રાધા ઘેલો કાન - 14 spshayar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધા ઘેલો કાન - 14

રાધા ઘેલો કાન :- 14

ગયા ભાગમાં જોયું કે રાધિકા અને કિશન બન્ને મળે તો છે પણ કિશનની ભૂતકાળની વાતો સાંભળીને કિશન સાથે આગળનો સંબંધ રાખવો કે નહિ તે વિચારમાં પડી જાય છે અને બવ દિવસ સુધી કિશનની નજર સામે પણ આવતી નથી.. અને એક દિવસ તે નિખિલ પાસેથી બધું જાણવા માટે નિખિલ ને કોલ કરે છે હવે આગળ..

હેલો નિખિલ..
હાય.. સામેથી નિક બોલે છે..
હા.. મારે કામ હતું તારું..
હા બોલને..
શુ થોડીવાર માટે મને મળવા આવી શકીશ?
કેમ એકદમ?
કામ છે..
ઓકે ક્યાં આવું?
ત્યાં જ જ્યાં આપડે ફ્રેન્ડ્સ મળીએ છીએ..
ઓકે.. પોહંચુ થોડીવારમાં..

આટલુ કહીને રાધિકા ફોન મૂકે છે..
અને નિખિલને મળવા માટે નીકળે છે..
મમ્મી હું આવું થોડીવારમાં.. આટલુ બોલી સ્કુટીની ચાવી લઈને પોતાનો દુપ્પટો તેની પતલી કમર પર બાંધતા બાંધતા બહાર નીકળે છે..
ખરેખરમાં એ કમરને દુપટ્ટા થી નહિ પણ દુપટ્ટાને એની કમરનાં પ્રેમમાં પાડે છે..

થોડીવારમાં એની મળવાની જગ્યા પર પોહચે છે..
નિક ખુરશીને ટેબલથી થોડા દૂર કરતા કરતા પૂછે છે..
' કેમ આટલા દિવસે યાદ આવી મારી? હવે તો કિશન તારો ફ્રેન્ડ બની ગયો છે ને..તો મને મળવા શુ કામ બોલાવ્યો.. '
હા તો એટલે જ બોલાવ્યો છે..
તુ એના વિશે બધું જાણે છે ને.. તો મને જણાવ કે ખરેખર કિશન કોણ છે અને એને ભૂતકાળમાં શુ થયું હતું કે એણે પોલીસ સ્ટેશન જવુ પડ્યું..
પણ તને મારી વાત પર વિશ્વાસ થશે? નિખિલે પણ કટાક્ષમાં જવાબ વાળ્યો..
હવે બવ ડાયો ના થા ઓકે..
તુ પણ મારો ફ્રેન્ડ જ છે અને એ પણ.. તો એમાં વિશ્વાસ કરવાની અને ના કરવાની વાત જ ક્યાં આવે?
અને જો મને એટલી તો ખબર જ છે કે તારી ગર્લફ્રેન્ડનું નામ નિકિતા છે.. ભલે તે આજ સુધી મારાથી છુપાવ્યું..
છે નહીં હતી..
અને એની સાથે કઈ મારું અફેર નહોતું ઓકે.. ખાલી ફ્રેન્ડશીપ જ હતી..
હવે જે હોય એ સાચું કેહ ને પણ.. શુ કામ વાતોને ગોળ ગોળ ફેરવે છે..
હા હતી પણ કઈ ખાસ ટાઈમ સુધી નહોતું.. બસ થોડા મહિના હશે..
જે હતું એ..મને જે હતું એ કેહ..

