પાંજરાનું પક્ષી મુખર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાંજરાનું પક્ષી

ગઈ કાલની જ વાત છે હોળીનો અનેરો તહેવાર હતો અને ગુજરાતી માટે તહેવાર એટલે એક શબ્દમાં કહીએ તો સર્વસ્વ.શરૂઆત એકને રંગ લગાવવાથી થયેલી હોળીની વ્યક્તિઓમાં પરિવર્તન થવા લાગી અનેરા આ તહેવારમાં અનેરી મજા આવવા લાગી.ના વ્યક્ત કરી શકાય શબ્દોમાં એવી જ કાંઇક અનુભૂતિ થવા લાગી.મિત્રમાંથી મિત્રોમાં તહેવાર મનાવવાની મજા શું છે એવી સમજણ થવા લાગી.રંગબેરંગી દેખાતા બધાના ચહેરાને જોઈ કાંઇક અલગ જ આનંદ થઈ રહ્યો હતો.જેમ જેમ દિવસ આગળ વધતો ગયો એમ એમ હોળીના રસિયા વધતા ગયા અને શરૂ થયેલ એક વ્યક્તિવાળી હોળી ટોળામાં બદલાઈ ગઈ.પછી ટોળાએ શરૂ કરી ઘર ઘરની મુલાકાત કોરું ના રહી જાય કોઈ રંગાઈ ગયા વિના એવી જ કાંઇક વણઝાર.

ઘર ઘરની મુલાકાતમાં જ્યાં જ્યાં ગયા ત્યાથી ખુબ જ પ્રેમ અને આનંદનો અનુભવ થયો.દરેક મુલાકાતમાં થયેલ એક મિત્રના ઘરની મુલાકાત ખુશીની સાથે સાથે થોડીક હતાશ થઇ ગઇ કારણ કાંઇક એવું હતું કે ઘરમાં પ્રવેશ કરતાની સાથેજ નજરે પડયું પાંજરામાં પુરાયેલુ પક્ષી.પક્ષીઓ જોઈને આમ તો સામાન્ય રીતે માણસને આનંદની અનુભૂતિ થાય પણ કાંઇક અજુગતું થયું આ પક્ષીને જોઈને કેમકે આ પક્ષી પર નજર પડે એ પહેલાં નજર પાંજરા પર પડી ત્યાં જ મારી ખુશી અચાનક જ હતાશામાં ફેરવાઇ ગઇ.

પછી ધીમે ધીમે પાંજરામાં કેદ પક્ષીની નજીક ગયો એને જોઈને મનને હળવાશ થઈ એનું અદભુત સૌંદર્ય નજરે ચડયું,ઝીણી ઝીણી આંખો,એની રંગબેરંગી પાંખો અને નાનકડું એનું કદ મનને મોહી ગયું બસ એને નિરંતર નિહાળ્યા કરું એવું જ મન થયું. પક્ષીને જોઈને મે મિત્રને પુછ્યું કયું પક્ષી છે આ? એનો જવાબ કાંઇક આવો હતો લવબર્ડ.મને જે મનમાં આવ્યું એ સીધું કહ્યું અચ્છા તો આ દુનિયામાં વધારે લવ ના ફેલાવે એટલે આને પુરી રાખ્યું છે એમ ને! મિત્ર કહે ના ના એવું કાંઈ નથી બસ ખુબજ સુંદર છે મને ખુબજ ગમે છે માટે રાખ્યું છે.મે ફરીથી કહ્યું રાખ્યું છે કે બાંધ્યું છે? એને કાંઈ કહ્યું નઇ પણ હું સમજી ગયો કે એ સમજી ગયો છે કે હું શું કહેવા માંગુ છું તેમ છતાં મે એને કહ્યું કે હું માનું છું તને ગમે છે એમ દરેક વ્યક્તિને ગમતું જ હોય પણ એનો અર્થ એતો નથી ને કે આપણે એની આઝાદી છીનવી લઇ એને પાંજરામાં પુરી દઇએ.જો કોઈ કારણસર આપણને જેલમાં પુરી દેવામાં આવે તો સમજાય પણ જો કોઈપણ કારણ વિના પુરી દેવામાં આવે તો?

