રાધા ઘેલો કાન - 13 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 13

રાધા ઘેલો કાન :- 13

છેલ્લા ભાગમાં કિશન અને રાધિકાની મિત્રતાની કહો કે પ્રેમની જે કહો તે પણ વાત આગળ વધે છે.. તે બન્ને કોલેજની થોડે દૂર ચા પીવા માટે મળે છે અને ચા પીતા પીતા બન્ને એકબીજાની વાતો જાણે છે.. હવે આગળ..

ના હો તુ મને ચાનો નશો કરાવીને તારા નશા તરફથી મારું ધ્યાન ના ભટકાવી શકે..કેને કોણ છે એ વિશેષ.. રાધિકા કિશનનાં ભૂતકાળ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે..

છે નહીં હતી. કિશન ઉતર વાળે છે..
અરે પણ કોણ?
કિશન :- એ બધું જાણવું જરૂરી છે.?
રાધિકા :- હા વળી, જે વાતો છુપાવે એ મિત્ર થોડી કહેવાય
કિશન :- હા હવે..
રાધિકા :- તો કેહ ને.. કોણ હતું એ?
કિશન :- અરે હતી..હવે મારી x
રાધિકા :- ઓહો.. પણ એમાં આટલો શરમાય છે કેમ?
કિશન :- શુ શરમાય.. એમાં શરમાવાની ક્યાં વાત છે યાર.. તુ ખોટા ખોટા નાટક ના કર.. જો આ જ વાતો કરવાની હોય તો હું જાવ છું.. ઓકે..
રાધિકા : ઓકે ઓકે.. સોરી યાર.. મજાક કરતી હતી.. નહીં પૂછું બસ હવે..
કિશન :- હમમમ ..
રાધિકા :- હમમમ..તો હવે કોણ છે તારી લાઈફમાં?
કિશન :- (લાઈફ તો હમણાં તુ જ છે)મનમાં..
હા લાઈફમાં તો હું અને મમ્મી પપ્પા..
રાધિકા :- બીજું કોઇ? નહીં?
કિશન :- છેને.. મિત્રો..
રાધિકા :- ઓહહ.. તો મિત્રો યાદ આવ્યા ખરા એમને?
કિશન :- હા એતો ખરા જ ને.. મિત્રો વગર તો કિશન પણ કઈ નથી ને..
રાધિકા :- હમમમ... પણ નિખિલ ને તમે બન્ને શેની વાતો યાદ કરીને ઝગડતા હતા એ મને ના સમજાયી..
કિશન :- અરે એતો છે હવે બવ બધું.. છોડને તુ..
પતી ગયું બધું..
રાધિકા :- મને નહીં કે એમને..
કિશન :- ઓકે તો સાંભળ..
રાધિકા :- મારી જે x છે ને.. એનીએ મારી સાથે ચીટ કરીને જે છોકરા સાથે વાત કરતી હતી એ બીજું કોઇ નહીં પણ નિખિલ જ હતો.. ત્યાં સુધી મને વાંધો નહોતો પણ નિખિલે અને મારી x બન્નેએ સાથે મળીને મારાં પર ખોટો મારામારીનો આરોપ લગાવીને જેલમાં મોકલ્યો હતો.. અને મારે એમના કારણે બે રાત જેલમાં રેહવું પડ્યું હતું..
એ દિવસે તો મને એવુ જ લાગતું હતું કે મારી x નિકિતાએ જ આ બધું કર્યું છે.. પણ જયારે મેં હકીકત જાણી તયારે ખબર પડી કે તેમાં એ જેની સાથે વાતો કરતી હતી તેનો પણ હાથ હતો અને મને મારાં મિત્રોનાં કારણે ખબર પડી કે એ જેની સાથે વાતો કરતી હતી એ બીજું કોઇ નહીં પણ આ નિખિલ જ હતો.. જયારે તે મને પેહલા દિવસે મળ્યો તયારે જ મને શંકા ગઈ હતી..

