Baani-Ek Shooter - 11 books and stories free download online pdf in Gujarati

“બાની”- એક શૂટર - 11

“બાની”- એક શૂટર

ભાગ : ૧૧


"મેં તને કીધું ને એ અવિનાશના બચ્ચાંને છોડી મુક. અરે તું એને કેટલા ચાન્સ આપીશ. એ સુધરવાનો નથી. કોઈ બીજી ગર્લ્સ સાથે એ રાત દિવસ વિતાવી રહ્યો છે. તું કેવી રીતે એ બધું સહન કરી રહી છે. તારું મન હંમેશા ફરતું રહે છે . ક્યારેક ચાન્સની વાત કરે છે ક્યારેક ડિવોર્સની..!!" બાની જાસ્મીનને આ વાત સમજાવીને થાકી હતી.

"અરે એ તને નથી લવ કરતો. એ સ્વીકારી લે. અને આગળ વધ." બાની એની આગળ વાત ધપાવતી રહી.

"ઠીક છે. હું લોયરને મળીને ડીવોર્સ માટેની તૈયારી કરું છું." જાસ્મીને કહ્યું. " પણ બાની તું મને ફોન પર શું કહેતી હતી?? કોઈ નિર્ણય લીધો છે એમ..!!'

બંનેની ફેવરીટ જગ્યા બીચ હતી. બાની જાસ્મીન આજે દરિયા કિનારે આવી એક બેંચ પર બેઠા હતા.

"હા એ જ તો કહેવા માટે આજે તને બોલાવી છું. મારા બાપાની જીદ હવે લગન માટે વધારે થતી જાય છે. લકી વિષે કશું વિચારું એના પહેલા જ એનું દિયા સાથે ફિક્સ થઈ ગયું. હવે એ લસ્ટ માણસ ઈવાન માટે પાછળ પડ્યા તો મેં પણ પ્રોમિસ કરી દીધું કે હું એબ્રોડ જઈને આવીશ પછી ઈવાન સાથે જ લગ્ન કરીશ." બાનીએ એકધારું બનેલી ઘટના કહી.

" વ્હોટ..!! આર યુ સિરિયસ..!!" બાનીના ચહેરા ભણી જોતા આશ્ચર્યથી જાસ્મીને કહ્યું.

બાની ચૂપ રહીને દરિયાનાં ઉછળતાં મોજાને જોતી રહી. પરંતુ એના દિલમાં ઉછળતા મોજાને કોઈ જોઈ શકતું ન હતું..!!

"બાની હું તને પૂછી રહી છું. તું પાગલ થઈ ગઈ છે. તું મને લેક્ચર આપી રહી છે કે સહન શું કામ કરે છે. અને તું પોતે શું કરી રહી છે..??" જાસ્મીન વિસ્મય થઈને બાનીને સમજાવા લાગી.

"શું કહેતી હતી?? કે જેની સાથે પ્રેમ થશે એની સાથે જ કરીશ મેરેજ..!! ક્યાં ગઈ તારી હઠ..!! અરે..એ..એ લસ્ટ આદમી સાથે તું મેરેજ કરવાનું પ્રોમિસ આપી બેઠી તારા ડેડ ને..!! એક સેંકેન્ડ માટે તો વિચાર કરતી." જાસ્મીને ઠપકો આપ્યો.

"હા તો પ્રેમ થવા માટે કોઈ મળવું જોઈએ કે નહીં..!! અને મારા પ્યારા ડેડીને ફક્ત જોશીના બંને દિકરા સિવાય કોઈ દેખાતું નથી. અરે સોરી હવે તો ઈવાન..!! લકીનું તો ફિક્સ થઈ ગયું. અને મને તો કોઈ બંદો સાથે હજું પ્રેમ થયો નથી. લવમાં પડતી..!! તો પણ એક ઓપશન દેખાડવા માટે હોત... પણ એવું પણ નથી.. એના કરતાં લાઈફને એબ્રોડમાં જીવીને આવું મારી મરજીથી. કેમ કે અહીંયા તો જીવવા દેશે નહીં...!! બાની ઘૂંઘવાતા સ્વરે બોલતી જતી હતી.

