“બાની”- એક શૂટર
ભાગ :૨
બાની અને બેસ્ટ ફ્રેન્ડ જાસ્મીન બંને બહાર જવા માટે મેઈન ગેટ પહોંચ્યા. તે સાથે જ વોચમેન બ્લેક રંગના પ્લાસ્ટિકની ચેર પરથી ઉભો થતાં સલામ મારી.
"અરે કાકા કેટલી વાર કીધું સલામ ઠોકવાનું નહીં. ચાલ બીડી હોય તો આપી દે." બાનીએ ધીમેથી કહ્યું.
"ઓહઃ છોટી મેડમ. નોકરીથી હાથ ધોવું પડશે એક દિવસ તમારા માટે...!!" શંભુ કાકાએ ખિસ્સામાંથી બીડીનાં પેકેટ માંથી એક બીડી કાઢી આપતાં કહ્યું.
બંગલાનો સૌથી બુઝુર્ગ વોચમેન એટલે કે શભૂં કાકાને ફક્ત બપોરનાં એક કલાકની ડ્યૂટી માટે લગાવતાં. એ પણ બાનીના કહેવાથી. કેમ કે એ રિટાયર્ડ થવા માંગતા ન હતાં. એમની સાથે બીજા બધા વોચમેન પણ તૈનાત રહેતાં જ.
"અરે ડોહો તો તું છે જ. કેટલો નોકરી કરશે? અડધા લાકડા સ્મશાને પહોંચી ગયા છે. જા ઘરે હવે આરામ કરો." બાનીએ બહાર નીકળતાં કહ્યું. અને એ બૂડો રોજનાં જ એને આશીર્વાદ આપતો હોય તેમ સસ્મિત ચહેરે એને નિહાળતો.
"સાલો,એ શંભુ ડોહો. નોકરી સાથે શું લગાવથી ચીટકી રહ્યો છે એ તો એ જ જાણે..!! મારો બાપો એક નમ્બરનો કજુંસ આદમી..!! શું એના રિટાયર્ડમેન્ટનાં દસ કે વીસ લાખ આપી દેવાનો છે..!!" બાની મુફ્ટ હતી. પણ દિલ બોલે તો એકદમ ઝક્કાસ..!!
"એ બધું ઠીક. મેં હમેંશા નોટિસ કર્યું છે. તું એના પાસેથી બીડી તો લે છે. પણ પીતી નથી. હું ભૂલી જ જાઉં છું આ પ્રશ્ન પૂછવાનો. રિઝન..?" ચાલતા જ જાસ્મીને પૂછી પાડ્યું.
"બસ એ સાલા ડોહાને સારું લગાડવા માટે. મારો બાપો તો અક્કડું માણસ છે એ તો તું જાણે જ છે. કેટલા વર્ષથી એ ડ્યૂટી કરતો આવ્યો છે એ પણ યાદ નહીં હોય. મોમ તો પોતાનામાં જ વ્યસ્ત. દાદા દાદી તો ગેટ પર ક્યારે ઉભા જ નથી રહ્યાં. જ્યારથી થોડી સમજણી થઈ ત્યારથી એના જોબની કદર કરવા માટે થોડી મસ્તી કરી લઉં. અરે જેસ્સ તું એ બધું છોડ. એ બે### ને આજે હા કરવી જ પડશે." બાનીએ ગુસ્સાથી કહ્યું અને બંગલાના થોડે દુર પાર્ક કરેલી જાસ્મીનની કારને ત્યાં પહોંચ્યા. હું જ ચલાવું છું કહીને જાસ્મીનનાં હાથમાંથી ચાવી લઈ લીધી અને દરવાજો ખોલ્યો. કાર પૂરપાટ વેગે જતી રહી. અડધો કલાકમાં તેઓ પહોંચ્યા મીના નગરની મયૂરેશ બિલ્ડીંગના ફોર્થ ફ્લોર પર. બાનીએ ત્રણ ચાર વાર એકસાથે બેલ વગાડી. કોઈ દરવાજે આવ્યું નહીં. પંદર મિનિટ બાદ એક સિલ્કી મરૂન કલરનાં નાઈટ ડ્રેસમાં એક માનુનીએ દરવાજો ખોલ્યો, "કહીયે..!!કોન ચાહિયે આપકો."
"જોયું..!! તું તો બહુ પરમેશ્વર કરતી હતી. કેટલા ચાન્સ આપવા માંગે છે તું?" જાસ્મીનને ટોન્ટ આપતાં બાનીએ કહ્યું અને સીધી અંદર જતી રહી.
"અરે તું અવિનાશને બહાર નીકળવા કે..!!" બાનીએ ઘાટા થી કીધું. જાસ્મીન હેબતાઈને બધું જ જોતી રહી પણ એક શબ્દ ઉચ્ચાર્યો નહીં.
"ક્યાં હુવા??" એ તરુણીએ પૂછ્યું.
"અરે તું જિસકે સાથ સો રહી હૈ ના વૉ મેરે સાથ ભી સોયેલા હૈ.." બાનીએ જૂઠું ફેંક્યું. " યે દેખ એક બીવી કરકે છોડ દિયા હૈ." જાસ્મીનનો હાથ પકડતા એ માનુનીને દેખાડતાં કહ્યું. એટલામાં જ અવિનાશ તૈયાર થઈને બેડરૂમમાંથી આવ્યો.
"ક્યાં રે તેરે કો કોનસી ભાષામાં સમજાને કા?? મેરી ફ્રેન્ડ કો તુજ સે ડિવોર્સ મગતાં હૈ..!!" બાનીએ કકડાઈથી કહ્યું.