રાધિકા :- ઓહ.. તો એટલે નિખિલ પેલા દિવસે કેહતો હતો કે એણે તને ક્યાંક જોયો છે.. અને એ એવુ પણ બોલ્યો હતો કે પોલીસ સ્ટેશનમાં કે એવુ કઈ.. એટલે કદાચ જે દિવસે તુ પોલીસ સ્ટેશનમાં હોઈશ એ દિવસે એ ત્યાં પણ હશે જ..

કિશન :- હા કદાચ.. બની શકે.. એ લોકોનાં કારણે હું મારી ફેમિલિવાળાની નજર માંથી પણ ઉતરી ગયો છું..
એટલામાં જ કિશનનાં ફોન પર એક કોલ આવે છે..
કિશન કોલ ક્ટ કરે છે..
રાધિકા :- કરી લે ને વાત.. કોણ છે?.
કિશન :- અરે એ તો ફ્રેન્ડ છે.. તુ બોલ..
રાધિકા :- હમમમ.. ઓકે..
ઓકે ચલ હવે હું નીકળું.. મારે પણ લેટ થાય છે.. આટલુ બોલીને રાધિકા ઉભી થાય છે..
કિશન :- કેમ એકદમ શુ થયું? બેસ ને..હજી તો વાર છે ને ઘરે જવાની.. અત્યારથી કેમ?
રાધિકા :- બસ એમ જ.. કંઈક કામ યાદ આવી ગયું..
કિશન :- હમમમ.. સમજી ગ્યો.. તને પણ એવુ લાગે છે કે હું ગુનેગાર છું કે ખરાબ છું.. કે બીજા છોકરાઓની જેમ રખડતો છોકરો છું.. કઈ વાંધો નઈ..
પણ એક વાત યાદ રાખજે..
તુ મને મિત્ર માને કે ના માને..પણ મેં તને મિત્ર માની છે અને હમેશા આ મિત્રતા નિભાવીશ..
રાધિકા :- અરે એવુ કઈ નથી.. તુ ખોટું ખોટું વિચારે છે..
આપણે મળશુ ને પછી.. ઓકે ચલ બાય..
કિશન :- અરે પણ નંબર..
રાધિકા :- ફરી કયારેક.. આટલુ બોલીને રાધિકા એની સ્કુટી લઈને નીકળી જાય છે..

અને કિશન ત્યાં જ બેઠો હોય છે અને એનો મોબાઈલ જોવે છે.. અને આવેલો કોલ જોવે છે.. જે અંજલી નો હોય છે અને એને કોલ કરે છે..
હા બોલ અંજલી..
કઈ ની.. શુ કરે છે? સામેથી અવાજ આવે છે..
કઈ ખાસ નઈ.. આ ફ્રેન્ડ સાથે બહાર આવ્યો હતો..
કયારેય આવાનો છે ઘરે?
હમણાં તો કઈ નક્કી નહીં.
પણ બસ હવે થોડા દિવસમાં.. કેમ કઈ ખાસ કામ?
ના રે.. બસ એમ જ પૂછું..
ઓકે ચલ બાય.. પછી વાત કરું..
આટલુ કહીને કિશન કોલ ક્ટ કરે છે..

કોલ ક્ટ કરતા જ એક અજાણ્યા નંબર પરથી બીજો કોલ આવે છે..
કોનો નંબર હશે આ?
હેલો..
હા.. કિશન?. સામેથી અવાજ આવે છે..
હા..
હું નિકિતાની ફ્રેન્ડ બોલું છું..
નિકિતાએ કોલ કરાવ્યો હોય તો મૂકી દે.. મારે કોઇ વાત નથી કરવી..
અરે સાંભળ તો ખરો.. આટલી બધી કેમ નફરત કરે છે?..
નિકિતા તને મળવા માંગે છે..
પણ હું નથી મળવા માંગતો..
પણ એ એવુ કહે છે.. બસ છેલ્લી વાર..
એ ફરી કયારેય તને કોલ પણ નઈ કરે..
બસ એક વખત મળી લે..
કોઇ જ જરૂર નથી ચલ બાય..
આટલુ બોલીને કિશન કોલ કટ કરે છે..

