એક કલ્પના આવી પણ Maitri Barbhaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક કલ્પના આવી પણ

પ્રસ્તાવના: આમ તો શોખીન છું હું કવિતા અને શાયરીઓની,
પણ કરું છું આ પ્રથમ પ્રયાસ લઘુકથા લખવાનો!
એક બાળક, નામ એનું વાત્સલ્ય, ઉંમર સાતેક વર્ષની.બાળક જ્યારે નાનું હોય ત્યારે એ બહુ સારી કલ્પના કરી શકતું હોય છે કારણ કે ત્યારે એને તથ્યતા વિશે જાણ નથી હોતી.એવી જ એક કલ્પના અને ઈચ્છા આ વાત્સલ્યની.કોઈને ઈચ્છા હોય ચાંદ પર જવાની તો વળી કોઈને ઈચ્છા હોય મંગળ ગ્રહ પર જવાની એમ આ બાળકને પણ ઈચ્છા હતી સૂરજ પર જવાની.એક દિવસ વાત્સલ્યે તેની આ ઈચ્છા તેેેના એક મિત્ર સમક્ષ રજૂ કરી.તેણે તેના મિત્રને કહ્યું કે તેેેને સૂરજ પર જવું છે.આથી એણે કહ્યું કે તું ત્યાં ન જ‌ઈ શકે અને એણે એવું પણ કહ્યું કે માત્ર તું જ નહીં પણ સૂૂ્ર્ય ગ્રહ પર કોઈ ન જ‌ઈ શકે.તેમ છતાં વાત્સલ્યે કહ્યું કે ના પણ મારે તો જવું છે.તેણે કહ્યું કે તે બીજી તરફથી જશે પણ તેના મિત્રે ફરી એજ જવાબ આપ્યો કે ત્યાં ન જવાય.વાત્સલ્યે ત્યાં ન જવાનું કારણ પૂછ્યું કે તે ગ્રહ પર કેમ ન જવાય? બાળક છે બધું જાણવાનું કુતૂહલ હોય તે બાળસહજ છે પણ તેનો મિત્ર તેના કરતા વધારે હોશિયાર હતો અને તેણે કારણ જણાવતાં પૂૂછ્યુ કે તે અત્યાર સુધી કોઈ પ્રાકૃતિક દ્રશ્યોમાં સૂૂરજ નથી દોર્યો?તો વાત્સલ્યે જવાબ આપ્યો દોર્યો છે.તો તેેના મિત્રે આગળ સમજાવતા કહ્યું કે તું ગમે તે તરફથી જા સૂરજ પર તું ત્યાં જેેવો જઈશ એવો જ ઘડીના છઠ્ઠા ભાગમાં ભડકે બળી જ‌ઈશ.

તો આવું હોય છે બાળકનું કુતૂહલ, તેની ઈચ્છા અને કલ્પના!!

ફરી એક વખત વાત્સલ્ય ને કંઈક આવો જ વિચાર આવ્યો.તેને થયું કે બધાના જીવનમાં શનિની સાડાસાતી અને પનોતી ચાલે છે તો એનું કારણ શું? વાત્સલ્ય કાયમ એવું જ વિચારતો હતો કે કોઈ ગ્રહ અવકાશમાં હોય તો કેવી રીતે મનુષ્યને હેરાન કરી શકે આથી એણે શનિ ગ્રહ પર જ‌વાનુ વિચાર્યું.પણ તેના માટે શનિ ગ્રહ પર જવું ‌એ કલ્પનામાં જ શક્ય હતું કારણ કે જ્યાં વૈજ્ઞાનિકો મંગળ ગ્રહ પર જીવન છે કે નહીં તે નથી શોધી શક્યા તો‌ શનિ ગ્રહ પર કેવી રીતે જવું શક્ય છે.લાગે છે હવે વાત્સલ્ય જેવા બાળકની કલ્પના પણ સાચી થ‌ઈ શકે છે કારણ કે વૈજ્ઞાનિક શોધ કરી રહ્યા છે કે શનિ ગ્રહનો એક ઉપગ્રહ Titan છે તો ત્યાં પણ કદાચ મંગળ ગ્રહની જેમ જીવન શક્ય હોય શકે.વિજ્ઞાનની આગવી પ્રગતિ જોઈને લાગે છે કે આવનારા વર્ષોમાં ગ્રહોમાં ફેરફાર કરી અથવા એમજ મંંગળ ગ્રહની જેમ જ શોધ કરી તમામ ગ્રહો પર જીવન શક્ય બનાવી શકે છે આથી જ કોઈ શાયરને આવો શેર ટાંકવાની ઈચ્છા થઈ હશે:

ચલો આ રીતથી ઓછો થશે આ કચરો દુનિયાનો,
સૂણ્યુ છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે!

એ વાત્સલ્યને એ વખતે કદાચ સૂર્યગ્રહણ વિશે ખ્યાલ નહીં હોય બાકી એ એવું વિચારી રહ્યો હોત કે શું સૂર્યગ્રહણ ના દિવસે સૂર્ય પર ન જવાય ત્યારે તો તાપ ઓછો હોય ને?? જો તેને સૂર્યગ્રહણ વિશે એને કંઈ પણ ખબર હોત તો એ એના મિત્રને એવી વાત કરતો હોત અથવા તો એને પૂછતો હોત કે સૂર્યગ્રહણના દિવસે સૂર્ય પર જવાય?અને આનો જવાબ એ મિત્ર કંઈક આ રીતે આપત: તું ભલે એવું માને કે સૂર્યગ્રહણના દિવસે તડકો ઓછો હોય પણ તને ખબર છે સૂર્ય એટલો તેજસ્વી ગ્રહ છે કે તેની પર સૂર્યગ્રહણના દિવસે જવાથી પણ તે આપણને ભસ્મ કરી શકે!

આ તો બસ એક પ્રયાસ હતો વાચકોને જણાવવાનો કે બાળકોની કલ્પના કેવી હોય છે!!