Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પહેલી નજરથી પાનેતર સુધી ની સફર - 18



"તું ભલે મોડો આવીશ પણ, હું તારી રાહ જોઇશ....
તું ભલે ભટકી ને આવીશ પણ, હું તારી રાહ જોઇશ....
તું ભલે ધીમો ધીમો આવીશ પણ હું તારી રાહ જોઇશ...
તું ભલે મારી રાહ ન જો, પણ હું તો તારી રાહ જોઇશ....."

(આપણે આગળના ભાગમાં જોયું કે, મિશા દરેક કોશિશ કરે છે વિરાટને સમજાવવાની પણ, વિરાટ કોઈ વાત સમજવા તૈયાર જ નથી હોતો. આથી મિશા વિરાટના જુડવા ભાઈ અને એના ભાભીને ફોન કરે છે, એ લોકો સાથે વાત કરી ને બધું જણાવે છે અને રસ્તો મળે છે કેઝ વિરાટને થોડો સમય આપવો, આથી મિશા પહેલાની જેમ વિરાટ સાથે રહેવાનું નક્કી કરે છે.)

આમ જોત જોતામાં મિશા અને વિરાટની સગાઈના બે મહિના પૂરા થઇ જાય છે. આથી મિશા વિચારે છે કે, વિરાટને કંઇક ગિફ્ટ આપુ એટલે એ ખુશ થઈ જાય અને અમારી વચ્ચે ફરીથી પહેલા કરતા પણ સારું બની જાય. આથી મિશા એક જાતે જ કાર્ડ બનાવે છે, અને કિચન આપવાનું નક્કી કરે છે. આ આપવા માટે મિશા અચાનક વિરાટના ઘરે પહોંચે છે, અને ગિફ્ટ આપીને વિરાટને ખુશ કરી દે છે.

વિરાટ: "તું ગમે એમ કરીને ગિફ્ટ આપવાનું ન ભૂલ હે ને...??"

મિશા: " હા, મને બહુ શોખ છે, કે મારાથી બનતી બધી જ નાની - મોટી ગિફ્ટ તને આપું, અને બસ જિંદગીભર આપ્યા જ રાખું."

વિરાટ: "બસ બસ એટલી બધી ગિફ્ટ નથી જોતી મારે, મારી માટે તું સાથે છે ને એ જ ઘણું છે."

મિશા: "એ તો તું ચિંતા જ છોડી દે, હું સાથે જ રહેવાની તારી આખી જિંદગી તને હેરાન પણ કરવો પડે ને..??? આ ગિફ્ટ તો મને શોખ છે આપવાનો એટલે મને મારો શોખ પૂરો કરવા દઈશ ને..???"

વિરાટ: "મતલબ આખી જિંદગી તું હેરાન કરીશ મને...????"

મિશા: "હા. તો હવે તને પ્રેમ કરું હું, રાખું હું, અને પછી બીજા કોઈ આવીને હેરાન કરે એ n સારું લાગે ને..??? એટલે હું જ હેરાન કરી લઈશ હો ને..."

વિરાટ: "આ સારું બહાનું શોધી લીધું છે મને હેરાન કરવાનું."

મિશા: " ઓ હેલ્લો, બહાનું નથી હો, સાચું જ કહ્યું ને..???

વિરાટ: "હા, એ પણ છે તું કોઈ દિવસ ક્યાં ખોટી વાત જ કરે છો હે ને..??"

મિશા: "હા પહેલેથી જ હું ખોટી વાત જ ન કરું."

આમ મિશા અને વિરાટ ઘણી વાતો કરે છે, અને હસી મજાક કરે છે. વિરાટ કહે છે, તે મસ્ત ગિફ્ટ આપ્યું છે મને મજા આવી ગઈ. આપણે બંને એ આજે બહાર જમવા જવું છે ..???? તું કહે તો જ હો બાકી વાંધો નહિ. મિશા કહે છે સાંભળ તો ખરા મમ્મીને પૂછી જો તું રસોઈ ન બનાવી હોય તો જાશું. અને વિરાટ એના મામમને પૂછે છે રસોઈ બની ન હોવાથી બંને મસ્ત તૈયાર થઈને બહાર જમવા જાય છે, લોંગ ડ્રાઈવ કરે છે અને સોડા પી ને રાતે ઘરે જાય છે. બંને ખૂબ ખુશ હોય છે. આથી, મિશા રાતે સૂતી વખતે વિચારે છે કે, મારા ન બોલવાથી બંને કેટલા ખુશ રહી શકીએ છીએ. પણ મારે બોલ્યા વગર પણ નથી ચાલતું ને, મનની વાત જ્યાં સુધી હું વિરાટ ને ન કહું ત્યાં સુધી ક્યાં મને મજા જ આવે છે. આ પ્રેમ પણ અજીબ ચીજ છે. બહુ બોલીએ તો પણ દુઃખી થવાનું, ન બોલીએ તો પણ દુઃખી થવાનું હે પ્રેમના દેવતા કંઇક દયા કરો. અને મિશા ને અચાનક યાદ આવે છે કે, કાલે વિરાજ ભાઈ અને વૃત્તિ ભાભીને કોલ કરીને જણાવી દઈશ કે તમારો વિચાર સફળ થયો. આમ બધું વિચારતા વિચારતા જ મિશા સુઈ જાય છે.

સવાર પડતાં મિશા જાગે છે, અને પછી વિરાટને ફોન કરે છે, આ નિત્યક્રમ હોય છે બંનેનો જે વહેલા જાગે એ બીજાને જગાડી દે. સવારમાં બંને વાત કરીને પોતપોતાના કામ કરે છે. અચાનક વિરાટનો મેસેજ આવે છે કે, મિશા તારાલિધે મારા બધા સંબંધો બગડે છે, તું આવું શું કામ કરે છે....???

મિશા:(ગભરાઈ ગઈ) "કેમ વિરાટ શું થયું...??? કેમ આવો મેસેજ કર્યો મે શું કર્યું....????"

વિરાટ: "તે નેહા સાથે બોલવાનું બંધ કરાવ્યું એ વાત નિસર્ગને નથી ગમી, એટલે એણે પણ મારી સાથે બોલવાનું ઓછું કરી દીધું છે."

મિશા: "તને કેમ ખબર કે એ જ કારણ હશે...,???"

વિરાટ: " જો મિશા સમજ મારી વાત અમે વર્ષોથી સાથે છીએ ને, તો એના વર્તનમાં ફેરફાર આવે તો મને તો ખબર પડે ને ..??"

મિશા: "પણ વિરાટ બીજું પણ કોઈ કારણ હોય શકે ને...??"

વિરાટ:(ગુસ્સે થતા) મિશા, મિશા, મિશા તને એક વાત નથી સમજાતી કે, નેહા સાથે મે બોલવાનું ઓછું કર્યું એ વાત નિસર્ગને નથી ગમી બસ, એટલે એણે પણ મારી સાથે બોલવાનું ઓછું કરી દીધું."

મિશા: "નિસર્ગ ભાઈને તે કહ્યું તું શું કામ આવું કરે છો એમ...??"

વિરાટ: " હા, કહ્યું નિસર્ગ એ એમ કહ્યુકે, કાલની આવેલી છોકરી માટે તે નેહા સાથે બોલવાનું ઓછું કરી દીધું...??? પછી મે કંઈ કહ્યું જ નહિ."

મિશા:"તું પણ છે ને, સાવ ગાંડો છે એમ કહેવાયને ભલે કાલની આવી છે પણ, મારે આધી રાતે પણ એની જરૂર હશે તો એ મારી સાથે હશે નેહા હશે.. ??? મને સવારની ચા થી લઈને રાતનું જમવાનું એ કરી આપશે, મારી પસંદ નાપસંદ બધું નેહા જોશે શું આખી જિંદગી તું નેહા પાસે મારા આવા કામ કરાવીશ..??? હું બીમાર હઈશ તો સતત મારી સેવા એ કાલની આવેલી જ કરશે બોલ નેહા કરી શકશે...??? નેહા નિસર્ગ તારી માટે છે બંને માટે નહિ, મારે એ કાલની આવેલી છોકરીનું વિચારવું જોઈએ, e મારી માટે એનું ઘર મૂકીને આવશે અને માંગે છે શું બસ નેહા સાથે ઓછું બોલવાનું એ જ ને..??? આપી જ દઉં ને થઇ શું ગયું એમાં હું થોડો નાનો થઇ જઈશ.

વિરાટ: "પણ તું માને છો, એટલી પણ નેહા ખરાબ નથી."

મિશા:(ગુસ્સે થતા) નેહા, નેહા જ કરવું બસ તારે શું છે એ નેહામાં..??? અને આટલી બધી જ ગમતી હતી નેહા તો ન કરાયને મારી સાથે સગાઇ , નિસર્ગને જ પૂછી લેવાય ને નેહા આપણા બંને વચ્ચે ચાલશે ને.. ??? એમ હું થાકી ગઈ છું હો વિરાટ નેહા નેહા નામ સાંભળી ને તારે એ સિવાયની કોઈ વાત હોય તો મને કોલ કરજે બાકી હું ફોન મૂકું છું, જય શ્રી કૃષ્ણ.

(આમ વિરાટ અને મિશા વચ્ચે ફરી ઝઘડો થાય છે, નેહાના લીધે જ મિશા ગુસ્સે થઈને ફોન મૂકી દે છે. અને એ ખૂબ ગુસ્સે હોવાથી વિરાટને 0હો પણ કરવાનું વિચારતી નથી. તો શું થશે મિત્રો...??? વિરાટનો ફોન આવશે કે નહીં આવે...?? આ બંને વચ્ચેની સમસ્યાનું સમાધાન થશે કે નહિ...???? કે વિરાટ અને મિશા અલગ પડી જશે...??? આ દરેક સવાલોના જવાબ મેળવવા માટે મારી સાથે આ સફરમાં જોડાયેલા રહો, અને આ સફરની મજા માણતા રહો.)

(અસ્તુ)