ફોન મુકતા જ ફરીથી એજ નંબર પરથી કોલ આવે છે..
હા બોલ યાર.. શુ છે?
અરે એ ખરેખર બવ દુઃખી છે.. અને રડ્યા જ કરે છે..
એને બવ પસ્તાવો છે યાર.. બસ એક વખત મળી લે..
ના..
હેલો કિશન.. ફ્રેન્ડ પાસેથી ફોન લઈને નિકિતા જાતે વાત કરે છે..
શુ છે બોલ..
પ્લીઝ એક વખત જ મળવું છે.. ફરી કયારેય તને કોલ પણ નહીં કરું.. મળવા પણ નહીં બોલવું..
જો તે તારી લાઈફમાં એક વખત પણ મને લવ કર્યો હોત તો બસ લાસ્ટ ટાઈમ મને મળવા આવ..

પણ હમણાં તો શક્ય નથી.. હું બાર છું..
હું મારાં અંકલનાં ત્યાં આવ્યો છું..
તો કયારે આવીશ પાછો?
હજુ કઈ નક્કી નથી..
ઓકે જયારે પણ આવે ત્યારે બસ એક વખત મળવું છે.. પ્લીઝ કોલ કરજે..
ઓકે જોઇશુ.. આટલુ બોલીને કિશન કોલ ક્ટ કરીને ત્યાંથી નીકળે છે.. અને બજારમાંથી ઘરે જાય છે..

રાધિકા ભલે કામનું બહાનું કાઢીને ગઈ પરંતુ ખરેખરમાં તો કોઇ છોકરીનાં કારણે કિશન જેલમાં ગયો એ તેને થોડું અજુગતુ લાગ્યું એટલે તે કિશન પાસેથી ઊભી થઈને જતી રહે છે.. અને વિચારે છે કે હકીકતમાં શુ થયું હશે તે જાણ્યા વગર હું કિશનને મારો મિત્ર ના બનાવી શકું..
કારણ કે રાધિકા એ દરેક નિર્ણય દિમાગથી વિચારીને લેતી હોય છે..
એ એનો કોઇ પણ નિર્ણય દિલ પર છોડતી નથી..
એને શુ ગમે છે શુ નથી ગમતું એ એના દિલ અને દિમાગ સાથે તોલે છે.. અને પછી જ પોતાનો નિર્ણય લે છે...
એટલે તે ત્યાંથી કિશનને પોતાનો નંબર પણ આપતી નથી અને એમનેમ જ નીકળી જાય છે..

આમ કિશન અને રાધિકા સામસામે રહેતા હોવા છતાં થોડા દિવસ તો એકબીજાને જોયા વગર જ રહે છે.. કારણ કે રાધિકા કિશનનાં સામે પણ આવવા માંગતી નથી અને અંકલનાં ઘરે પણ કિશન હોય છે ત્યાં સુધી જતી નથી..
કિશન પણ એને જોવા માટે ખુબ તડપે છે પરંતુ રાધિકા કિશન સામે આવવા માંગતી નથી..

આમનેઆમ બે-ત્રણ દિવસ નીકળે છે અને એક દિવસ રાધિકા નિખિલને કોલ કરે છે અને કિશનને તે દિવસ શેના કારણે જેલમાં જવુ પડ્યું હતું તે બધું નિખિલ પાસેથી જાણવાની કોશિશ કરવા લાગે છે.. અને અહીં અંજલી પણ નિકિતા કોને મળે છે..
અને કઈ ફ્રેન્ડ સાથે શુ વાત કરે છે..
એ બધું જાણવા માટે તલપાપડ થાય છે..
અને કિશનને મેળવવા માટે કરવા પડતા બધા પ્રયત્નો કરવા માટે તે તૈયાર છે..

પણ આખરે કિશન કોનો થાય છે અને રાધિકાને કેટલી સચ્ચાઈ ખબર પડે છે અને ખબર પડે છે તો શુ તે સાચી છે કે ખોટી? એતો આગળનાં ભાગમાં જ ખબર પડશે..

તો વાંચતા રહો.. અને જોડાયેલા રહો..
અને ખાસ ઘરમાં રહો..

જય દ્વારકાધીશ.. 🙏😊

આપનાં પ્રતિભાવ આવકાર્ય છે.. ભૂલશો નહીં..