એમાં હતું એવુ કે એક દિવસ હું અને નિકિતા મળવાનું વિચારતા હોઈએ છીએ.. અને એ વખતે અમારા બન્ને વચ્ચે માત્ર મિત્રતા જ હોય છે..
અને એ દિવસ ખબર નહીં કિશનને કોઈના દ્વારા ખબર પડી જાય છે કે અમે બન્ને આ જગ્યા એ મળવાનાં છીએ અને એ દિવસોમાં કિશનને અને નિકિતાને બવ પ્રોબ્લેમસ ચાલતા હોય છે.. પણ મને આ બધી વાતની કઈ જ ખબર હોતી નથી એટલે હું અને નિકિતા બન્ને જે જગ્યાએ મળવાનાં હતા.. તે જગ્યા કિશનને ખબર પડી જાય છે અને અમને બન્નેને કિશન એક સાથે જોઈ જાય છે ..
અને કિશન નિકિતા પર ખુબ જ ગુસ્સે થઈ જાય છે અને આવીને તરત નિકિતાને મારવા લાગે છે.. અને તે એના મિત્રો સાથે હોવાથી હું નિકિતાને ત્યાં એકલો છોડીને જ નીકળી જાવ છું..
કારણ કે એના બધા મિત્રો મારી પાછળ મને મારવા દોડે છે..
પણ મારાં મોં પર રૂમાલ બાંધેલો હોવાથી કોઇ ચેહરો ના જોઈ શક્યું પણ એના એક બે મિત્રો મારી પાછળ જ દોડતા હતા તેના કારણે તે બન્ને મિત્રોને મારો ચેહરો જોવાય ગ્યો..
તને શરમ આવી જોઈએ..
એક છોકરીને આવી રીતે એકલા છોડીને ભાગી જતા..
અને કિશન પણ કેટલો ખરાબ છે એક છોકરીને એકલા જોઈને આવી રીતે તેને મરાતુ હોય.. આમ વાતો તો બવ મોટી મોટી કરતો હોય છે..
અને તુ પણ એવો.. નિકિતાને એકલી મૂકીને ભાગી ગયો.. રાધિકા ગુસ્સામાં નિખિલને વઢે છે.. અને કિશનને મનમાં જ 😀
અરે પણ હું શુ કરું.. હું ના ભાગતો તો મને પણ એ મારી મારીને અધમુવો કરી નાખત..
તો એમાં પોલીસની ક્યાં વાત આવી? પોલીસ કોણે બોલાવી?
પોલીસ તો મેં બોલાવી હતી.. નિકિતાને તો એની કઈ ખબર પણ નહોતી..
પોલીસને કોલ કર્યો અને જગ્યાનું નામ આપ્યું અને એવી ફરિયાદ કરી કે બવ બધા છોકરા એક છોકરીને છેડે છે અને જબરદસ્તી કરે છે..
એટલે પોલીસે કિશન પર કડકાય થી પગલાં લીધા અને એને જેલમાં નાખી દીધો એતો સારુ કહેવાય કે નિકિતાએ એને બચાવી લીધો કે એ મારો ફ્રેન્ડ જ છે જબરદસ્તી નથી કરી એવુ કહીને.. નહિતર હજી પણ તે જેલમાં જ સડતો હોત..
હમમમ..હવે મને એમ કે આમથી કેટલું સાચું અને કેટલું જૂઠું?
અરે બધું સાચું જ છે યાર..
હું શુ કામ ખોટું ક્વ..
ના મને તારા પર બિલકુલ ભરોસો નથી..
તને એમ પણ હું કિશન સાથે ફરું એ ગમતું નથી..એટલે કદાચ કિશનનાં વિરુદ્ધ બોલતો હોય..
ના યાર એવુ કઈ નથી.. બસ હું તો તને એની અસલીયત જાણતો હતો એટલે જ નહોતું ગમતું..
પછી નિકિતાએ કિશનને માફ કરી દીધો એમને?
ના રે.. પછી તો માફ કરતી હોય પછી તો એ કિશનને નફરત કરવા લાગી હતી.
આ વાતને તો બહુ સમય થ્યો.. ત્યારપછી તો હું પણ નિકિતા ને મળ્યો પણ એ વખતે તો કિશન અને નિકિતા બોલતા જ નહોતા..
પણ પછી એક દિવસ મારે પણ નિકિતા સાથે બબાલ થઈ ગઈ કિશનનાં જ કારણે એટલે મેં પણ એની સાથે વાતો કરવાની બઁધ કરી દીધી અને નિકિતાને પણ મારી સાથે વાત કરવાનું ખાસ નહોતું ગમતું.. એટલે આસાનીથી અમે અલગ થઈ ગયા..