"ઠીક છે મારી મા. બે પાંચ વર્ષ સુધી કોણે જોયું..!! તું એબ્રોડમાં મજા કર. ત્યાં સુધી ઈવાન કોઈ છોકરી સાથે મેરેજ કરી લે તો તું છૂટી સમજ..!!" જાસ્મીને મજાકમાં સાંત્વના આપતા કહ્યું.

"એ લસ્ટ બીજી છોકરી સાથે લગ્ન કરીને મારી સાથે પણ મેરેજ કરે એવો આદમી છે." બાનીએ કહ્યું અને જાસ્મીન હસી.

"જેટલું હું તને જાણું છું એના કરતાં વધારે તારા ડેડ પણ તને જાણતો જ હશે કે તું કેટલી જબાનની પાક્કી છે. એ જ ધ્યાનમાં લઈને તારા ડેડે તારી પાસેથી પ્રોમીસ લઈ લીધું હશે..!!" જાસ્મીને કીધું.

"હા. પણ જેસ્સ મને એ વાતનું એટલું દુઃખ નથી. પણ સાલા રોજનાં મને સપના સતાવી રહ્યાં છે. મને પજવી રહ્યાં છે. એ મર્ડર...!!" બાનીએ ફરી મોજા તરફ જોતા કહ્યું. અને થોડી મિનિટો માટે તે ચૂપ રહી.

"કયાં સપના..??" જાસ્મીને બાની તરફ જોઈને પૂછ્યું. એની મનોવ્યથાને જાણવાનો પ્રયત્ન કર્યો. પણ બાની કોઈ ગહેરા વિચારોમાં પડી ગઈ હતી. જાસ્મીન એના જવાબની ચૂપ થઈને કેટલા મિનિટો સુધી રાહ જોતી રહી પણ બાનીએ કશો ઉત્તર આપ્યો નહીં. ત્યાં જ અચાનક બંનેની ચુપકીદી તોડતો સ્વર સંભળાયો, “હાય ગલ્સ હાવ આર યુ ?” છવ્વીસ વર્ષીયનો જુવાન અચાનક વચ્ચે જ પહોંચતા કહ્યું.

બંને બ્યુટીફૂલ છોકરી બાની જાસ્મીન એ અણજાન પણ હેન્ડસમ યુવાનને જોતી રહી ગઈ.

એ અણજાણ છોકરાએ ફરી ટાપસી પૂરી, “ અરે મુજે પહેચાના નહીં? મેં એહાન. એહાન કો પૂરી દુનિયા જાનતી હૈ.”

મુંબઈની બેહદ ખુબસુરત બીચ પર આ બંને ખૂબસુરત લલનાને એ અજાણતો યુવક ફ્લટીંગ કરતો હોય તેવી રીતે નખરાં કરતો બોલતો હતો.

“ઓય્ય હોય યે ચસમેં વાલી કરલી હૈર હૈ ના. હા. હા યહી લડકી ને મુજે બુલાયા હૈ.” એહાને એ કરલી વાળવાળી છોકરીની સામે આંગળી ચિંદતા કહ્યું.

“જેસસી...યે સડકછાપ રોમિયો કો તુને બુલાયા હૈ?” સાથે બેસેલી બાનીએ તરત કીધું.

“હાં યે કરલી હૈર વાલી જેસ્સીને હી મુજે બુલાયા હૈ.” એહાને ફરી એવી જ ફ્લટીંગ સ્ટાઈલમાં કીધું.

“અરે બાની...” જેસ્સી કશુંક કહેવાં જતી હતી. પરંતુ ત્યાં જ બાનીએ એણે રોકતા કીધું, “ અરે જેસ્સી. યે તેરા નામ ભી જાનતા હૈ.”

“અરે તું બાની ઔર યે તેરી બેસ્ટ ફ્રેન્ડ જેસ્સી..” નટખટતા દેખાડતાં એહાને કીધું.

બંને સ્તબ્ધ થઈને એહાન તરફ જોતી રહી.

“જેસ્સી, તું બતાતી કયું નહીં તુને નયા બોયફ્રેન્ડ બનાયા હૈ જિસકા નામ એહાન યાની કી મેં હું.” એહાન જેસ્સીની વધુ નજદીક જતાં કહેવાં લાગ્યો. આ સાંભળીને બાની આશ્ચર્યથી જેસ્સી તરફ જોતી રહી.

“અરે ઓ..!! મેરા કોઈ બોયફ્રેન્ડ નહીં હેં. તું જા યહાં સે.” જેસ્સીએ ગુસ્સાથી કહ્યું.

એવું ઘણું બધું કહીને એહાન જેસ્સીને ખોટી વાતોથી પરેશાન કરવાં લાગ્યો. બાનીએ પોતાનો પિત્તો ગુમાવ્યો અને જોરથી એ છોકરા એહાનને ભગાડતાં કહ્યું, “ અબે ઓ સટકેલા હૈ ક્યાં ? ચલ ભાગ યહાં સે. ઐસા રપટા ખીચ કે મારુગી નાં. કભી ગર્લફ્રેન્ડ બનાના હી ભૂલ જાયેગા.”

“મેં કયું બનાઉંગા ગર્લફ્રેન્ડ. મેરી જેસ્સી હૈ ના ગર્લફ્રેન્ડ.” એહાન તદ્દન નફફટાઈથી કહેવાં લાગ્યો.

જેસ્સી તો અવાચક થઈને આ નફ્ફ્ટ છોકરાને જોતી જ રહી ગઈ. પણ બાનીનો ગુસ્સો સાતમાં આસમાને. એનાથી રહેવાયું નહીં. એના મોઢામાંથી એવી ગાળો નીકળવા લાગી કે એ એહાન નામનાં છોકરાને હસી પડાયું.

“અબે હસ કયું રહા હૈ. પાગલ હૈ ક્યાં?” અને બીજી ગાળો ભાંડી. એહાન હસતો રહ્યો.

બાનીએ ફરી સારી એવી ગાળ ભાંડી.

એહાન હસતાં હસતાં જ કહ્યું, “ સોરી આપલોગો કો જ્યાદા હી પરેશાન કર દિયા. વહાં સામને દેખો કેમેરા રખા હૈ. પ્રેન્ક હેં ભાઈ.”

બાની અને જેસ્સી બંને એક સાથે આશ્ચર્યથી બોલી પડ્યા, “ પ્રેન્ક ..!!” પછી બંને હસ્યા.

“હાં પ્રેન્ક હેં. વૈસે આપકી ફ્રેન્ડ જેસ્સી વાકઈ મેં બ્યુટીફૂલ હેં. હાં વિડીયો સે કોઈ પ્રોબ્લેમ નહીં હૈ ના?” એહાને પૂછ્યું.

બંને ફ્રેન્ડે ‘ના’ માં ડોકું ધુણાવ્યું. એહાને પોતાના યુટ્યુબ ચેનલ વિષેની માહિતી આપી અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાં કહ્યું. અને નંબરો એક્સચેન્જ કરાયા.

એહાનના જવા બાદ જેસ્સી એટલું પેટ પકડીને હસી જાણે લાઈફમાં હસી જ ના હોય. એ છોકરો એહાન ત્યાંથી જતો રહ્યો.

પરંતુ બાનીથી એ છોકરાને જોઈને અચાનક બોલી પડાયું," જેસ્સી આવો હેન્ડસમ બોય આપની લાઈફમાં આવી જાય તો જન્નત સમજ...!!"

(ક્રમશઃ)

(નોંધ: વાંચક મિત્રોને વિનંતી છે કે નોવેલને ફસ્ટ પાર્ટથી વાંચે. તો જ ટૂંકો સાર સમજાશે. આભાર😊)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED