ચણોઠીનાં વન એટલે જીવન - 20 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચણોઠીનાં વન એટલે જીવન - 20

ચણોઠીનાં વન એટલે જીવન

પ્રકરણ 20

છાયાનાં વડસાસુ સ્પેનમાં હતા અને અઠવાડીયા પહેલા તેઓ કોરોનાની અસરમાં મૃત્યુ પામ્યા. ઉપેંદ્રભાઇ અને રેખા બહેન ઉદાસ હતા. લોક ડાઉન ને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નહીં. તેઓ ફોન ઉપર વાતો કરતા હતા. મોટી ઉંમરે મ્રુત્યુ પામ્યા હતા પણ તેઓની વ્યથા કંઈક જુદીજ હતી. તેમના ભાઈ એટલામાટે ઉદાસ હતા કે તેમની અંત્યેશ્ઠી (અંતિમ ક્રીયા) માટે તેમને પરવાનગી મળતી નહોંતી. શબ ઘરમાં હતું અને જન્મદાતા માતા આખા ઘરમાં મૃત્યુનો ભય બની બેઠી હતી. તેના વિષાણુઓ ગમે તેટલી તકેદારી રાખે પણ ઘરમાં કોઇક્ને અને કોઇક્ને લાગીજ શકે. જ્વલંત ઉપેંદ્રભાઇને સાંત્વના આપે તો કેવી રીતે આપે?

કર્મનાં સિધ્ધાંતો સમજ્તા બન્ને જૈન પરિવારો એ વાતે આશ્વાસન પામતા હતા કે વિધાતા નાં લેખ મિથ્યા જતા નથી પણ મૃત્યુનું કારણ જન્મદાતા માતા બને તેવા લેખ વિધાતા કેવીરીતે લખે? દુઃખનાં વાદળો ક્યારેક તો વિખરાય જ તેમ બીજે દિવસે સમાચાર આવ્યા.. પોલિસે મદદ કરી તે મૃત દેહને શબવાહીનીમાં નાખીને લઇ ગયા અને ઘરમાં સૌને દવા અને રસી આપી ગયા.

કોરોના વાઇરસ જેવું જૈવીક હથીયાર ચીને ભુલમાં છોડ્યું કે જાણી જોઇને તે વાત નો વિવાદ હજી શમ્યો નથી પણ મૃત્યુ આંક લાખને આંબી ગયો. ઉપેંદ્રભાઇનાં મમ્મી જેવા હજારો આ આતંકમાં ખપી ગયા.

હીનાનાં સ્વર્ગ વાસ પછી જ્વલંત મૌન થઈ ગયો…ધાર્યુ હતુ તેના કરતા ઉંધુ થયું. તેનો ખયાલ હતો હીનાની હયાતીમાં ૭૨ વરસે જ્વલંત મોતને ભેટશે.. પણ આજે ૭૨ થયા છે હીના નથી અને તે એકલો તેની યાદમાં જીવી રહ્યો છે. રોશની ધીમે ધીમે હીનાની જગ્યા લઈ રહી હતી. હીનાનો ઇંસ્યોરંસ પાંચ લાખનો પાકીને આવી ગયો હતો. માણસ જતું રહ્યું પછી આવેલા પૈસાનું શું કરવું એ પહેલેથી નક્કી કર્યુ હતુ છ એ છ છોકરાને ૫૨૯ પ્રોગ્રામ માટે પૈસા આપવા. એક લાખ ઘરનાં ઉમેરી છ એ છ સંતાનોને ભણવા માટે ૫૨૯ પ્રોગ્રમ હેઠળ પૈસા આપ્યા પછી ભલે તેઓ તે પૈસા તેમના ભણતર માટે વાપરે કે તેમના સંતાનોનાં ભણતર માટે…

આ ઘટના બાદ દીપ ઘરમાં રહેવા પાછો આવી ગયો. હીનાની ઇચ્છાનુસાર જેસીકા કોઇ પણ શરત વીના કે હૈયું દુભાવ્યા વિના દુધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. મેક્ષ પણ આ ઘટનાનું કારણ હતો.તેને તેના બાપની જેમ દાદાની માયા વધુ કરવી હતી. તે કહેતો હતો મને આટલુ મોટું ઘર છે અને એકલા કેમ રહેવાનું?

દીપ પાસે તે પ્રશ્નનો જવાબ નહોંતો કે નહોંતો જવાબ જેસીકા પાસે…રોશનીએ કહ્યું બેટા આ ઘર ઉપર તારો પણ હક્ક એટ્લો છે જેટલો શ્વેત અને શ્યામ નો છે. આ ઘરનો તું વશજ છે. હીના મમ્મીની હયાતિમાં જે થવું જોઇતું હતું તે તેમનાં ગયા બાદ પણ થઈ રહ્યુ છે જે આનંદનાં સમાચાર છે.

રોશનીએ ઈ મેલમાં દેવ ઉપર લખાયેલ અભિલાષનો ઇ મેલ “તારા નિર્ણયો જાતે લે “વાંચ્યો.

દેવ,

તારા નિર્ણયો જાતે લે.હવે અઢાર નો તું થયો

મારે તારા તે હક્કની આડે નથી આવવું પણ એટલું જરુર કહીશ કે મારા ઘરનાં દ્વાર તારા માટે સદાયે ખુલ્લા હતા અને હજી પણ છે. મને ખબર છે કે હું ડૉક્ટર થયો પણ મને ડોક્ટરીનાં લાંબા લાંબા વરસો કાઢતા ખુબ જ ત્રાસ થયો છે. ખાસ તો રેસીડંસીનાં વર્ષો દરમ્યાન મને ગુલામીનો જ આભાસ થયો છે. ટ્રૈનીંગનાં નામે સીનીયરો અખતરા કરતા અને જો તે અખતરા ખતરા સાબિત થાય તો રેસીડંટ ડોક્ટરો ઉપર ઢોળી દેતા વાર ન લાગતી.

તારા ઉપર મેં બહું ઘાંટા પાડ્યા છે. અને તેનું કારણ પણ મેં તને એટલીજ વાર આપ્યુ છે. પણ આજે જે વાત લખું છૂં તે મેં તને કદી કહી નહોંતી. મારા બાપાને મન હું ખુબ જ કિંમતી જણસ છું.તેમની આ ભાવના હજી હમણા સમજ્યો જ્યારે તુ હવે મોટો થઈને તારી પોતાની જિંદગી સમજતો થઈશ. તેમણે મારા ઉપર ઘણી આશ લગાવી હતી. પણ હું આડો પથરો.ના તેમની ભાવના ના સમજ્યો કે ના તેમનું ધાર્યુ કદી કર્યુ. આજે હવે સમજાય છે.કે બાપ બનવું અને મારા જેવા દીકરાનાં બાપ બનવું એ કેટલુ અઘરું છે.

તેં મારો એ દુર્ગુણ વારસામાં નથી લીધો. તને ન ગમતું હોય છતા તું મને સાંભળી લે છે. કદાચ રોશનીની તાલિમ ની અસર છે. મારી વાત સાંભળીને તે પ્રમાણે તુ કરે છે. મને લાગે છે મને તુ માન આપે છે. આ માન એ કેટલા ગૌરવની વાત છે તને હું સમજાવી નહીં શકું. પણ મારા દુર્ગુણો ના લેતો.. તારી મમ્મીનો હું ગુને ગાર છું અને હવે તે ભુલને સુધારવા જરુરી બધી સારી વાતો તને શીખવાડીશ. કોલેજનાં વર્ષોમાં બહુ દિલથી ભણજે. અને જ્યાં ભણવા જવું હોય ત્યાં એડ્મીશન લે. મને ખબર છે રોશની એ તને કરકસર નાં પાઠો શીખવાડ્યા છે. તે ઉપયોગમાં લઈને ખુબ ભણજે.

તારી દ્વિધાનો મારી પાસે એક જ જવાબ છે. અને તે જાતને ગોપાવ્યા વીના તને જે કારકીર્દી જોઇતી હોય તે સ્વિકાર. મારા બાપાની જેમ તને ડૉક્ટર બનવાનો આગ્રહ નહીં કરું. મારો મત એ છે કે ભણતર વિચારવાની દિશાઓ ખોલે છે.પછી તે દિશામાં ઉદ્યમ તારે કરવાનો છે.. આવતો જમાનો રોબોટીક્સ નો છે… કોંપ્યુટર્સનો છે.

અભિલાષ.

રોશની ઇ મેલ વાંચીને જોઇ રહી હતી કે અભિલાષ દેવને સાચા દિલથી ચાહતો હતો. તેઓનાં મતભેદની કોઇ જ માઠી અસર દેખાતી નહોંતી,,,, એક જવાબદારી પુરી થઈ હતી…ઇ મેલનાં પ્રત્યુત્તરમાં જયની આઇટીનરી મોકલી હતી જે એક તરફી હતી..સાથે લખ્યુ હતું કે “આપણો દીકરો જાળવવાનો વારો હવે તારો.”

તે દિવસે એરપોર્ટ ઉપર મુકવા જતી રોશની એકલી નહોંતી આખુ ઘર હતું અને બે બેગ ભરીને દેવનાં કપડા હતા. દેવને સ્ટાન્ફોર્ડ યુનિવર્સિટીમાં એડ્મીશન મળ્યું હતુ અને ત્યાં અભિલાષ તેની રાહ જોતો હશે.

******