શું આ લવબર્ડનો વાંક માની શકાય કે એ અતિ સુંદર છે? એ દરેક વ્યક્તિને ગમી જાય છે? જો હોય વાંક તો ભલે પાંજરામાં રહ્યું પણ જો ના હોય તો એને પણ આપણી જેમ આઝાદીનો પુરેપુરો હક છે.જેઓ એમ માને છે કે પક્ષીને પાંજરામાં પુરીને એને ભોજન આપીને પણ આપણે એને સાચવીયે જ છીએ તો હું એમની એવી માન્યતાને ખોટી માનું છું કેમકે જેમ મનુષ્યને જન્મ લીધા પછી એનું જીવન વિતાવવા માટેના હજાર રસ્તા છે એમ પક્ષીઓને પણ છે જ એમને માટે એમની આઝાદી જ સર્વસ્વ છે એ જેટલું બને એટલું વહેલા સ્વીકારવું આવકાર્ય છે.

જોતજોતામાં મે એક બે શબ્દ કહેતા કહેતા મિત્રને ઘણું બધું કહી નાંખ્યું. મિત્રને વાત સમજાઇ ગઇ અને મને કહે આ પાંજરુ લઇને મારી સાથે અગાસીમાં આવ. મે કહ્યું શું કામ? તે કહે ચાલને હું કહું એટલું કર. મે એની વાત માની પાંજરુ લઈને એની સાથે અગાસી પર ગયો તેણે કહ્યું જે તું કહે છે અને જે તું કહેવા માંગે છે એ બધુંજ હું સમજી શકું છું તો આ શુભ કામ તું તારા હાથે જ કર આજે આ લવબર્ડને દુનિયામાં પ્રેમનો પ્રસાર કરવા આઝાદ કરી દે.

મે કહ્યું હા તું બહુ જલ્દી સમજી ગયો એમ બધાજ સમજી જાય તો તું જરાક વિચાર કે પાંજરામાં કેદ પક્ષીઓની આકાશમાં અચાનક વધી જતી હાજરીથી આકાશ કેવું અદ્ભુત લાગે એ વિચારતા પણ એટલો આનંદ થાય છે કે શું કહું. પછી મે કહ્યું સારી વાત છે કે તું પક્ષીને આઝાદ કરવા અને એનું જીવન એની રીતે જીવવા એને છોડવામાં માની ગયો છે તો આવ બંને મળીને આજે એને આ પાંજરાની કેદમાંથી મુક્ત કરી એના જીવનને એની રીતે જીવવા આઝાદ કરી દઈએ.

પછી અમે બંનેએ પાંજરાનો દરવાજો ખોલી દીધો. મને લાગતું હતું દરવાજો ખોલતા જ એ એવી દોટ મુકશે આઝાદીની કે અમને જોવા પણ નહીં મળે પણ થયું કાંઇક એવું કે એ બહાર આવીને મારા હાથ પર બેસી ગયું અને એની ઝીણી ઝીણી આંખોથી મારી સામે જોઈ રહ્યું જાણે એ મને કાંઈક કહેવા માંગે છે એની આંખોમાં જોઈ મને જે સંતોષ થયો એ આજ દિન સુધી ક્યારેય થયો ન હતો. પછી મે લવબર્ડને મારા બંને હાથમાં પકડયું એના સુવાળાં સુવાળાં પિંછા અને નાનકડું શરીર,હાથમાં હતું તો એવું લાગ્યું જ નઈ કે કઇ છે હાથમાં એટલું જ એનું વજન એ જે મે અનુભવ્યું એ બસ અનુભવ કરીને જ સમજી શકાય એવું હું માનું છું બાકી એ વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે. બે હાથમાં પકડીને મે એને આકાશમાં ઉડાવ્યું જોતજોતામાં તો એ એવું ઉડ્યું કે ધીમે ધીમે દેખાતું બંદ થઇ ગયું તો મને સમજાયું કે એને ઉડવા માટે જ જન્મ લીધો હતો એ એને સાબિત કરી બતાવ્યું હવે એ જ્યાં જશે ત્યાં એ એના મનનું કરશે એ ખુશીની લાગણી અકલ્પનીય છે.

પછી બાજુમાં જોઉં તો મિત્ર રડતો નજરે પડ્યો, મે કહ્યું ભાઈ શું થયું? એને છોડી દીધું એટલે રડે છે? એને કહ્યું ના ભાઈ આજ સુધી એને બાંધી રાખ્યું, હું ક્યારેય ના સમજી શક્યો કે એ કેદ થવા નઇ પણ આઝાદ ઉડવા માટે જ જન્મ્યું હતું પણ આજના આ આંસું એની આઝાદીની ખુશીના છે એમ કહી એ મને ગળે ભેટી ગયો. પછી અમે નીચે આવીને એક બીજાને રંગ લગાવ્યા અને હોળીના આ તહેવારમાં કરેલ આ કામની ખુશીમાં બધાનું મોં મીઠું કરાવ્યું અને પછી નીકળી પડ્યા બીજા મિત્રોને તહેવારની મજામાં શામેલ કરવા.