"જાસ્મીન. તું નીકળ અહીંયાથી...જ્યાં સુધી આ તારી મુફફટ ફ્રેન્ડ હશે તું મને મળવા આવતી નહીં." આક્રોશ દેખાડતાં અવિનાશે કીધું.
"કેમ એટલે તું એને ડરાવી ધમકાવી શકે??" બાનીએ કહ્યું પણ એના મોઢામાં સખત ગાળો આવી રહી હતી ફક્ત એ જાસ્મીનનાં કહેવાથી પોતાની જબાન પર કન્ટ્રોલ જેમતેમ કરી રહી હતી.
"અરે જા તુમ લોગો કો જો કરના હૈ કર લો. મેં ડિવોર્સ દૂગા હી નહીં." અવિનાશે આક્રોશ દેખાડતા કહ્યું.
"અરે કૈસે દેગા તું. એક સે તો તેરા પેટ ભર નહીં રહા હૈ. તુજે ઇતની હી ઠંડક ચાહિયે તો વો મુવી દેખી હૈ ના કબીર વાલી..!! વૈસા બર્ફ ડાલ દે. પર સબકી ઝીંદગી બરબાદ મત કર..." બાનીનું બોલવાનું વધતું જતું હતું. જાસ્મીન ડરી ગઈ કે હાથાપાયી પર ઉતરી ન જાય માહોલ. એ બાનીને ઘસડીને લેતી ગઈ.
"લાસ્ટ વોર્ન કરી રહી છું." બાનીએ આંગળી દેખાડતાં કહ્યું.
"અરે જા. નહીં આપું ડિવોર્સ." અવિનાશે ચોપડ્યું.
****
“ક્રિશ શું કરે છે યાર ? રોજ રોજ શું છે ? આ નવું છે એટલે ગમતું જ રહેશે.” હનીએ નખરાં દેખાડતાં કહ્યું.
“હાં તને પણ તો ગમે જ છે ને !! બેબી તું પ્રેગ્નન્ટ નથી થઈ જવાની. એની ચિંતા તારા કરતાં મને છે.” ક્રિશે હનીનાં ગાલ પર એક કિસ કરતાં કહ્યું.
“ક્રિશ તું લઈને આવ્યો છે ને..?” હનીએ પૂછ્યું.
“પ્રોટેકશન વગર ચાલે..?” જીન્સના ખિસ્સામાં રાખેલી વોલેટમાંથી કોન્ડમનાં બે પેકેટ દેખાડતાં ક્રિશે કહ્યું.
“ચાલ જલ્દી જલ્દી છત્રી ઓઢી લે.” એટલું કહી હની હસી.
“બેબ, જલ્દી શેની છે. તારા મોમ ડેડ બહાર છે એટલે જ તો હું આવ્યો છું ને..!!” ક્રિશે એક પેકેટને દાંતના વચ્ચે ભરાવીને ખેંચતા કહ્યું.
“ઓય તું સવાલ નહીં કર યાર , જલ્દી કામ પતાવ અને જલ્દી નીકળ અહિયાંથી.” બેડ પર પડેલી હનીએ ક્રિશને પોતાની તરફ ખેંચતા કહ્યું.
“કેમ, મારા સિવાય કોઈ બીજું પણ આવવાનું છે?” ક્રિશે હસતાં મોઢે કહ્યું. પછી થોડો ગુસ્સો બતાવતાં એણે ભાર આપીને કહ્યું, “વ્હોટ, કામ પતાવ !!”
“બેબી તારા સિવાય હું બીજા વિષે વિચારી પણ નહીં શકું.” એટલું કહી તે અટકી. “ ઓલા બાજુવાળાં આંટી મને કેરેક્ટરલેસ સાબિત કરવાં માટે મારા પર બાજ નજર રાખેલી છે. એટલે રોજ રોજ નહીં આવ ક્રિશ અહિયાં.” હનીએ ક્રિશને સમજાવતાં કહ્યું.
“ઓહ તો આ વાત છે !! ફરક શું પડવાનો? મેરેજ તો કરવાનાં જ છે આપણે.” ક્રિશે વાત કરતાં કરતાં પોતાનું જીન્સ ઉતારી દીધું.
“પણ તું...” હની આગળ કહેવાં જ જતી હતી ત્યાં તો ક્રિશે એના મોઢા પર હળવેથી હાથ રાખી એણે બોલતાં અટકાવી, “ બસ....”
મોઢા પર રાખેલા ક્રિશનાં હાથને હનીએ પ્યારથી ચૂમી લીધો.
ત્યાં જ મોબાઇલની રીંગ વાગી.
“બેબી પ્લીઝ, હમણાં નહીં ઉઠાવતો.” હનીએ કંટાળતા કહ્યું.
“ફક્ત કોલ કોનો છે એ જોવા દે.” એટલું કહી ક્રિશે મોબાઈલના સ્ક્રીન પર જોયું તો લકીનો કોલ હતો. તેણે રિસીવ કર્યો.
“હા ભાઈ........!! મોટા ભાઈ શું કહો છો?” આશ્ચર્યથી ક્રિશે મોબાઈલને કાન પર ધરતા કહ્યું.
“હા મોટા ભાઈ, હું આવું છું એહાનને લઈને.” ક્રિશે મોબાઈલ કટ કર્યો. અને તરત બાથરૂમ તરફ દોડ્યો.
(ક્રમશઃ)