તમારા બન્નેનો કોન્ટેક્ટ કેવી રીતે થ્યો હતો? રાધિકા એ ફરી પૂછ્યું...
અરે એતો મારાં પપ્પા એના પપ્પાનાં મિત્ર છે એના કારણે કોઇ કોઇ વાર કોઇ જગ્યા એ ફેમિલી સાથે મળવાનું થતું હોય એટલે ધીમે ધીમે વાતો કરવા લાગ્યા અને મળતા થયા..

હમમમ તો હવે નિકિતા કિશન સાથે વાત કરે છે? રાધિકા વારંવાર કિશન વિશે જાણવાની કોશિશ કરતા પૂછે છે..
ના એ બધી ખબર નથી હો સોરી યાર..
પણ તુ કેમ આટલો બધો ઇન્ટરેસ્ટ લે છે કિશનમાં?
હું પણ તારો ફ્રેન્ડ છું મને તો મારાં વિશે કોઇ દિવસ કઈ નથી પૂછ્યું..
હવે તને તો હું જાણું જ છું..તારા વિશે શુ પૂછવાનું..
આટલી વાતો કરીને નિક અને રાધિકા બન્ને પોતપોતાના ઘરે જવા નીકળે છે..
અને અહીં અંજલીને પણ એના ફ્રેન્ડસર્કલમાંથી ખબર પડે છે કે નિકિતા કિશનને મળવા માટે બોલાવે છે અને કિશન મળવા માટે હા પણ પાડી છે.. આટલુ જાણી ને એ ફરી ચિંતામાં આવી જાય છે અને વિચારવા લાગે છે કે જો નિકિતા કિશનને મનાવી લેશે તો કિશન ફરીથી મારો કયારેય નહીં થાય..

આટલુ વિચારતા વિચારતા તેને એકદમ યાદ આવે છે કે નિકિતાનાં જૂનાં ફ્રેન્ડ નિખિલને પણ કિશન સાથે બનતી નથી અને માટે જ તે નિખિલ પાસેથી જાણવા માંગે છે કે હાલ એ શુ કરે છે અને ક્યાં છે.. કારણ કે નિકિતાને પણ યાદ આવે છે કે નિખિલ પણ એ શહેરમાં જ છે જે શહેરમાં હાલ કિશન છે માટે તે એની બીજી ફ્રેન્ડ દ્વારા નિખિલનો નંબર મેળવવા પ્રયત્ન કરવા લાગે છે..

અને એની એક ફ્રેન્ડ જે નિકિતાની ખાસ ફ્રેન્ડ હતી એની પાસે નિકિતાનાં કારણે જ નિખિલનો નંબર હોય છે..
અને તે તરત જ એની પાસેથી નિખિલ નો નંબર મેળવી લે છે અને બીજા દિવસે કોલ કરવાનું નક્કી કરે છે..

હવે અંજલી જે કિશનને નિકિતા સાથે નથી મળવા દેવા માંગતી એને જો એ વાતની ખબર પડશે કે અહીં કિશન અને રાધિકા એકબીજાની બવ નજીક છે તો એના પર શુ ગુજરશે?
હવે તે કિશન અને રાધિકાને દૂર કરશે કે કિશન અને નિકિતાને..
અને શુ નિખિલ બધી સાચી માહિતી અંજલીને આપશે કે કેમ?

એતો હવે આગલા ભાગમાં જ ખબર પડશે..
જોડાયેલા રહો અને વાંચતા રહો..
અને હા ખાસ ઘરમાં રહો..
જય દ્વારકાધીશ 😊🙏