ચર્યથી ઈવાનને જોતી રહી.

“સોરી પર મેં આપકો જાનતી નહીં.” એટલું બોલીને એ છોકરીએ મોઢું ફેરવી દીધું. અને સહેજ ઈવાને નર્વસ થઈને કેમેરા તરફ જોયું. ત્યાં જ એહાને એણે થમ અપ નો ઈશારો કરીને આગળ વધવાનો ઈશારો કર્યો.

“જાન જાઓંગે ઉસમેં ક્યાં બડી બાત હૈ. આપકા નંબર મિલ સક્તા હૈ ?” ઈવાને પૂછ્યું. છોકરી શાંત સ્વભાવની હતી. એણે કોઈ પણ હરકત દેખાડવાના બદલે ત્યાંથી ચાલવા માંડી.

એવા જ પ્રેન્ક ચાર પાંચ છોકરી સાથે ઈવાને કર્યાં પણ એણે એમ જ લાગતું કે પોતાનું કોન્ફિડેન્સ લો થઈ રહ્યું છે. આ જ વિડિઓનું એડીટીંગ થયું અને યુટ્યુબ પર ચેનલ બનાવીને પ્રેન્ક વિડિઓ નાંખ્યો. હાલાકી આ ચેનલને પોતાના પુરતું જ સીમિત રાખ્યું હતું. એહાનને જોવું હતું કે આ પ્રેન્ક વિડિઓને લોકો કેટલા પસંદ કરી રહ્યાં છે. પરંતુ એક મહિના સુધી પણ વિડિઓ પર કોઈ લાઈક નહીં કે સબસ્ક્રાઈબ કરાયું નહીં. એહાને એક પછી એક બધાને એન્કરીંગ માટેનું કામ સોંપ્યું અને એવા બારેક જેટલા વિડિઓ યુટ્યુબ પર નાંખ્યા. પણ કશું પણ વળ્યું ન હતું. એહાન જાણે પોતાની આઈડિયાઝની એક્સ્પરીમેન્ટ કરતો હોય તેમ હાર નહીં માની. પરંતુ એહાનને બાદ કરતાં બીજા બધાં જ ફ્રેન્ડો આ પ્રેન્ક વિડિઓથી કંટાળ્યા હતાં.

પરંતુ એહાનને ઊંઘ આવતી ન હતી. એ ઘહેરાઈ સુધી જવા લાગ્યો કે કેમ આવું થાય છે. હવે એણે મનમાં ધારી જ લીધું કે એ પોતે એકવાર એન્કરીંગ કરીને જોશે. એક નટખટ છોકરાની એક્ટિંગ કરવી છે બસ. આજની દુનિયાને જોઈએ છે શું ? આ ભાગદોડવાળી જિંદગીથી એક સેકેંડ માટે પણ જો કોઈ હસાવી દે તો પોતાના આખા દિવસનો ભાર કમી લાગવા લાગશે. બધાને હસાવી દેવું છે. એણે પરફેક્ટ સ્ક્રીપ્ટ લખવાની શરૂઆત કરી. એના ડાયલોગને મનમાં ફીટ કરતો ગયો. તેમ જ મનને એટલું સ્ટ્રોંગ પણ બનાવી દીધું કે હાજરજવાબ માટે પણ તૈયાર રહેવું પડશે.

એક વાર ફરી બધા ફ્રેન્ડોએ એહાનને સાથ આપ્યો. એટલે કે એહાને બધાને ફરી સમજાવા પડ્યા અને દોસ્તીની કસમ આપવાં પડી ત્યારે ફરી એકઠાં કરીને પ્રેન્ક વિડિઓ શૂટ કર્યો. ટોપિક હતો- તું મારી ગર્લફ્રેન્ડ છે.

એવા જ પ્રેન્ક વિડિઓ શૂટ થયા અને યુટ્યુબ અને બીજા સોશિયલ મીડિયા પેજ પર અપલોડ થયા. એનો સારો એવો પ્રતિસાદ આવ્યો પણ એહાન મનથી સટીસ્ફાય ન હતો. એ ચર્ચા કરતો આખા ગ્રૂપમાં કે શું વિડિઓમાં ખૂટે છે પરંતુ કોઈ કાન પર ધરતુ ન હતું કેમ કે બધા કંટાળ્યા હતાં. એહાનની મહેનત જોઈને ઈવાનને થોડી દયા આવતી. અચાનક જ એના દિમાગમાં કોઈ ગંમત આવી હોય તેમ એણે કહ્યું, “ હેય એહાન, બાની પર પ્રેન્ક વિડિઓ કરીએ તો ?”

“બાની..!!” ક્રિશે ડોળા દેખાડતાં આશ્ચર્યથી કહ્યું.

“હા કેમ કે આપણે એણે જાણીએ પણ છે. કોઈ વાત બગડી તો આપણે સંભાળી પણ લઈશું.” ઈવાને કહ્યું.

“પણ એણે આપણે ઓળખતા હોય તો પ્રેન્ક કરવામાં શેની મજા?” ક્રિશે પૂછ્યું.

“બે......ટા આપણે ઓળખીએ છીએ ને. એહાન બાની બંને એકમેકને ક્યાં ઓળખે છે. મજા આવશે યારો.” ઈવાને કહ્યું અને એહાન સાંભળતો રહ્યો.

“હા. રાઈટ બ્રો.” ક્રિશે અને રહેમાને કહ્યું.

“શું વિચારે છે એહાન? જો ટોપિક પણ હું કહી દઉં છું – મુજસે શાદી કરોગી?” ઈવાને કહ્યું અને હસ્યો.

“ઓકે..ડન.” એહાને કહ્યું.

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED