VANTOL books and stories free download online pdf in Gujarati

વંટોળ

વાર્તા વંટોળ જુન૨૦૨૦

શ શહેરનો વ વંટોળનો ત તોફાનનો ભ ભયાનકનો ફ ફૂંફાડા મારતો સૌને સ્તબ્ધતાની ખીણમાં ફેંકી રહ્યો હતો. આ જમાતમાં વ વરસાદનો વ વાદળોની ફોજ સાથે મધમાખીનાં ટોળેટોળાંની જેમ વાતાવરણને ડંખી રહ્યો હતો .. વ વીજળીનો ચમકારા કરતો સૌની આંખોને આંજી રહ્યો હતો અને ક્યારે ક ક્યારે ક કડાકાભડાકા સાથે સૌનાં શ્વાસોશ્વાસ અધ્ધર કરાવી રહ્યો હતો. .સીમેન્ટ કોંક્રીટનાં મકાનો જ્યાં નૃત્યાંગનાની જેમ નૃત્ય કરતાં હોય ત્યાં મૂળિયાનાં ઝૂમખાથી વીંટળાયેલાં વૃક્ષો, છોડવાઓનો ખો નીકળી ગયો હતો.નાનાં બાળકો જેવી ચિચિયારીઓ પાડતાં ઘરની છત પરનાં પતરાંના છજ્જા, બારી બારણાં હવામાં કટી પતંગની જેમ ઊડી રહ્યાં હતાં, જ્યાં ત્યાં ફેંકાઇ રહ્યાં હતાં.આકાશમાંથી અ અજવાળું ગાયબ થઈ ગયું હતું ..બુકાનીધારી અ અંધકાર બિહામણું રૂપ લઈ સ સાંબેલાધારનો, મ મૂશળધારનો, ધ ધોધમારનો વ વરસાદને જોઈ રહ્યો હતો.એક નહીં, બે નહીં, ત્રણ નહીં,ચાર નહીં, પાંચ પાંચ દિ થયાં એકધારો વરસાદ વરસી રહ્યો હતો. વાદળો ફાટ્યાનો ભય કાળા માથાના માનવીનાં માથા પર સવાર થઈ ગયો હતો. સૌનાં હોઠ પર ભ ભગવાનો, ઈ ઈશ્વરનો, અ અલ્લાહનો શ્વાસોશ્વાસની ધમણીની જેમ કંપન ઉત્પન્ન કરી રહ્યો હતો. ના ધરા, ના આભ કેવળ ભ ભયનો ચારેબાજુ ને ભરડામાં લઈ રહ્યો હતો શહેર પર!

ચ ચમત્કારનો સૂતેલો સાપ જાગે તેમ ધીરે ધીરે સળવળી રહ્યો હતો. અધ્ધર ચડેલા શ્વાસોશ્વાસ સૌનાં હેઠાં બેસી રહ્યાં હતાં.આકાશમાં સફાઈ થઈ રહી હતી.ઉજાસ પતલી ગલીમાંથી પ્રવેશી રહ્યો હતો. સૂરજદેવનો રથ જે વાદળોનાં ઝૂંડમાં ખૂંપી ગયો હતો તે બહાર નીકળી હળવે હળવે અંધકાર પર વિજયી પતાકા સાથે આગળ વધી રહ્યો હતો.સૌના ચહેરા પરથી ભય નામનો મુખવટો ઊતરી રહ્યો હતો. સૌ ગઈ ગુજરી ભૂલી વર્તમાનને નવો ઓપ આપવામાં મશગૂલ હતાં. આ શહેરની આ જ ખાસિયત છે.મુશ્કેલીઓ વચ્ચે જીવતાં સરેરાશ શહેરીઓ આફતને બહુજ સહેલાઈથી પચાવી પાડતાં હોય છે.વર્તમાન પત્રોનાં ખબરપત્રીઓ, મીડિયાનાં કર્મચારીઓ, ફોટોગ્રાફરો અણધાર્યા મળેલા મસાલાથી ખુશ થઈ મસાલેદાર સમાચારો પીરસતા હતાં, અને આમ આદમી ચાય નાસ્તાસાથે ટેસ્ટથી સાંભળી કે વાંચી લેતાં હતાં. પ્રશાસન યુધ્ધનાં ધોરણે શહેરનાં સમારકામમાં વ્યસ્ત હતું.શહેરમાં ભરાયેલું વરસાદનું પાણી ભૂલા પડેલા ઢોરની જેમ જ્યાં જગ્યા મળે છે ત્યાંથી નીકળી રહ્યું હતું.

ન નટુનો ઊભો ઊભો જોઈ રહ્યો હતો પોતાના ઝૂપડા જેવાં કાચાપાકા ઘરને. નશીબનો એ જોરાવર એટલો કે મહાકાય જેવાં બે વૃક્ષો એનાં ઝૂપડા પર પડ્યાં હોવા છતાં તે તેનાં ઝૂપડા સાથે સહીસલામત હતો! અડોશપડોશમાંથી આ ચમત્કાર જોતાં જોતાં સૌ નટુને શાબાશી આપી રહ્યાં હતાં કે તે જીવતો હતો! તે લમણે હાથ મૂકી બીડીઓ ફૂંકી ફૂંકી પોતાની જાત પર હસી રહ્યો હતો. ઘરને સાફ કરતાં જ બેચાર દિવસો લાગી જશે અને ઘરને સાફ કરતાં કરતાં પોતે પણ સાફ થઈ ગયો હતો. પાણીમાં ડૂબેલા ઘરમાં પોતે પણ ઘરવખરી સાથેબધી રીતે ડૂબી ગયો હતો!

“ અરે નટિયા શા વિચારોમાં ખોવાયો છે?”

નટુ જોઈ રહ્યો તેનાં મિત્રોને, જેઓ સમાચાર સાંભળી દોડતાં આવ્યાં હતાં.

“ નટુ, ભગવાનનો પાડ માન કે તું જીવતો છે.”

“ આનાં કરતાં તો મરી ગયો હોત તો સારું થાત!” કહી મિત્રોને જોઈ રહ્યો અને અચાનક મોટે મોટેથી રડવા લાગ્યો. “ કીશન, ગોપાલ અરે મોહન હું બરબાદ થઈ ગયો.મારા ઘરની હાલત તો જો.. બધું જ તણાઈ ગયું મારી આંખો સામે…”

“ અરે અમે છીએને તારે પડખે… હિંમત ન હાર..”

“ હા નટુ.આવા સમયે તને કામ ન આવીએ તો ક્યારે આવશું?” કહી સૌ મિત્રો તેનાં ઘરની સાફસફાઈ કરવાં લાગ્યાં….

નટુની જે દશા થઈ હતી તેવી દશા ફૂટપાથ પર રહેતાં લોકોની થઈ ગયી હતી. સેવાભાવી સંસ્થાઓ નટુ જેવાં ફૂટપાથ પર રહેતાંને મદદ કરી રહ્યાં હતાં.પણ આ તો મુંબઈ નગરી. પડકારો વચ્ચે કદી ના નમી છે કે ના ઝૂકી છે.નટુનાં લોહીમાં મુંબઈનું પાણી હતું. ગીત ગાતા ચલની અદાથી જેમ મુંબઈનું જનજીવન લોકલ ટ્રેનની અદાથી પટરી પર ચઢ્યું હતું તેમ નટુની લાઈફ સ્ટાઈલની સાયકલ સરર કરતી ચાલવા લાગી હતી.

નટુ શહેરની ફૂટપાથ, નાનીમોટી ગલીમાંથી પસાર થઈ સૌ કોઈની દાસ્તાન હવાઈ ગયેલી બીડીઓ ફૂંકી ફૂંકી સાંભળી રહ્યો હતો. જ્યાં જાય ત્યાં એક જ કહાની સાંભળી રહ્યો હતો ફરિયાદનાં રુપે. તેને નવાઈ લાગતી હતી સૌ કોઈ ફરિયાદ તો કરે છે પણ આક્ષેપ કોનાં પર કરવો તે સમજી શક્યાં ન હોતાં .તે રાહ જોઈ રહ્યો હતો ક્યારે હસનચાચાની દુકાન ખૂલે. હસનચાચાની દુકાને તેણે જોઈ હતી એક સરસ મજાની ઢીંગલી.

આ ઢીંગલી તેની ચાર વર્ષની પુત્રી રૂપાને જન્મ દિવસની ગીફ્ટ રૂપે આપવાનો હતો. સવાર સાંજ ત્યાંથી પસાર થાય અને તેને જોયાં કરે. રૂપા તેની પત્ની શ્યામલી સાથે રહેતી હતી અને શ્યામલી તેનાં બીજા પતિ રામુ સાથે રહેતી હતી. રામુ મુકાદમ હતો. જ્યારે નટુ રોજીયો હતો. શ્યામલી ને સીધોસાદા નટુથી છૂટકારો પામવા નટખટ રામુ પર વારી ગઈ હતી.આ બાજુ રોજનાં કજિયા અને શ્યામલીનાં શમણાંથી કંટાળી

નટુ શ્યામલીથી છૂટકારો પામ્યો હતો પણ દીકરી રૂપાને ભૂલી શક્યો નહીં. સંબંધો બંધાતા કે તૂટતા વાર નથી લાગતી પણ તનમન પર પડેલા ઉઝરડા ક્યાં ભૂસાય છે! રાતના અંધકારનાં ડરથી બચવા તે રજાઈ ઓઢીને સૂઈ જતો હતો પણ વીતેલી પળો તેને સતત ડંખતી હતી ભમરાની જેમ! મિત્રો એ બીજું ઘર માંડવાની સલાહ આપી. પણ તેને લક્કડકા લાડુનો સ્વાદ માફક આવ્યો ન હતો. મિત્રો એ બીજો રસ્તો બતાવ્યો . મન થાય તો પૈસા આપીને તનની ભૂખ દૂર કરવી.પણ તેનું મન ન માન્યું.આખરે ત્રીજો રસ્તો તેને પસંદ પડ્યો. અડ્ડામાં જવું અને પાવશેર શરાબ પીને રાતે સૂઈ જવું.ના ડર ના ડંખ.ટૂંટિયુંવાળીને ઘસઘસાટ સૂઈ જતો અને ઊઠી જતો સવારનાં ઘોંઘાટમાં.બે પૈસા કમાવવાની લાયમાં ક્યારે રાત પડતી તેની તેને ખબર પડતી ન હતી. તે પસ્તાઈ રહ્યો હતો.તે થોડું ભણ્યો હોત તો ગધ્ધા મજૂરીનાં ચક્કરમાંથી છૂટ્યો હોત અને તેણે રામુની જેમ મુકાદમ બની સૌની પર રૂઆબ છાંટીને શ્યામલી જેવી ને આંગળી પર નચાવતો હોત! પણ હવે તેને પોતાની ભૂલ સુધારી હતી.દર મહિને બેંકમાં રૂપાના નામે ચોક્કસ રકમ ભરતો હતો જે રકમથી રૂપાને ભણાવી શકે. રૂપા તેની જિંદગી હતી,એક સ્વપ્ન હતી. રામુની સમજાવટથી શ્યામલી દર રવિવારે રૂપાને નટુને ઝૂપડે મૂકી જતી અને સાંજે તે રૂપાને રામુનાં ઘરે મૂકી જતો હતો. રવિવાર નટુ માટે ઉત્સવનો દિવસ હતો .રૂપાની કાલીઘેલી વાતથી નટુનું તનમન ખીલી ઊઠતું ફૂલોની જેમ.એનાં સૂનાં ઘરમાં વસંત ખીલી ઊઠતી.રૂપા પૂછતી કે મમ્મી કેમ રામુ અંકલ સાથે રહે છે? નટુ સમજાય તેમ તેને કહેતો કે રામુ અંકલ તેની મમ્મીનાં ફ્રેંડ છે.રૂપા વિચારોમાં અટવાઈ જતી હતી.સૌના મમ્મી અને પપ્પા તો એક સાથે રહેતાં હતા તો તેનાં મમ્મીપપ્પા કેમ અલગ અલગ? નટુએ સમજાવતાં કહ્યું, “ રૂપા, તું હજી નાની છે.મારા જેટલી મોટી થાય ત્યારે તને સમજાશે.” રૂપા આશ્ચર્યથી નટુને જોયા કરતી હતી અને નટુનો ઉદાસ ચહેરો જોઈ એટલું તો સમજી શકી કે તેનાં પપ્પા પૂછેલા પ્રશ્નથી દુખી હતાં અને નટુને વહાલ કરતાં કહેતી કે તેનાં પપ્પાને દુઃખ થાય તેવા પ્રશ્નો નહીં પૂછે. શ્યામલીએ તો ધમકી આપેલી કે નટુ વિશે જો વાત કરશે તો ત્યાં તેને જવા દેશે નહીં.રૂપાલી સાથે રવિવાર હાથમાંથી જેમ પાણી સરી જાય તેમ સરી જતો અને ગમને ભૂલવા નટુ શરાબનો આશરો લેતો હતો. નટુ હસનચાચાની રાહ જોતો તેની બંધ દુકાનનાં ઓટલે રાહ જોતો બેસી રહ્યો હતો.કારણ આજે રૂપાનો જન્મદિવસ હતો.હસનચાચાની દુકાને જોયેલી ઢીંગલી રૂપાને આપવાની હતી જન્મદિવસની ભેટ તરીકે.બપોર થવા આવી પણ હસનચાચા હજુ સુધી આવ્યાં ન હતાં.તે ઊભો થયો.તેની નજરે થોડે દૂર વરસાદનાં પાણીથી કોવાયેલો કચરો નજરે ચડ્યો.તે તરફ ગયો.દુર્ગંધથી છૂટકારો પામવા નાકમોઢાને રૂમાલથી ઢાંક્યું. આજુબાજુની દુકાનનો સડી ગયેલો સામાન નજરે ચડ્યો. તેનું મન ચકરાવે ચડી ગયું. કદાચ હસનચાચાએ પોતાની દુકાનનો ભીનો સામાન અહીં નાખ્યો હોય અને તેમાં લટકતી ઢીંગલી કદાચ તો નહીં હોય ને? તે ઉકરડો ફેદવા લાગ્યો.. હજારો પ્રશ્નો મનમાં ઊઠવા લાગ્યાં.પોતાની મૂરખાઈ પર હસવું આવી ગયું. પણ મમત્વ પાસે સવાલોનાં જવાબ ન હતાં.કદાચ, જો, તો ,નાં વમળમાં અટવાયો. તેની આંખો ચમકી.તેને જોયેલી જ ઢીંગલી ઉકરડામાં પડી હતી.ધીમેથી હાથમાં લઈ જોઈ રહ્યો.જોવી ન ગમે તેવી હતી.તેને તેના નસીબ પર ગુસ્સો આવ્યો અને હાથમાંની ઢીંગલી નો છૂટો ધા કર્યો...

હાથપગ અને મોઢું સાફ કરી હસનચાચાની દુકાનનાં ઓટલા પર આશાની રજાઈ પાથરી રાહ જોવા લાગ્યો. ખિસ્સામાં પૈસા ન હતાં. બચાવેલી કમાણી પાણીમાં તણાઈ ગઈ હતી.હસનચાચા સાથે વહેવાર રાખ્યો હતો.જરૂર પડ્યે ત્યાંથી ઉધાર વસ્તુ મળી જતી હતી.અનાજપાણીથી લઈ રમકડાં, દવા, જેવી જીવનાવશ્યક વસ્તુઓ તેઓ રાખતાં હતાં. દૂરથી હસનચાચાને આવતાં જોયાં.હાથમાં થેલો હતો.તે તરફ દોડ્યો અને થેલો ઊંચકી લીધો.હસનચાચાએ દુકાન ખોલી. નટુ દુકાન જોતાં જ આભો બની જોતો રહ્યો.દુકાન ખાલીખમ જેવી હતી. હસનચાચા નટુ સામે જોઈ રહ્યાં.ધીમેથી હસ્યાં.નટુને નવાઈ લાગી અને પૂછ્યું, “ ચાચા આપ હસ રહે હો!”

“ ઔર ક્યા કરું.અલ્હાને મેરે અનજાણ ગુનાઓકી સજા દી.. કોઈ બાત નહીં.. અલ્હા માલિક હૈ...”

“ સુબહસે મૈં યહાં ખડા હું..”

“ ક્યું?”

“ ચાચા અબ ક્યા કહું.. મેરી બચ્ચીકા આજ જન્મદિન હૈ.. ઔર વો ગુડિયા મૈં ઉસે દેના ચાહતા થા.. મૈં ભી બરબાદ હો ગયા.. મેરા સીર્ફ ઘર બચ પાયા..”

“ માલૂમ હૈ તેરી હાલત.. તું બચ ગયા... અલ્હા માલિક હૈ બેટા.. એક કામ કર દો પાની કમ ચાય બોલ તબતક મેરી દકાન બનાલું.. બાજારસે લાયા સામાન બરાબર રખ લું..” “ જી..” કરતો નટુ પાનીકમ ચાય લેવા ઉતાવળે પગલે દોડ્યો.. એ વિચારે કે કદાચ બજારમાંથી ઢીંગલી લાવ્યાં હોય...

નટુ ચા પીતાં પીતાં હસનચાચાની દુકાન જોઈ રહ્યો. ધણોખરો સામાન હતો, ધણોખરો ન હતો.તેની નજર પેલી ઢીંગલીને શોધતી હતી પણ નજરે ન ચડી.

“ ક્યા દેખ રહા હૈ નટુ?”

નટુ ઝંખવાનો પડી ગયો. “ કુછ નહીં .” કહી પાસેના ઓટલા પર બેસી ગયો.તે ઊભો થયો. “ ચાચા મૈં ચલતા હું..” કહી ચાચાને જોઈ રહ્યો. કદાચ ઢીંગલી વિશે કોઈ ફોડ પાડે. ચાચાને કહી રાખ્યું હતું, “ ચાચા, વો ગુડિયા કીસીકો મત દેનાં. મેરી બચ્ચીકો જનમદિનકે દિન દેના હૈ.”

“ જરૂર બેટા.. લે જાના” કહી બધી વિગતો જાણી લીધી હતી.

“ ઠીક હૈ બેટા..” કહી ચાચા પોતાના કામમાં પરોવાઈ ગયાં. નટુ ઘસડાતે પગલે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. આકાશ સંધ્યાનાં સોનેરી રંગથી રંગાઈ ગયું હતું. ઘર તરફ પાછાં ફરતાં પારેવાનો કલરવ વાતાવરણને ઉન્માદિત બનાવી રહ્યું હતું. બેધ્યાન, વિચારોનાં વંટોળમાં અટવાયેલા નટુને પોતાના સિવાય કશું નજરે ચડતું ન હતું. તે ચોંક્યો, તે ત્યાં જ ઊભો રહ્યો , જોવા લાગ્યો પાછળ વળીને જે દિશાએથી “ પપ્પા” નામનો ટહુકો આવી રહ્યો હતો. તે દોડ્યો તે તરફ.સજીકરીને રૂપા ઊભી હતી શ્યામલી અને રામુનો હાથ પકડીને. તે જોઈ રહ્યો રૂપાનાં હાથમાં ગીફ્ટ પેકેટ હતું.તે નટુને વળગી પડી અને થેંક્યુ થેંક્યુ કહેવા લાગી.નટુથી છૂટી પડી શ્યામલીનાં હાથમાંથી પેકેટ લઈ નટુને આપતાં કહ્યું,

“ પપ્પા આ ખોલો તો..”

નટુએ ધ્રૂજતા હાથે પેકેટ ખોલ્યું. પેકેટમાંથી ઢીંગલી નીકળી અસલ તે જ ,જે તે રોજ જોયા કરતો હતો.

“ કોણે આપી?” મહામહેનતે નટુ પૂછી શક્યો.

“ હસનચાચાએ.. તમે તેમની પાસે મંગાવી હતી ને?”

“ નટુ તેરી ખ્વાઈશ પૂરી કરને કે લિયે મૈં બાજાર ગયા થા ઔર મૈં ભૂલ ગયા તુજે ઢીંગલી દેનેકો.. ઔર તેરે જાનેકે બાદ તેરી બચ્ચી કો દેખા ઔર યાદ આયા..ઔર યે મેરી ઔર સે હેપી બર્થડે કેક કબૂલ કરના...” કહી હસનચાચા તેની દુકાને જવા લાગ્યા ત્યારે રૂપાલીએ કહ્યું, “ ચાચા આપભી ચલો કેક કાટને કે લિયે....”

સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED